તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાણીપતથી લગભગ 20 કિમી દૂર સ્થિત તાજપુર ગામના મહાલ સિંહ સેનામાંથી રિટાયર્ડ છે. તેઓ શરૂઆતથી જ ગોળ ખાવાના શોખીન રહ્યા છે. હરિયાણામાં શેરડી ઓછી હોવાથી તેઓ ઉત્તરપ્રદેશથી ગોળ મંગાવીને આ શોખ પૂરો કરતા રહ્યા છે. એકવાર ગોળમાં જીવડાં નીકળ્યા તો મહાલ સિંહે પોતાના ખેતરમાં ઓર્ગેનિક શેરડી ઉગાડી અને ગોળ અને સાકર તૈયાર કર્યા.
મહાલ સિંહનો ઓર્ગેનિક ગોળ હરિયાણાની સાથે હજારો કિમી દૂર અમેરિકા, ફ્રાંસ, કેનેડા અને દુબઈમાં વસેલા ભારતીયો તેમજ ત્યાંના મૂળ નાગરિકોનાં મોંમાં મીઠાશ ઘોળી રહ્યો છે.તેમની આ શરૂઆતને આજે 8 વર્ષ થઈ ગયા છે. એનઆરઆઈ વર્ષમાં બે વખત તાજપુર આવે છે અને ગોળ, સાકર અને ખાંડ લઈ જાય છે. આ ઉપરાંત દિલ્હીના લોકો પણ મહાલ સિંહના ગોળના ચાહકો છે.
મહાલ સિંહે આજ સુધી પોતાના ઉત્પાદનોનું ટેસ્ટિંગ કરાવ્યું નથી પરંતુ તેમના ગ્રાહકો અનેકવાર ટેસ્ટિંગ કરાવી ચૂક્યા છે. ટેસ્ટિંગમાં મહાલ સિંહનો ગોળ, સાકર અને ખાંડ 100 ટકા શુદ્ધ જોવા મળ્યા છે. જેના કારણે તેમની પ્રોડક્ટ્સની માગ સતત વધી રહી છે.
સંપૂર્ણપણે કેમિકલ રહિત છે ગોળ-સાકર
ગોળ અને સાકરને રંગ આપવા અને શુદ્ધ બનાવવા માટે તેમાં અનેક પ્રકારના કેમિકલનો પ્રયોગ કરવામાં આવે છે. જે તેને સારો રંગ આપવાની સાથે તથા શુદ્ધ કરવાની સાથે ઝેરીલા પણ બનાવી દે છે. મહાલ સિંહ ગોળ-સાકર તૈયાર કરવા માટે સુકલાઈ તથા એરંડિયાના તેલનો ઉપયોગ કરે છે. આ સુકલાઈ પણ તેઓ પોતાના ખેતરમાં જ ઉગાડે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે છે વરદાન
મહાલ સિંહના ગ્રાહકોમાં સૌથી વધુ સંખ્યા ડાયાબિટિસથી પીડાતા અને સુગરથી ખુદને બચાવવામાં લાગેલા લોકોની છે. ગોળ, સાકર અને દેશી ખાંડ એક રીતે કાચી ગળાશ હોય છે. સુગરના દર્દીઓ પણ તેનું સેવન કરી શકે છે. ઓર્ગેનિક ગોળ, સાકર અને દેશી ખાંડ વિના સ્વાદ બદલ્યે તમામ પ્રકારની મિઠાઈઓ બનાવી શકાય છે.
પાગલ કહેવા લાગ્યા હતા ગામવાસીઓ
મહાલ સિંહ કહે છે કે જ્યારે તેમણે ઓર્ગેનિક શેરડી ઉગાડવા અને ખુદ ગોળ બનાવવાની વાત લોકોને કહી તો બધા તેમને પાગલ કહેવા લાગ્યા. શરૂઆતમાં મોટા જથ્થામાં ગોળ-સાકર વધી પડતા હતા પણ હાર ન માની. આજે ઉત્પાદન અનેક ગણું વધી ગયું છે અને એક ગ્રામ પણ કોઈ પ્રોડક્ટ વધતી નથી. આ વખતે ગોળ બનાવવાનો બીજો પ્લાન્ટ પણ શરૂ કર્યો છે.
ભેળસેળ વિરુદ્ધ છે લડાઈ
મહાલ સિંહે કહ્યું કે તેમનું અભિયાન ભેળસેળ વિરુદ્ધ છે. એક જવાન હોવાના નાતે તેમને આ પ્રકારના સંસ્કાર મળ્યા છે. ઓર્ગેનિક ઉત્પાદન કરવાની સાથે તેઓ તેને નફો રળવાનો સોદો બનાવવા ઈચ્છતા નથી. આથી આજ સુધી તેમણે કોઈ ટ્રેડરને પોતાની પ્રોડક્ટ્સ વેચી નથી.
50 હજારની નોકરી છોડીને એન્જિનિયર પુત્ર પણ જોડાયો
મહાલ સિંહનો પુત્ર વિજય કુમાર બીટેક પાસ છે અને 4 વર્ષ ચંડીગઢ, 1 વર્ષ ગુરૂગ્રામ તથા છ મહિના સુધી દિલ્હીમાં નોકરી કરી ચૂક્યો છે. હવે 50 હજાર પ્રતિ માસની નોકરી છોડીને તે પિતાને સાથ આપી રહ્યો છે.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.