• Gujarati News
  • Dvb original
  • Postive News: Meet Shipra Shandilya The Varanasi Entrepreneur Behind Rs 24 Lakh Turnover, Startup Delivering Pure Cow Ghee

આજના પોઝિટિવ સમાચાર:ફેશન ઇન્ડસ્ટ્રીની નોકરી છોડીને ગાયનું દેશી ઘી અને કૂકીઝનો બિઝનેસ શરૂ કર્યો, પહેલા જ વર્ષે 24 લાખ રૂપિયાનું ટર્નઓવર થયું, 15 મહિલાને રોજગાર પણ આપ્યો

નવી દિલ્હીએક વર્ષ પહેલાલેખક: વિકાસ વર્મા
શિપ્રા ત્રણ પ્રકારનાં ઘી (સામાન્ય દેશી ઘી, બ્રાહ્મી ઘી, શતાવરી ઘી)બનાવી રહી છે. આ ઘીની કિંમત 1450 રૂપિયાથી માંડી 2460 રૂપિયા કિલો સુધી છે. - Divya Bhaskar
શિપ્રા ત્રણ પ્રકારનાં ઘી (સામાન્ય દેશી ઘી, બ્રાહ્મી ઘી, શતાવરી ઘી)બનાવી રહી છે. આ ઘીની કિંમત 1450 રૂપિયાથી માંડી 2460 રૂપિયા કિલો સુધી છે.
  • તેમની કંપનીમાં દર મહિને 100 કિલો દેશી ઘી બનાવવામાં આવે છે, જેની કિંમત 2460 રૂપિયા પ્રતિ કિલો સુધી છે
  • શિપ્રા કહે છે, આગામી વર્ષે ટર્નઓવર ચાર ગણું કરવાનો ટાર્ગેટ છે, વધુ 700 ખેડૂતને જોડશે

શિપ્રા શાંડિલ્ય... 90ના દાયકામાં ફેશન ઈન્ડસ્ટ્રીમાં એક ઝળહળતું નામ હતું, પણ 19 વર્ષ સુધી ફેશન ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યા પછી અચાનક એક દિવસ તે ગ્લેમરની દુનિયા છોડીને ગામ તરફ વળી ગઈ. છેલ્લાં સાત વર્ષથી તે ગ્રામીણ વિસ્તારોમાં જ રહીને અહીંના લોકો સાથે કામ કરી રહી છે. શિપ્રાએ બનારસ અને આસપાસનાં ગામોની મહિલાઓનું એક ફર્મ બનાવ્યું છે, જેનું નામ પ્રભૂતિ એન્ટરપ્રાઇઝ રાખ્યું. હવે તે આના દ્વારા લગભગ 12 પ્રકારની અલગ-અલગ ફૂડ-પ્રોડક્ટ્સને તૈયાર કરે છે. શરૂઆત ગાયના શુદ્ધ દેશી ઘી સાથે કરી હતી, પણ પછી રાગી, બાજરા જેવાં બિન-પ્રિઝર્વેટિવ કૂકીઝ પણ બનાવવા લાગી ગઈ.

પોતાની બેકરીમાં ગામની 15 મહિલાને રોજગાર આપીને શિપ્રા તેમને આત્મનિર્ભર બનાવી રહી છે, સાથે જ 450થી વધુ નાના ખેડૂતો સાથે પણ સીધા સંપર્કમાં છે, જે તેમને દર મહિને 30 હજાર લિટર ગાયનું દૂધ આપે છે. ઝડપથી જ આસપાસના જિલ્લાના 700 ખેડૂતને પણ જોડવાની યોજના છે.

શિપ્રા જણાવે છે, આમાં લગભગ 10 લાખ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ થયું છે, જેમાં 8 લાખ રૂપિયા મુદ્રા યોજના હેઠળ લોન રૂપે લીધા હતા. ગત નાણાકીય વર્ષમાં 24 લાખ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું, જેને આગામી વર્ષે ચાર ગણું કરવાની યોજના છે.

પોતાની બેકરીમાં ગામની 15 મહિલાને રોજગારી આપીને શિપ્રા તેમને આત્મનિર્ભર બનાવી છે, સાથે જ 450થી વધુ નાના ખેડૂતો સાથે પણ સીધા સંપર્કમાં છે, જે તેમને દર મહિને 30 હજાર લિટર ગાયનું દૂધ આપે છે.
પોતાની બેકરીમાં ગામની 15 મહિલાને રોજગારી આપીને શિપ્રા તેમને આત્મનિર્ભર બનાવી છે, સાથે જ 450થી વધુ નાના ખેડૂતો સાથે પણ સીધા સંપર્કમાં છે, જે તેમને દર મહિને 30 હજાર લિટર ગાયનું દૂધ આપે છે.

આધ્યાત્મ તરફ રુચિ વધી તો અહેસાસ થયો કે ફેશન ઈન્ડસ્ટ્રીમાં ગંદકી છે
પોતાના શરૂઆતના દિવસો અંગે શિપ્રા જણાવે છે, મારા પપ્પા BSFમાં હતા, એ વખતે અમે નોઈડામાં રહેતા હતા. મેં 12મા ધોરણ પછી ડિસ્ટેન્સથી અભ્યાસ કર્યો. મેં હંમેશાં પુસ્તકોમાં વાંચ્યું અને સફળ લોકો પાસેથી સાંભળ્યું હતું કે પેશનને જ પ્રોફેશન બનાવવું યોગ્ય રહે છે. તો મેં 12મા ધોરણ પછી પત્રાચારથી ફેશન ડિઝાઈનિંગમાં ડિપ્લોમા કોર્સ કર્યો. કોર્સ પછી મારી પાસે જોબ ઓફર પણ હતી, પણ મારે તો મારું પોતાનું કરવું હતું એટલે ગેરેજમાં પોતાનો એક નાનો સ્ટોર બનાવીને શરૂઆત કરી.

શિપ્રાએ 1992માં ફેશન ડિઝાઈનિંગ ફિલ્ડમાં કામ શરૂ કર્યું. થોડાંક જ વર્ષોમાં તે સફળ ફેશન ડિઝાઈનર બની ગઈ. ઓછામાં ઓછા સમયમાં જ શિપ્રાને પૈસા અને નામ બન્ને મળી ગયાં. ડિઝાઈનિંગ પછી શિપ્રાએ ઘણાં વર્ષો સુધી ડાઈના સેક્ટરમાં પણ કામ કર્યું, જેના માટે તે અલગ-અલગ શહેરોમાં રહી અને ત્યાં કામ શીખ્યું અને શિખવાડ્યું પણ.

આ દરમિયાન શિપ્રાને અનુભવ થવા માંડ્યો કે ફેશન ઈન્ડસ્ટ્રી દુનિયામાં સૌથી વધારે પ્રદૂષિત ઈન્ડસ્ટ્રીમાંથી એક છે, સાથે જ અહીં મોટે પાયે કારીગરોનું શોષણ થાય છે, તેમને તેમના કામ પ્રમાણે યોગ્ય પૈસા નથી મળતા. પછી એક સમય એવો આવ્યો જ્યારે શિપ્રાને લાગ્યું કે હવે કંઈક કરવાની જરૂર છે. 19 વર્ષ પછી 2011માં તે નોઈડામાં પોતાનો સફળ બિઝનેસ છોડીને બનારસમાં આવી ગઈ. તે જણાવે છે, જ્યારે હું ગામમાં આવી તો બધા મને ગાંડી સમજતા હતા.

વર્ષ 2019માં શિપ્રાએ પ્રભૂતિ એન્ટરપ્રાઈઝની શરૂઆત કરી, જેમાં લગભગ 10 લાખ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ થયું, જેમાંથી આઠ લાખ રૂપિયા મુદ્રા યોજના હેઠળ લોન લીધી. પછી નાણાકીય વર્ષમાં 24 લાખ રૂપિયાનું ટર્નઓવર થયું.
વર્ષ 2019માં શિપ્રાએ પ્રભૂતિ એન્ટરપ્રાઈઝની શરૂઆત કરી, જેમાં લગભગ 10 લાખ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ થયું, જેમાંથી આઠ લાખ રૂપિયા મુદ્રા યોજના હેઠળ લોન લીધી. પછી નાણાકીય વર્ષમાં 24 લાખ રૂપિયાનું ટર્નઓવર થયું.

બનારસ આવીને નક્કી કર્યું કે એવો બિઝનેસ શરૂ કરીશ કે જેનાથી લોકોને ખુશી મળે
શિપ્રા આગળ જણાવે છે, જ્યારે હું બનારસ આવી તો વિચાર્યું કે અહીં કોઈ એવું કામ કરીશ, જેમાં પર્યાવરણને નુકસાન ન થાય અને ન કોઈનું શોષણ થાય. હું ઈચ્છતી હતી કે બિઝનેસમાંથી મળતા પૈસા લોકોના માનસિક અને પર્યાવરણીય પ્રદૂષણથી નહીં, પણ તેમના આનંદથી આવ્યા.

2013માં અહીં મહિલાઓના હુન્નરને જોયો કે તેઓ કેવી રીતે જાપમાળા અને ઘણી પ્રકારની માળા તૈયાર કરે છે. શિપ્રાએ વિચાર્યું કે જે માળાથી લોકો ભગવાનનું ધ્યાન કરે છે એ માળા રસ્તાના કાંઠે મળી છે. ત્યાર પછી તેમણે ‘માલા ઈન્ડિયા’ના નામથી એક બિઝનેસ શરૂ કર્યો. આ બિઝનેસમાં શિપ્રાએ લગભગ 100 મહિલાને ભેગી કરી. આ પ્રોડક્ટ્સને ભારત સહિત વિદેશો સુધી પણ પહોંચાડવામાં આવી છે, પરંતુ કસ્ટમના નિયમોમાં ફેરફાર પછી એક્સપોર્ટનો ખર્ચ વધી ગયો તો શિપ્રાએ અનુભવ્યું કે આ બિઝનેસમાં વધુ ફાયદો નહીં થઈ શકે.

ગાયનું દેશી ઘી બનાવવાની શરૂઆત કરી તો માગ એટલી વધવા લાગી કે સપ્લાઇ ઓછું પડવા લાગ્યું
શિપ્રાએ નક્કી કર્યું કે કંઈક એવું કરવામાં આવે, જેનાથી ગામમાં રહેતા દરેક પરિવારને જોડી શકાય અને એ કોઈપણ પ્રકારના ખર્ચ વગર જ કામ શરૂ કરી શકાય. આ વિચાર સાથે વર્ષ 2019માં શિપ્રાએ પ્રભૂતિ એન્ટરપ્રાઈઝની શરૂઆત કરી હતી. શિપ્રા કહે છે, મેં વિચાર્યું કે એવી કઈ વસ્તુ છે જે દરેક ગ્રામીણ ઘરમાં બને છે? ખબર પડી કે મોટા ભાગના ખેડૂત પરિવાર ગાયો અને ભેંસો રાખે જ છે, તો મેં ઘરે બનાવેલા જ શુદ્ધ ઘીને માર્કેટ સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો.

આ માટે શિપ્રાએ 55 હજારના ખર્ચે દૂધની ક્રીમ કાઢવાનું મશીન ખરીદ્યુ, જ્યાં ખેડૂત દૂધમાંથી ક્રીમ કાઢી લેતા અને પછી એ જ મલાઈમાંથી પારંપરિક રીતે શુદ્ધ દેશી ઘી તૈયાર કરવાનું શરૂ કરવામાં આવ્યું, જેમાં BHUના કેમિકલ એન્જિનિયર ડિપાર્ટમેન્ટે પણ સપોર્ટ કર્યો. શરૂઆતમાં જાણીતા લોકો પાસેથી આ ઘીનો ફીડબેક લીધો અને પછી તેને કાશી ધૃત નામ આપીને બજારમાં બહાર પાડ્યું. બજારમાં ઓર્ગેનિક દુકાનો પર આ ઘીને સારો પ્રતિસાદ મળ્યો.

શિપ્રા દર મહિને લગભગ 100 કિલો દેશી ઘી તૈયાર કરે છે, પરંતુ એની માગ ઘણી વધી ગઈ છે. હવે તે આસપાસના જિલ્લાના ખેડૂતોને પણ જોડી રહી છે, જેથી વધારે પ્રમાણમાં ગાયનું દૂધ મળી શકે,જેનાથી તે ઘી તૈયાર કરીને માર્કેટમાં સપ્લાઈ કરી શકે. 30 લિટર દૂધની મલાઈમાંથી એક કિલો ઘી તૈયાર થાય છે, હાલ તો શિપ્રા ત્રણ પ્રકારનાં ઘી (સામાન્ય દેશી ઘી, બ્રાહ્મી ઘી, શતાવરી ઘી)બનાવી રહી છે. આ ઘીની કિંમત 1450 રૂપિયાથી માંડી 2460 રૂપિયા કિલો સુધી છે.

ઘી ઉપરાંત તે નાળિયેર, ઓટ્સ, રાગી, હળદર વગેરે જેવાં કૂકીઝ પણ બનાવી રહી છે. આ કૂકીઝમાં કોઈપણ પ્રકારનાં એડિટિવ, પ્રિઝર્વેટિવ અને ગ્લૂટનનો ઉપયોગ કરવામાં આવતો નથી.
ઘી ઉપરાંત તે નાળિયેર, ઓટ્સ, રાગી, હળદર વગેરે જેવાં કૂકીઝ પણ બનાવી રહી છે. આ કૂકીઝમાં કોઈપણ પ્રકારનાં એડિટિવ, પ્રિઝર્વેટિવ અને ગ્લૂટનનો ઉપયોગ કરવામાં આવતો નથી.

ખેડૂતોને તેમની જ ઊપજમાંથી કામ આપીને તૈયાર કરાવે છે મલ્ટીગ્રેન કૂકીઝ
બનારસની આસપાસ આવેલા ખેડૂતો રાગી, જુવાર પણ વાવે છે, શિપ્રાએ વિચાર્યું કે આ ખેડૂતોને તેમની જ ઊપજમાંથી કંઈક કામ આપવામાં આવે. આ રીતે ઘી પછી અનાજનાં કૂકીઝ બનાવવાનો આઈડિયા આવ્યો. ઘી ઉપરાંત તે નાળિયેર, ઓટ્સ, રાગી, હળદર વગેરેનાં કૂકીઝ પણ બનાવી રહી છે. આ કૂકીઝમાં કોઈપણ પ્રકારનાં એડિટિવ, પ્રિઝર્વેટિવ અને ગ્લૂટનનો ઉપયોગ કરવામાં આવતો નથી.

જેમાં 6 પ્રકારનાં કૂકીઝ વિગન ડાઈટવાળા માટે પણ બનાવવામાં આવ્યાં છે. દર મહિને લગભગ 50 કિલો કૂકીઝ તૈયાર કરવામાં આવે છે, આ કૂકીઝની કિંમત 1300 રૂપિયાથી માંડી 1500 રૂપિયા પ્રતિ કિલો સુધીની છે. ઘી અને કૂકીઝનાં પેકિંગ માટે કાચના એરટાઈટ જારનો ઉપયોગ કરવામાં આવે છે.

માર્કેટની માગ જોઈને જ બિઝનેસ પ્લાન પર કામ કરો
શિપ્રા જણાવે છે, કોઈપણ બિઝનેસ શરૂ કરતાં પહેલાં એ જ જોવું જોઈએ કે માર્કેટમાં કેવા પ્રકારની વસ્તુની માગ છે, એ જ પ્રમાણે બિઝનેસ પ્લાન પર કામ કરો. શિપ્રાની યોજના છે કે તેની પ્રોડક્ટ્સ આખા દેશમાં પહોંચે અને તે વધુમાં વધુ મહિલાઓને રોજગારી આપી શકે.
શિપ્રા કહે છે, જરૂરી નથી કે તમારી પાસે પૈસા હોય ત્યારે જ તમે બિઝનેસ શરૂ કરી શકો છો. સરકારની તમામ યોજનાઓ છે. બસ, એને યોગ્ય રીતે સમજીને એના માટે અરજી કરવાની જરૂર છે. શિપ્રાએ વધુમાં જણાવ્યું હતું કે જો કોઈપણ વ્યક્તિ પોતાના બિઝનેસની શરૂઆત કરવા માગે છે તો અમે તેમને દરેક પ્રકારે વિના મૂલ્યે મદદ કરીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...