• Gujarati News
  • Dvb original
  • Positive Story Gondal Woman Creates Application For Youth And Unemployed At A Cost Of Rs 5 Lakh, More Than 3000 People Get Free Jobs At Home

આજની પોઝિટિવ સ્ટોરી:ગોંડલની મહિલાએ 5 લાખના ખર્ચે યુવાનો અને બેરોજગારો માટે એપ્લિકેશન બનાવી, ઘેરબેઠાં 3 હજારથી વધુ લોકોએ વિનામૂલ્યે નોકરી મેળવી

રાજકોટ5 મહિનો પહેલાલેખક: શુભમ્ અંબાણી
  • PM નરેન્દ્ર મોદીના લોકલ ફોર વોકલ સૂત્રને ધ્યાનમાં રાખીને આ એપ બનાવી: તેજલ સોનૈયા

મહિલા 'એક સંપૂર્ણ શબ્દ' છે, તેણી માતા છે, તેણી બહેન છે, તેણી પત્ની છે, અને તેણી શું છે? એ કહેવાની જરૂર નથી, મહિલાઓ કંઈ પણ બોલ્યા વિના સમાજમાં નિશ્ચિતપણે પોતાનું યોગદાન આપે છે. ત્યારે ગોંડલમાં એક મહિલા દ્વારા રૂ.5 લાખના સ્વખર્ચે નોકરી વાંચ્છુક ઉમેદવારો માટે એક મોબાઈલ એપ્લિકેશન બનાવી છે. તેજલબેન સોનૈયાનીએ પતિ અને પરિવારના સહયોગથી ફ્રેશમેન્ટ એપ્લિકેશન બનાવી છે. જેમાં એક પણ રૂપિયાની રજીસ્ટ્રેશન ફી ભર્યા વગર ભારતભરના 3 હજારથી વધુ લોકોએ ઘર બેઠા નોકરી મેળવી છે. જયારે 12 હજારથી વધુ લોકોએ તેનો લાભ લીધો છે.

6 મહિનાની મહેનતના અંતે એપ્લિકેશન બની
M.Com અને CA Inter સુધી અભ્યાસ કરેલા તેજલબેન સોનૈયાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, બેરોજગાર યુવાનોને નોકરી વિશે માહિતી મળી રહે તેમજ સરકારી ભરતી વિશે જાણી શકે તે માટે અમે નોકરી ફ્રેશમેન્ટ નામની મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપ્લિકેશન બનાવવાનો વિચાર અમને લોકડાઉનમાં આવ્યો હતો. જેમાં મને મારા પતિ મહેશ સોનૈયા અને દિયર મયુર સોનૈયાનો સહયોગ પણ મળ્યો હતો. ત્યારબાદ રૂ.5 લાખનો ખર્ચ કરીને 6 મહિનાની મહેનતના અંતે અમે આ એપ્લિકેશન બનાવી હતી.

ફ્રેશમેન્ટ એપ્લિકેશન લોન્ચ કરી
તેજલબેન સોનૈયાએ જણાવ્યું હતું કે,આ એપ્લિકેશનથી બેરોજગાર યુવાનો આંગળીના ટેરવે તમામ પ્રકારની માહિતી મેળવી શકશે. તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી મેળવી શકશે. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકલ ફોર વોકલ આ સૂત્રને ધ્યાનમાં રાખી યુવાનો આંગળીના ટેરવે પોતાના મોબાઇલમાં જ નોકરી મેળવી શકે તેવા ઉમદા હેતુથી ફ્રેશમેન્ટ એપ્લિકેશન લોન્ચ કરી છે. ઉલ્લેખનીય છે કે, એપ્લિકેશન બનાવનાર તેજલ સોનૈયા દ્વારા એકપણ રૂપિયાનું કમિશન લેવામાં આવતું નથી.

એપ આ રીતે કામ કરે છે
એપ્લિકેશનની કામગીરી અંગે તેજલબેનના દિયર મયુર સૌનૈયાએ જણાવ્યું હતું કે, આ એપ પર રોજગાર વાંચ્છુક યુવક/યુવતીઓ પોતાનું રજિસ્ટ્રેશન કરી જરૂરી ડેટા અપલોડ કરી શકશે અને કેવા પ્રકારની નોકરી મેળવવા માંગે છે. તે તમામ વિગતો ઘર બેઠા ઉદ્યોગકારોને આપી શકશે. જે આધારે ઉદ્યોગકારો પણ પોતાની ઓફિસમાં બેઠા-બેઠા જ પોતાની જરૂરિયાત મુજબનો સ્ટાફ સિલેક્ટ કરી તેમને નોકરી પ્રદાન કરી શકશે. આ ઉપરાંત એન્જિનિયરીંગ, MBA અને MCAના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા યુવક/યુવતીઓને નોકરી અંગે માહિતી મળી રહે છે.

એપ્લિકેશન પર પરીક્ષાને લગતા પુસ્તકો પણ ઉપલબ્ધ કરાવાયા છે
એપ્લિકેશન પર પરીક્ષાને લગતા પુસ્તકો પણ ઉપલબ્ધ કરાવાયા છે

જનરલ નોલેજની માહિતી મળે છે
આ મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી શિક્ષિત યુવાનો પોતાના મોબાઈલમાં આંગળીના ટેરવે તમામ પ્રકારની નોકરી તથા રોજગારની માહિતી મેળવી શકશે. જેમાં GPSC, વન ટુ થ્રી, PI, બિન સચિવાલય સહિતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટેના ઉપયોગી પુસ્તક, અભ્યાસક્રમલક્ષી નહિ પણ પૂર્ણ પરીક્ષાલક્ષી માર્ગદર્શન મેળવી શકશે. દરરોજ દુનિયાભરના અવનવા તથ્યો, કરંટ અફેર્સ, રોચક તથ્યો તથા જનરલ નોલેજની માહિતી વિનામૂલ્યે મેળવી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.આજે આ એપ્લિકેશનના માધ્યમથી ઘણા યુવાનો દેશભરમાં નોકરીઓ મેળવી રહ્યા છે.

6 મહિનાની મહેનત બાદ મહિલાએ એપ્લિકેશન તૈયાર કરી
6 મહિનાની મહેનત બાદ મહિલાએ એપ્લિકેશન તૈયાર કરી
અન્ય સમાચારો પણ છે...