તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Positive Story Brother Insists On Getting A Scooter Engineer Builds An Electric Bicycle, Now Earns Rs 1 Lakh A Month From The Startup Of Odo Bike

આજની પોઝિટિવ સ્ટોરી:ભાઈએ સ્કૂટર અપાવવાની જીદ કરતાં એન્જિનિયરે ઇલેક્ટ્રિક સાઇકલ તૈયાર કરી, હવે 'ઓડો બાઇક'ના સ્ટાર્ટઅપથી મહિને 1 લાખ રૂપિયાની કમાણી કરે છે

વડોદરાએક મહિનો પહેલાલેખક: રોહિત ચાવડા
  • વિવેકે સૌથી પહેલા ઇલેક્ટ્રિક બાઇકનું સ્ટાર્ટઅપ શરૂ કરવાનું નક્કી કર્યું, પણ રોકાણના અભાવે શરૂ કરી ન શક્યો
  • 2019માં 'ઓડો બાઇક'ના નામે ઇલેક્ટ્રિક સાઇકલનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું, અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ સ્ટાર્ટઅપ ચલાવે છે

'વાહનોમાં પેટ્રોલ અને ડીઝલના વપરાશથી પર્યાવરણને નુકસાન થાય છે અને એના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે, જેથી મેં પર્યાવરણ બચાવવા અને લોકોના ખિસ્સાને પોષાય એવી ઇલેક્ટ્રિક સાઇકલનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. 'ઓડો બાઇક'ના નામે શરૂ કરેલું આ સ્ટાર્ટઅપ સફળ રહ્યું છે. મારે ઓડો બાઇકને ઇલેક્ટ્રિક વ્હીકલમાં દેશની પાયોનિયર કંપની બનાવવી છે અને ભારત અને ગ્લોબલ લેવલે ડીલર માર્કેટ ઊભું કરવું છું. હું હાલ ઇલેક્ટ્રિક બાઇક અને સ્કૂટર બનાવવા માટે રિસર્ચ કરી રહ્યો છું'. આ શબ્દો છે વડોદરામાં ઇલેક્ટ્રિક સાઇકલનું સ્ટાર્ટઅપ કરનારા 25 વર્ષના ઇલેક્ટ્રિકલ એન્જિનિયર વિવેક પાગેના...

સૌથી પહેલા કોલેજના પ્રોજેક્ટમાં ઇલેક્ટ્રિક બાઇક તૈયાર કરી
વડોદરાના ગોત્રી રોડ પર આવેલી સારાભાઇ સોસાયટીમાં રહેતા વિવેક જયેશભાઇ પાગેએ 2017માં વડોદરા નજીક આવેલી બાબરિયા ઇન્સ્ટિટ્યૂટમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિયરિંગનો અભ્યાસ કર્યો હતો. કોલેજના ફાઇનલ યરના પ્રોજેક્ટમાં વિવેકે ઇલેક્ટ્રિક બાઇક તૈયાર કરી હતી અને એ બાઇકને પ્રદર્શનમાં મૂકી હતી, જ્યાં જજીસની પેનલે વિવેકના આ પ્રોજેક્ટના ખૂબ જ વખાણ કર્યાં હતાં અને આ પ્રોજેક્ટને આગળ વધારવા માટે જણાવ્યું હતું, જેથી વિવેક તેની ઇલેક્ટ્રિક બાઇકને સયાજી સ્ટાર્ટઅપમાં લઇ ગયો હતો. ત્યાં પણ એની ઇલેક્ટ્રિક બાઇકના પ્રોજેક્ટને લોકોએ ખૂબ વખાણ્યો હતો. અહીંથી શરૂ થઇ વિવેકના સંઘર્ષમય સફરની શરૂઆત...

કોલેજના ફાઇનલ યરના પ્રોજેક્ટમાં વિવેક પાગેએ ઇલેક્ટ્રિક બાઇક તૈયાર કરી હતી.
કોલેજના ફાઇનલ યરના પ્રોજેક્ટમાં વિવેક પાગેએ ઇલેક્ટ્રિક બાઇક તૈયાર કરી હતી.

રોકાણના અભાવે પહેલું સ્ટાર્ટઅપ શરૂ કરતાં પહેલાં જ બંધ કરવું પડ્યુઃંવિવેક
એન્જિનિયર વિવેક પાગેએ જણાવ્યું હતું કે જ્યારે મેં ઇલેક્ટ્રિક બાઇક બનાવી ત્યારે મને તેના માર્કેટિંગનો કોઇ અનુભવ નહોતો, પણ હિંમત કરીને મે ફ્લેશ મોટરબાઇકના નામે સ્ટાર્ટઅપ શરૂ કરવાનું નક્કી કર્યું હતું. જોકે રોકાણના અભાવે મારે આ પ્રોજેક્ટ શરૂ કરતાં પહેલાં જ પડતો મૂકવો પડ્યો હતો. ત્યાર બાદ મેં 2 વર્ષ સુધી ડિઝાઇન એન્જિનિયર તરીકે કામ કર્યું, જ્યાં હું ઇલેક્ટ્રિક પેનલ ડિઝાઇન કરતો હતો.

'પેડો ઇલેક્ટ્રા' નામની કંપની બનાવી, પણ એ નામે ટ્રેક માર્ક ન મળતાં મે માર્ચ-2019માં 'ઓડો બાઇક'ના નામે સ્ટાર્ટઅપ શરૂ કર્યું.
'પેડો ઇલેક્ટ્રા' નામની કંપની બનાવી, પણ એ નામે ટ્રેક માર્ક ન મળતાં મે માર્ચ-2019માં 'ઓડો બાઇક'ના નામે સ્ટાર્ટઅપ શરૂ કર્યું.

નાનાભાઇએ સ્કૂટર ખરીદવાની જીદ કરતાં પહેલીવાર ઇલેક્ટ્રિક સાઇકલ તૈયાર કરી
તેમે વધુમાં જણાવ્યું હતું કે એક દિવસ મારા નાનાભાઇએ સ્કૂલમાં જવા માટે ટૂ-વ્હીલર ખરીદી આપવાની જીદ કરી, જેથી મેં તેની જૂની સાઇકલને મોડિફાઇ કરીને તેને ઇલેક્ટ્રિક સાઇકલ બનાવી આપી. આ સાઇકલની તસવીરો મેં સોશિયલ મીડિયામાં મૂકતાં સંબંધીઓ અને મિત્રોમાંથી સાઇકલ માટે ઇન્કવાયરી આવવા લાગી, દુબઇની કંપનીમાં CFO તરીકે નોકરી કરતા મારા મામાએ તેમની કંપની માટે સાઇકલ બનાવવા મને દુબઇ બોલાવ્યો અને મેં તે કંપની માટે ઇલેક્ટ્રિક સાઇકલ તૈયાર કરી. જ્યાં મને ભારત પાછા ફરીને ઇલેક્ટ્રિક સાઇકલનું સ્ટાર્ટઅપ શરૂ કરવાનો મને વિચાર આવ્યો.

ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ પર ઇલેક્ટ્રિક સાઇકલ વેચવાનું શરૂ કર્યું.
ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ પર ઇલેક્ટ્રિક સાઇકલ વેચવાનું શરૂ કર્યું.

2019માં 'ઓડો બાઇક'ના નામે સ્ટાર્ટઅપ શરૂ કર્યું
વિવેક પાગેએ જણાવ્યું હતું કે દુબઇથી ભારત આવ્યા બાદ મે 'પેડો ઇલેક્ટ્રા' નામની કંપની બનાવી, પણ એ નામથી ટ્રેક માર્ક ન મળતાં મે માર્ચ-2019માં 'ઓડો બાઇક'ના નામથી ઇલેક્ટ્રિક સાઇકલ બનાવવાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું. હાલ વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આ સ્ટાર્ટઅપ ચલાવુ છું. યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબામાં ખેલૈયાઓને ઇનામમાં આપવા માટે 10 સાઇકલનો સૌથી મોટો ઓર્ડર મને મળ્યો. ત્યાર બાદ ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ પર મેં ઇલેક્ટ્રિક સાઇકલ વેચવાનું શરૂ કર્યું હતું. આમ, ધીમે ધીમે મારી સાઇકલનું વેચાણ વધવા લાગ્યું, રોજના 3થી 4 ઓર્ડર મળતા હતા. જોકે કોરોનાના લોકડાઉનમાં વેચાણ ઘટી ગયું હતું, પણ હિંમત હાર્યા વિના મેં મારા સ્ટાર્ટઅપને આગળ વધારવાનું નક્કી કર્યું.

વિવેકે 2017માં વડોદરા નજીક આવેલી બાબરિયા ઇન્સ્ટિટ્યૂટમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિયરિંગનો અભ્યાસ કર્યો હતો
વિવેકે 2017માં વડોદરા નજીક આવેલી બાબરિયા ઇન્સ્ટિટ્યૂટમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિયરિંગનો અભ્યાસ કર્યો હતો

મહિને એક લાખ રૂપિયાની કમાણી કરે છે
તેણે જણાવ્યું હતું કે હાલ મારી ઇલેક્ટ્રિક સાઇકલનું પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, દિલ્હી અને દક્ષિણનાં રાજ્યોમાં વેચાણ થાય છે. હાલ ઓડો બાઇક સ્ટાર્ટઅપમાંથી મહિને એક લાખ રૂપિયાની કમાણી થાય છે. મારી ટીમમાં મારી સાથે 3 લોકો જોડાયા છે. વડોદરા સ્ટાર્ટઅપ સ્ટુડિયોના નિખિલભાઇ સુથારે મને સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે ખૂબ જ મદદ કરી હતી.

પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, દિલ્હી અને દક્ષિણનાં રાજ્યોમાં ઇલેક્ટ્રિક સાઇકલનું વેચાણ થાય છે.
પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, દિલ્હી અને દક્ષિણનાં રાજ્યોમાં ઇલેક્ટ્રિક સાઇકલનું વેચાણ થાય છે.

મેં તૈયાર કરેલી ઇલેક્ટ્રિક સાઇકલની બેટરીમાંથી પ્રદૂષિત તત્ત્વ નીકળતાં નથીઃ વિવેક
પર્યાવરણ બચાવવાની વાત કરતાં તે જણાવે છે, ઇલેક્ટ્રિક વ્હીકલ વિશે લોકોને ખબર જ છે અને લોકો પર્યાવરણ બચાવવાનો મુદ્દો ઉઠાવી ચૂક્યા છે. મારે પર્યાવરણ બચાવવામાં મારો હિસ્સો પણ આપવો છે. સામાન્ય રીતે લેડ એસિડની બેટરીમાંથી કાર્બનડાયોક્સાઇડ નીકળે છે, પરંતુ મારી ઇલેક્ટ્રિક સાઇકલમાં જે બેટરી વાપરીએ છીએ એમાંથી પ્રદૂષિત તત્ત્વો નીકળતાં નથી.

એક વખત ચાર્જ કર્યા પછી ઇલેક્ટ્રિક સાઇકલ 40થી લઇને 80 કિ.મી. સુધી ચાલે છે.
એક વખત ચાર્જ કર્યા પછી ઇલેક્ટ્રિક સાઇકલ 40થી લઇને 80 કિ.મી. સુધી ચાલે છે.

ઓડો બાઇક કંપનીને ઇલેક્ટ્રિક વ્હીકલમાં દેશની પાયોનિયર કંપની બનાવવી છે
ભવિષ્યની વાત કરતાં તે કહે છે, મારે ઓડો બાઇક કંપનીને ઇલેક્ટ્રિક વ્હીકલમાં દેશની પાયોનિયર કંપની બનાવવી છે. મારે ભારત અને ગ્લોબલ લેવલે ડીલર માર્કેટ ઊભું કરવું છું. દુબઇ અને USમાં ઇલેક્ટ્રિક સાઇકલની માગ ખૂબ વધી રહી છે અને ચીન પછી ભારતનું માર્કેટ ખૂબ મોટું છું, જેને જોતાં ભારતના યુવા ઉદ્યોગ સાહસિકો માટે ઇલેક્ટ્રિક વ્હીકલનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ દેખાઇ રહ્યું છે. ગુજરાત સરકારે પણ ઇલેક્ટ્રિક વ્હીકલમાં સબસિડી આપવાની જાહેરાત કરી છે, ત્યારે હવે ઇલેક્ટ્રિક બાઇક બનાવવાના રિસર્ચમાં પણ અમે કામગીરી કરી રહ્યા છીએ. જોકે અમે હાલ લોકોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

વિવેક અને તેમની ટીમ ઇલેક્ટ્રિક બાઇક અને સ્કૂટર બનાવવાના રિસર્ચમાં કામગીરી કરે છે.
વિવેક અને તેમની ટીમ ઇલેક્ટ્રિક બાઇક અને સ્કૂટર બનાવવાના રિસર્ચમાં કામગીરી કરે છે.

ઇલેક્ટ્રિક સાઇકલ(ઓડો બાઇક)ની ખાસિયતો
ઉદ્યોગ સાહસિક વિવેક પાગેએ તૈયાર કરેલી ઇલેક્ટ્રિક સાઇકલ 25 હજારથી લઇને 46,500 રૂપિયા સુધીમાં મળે છે, એક વખત ચાર્જ કર્યા પછી 40થી લઇને 80 કિ.મી. સુધી ચાલે છે. સાઇકલની જમણી બાજુ એક્સેલેટર હોય છે અને ડિસ્પ્લેમાં સ્પીડ તથા બેટરીનું લેવલ બતાવે છે. સાઇકલના પાછળના ટાયરમાં મોટર હોય છે અને સીટની નીચેના ભાગે બેટરી હોય છે. પેડલમાં સેન્સર મૂકેલું હોય છે, જેથી પેડલ મારતી વખતે મોટર ચાલુ થાય તો સાઇકલની સ્પીડ વધી જાય છે. આ ઉપરાંત સાઇકલમાં ઇ-બ્રેક અને બુલેટ વાયરિંગ પણ આપવામાં આવે છે. ઇ-બ્રેક મારવાથી સાઇકલની મોટર બંધ થઇ જાય છે અને બુલેટ વાયરિંગથી અકસ્માતમાં વાયરિંગને નુકસાન થતું અટકાવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...