• Gujarati News
  • Dvb original
  • Positive Story 30 Years Ago Father Quit His Job And Started A Nursery In Doldha In Navsari Today 500 Crore Turnover

આજની પોઝિટિવ સ્ટોરી:30 વર્ષ અગાઉ શિક્ષકે નોકરી છોડી નર્સરી શરૂ કરેલી, વાર્ષિક 500 કરોડના ટર્નઓવર સાથે દોલધા ગામ સમગ્ર દેશમાં મોખરે

નવસારી19 દિવસ પહેલાલેખક: હિતેષ સોનવણે
  • ગામમાં વસતો આદિવાસી સમાજ નર્સરી ઉદ્યોગ સાથે સંકળાયેલો છે
  • 1992માં શરૂ થયેલો નર્સરીનો બિઝનેસ આજે સાત સમંદર પાર પહોંચ્યો છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વોકલ ફોર લોકલની વાત કરતાં દેશમાં બનેલી પ્રોડક્ટ પ્રત્યે હવે જાગૃતિ વધી છે, પરંતુ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનું દોલધા ગામે છેલ્લાં 30 વર્ષથી સ્વનિર્ભર બનતાં નર્સરી ઉદ્યોગમાં સમગ્ર ભારતમાં ડંકો વગાડ્યો છે. દોલધા ગામ પોતાના દમ પર સ્વનિર્ભર બન્યું છે. 30 વર્ષ પહેલાં ગામના શિક્ષક અમૃત છોટુભાઈ પટેલે નોકરી છોડી શરૂ કર્યો હતો અને આજે નર્સરી ઉદ્યોગમાં નવસારીનું દોલધા ગામ સમગ્ર દેશમાં મોખરે છે તથા વાર્ષિક 500 કરોડનું ટર્નઓવર કરે છે. અહીંની બોન્સાઇ સહિતના છોડ મુકેશ અંબાણીના એન્ટાલિયાની શોભા વધારી રહ્યા છે. આ ઉપરાંત દેશ સહિત દુબઇ, આફ્રિકા અને અમેરિકામાં પણ એક્સપોર્ટ પણ થાય છે.

ગામના યુવાનો ઘરઆંગણે જ રોજગારી મેળવે છે
દેશ સ્વનિર્ભરતાના કોન્સેપ્ટને સ્વીકારી આગળ વધી રહ્યો છે, ત્યારે નવસારીનું અનોખું દોલધા ગામ એક જ પ્રકારના ઉદ્યોગ થકી અધધધ કમાણી કરે છે. દોલધા ગામ નર્સરીના ઉદ્યોગ થકી વાર્ષિક 500 કરોડથી વધુ વકરો મેળવે છે. આજથી 20 વર્ષ પહેલાં ગામના કેટલાક શિક્ષકોએ આરામદાયક સરકારી નોકરી છોડીને નાના પાયે નર્સરી ઉદ્યોગમાં ઝંપલાવ્યું હતું, ત્યારથી આજ સુધી દોલધા ગામે પાછું વળીને જોયું નથી. દોલધા ગામમાંથી મોટે પાયે ફૂલોના છોડ અને વિવિધ ફળના છોડ એક્સપોર્ટ થાય છે. ઘરની શોભા વધારતા ફૂલોની મહેક ભારત સિવાય ફોરેન કન્ટ્રીઝમાં પણ પ્રસરી છે. બોલિવૂડના ધર્મેન્દ્રથી લઇને આમિર ખાન સુધીના કલાકારો અહીંથી ફૂલોના છોડ લઇ ગયા છે.

30 વર્ષ પહેલાં ગામના શિક્ષક અમૃત છોટુભાઈ પટેલે નોકરી છોડી શરૂ કર્યો હતો.
30 વર્ષ પહેલાં ગામના શિક્ષક અમૃત છોટુભાઈ પટેલે નોકરી છોડી શરૂ કર્યો હતો.

400 જેટલી જેટલી નાની-મોટી નર્સરી કાર્યરત છે
ગામના મુખ્ય માર્ગ પરથી પસાર થતા તમને અનેક ફૂલોથી મહેકતી અગણિત નર્સરી દેખાશે, એટલે તમે દોલધામાં પહોંચ્યા એમ સમજો. દોલધા ગામમાં 284 પરિવાર રહે છે અને સાથે જ આજુબાજુનાં 10 ગામ મળીને 1 હજાર લોકો નર્સરી ઉદ્યોગ થકી રોજગારી મેળવે છે. દોલધા ગામને નર્સરી ઉદ્યોગમાં એટલી ફાવટ આવી ગઈ છે કે આજે 400 જેટલી જેટલી નાની-મોટી નર્સરી કાર્યરત છે.

બોલિવૂડના ધર્મેન્દ્રથી લઇને આમિર ખાન સુધીના કલાકારો અહીંથી ફૂલોના છોડ લઈ ગયા છે.
બોલિવૂડના ધર્મેન્દ્રથી લઇને આમિર ખાન સુધીના કલાકારો અહીંથી ફૂલોના છોડ લઈ ગયા છે.

દોલધા ગામ અન્ય ગામ માટે પ્રેરણારૂપ બન્યું
હાલમાં કોરાને કારણે મંદ પડેલો નર્સરી બિઝનેસ હવે ધીરે-ધીરે ફરીવાર ગતિ પકડી રહ્યો છે. આત્મનિર્ભર બનવાની વાતોએ હવે બહુ વેગ પકડ્યો છે, ત્યારે છેલ્લાં 30 વર્ષથી આત્મનિર્ભર બનેલા દોલધા ગામ અન્ય ગામ માટે પ્રેરણારૂપ બન્યું છે. કીમતી અને દુર્લભ છોડની માવજત કરીને આજે દોલધા ગામ નર્સરી ઉદ્યોગમાં વટવૃક્ષ બન્યું છે.

આસપાસનાં 10 ગામના હજાર લોકો નર્સરી ઉદ્યોગ થકી રોજગારી મેળવે છે.
આસપાસનાં 10 ગામના હજાર લોકો નર્સરી ઉદ્યોગ થકી રોજગારી મેળવે છે.

મહિલાઓને પણ મોટી રોજગારી મળી છે
નર્સરી ઉદ્યોગ ચલાવતાં બીનાબેન પટેલે જણાવ્યું હતું કે મારા પિતાએ ગામમાં આ વ્યવસાયની શરૂઆત 1992-94 વચ્ચે કરી હતી, જેમાં તેઓ શિક્ષકની નોકરી કરવા સાથે સાથે શોખ હોવાને કારણે સાઈકલ પર છોડવા લાવીને વાવતા હતા અને એનું વેચાણ કરતા હતા. નાના પાયે શરૂ કરેલો આ ઉદ્યોગ આજે વટવૃક્ષ સમાન બન્યો છે અને સાથે જ ગામના યુવાનો અને મહિલાઓને પણ મોટી રોજગારી ઉપલબ્ધ કરાવી રહ્યો છે.

કીમતી અને દુર્લભ છોડની માવજત કરીને આજે દોલધા ગામ નર્સરી ઉદ્યોગમાં વટવૃક્ષ બન્યું છે
કીમતી અને દુર્લભ છોડની માવજત કરીને આજે દોલધા ગામ નર્સરી ઉદ્યોગમાં વટવૃક્ષ બન્યું છે

ગરીબ લોકોનું જીવનધોરણ ઊંચું આવ્યું છે
જીવણભાઇ પટેલે જણાવ્યું હતું કે અમારા ગામમાં આદિવાસી લોકો વધારે રહે છે. મારા ભાઇ શિક્ષક હતા. તેઓ ગણદેવીની નર્સરીમાંથી છોડ લાવતા હતા. પછી તેમણે પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. આજે અમારા ગામની સાથે સાથે આસપાસનાં ગામોમાં મોટે પાયે નર્સરી ઉદ્યોગ ચાલે છે. ગરીબ લોકોનું જીવનધોરણ ઊંચું આવ્યું છે. આજે કરોડો રૂપિયાનું ટર્નઓવર થાય છે.

1992માં શરૂ થયેલો નર્સરીનો બિઝનેસ આજે સાત સમંદર પાર પહોંચ્યો છે.
1992માં શરૂ થયેલો નર્સરીનો બિઝનેસ આજે સાત સમંદર પાર પહોંચ્યો છે.
ગામમાં વસતો આદિવાસી સમાજ નર્સરી ઉદ્યોગ સાથે સંકળાયેલો છે.
ગામમાં વસતો આદિવાસી સમાજ નર્સરી ઉદ્યોગ સાથે સંકળાયેલો છે.
નર્સરી ઉદ્યોગમાં નવસારીનું દોલધા ગામ સમગ્ર દેશમાં મોખરે છે.
નર્સરી ઉદ્યોગમાં નવસારીનું દોલધા ગામ સમગ્ર દેશમાં મોખરે છે.
અન્ય સમાચારો પણ છે...