ગ્રાઉન્ડ રિપોર્ટકેજરીવાલનો ફોન અને ઈસુદાન ગઢવી બન્યા CM ફેસ:150 કરોડના કૌભાંડનો પર્દાફાશ કરીને લોકપ્રિય થયા, BJPએ કહ્યું- આ વખતે અમારી જીત નિશ્ચિત

2 મહિનો પહેલા

આ કોરોનાની બીજી લહેરના સમયની વાત છે. 15 વર્ષ સુધી પોતાના વિસ્તારના પ્રખ્યાત રહી ચૂકેલા પત્રકાર અમદાવાદની એક મોટી સરકારી હોસ્પિટલની બહાર ઊભા હતા. એક વૃદ્ધ મહિલા રડી રહી હતી, તેમના યુવાન પુત્રને કોરોના થયો હતો. મેડિકલ ઓફિસરે બેડ આપવાની ના પાડી. આ પત્રકારે આજીજી કરી, પણ કંઈ કરી શક્યા નહીં. તેમને સમજાયું કે તેઓ રાજકારણમાં જોડાયા વિના લોકોને મદદ કરી શકશે નહીં. ત્યાર બાદ તેમણે કોંગ્રેસ-ભાજપ અને AAPના નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

પછી એક દિવસ તેમના ફોનની રિંગ વાગી, અરવિંદ કેજરીવાલે તેમને મળવા બોલાવ્યા. બંને મળ્યા, પરંતુ મનમાં હજુ પણ પ્રશ્નો હતા. થોડા સમય પછી પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની સાથે વાતચીત કરતાં તેમણે 14 જૂન 2021ના રોજ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જો કેજરીવાલે એ ફોન કોલ ન કર્યો હોત તો આજે ઈસુદાન ગઢવી ગુજરાતમાં AAPનો સીએમ ચહેરો ન હોત.

જ્યારે AAPએ તેમને સીએમ ચહેરો બનાવ્યો ત્યારે દેશભરમાં ચર્ચા થઈ હતી કે આ વ્યક્તિ કોણ છે. જોકે ઇસુદાન લાંબા સમયથી ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં તેમના નિર્ભય પત્રકારત્વ માટે જાણીતા છે. રાજકારણમાં આવતાં પહેલાં એક સ્થાનિક ચેનલ VTV ગુજરાતી પર દરરોજ રાત્રે 8થી 9 વાગ્યા તેમનો શો 'મહામંથન' પ્રસારિત થતો હતો.

ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના મહાસચિવ અને રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય છે. AAP દ્વારા તેમને ગુજરાતના CM પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા ત્યાં સુધી તેઓ બહુ જાણીતો ચહેરો નહોતા.
ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના મહાસચિવ અને રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય છે. AAP દ્વારા તેમને ગુજરાતના CM પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા ત્યાં સુધી તેઓ બહુ જાણીતો ચહેરો નહોતા.

આ શો ખૂબ જ પ્રખ્યાત હતો, જેમાં સામાન્ય લોકો સાથે જોડાયેલા મુદ્દા ઉઠાવવામાં આવતા હતા. દ્વારકા જિલ્લાની જામ ખંભાળિયા બેઠક પરથી AAP દ્વારા ઇસુદાનને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તેઓ ખંભાળિયાના પીપળિયા ગામના છે. ઇસુદાનની જીવનની વાર્તા શોધતા અમે તેના ગામ પીપળિયા પહોંચીએ છીએ.

150 કરોડના કૌભાંડનો પર્દાફાશ કરીને તેઓ પ્રખ્યાત થયા
પીપળિયાના લોકો ઈસુદાન ગઢવીના વિશે બધું જાણે છે. દરેક વ્યક્તિ જાણે છે કે તેમણે તેમની કારકિર્દીના શરૂઆત દૂરદર્શનથી કરી હતી. ત્યાં 2007થી 2011 સુધી રહ્યા. જ્યાર તેઓ ETV ગુજરાતીમાં હતા ત્યારે તેમણે પોરબંદરમાં રહીને ખેડૂતોની સમસ્યા પર અનેક ન્યૂઝ સ્ટોરી કરી હતી.

ગુજરાતમાં AAPના CM ચહેરા માટે તેમના નામની જાહેરાત થયા બાદ ઈસુદાને તેમની માતા પાસે પહોંચ્યા. તેમણે કહ્યું હતું કે માતાના આશીર્વાદ મારી સૌથી મોટી તાકાત છે.
ગુજરાતમાં AAPના CM ચહેરા માટે તેમના નામની જાહેરાત થયા બાદ ઈસુદાને તેમની માતા પાસે પહોંચ્યા. તેમણે કહ્યું હતું કે માતાના આશીર્વાદ મારી સૌથી મોટી તાકાત છે.

ઈસુદાને 2015માં ડાંગ અને કપરાડામાં વૃક્ષો કાપવામાં 150 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો હતો. એ બાદ સરકારને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. ગામના લોકો આને લઈ વાર્તાઓ એવી રીતે સંભળાવે છે કે જાણે કે એ તેમનો એક ભાગ હોય.

BJP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, એકવાર ધરપકડ કરાઈ હતી
20 ડિસેમ્બર 2021ના રોજ પોલીસે તેમને ડ્રાય સ્ટેટમાં દારૂ પીવાના આરોપમાં કમલમમાંથી ધરપકડ કરી હતી. એક બેઠક દરમિયાન AAP અને BJPના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. પછી ગુજરાત પોલીસે ઈસુદાન સહિત 500 લોકો સામે ગુનો નોંધ્યો હતો. FIR અનુસાર, ઈસુદાનના લોહીમાં 0.0545 ટકા આલ્કોહોલ મળી આવ્યો હતો.

બીજી તરફ, ઈસુદાન અને AAPએ આરોપ લગાવ્યો હતો કે રિપોર્ટ સાથે છેડછાડ કરવામાં આવી છે. સપ્ટેમ્બર 2021માં સુરતના પ્રખ્યાત રામદેવ પીર મંદિરને તોડી પાડવાની ઘટના બાદ ગઢવીએ સરકાર સામે મોરચો ખોલ્યો હતો. ડિસેમ્બર 2021માં પેપર લીક થયા પછી પણ ઈસુદાને ગાંધીનગરમાં BJP કાર્યાલયની બહાર વિરોધ કર્યો અને ત્યાર બાદ ધરપકડ કરવામાં આવી.

ગામમાં વિકાસ નથી, જાતિ સૌથી મોટો મુદ્દો છે
ઈસુદાનના જીવનની વાર્તા પછી, પીપળિયામાં વિકાસ બાજુ પર હોય એવું લાગે છે, જ્યાં જ્ઞાતિ આધારિત મતદાનની પેટર્ન દેખાય છે. છેલ્લાં 50 વર્ષથી અહીં આહીર (યાદવ) સમાજના ઉમેદવારો જીતી રહ્યા છે. માત્ર એકવાર એવું બન્યું કે આ સમાજનો ઉમેદવાર ધારાસભ્ય ન બની શક્યો હતો.

આ વખતે કોંગ્રેસ અને ભાજપના બંને ઉમેદવારો આહીર સમાજના છે. જ્યારે ઇસુદાન ગઢવી પછાત ચારણ જ્ઞાતિના છે. પીપળિયામાં ઈસુદાનના પાડોશીઓ તેમને ટેકો આપી રહ્યા છે, કારણ કે આ તેમના ગામના છે.

સફેદ કલરની આ નવી ઈમારત ખેતરની વચ્ચે બનાવવામાં આવી છે. આ ઈસુદાનનું ઘર છે. ચૂંટણી ચાલી રહી છે, તેથી ઘરની બહાર ટેન્ટ છે અને કેટલાક લોકો અહીં બેઠા છે.
સફેદ કલરની આ નવી ઈમારત ખેતરની વચ્ચે બનાવવામાં આવી છે. આ ઈસુદાનનું ઘર છે. ચૂંટણી ચાલી રહી છે, તેથી ઘરની બહાર ટેન્ટ છે અને કેટલાક લોકો અહીં બેઠા છે.

તેમના પાડોશી કાળુભાઈ કહે છે - બધી સરકારોએ થોડુંઘણું કામ કર્યું છે, અમે અમારા ગામને કારણે ઇસુદાનને સપોર્ટ કરી રહ્યા છીએ. અમે બ્રાહ્મણો અને ગઢવીઓ એક થઈ ગયા છીએ, અમે અન્ય સમુદાયને પણ સાથ આપવા અપીલ કરીએ છીએ.

આહીરોની વસતિ વધુ છે, ભેદભાવનું પ્રમાણ વધારે છે
પીપળિયાના દારાભાઈ કહે છે કે ગામમાં આહીર સમાજની વસતિ વધુ હોવાથી અન્ય જ્ઞાતિના લોકો સાથે ભેદભાવ રાખવામાં આવે છે. નાની કે મોટી દરેક ચૂંટણીમાં આહીર સમાજને ટિકિટમાં પ્રાધાન્ય મળે છે. ગઢવી સમાજનું જાણે કોઈ અસ્તિત્વ જ નથી એવું વિચારે છે.

ગામની શેરીઓમાં ભટકીને અને લોકો સાથે વાતો કરીને અમે ઈસુદાનના ઘરે પહોંચ્યા. અમે અહીં ઇસુદાનને મળ્યા નથી, પરંતુ અમે તેની પત્ની હીરલને મળ્યા હતા. જ્યારે તેમની સાથે વાત કરવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ચાલો... ઉપરની છત પર શૂટ કરીએ. જ્યારે ઈસુદાનને ટિકિટ મળવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું - અમને ખાતરી છે કે અહીંના લોકો તેમને જ સમર્થન આપશે.​​​​​​​

ઈસુદાનના પિતા ખેતી કરે છે. જોકે ગામમાં રહેતા ગઢવી સમાજના મોટા ભાગના લોકો વ્યાજે પૈસા આપવાનું કામ પણ કરે છે અને જમીન-સંપત્તિથી સધ્ધર છે. ઈસુદાને 2005માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ કોમ્યુનિકેશનનો કોર્સ કર્યો હતો. બાદમાં તેઓ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં પત્રકાર તરીકે લોકપ્રિય થયા.

કોંગ્રેસના ઉમેદવારે કહ્યું- AAP અમને ડુબાડવા આવી છે, BJP રેસમાં નથી
પીપળિયાની મુલાકાત લીધા બાદ અમે કોંગ્રેસના ઉમેદવાર વિક્રમભાઈ અરજણભાઈ માડમને મળવા ગયા હતા. તેઓ 2004, 2009માં જામનગરથી સાંસદ બન્યા હતા. જોકે, તેઓ 2014ની લોકસભાની ચૂંટણી તેમની પોતાની ભત્રીજી અને બીજેપી નેતા પૂનમ માડમ સામે હારી ગયા હતા. 2017માં તેઓ ખંભાળિયામાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને ભાજપના ઉમેદવાર કાળુ ચાવડાને 11 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા.

વિક્રમભાઈએ કહ્યું હતું કે BJPએ જે મુળુભાઈ બેરાને મેદાનમાં ઉતાર્યા છે તેમણે મને 2002માં હરાવ્યા હતા. એ ચૂંટણી ગુજરાત રમખાણો પછી યોજાઈ હતી, જ્યારે ભાજપે ગુજરાતમાં સૌથી વધુ 127 બેઠક જીતી હતી.

ઈસુદાન ગઢવીના ચૂંટણી લડવા અને આમ આદમી પાર્ટીમાં પ્રવેશના સવાલ પર તેમણે કહ્યું, આમ આદમી પાર્ટી કોંગ્રેસને ડુબાડવા માટે ગુજરાતમાં આવી છે. AAP ફ્રી રેવડીની લાલચ આપી રહી છે. આ લોભમાં કોંગ્રેસના મતદારો પક્ષ બદલી શકે છે. BJPના વ્હાઈટ કોલર મતદારો AAP દ્વારા ગેરમાર્ગે દોરાવાના નથી, કારણ કે તેઓ જાણે છે કે આવું કંઈ થશે નહીં.

ઈસુદાન વિશે વિક્રમભાઈનું કહેવું છે કે તેઓ મીડિયાનો ચહેરો છે. તેઓ ગામમાં પણ લોકપ્રિય છે. તેમને ચૂંટણી લડવાથી ફરક પડશે, પરંતુ કેટલો, એ અત્યારે કહી શકાય તેમ નથી. આ સીટ પર યાદવ સમુદાયના 52 હજાર વોટ છે. હવે ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારો યાદવ સમુદાયના છે, આવી સ્થિતિમાં મતોનું વિભાજન થશે. તેમના સિવાય બાકીના મતદારો ઉમેદવારની જીત અને હાર નક્કી કરશે.

AAP અને કોંગ્રેસના ઉમેદવારોને મળ્યા પછી અમે ખંભાળિયાના BJP કાર્યાાલય પહોંચ્યા. અહીં પાર્ટીના ઉમેદવાર મુળુભાઈ બેરાને મળી શક્યા નહીં. તેઓ પ્રચાર માટે નીકળી ગયા હતા. તેમના સમર્થકો એકઠા થયા હતા. એમાંથી એક મયૂર ગઢવીએ કહ્યું હતું કે 2014માં પેટાચૂંટણી યોજાઈ હતી, ત્યારથી આ સીટ કોંગ્રેસ પાસે છે. લોકો જાણે છે કે સરકાર કોઈ બીજી પાર્ટીના હોય અને ધારાસભ્ય કોઈ અન્ય પાર્ટીના હોય તો મુશ્કેલી થાય છે, તેથી આ વખતે BJPની જીત નક્કી છે.

આ બેઠક પર 1972થી યાદવ સમાજનો દબદબો છે. હેમંત માડમે ત્યાર બાદ આ સમુદાયના હેમંત માડમે અપક્ષ ચૂંટણી લડતાં કોંગ્રેસના ઉમેદવાર નકુમને હરાવ્યા હતા. હેમંતની પુત્રી પૂનમ માડમ હવે ભાજપમાં છે અને જામનગરથી સાંસદ છે. હેમંત માડમ અહીંથી સતત ત્રણ વખત અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા હતા. કોંગ્રેસે આ સીટ 1990માં જીતી હતી, જ્યારે તેઓ ચૂંટણીની રેસમાં નહોતા. ખંભાળિયામાં BJP સતત જીતતી હતી. પરંતુ, 2014ની પેટાચૂંટણીમાં આ સિલસિલો તૂટી ગયો હતો. ત્યારે કોંગ્રેસે આ બેઠક જીતી હતી. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો.

અન્ય સમાચારો પણ છે...