ભાસ્કર ઓપિનિયનઉત્તર પ્રદેશ:રાજકિય પક્ષો, સરકારોથી હવે અનામત વગર રહી શકાતું નથી

એક મહિનો પહેલાલેખક: નવનીત ગુર્જર
  • કૉપી લિંક

ઉત્તર પ્રદેશ સરકાર આખરે જીતી ગઈ. મામલો એ છે કે અલ્હાબાદ હાઈકોર્ટે ઓબીસી અનામતને રદ કરતી વખતે રાજ્ય સરકારને કહ્યું હતું કે તે અનામત વગર જ તાત્કાલીક શહેરી સંસ્થાઓમાં ચૂંટણી યોજાવે. સરકારો કે રાજકિય પક્ષોથી આરક્ષણ વગર હવે ક્યાં રહી શકાય છે! કારણ કે એ જ તો વોટ બેંક છે.

બધા જાણે છે કે ઉત્તર પ્રેદશમાં ભાજપની સરકાર છે. આ એ જ ભારતીય જનતા પાર્ટી છે જે વર્ષોથી જાતિ અનામતને સમાપ્ત કરવાના પક્ષમાં રહી છે. કહેતી રહી છે કે જો આરક્ષણ લાગૂ જ રાખવું છે તો તેનો આધાર જાતિ નહીં, પરંતુ આર્થિક હોવો જોઈએ. બરાબર પણ છે પણ તે હાલ પૂર્તી ઓબીસી અનામત પર અડગ રહી હતી.

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સુપ્રીમ કોર્ટના આદેશ પર ખુશી વ્યક્ત કરી છે.
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સુપ્રીમ કોર્ટના આદેશ પર ખુશી વ્યક્ત કરી છે.

રાજ્ય સરકાર સુપ્રિમ કોર્ટ પહોંચી અને આખરે સુપ્રીમ કોર્ટે સરકારની તરફેણમાં ચૂકાદો આપી દીધો. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટનો ચૂકાદો સ્થગિત કરી સંસ્થાઓની ચૂંટણીને ત્રણ મહિના માટે ટાળી દીધી છે. આ ત્રણ મહિનાઓમાં પછાત વર્ગ આયોગ આરક્ષણનો રિપોર્ટ રજૂ કરશે અને ત્યારે ચૂંટણી યોજાશે. આ ત્રણ મહિના સુધી આ મામલે કોઈ પણ વ્યહાત્મક નિર્ણય લેવા પર રોક રહેશે.

જોકે, હવે સરકારને ઓબીસી શ્રેણીના લોકોને ખુશ કરવાનો મોકો મળી ગયો છે. બની શકે છે કે ભાજપને તેનો ભરપૂર ફાયદો પણ મળે. આમ પણ ઉત્તર પ્રદેશમાં અનામતનું જોર કંઈક વધારે જ છે. પછી હાઈકોર્ટે તેને રદ કેમ કર્યું હતું? જોકે, સરકારો મનફાવે તેમ આરક્ષણનો ઉપયોગ કરતી રહી છે.

આવાં મનફાવે તેમ અનામતના ઉપયોગના કારણે જ નારાજ થઈ હાઈકોર્ટે તેને રદ કરવાનો નિર્ણય લીધો હશે. ત્યારે સુપ્રીમ કોર્ટે તેને ફરીથી યોગ્ય રીતે લાગૂ કરવાનો રસ્તો ખોલી દીધો છે. હવે અનામત સાથે સંસ્થાઓની ચૂંટણી તો થઈ શકશે પરંતુ તેમાં સરકારની મનમાની તો નહીં ચાલે.

અન્ય સમાચારો પણ છે...