• Gujarati News
  • Dvb original
  • Police Said After 28 Days It Is Too Early To Say Who Is The Main Accused; People Now Started Stealing Scraps

ભાસ્કર એક્સક્લૂસિવન તો મોરબીના ગુનેગારો મળ્યા, ન તો યોગ્ય વળતર મળ્યું:પોલીસે 28 દિવસ પછી કહ્યું-મુખ્ય આરોપી કોણ છે તે કહેવું વહેલું છે; લોકો હવે ભંગાર ચોરી કરવા લાગ્યા

2 મહિનો પહેલા

30 ઓક્ટોબરના રોજ સાંજે 6.30 વાગે, મોરબીમાં મચ્છુ નદી પરનો 765 ફૂટ લાંબો અને માત્ર 4.5 ફૂટ પહોળો કેબલ સસ્પેન્શન બ્રિજ તૂટી ગયો હતો. આ દુર્ઘટનામાં 135 લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાંથી 56 બાળકો અને 32 મહિલાઓ હતી. આ ઘટનાને હવે 28 દિવસ વીતી ગયા, ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પણ પોતાની રીતે આ મામલાની સુનાવણી કરી રહી છે, પરંતુ તપાસ એજન્સીઓ આ મામલામાં ગુનેગાર કોણ છે તે નક્કી કરવામાં હજુ સુધી અસમર્થ છે.

એક દિવસ પહેલા જ ગુજરાત હાઈકોર્ટે સરકાર અને તપાસ એજન્સીઓની આકરી ઝાટકણી કાઢી છે. સરકારે અકસ્માતમાં માતા કે પિતા ગુમાવનાર 7 અનાથ અને માતા અથવા તો પિતા ગુમાવનાર 14 બાળકો માટે દર મહિને 3,000 રૂપિયાનું વળતર નક્કી કર્યું છે.

કોર્ટે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 6 લાખ રૂપિયાના બદલે ઓછામાં ઓછા 10 લાખ રૂપિયા આપવાનો આદેશ પણ આપ્યો છે. હાઈકોર્ટે સરકારને એ પણ પૂછ્યું છે કે મૃત્યુ પામેલા લોકોની યાદીમાં તેમની જાતિની કોલમ કેમ રાખવામાં આવી છે.

ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના ભરોસે પોલીસ, હાઈ લેવેલ કમિટી પણ ફેઇલ
આ મામલે પોલીસને હજુ સુધી એ પણ ખ્યાલ નથી કે આ મામલેના મુખ્ય દોષી કોને માને! મોરબી પોલીસ, ફોરેન્સિક ડિપાર્ટમેન્ટની ડિટેઇલ રિપોર્ટની રાહ જોઈને બેઠી છે. રાજ્ય સરકારની હાઈ લેવેલ કમિટી પણ પુલના ઘણા ચક્કર મારતી આવી છે, પરંતુ રિપોર્ટ આપી શકી નથી.

તપાસમાં એ તો ખબર પડી ગઈ છે કે જ્યારે આ દુર્ઘટના ઘટી, ત્યારે તે દિવસે ઓરેવા ગ્રુપે 3,165 ટિકિટ વેંચી હતી. અને તે પુલના કેબલમાં કાટ લાગી ગયો હતો અને એન્કર યોગ્ય રીતે રીપેર થયું નહોતું, અિને, સાથે જ નટ-બોલ્ટ ઢલા થઈ ગયા હતા. મોરબી પુલનું મેનેજમેન્ટ સંભાળતા લોકોને ટ્રેનિંગ આપવામાં આવી નહોતી, કે આ પુલ પર કેટલા લોકોને છૂટ છે.

જ્યારે અમે મોરબી પહોંચ્યા તો ખ્યાલ આવ્યો કે હાઈકોર્ટની ફટકાર પછી તપાસ એજન્સીઓમાં અને એડમિનિસ્ટ્રેટરમાં ભાગદોડ મચી જવા પામી હતી. અમે તે 7 જગ્યાઓ ઉપર ગયા હતા, કે જે આ કેસ સાથે કોઈના કોઈ રીતે જોડાયેલું છે.

પુલ પડ્યા પછીનો કાટમાળ ચોરી થઈ જવાનો ડર
મોરબી પુલના મેઇન ગેટ પર તાળુ લાગ્યું છે. ગેટની સામે જ એક પોલીસવાળા બેઠા છે. દિવસમાં અહીં એક પોલીસની જરૂર રહે છે. રાત્રે અહીં ત્રણ પોલીસવાળા ડ્યુટી પર હોય છે. રાત્રે આ ત્રણ પોલીવાળા એટલા માટે હોય છે કે આ પુલનો કાટમાળ ચોરી ના થઈ જાય!

આ કાટમાળમાં લોખંડ અને અન્ય મટિરિયલ છે, જે ભંગારમાં વેંચી શકાય છે. પોલીસવાળા ખુલીને બોલી શકતા નથી, પરંતુ સુરક્ષા ઉપરથી ખ્યાલ આવી જાય છે કે આ વસ્તુઓને ચોરી કરવાના પ્રયત્નો થઈ ગયા છે.

આ કાટમાળ તપાસમાં પણ સામેલ છે. ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ સેમ્પલ લઈને જતા રહ્યા છે. જ્યાં આ દુર્ઘટના થઈ હતી, ત્યાંથી થોડે જ દૂર સ્વામી નારાયણ સંપ્રદાયનું મંદિર બની રહ્યું છે. જે મજૂર અહીં કામ કરે છે, તે લોકોની ઝૂંપડપટ્ટીઓ પુલથી એકદમ નજીક હતી. જ્યારે આ અકસ્માત થયો હતો, ત્યારે આ લોકોને અહીંથી હટાવી લેવામાં આવ્યા હતા. જોકે હવે આ ઝૂંપડપટ્ટીઓ ફરીથી પોતાની જુની જગ્યા પર આવી ગઈ છે.

ડ્યુટી પર તૈનાત જવાને નામ ના આપવાની શરતે જણાવ્યું હતું કે આ અઠવાડિયે એક-બે ગાડી જ આવી હતી. અકસ્માત થયા પછી આઠથી દસ દિવસ સુધી અહીં ઘણા લોકો આવતા હતા. જોરે હવે ફરી સન્નાટો છવાઈ ગયો છે. માત્ર અહીં મીડિયાના લોકો જ આવે છે. ક્યારેક-ક્યારેક બહારથઈ મોટા સાહેબો પણ આવે છે. પરંતુ હવે અહીં કોઈ આવતુ નથી.

વળતર આપી દીધું, SIT કરી રહી છે તપાસ; પોલીસને જ પૂછો
ભાસ્કર જ્યારે કલેક્ટર ઓફિસ પહોંચ્યું ત્યારે ખબર પડી કે કલેક્ટર અને એસપી વચ્ચે મિટિંગ ચાલી રહી છે. શું બેઠક ચાલી રહી છે તે અંગે તેમના પીએને પૂછતાં તેમણે કહ્યું કે ચૂંટણીને લઈને કંઈક ચાલી રહ્યું છે. લગભગ એક કલાકની રાહ જોયા પછી કલેક્ટર જી.ટી.પંડ્યાને મળી શકાયું.

તેમને પૂછ્યું કે મોરબી બ્રિજ દુર્ઘટના મામલે અત્યારસુધીમાં શું કાર્યવાહી કરવામાં આવી છે અને સરકારે શું કર્યું છે? તો તેમણે જવાબ આપ્યો કે 'પોલીસે દાખલ કરવામાં આવેલી FIRની તપાસ કરવામાં આવી રહી છે. ડેપ્યુટી એસપી પીએ ઝાલા તપાસનીશ અધિકારી છે. તેમના સિવાય રાજ્ય સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. તેમાં અમલદારો અને આઈપીએસ અધિકારીઓ સહિત 5 અધિકારીઓ છે.'

'જેમાં માર્ગ અને મકાન સચિવ સંદીપ વસાવા, મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર રાજકુમાર બેનીવાલ, સીઆઈડી ક્રાઈમના આઈજી સુભાષ ત્રિવેદી, મુખ્ય ઈજનેર કે.એમ.પટેલ અને એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગના એપ્લાઈડ મિકેનિઝમ વિભાગના વડા ડો.ગોપાલ ટાંકનો સમાવેશ થાય છે.'

અમે પૂછ્યું કે આની ઉપરાંત કઈ અન્ય તપાસ થઈ રહી છે? તો તેમણે જવાબ આપ્યો કે 'મારી જાણમાં હાલ તો બન્નેની જ તપાસ થઈ રહી છે.'

2 લાખ કેન્દ્રએ અને 4 લાખ રાજ્ય સરકારે આપ્યા
કલેક્ટર જી.ટી. પંડ્યાએ એ પણ કહ્યું હતું કે અમે લોકોએ બધાને જ મદદ કરી છે. અલગ-અલગ કેટેગરી પ્રમાણે સરકારી મદદ પણ આપવામાં આવી છે. આ અંગે પણ બધુ જ કામ પૂર્ણ થઈ ગયું છે.' ત્યારે હવે આ વિશે જ હાઈકોર્ટે ટકોર કરી હતી.

28 દિવસ પછી પણ- 'મુખ્ય આરોપી કોણ છે તે કહેવું વહેલું ગણાશે'
જ્યારે અમે એસપી ઓફિસ પહોંચ્યા ત્યારે અમને ખબર પડી કે તપાસ અધિકારી હાઈકોર્ટમાં ગયા છે. 24 નવેમ્બરે તેમને અને અન્ય લોકોને હાઈકોર્ટમાં બોલાવવામાં આવ્યા હતા. જ્યારે અમે એસપી સાથેની બેઠક વિશે જણાવ્યું તો પીએએ કહ્યું કે અન્ય અધિકારીઓ સાથે તેમની બેઠક ચાલી રહી છે. થોડી વારમાં મળશે.

આ પછી અમે કે.જે.ચૌહાણને મળ્યા હતા. કે.જે.ચૌહાણ ક્રાઈમ બ્રાંચમાં છે અને મોરબીની ઘટનાની તપાસ ટીમમાં સામેલ છે. તેમણે કહ્યું હતું કે 'FIRમાં અત્યારસુધીમાં 9 લોકોના નામ સામેલ કરવામાં આવ્યા છે. જેમાં ઓરેવા કંપનીના 2 મેનેજર, 2 રિપેરિંગ કામદારો, 3 સિક્યુરિટી ગાર્ડ અને 2 ટિકિટ ક્લાર્કનો સમાવેશ થાય છે. આ 9માંથી 8 લોકોએ સ્થાનિક કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, જે ફગાવી દેવામાં આવી છે.'

અમે પૂછ્યું કે 'આ કેસમાં મુખ્ય આરોપી કોણ છે? અત્યારસુધીની તમારી તપાસમાં શું સામે આવ્યું છે?'

તો તેમણે જવાબ આપ્યો કે 'ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ચાર ટીમો બનાવવામાં આવી છે. આ ચાર અલગ-અલગ જિલ્લાના છે. આ ઉપરાંત ટેકનિકલ ટીમ પણ છે. તેમની તપાસ હજુ ચાલુ છે. તેમનો વિગતવાર અહેવાલ મળ્યા બાદ જ અમને આગળની દિશા મળશે. અમે નગરપાલિકા, ઓરેવા ગ્રૂપ અને કલેક્ટર ઓફિસમાંથી પણ ઘણા દસ્તાવેજો જપ્ત કર્યા છે, તે પણ તપાસ હેઠળ છે.'

ડેપ્યુટી એસપી પીએ ઝાલાએ કહ્યું હતું કે 'મુખ્ય આરોપી કોણ છે તે કહેવું વહેલું ગણાશે. અમને એક અઠવાડિયામાં વિગતવાર ફોરેન્સિક રિપોર્ટ મળી શકે છે અથવા તેમાં એક કે બે મહિનાનો સમય લાગી શકે છે.'

ત્યારબાદ અમે ડેપ્યુટી એસપી પીએ ઝાલાને ફોન કર્યો હતો. જ્યારે પોલીસ તપાસના અપડેટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે 'તમે જેટલું જાણો છો તેટલું અપડેટ છે. FIR નોંધવામાં આવી છે. અત્યારસુધીમાં 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તપાસ ચાલી રહી છે. તપાસ લાંબી છે, સમય લાગશે.'

મોટા લોકોને બચાવવી લેવામાં આવ્યા છે, બાકીના વિશે કોઈ જ જાણકારી નથી
મોરબી નગર પાલિકાના ચીફ ઑફિસર સંદિપ સિંહ ઝાલાને સસ્પેંડ કરી દેવામાં આવ્યા છે. અમે નગર પાલિકા પહોંચ્યા તો ખબર પડી કે હવે બધું જ કામ હેડ ક્લાર્ક જ કરે છે. જોકે તેઓ પણ ડેપ્યુટી ક્લાર્ક સાથે હાઈકોર્ટ ગયા છે.

એક-બે અધિકારીઓ બેઠા હતા. તેમની સાથે વાતચીત થઈ તો જાણવામાં આવ્યું કે નાનકડી માછલીઓની આડમાં મોટી માછલીઓને બચાવી લેવામાં આવી છે. આ પછી અમે હેડ ક્લાર્ક કન્હૈયાલાલ કાલરિયા સાથે ફોન પર વાત કરતા તેમણે કહ્યું કે 'પોલીસ અને SIT તપાસ કરી રહી છે, તમે તેમને જ આ વિશે પૂછો, અમે તો સાહેબ સાથે હાઈકોર્ટ આવ્યા છીએ, અમને કોઈ જાણકારી નથી'

40 નહીં 24 મૃતદેહો આવ્યા હતા
મીડિયામાં એવા અહેવાલો આવ્યા હતા કે મોરબીમાં એક સાથે 40 કબરો ખોદવામાં આવી છે. અમે આ અંગે તપાસ કરવા કબ્રસ્તાન પહોંચ્યા હતા. ત્યાં કામ જોઈ રહેલા મોહમ્મદે જણાવ્યું હતું કે અહીં 24 મૃતદેહો આવ્યા હતા. એક લાશ પાછળના કબ્રસ્તાનમાં ગઈ હતી. પ્રથમ દિવસે ખાડાઓ ખોદવા માટે જેસીબી મંગાવવામાં આવ્યું હતું, પરંતુ બે ખાડા પછી જ તે બંધ કરી દેવામાં આવ્યું હતું, કારણ કે અહીં મશીનો વડે ખાડાઓ ખોદવામાં આવતા નથી.

અમે હાથથી જ ખોદવાનું શરૂ કર્યું હતું. આ પછી 24 કબરો બનાવવામાં આવી અને તમામને દફનાવવામાં આવ્યા હતા. પહેલા દિવસથી અહીં માત્ર મીડિયાવાળા જ આવ્યા છે અને બીજું કોઈ આવ્યું નહોતું. હિન્દુઓએ વિવિધ સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કર્યા હતા. ઘણા મૃતદેહો અન્ય જિલ્લાના હતા, તેમના પરિવારજનો તેમને પહેલી તારીખે જ પોતપોતાના ઘરે લઈ ગયા હતા.

અહીં તો માત્ર ઘડિયાળો અને કેલ્ક્યુલેટર બને છે
કબ્રસ્તાન પછી અમે મોરબી-જામનગર હાઈવે પર આવેલી ઓરેવા કંપની (અજંતા વોચીસ)ની ઓફિસે પહોંચ્યા હતા. ત્યાં મેઈન ગેટને તાળું મારેલું હતું. ગેટ પર બે ગાર્ડ બેઠા હતા, તેમને પૂછ્યું કે અહીં મીડિયા સાથે વાત કરવા કોણ છે? તો કહ્યું, જે બે સાહેબો વાત કરતા હતા તેઓ જેલમાં છે. તેઓ જેલમાં ગયા ત્યારથી કંપની બંધ છે. આ ઘટના પછી મોટા સાહેબ પણ આવ્યા નથી.

અમે પૂછ્યું કે મોટા સાહેબ કોણ છે? તો તેઓએ કહ્યું કે જયસુખ પટેલે છે. પછી પૂછ્યું કે આ કંપનીમાં શું કામ થાય છે તો કહ્યું, ઘડિયાળ અને કેલ્ક્યુલેટર જ બને છે. નજીકમાં બીજી એક કંપની છે. ત્યાં પણ ઘડિયાળો અને કેલ્ક્યુલેટર પણ બનાવે છે.

વાત તો કરી લઈશું, પણ નેગેટિવ સવાલ ના પૂછતા
આ બધી જ જગ્યાઓ પર સવાલ-જવાબ અને તપાસ કર્યા પછી અમે મોરબીથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર જયંતિલાલ પટેલ સાથે મુલાકાત કરી હતી. મોરબી દુર્ઘટના વિશે તેઓએ જમાવ્યું હતું કે 'આ ઘટનાને 28 દિવસ થયા પછી પણ કોઈ રિઝલ્ટ આવ્યું નથી. હાઈકોર્ટે પણ આ વિશે સરકારને ફટકારી લગાવી છે.'

'FIRમાં નાન લોકોની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ મોટા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ જગ્યાએ જ્યારે આ દુર્ઘટના થઈ હતી, ત્યારે અહીંના BJPના ઉમેદવારે પાણીમાં કુદતો વીડિયો બનાવ્યો હતો, જેથી તેમને પાર્ટી ટિકિટ આપે. PM મોદી આવ્યા પછી પણ સિવિલ હોસ્પિટલને રંગવામાં આવી હતી. AC, ફ્રિઝ લગાવવામાં આવ્યા હતા, આવું પણ ત્યારે જ્યારે આ અકસ્માત થયો હતો.'

પછી અમે BJPના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાને મળ્યા હતા. તેઓ ત્યારે તેમના સમર્થકો સાથે પ્રચાર કરી રહ્યા હતા. અમે તેમને પૂછ્યું કે 5 મિનિટ વાત કરી શકશો. તો તેઓ કહ્યું કે ઇન્ટરવ્યૂ તો આપી દઈશ, પણ કોઈ નેગેટિવ સવાલ ના કરતા. મોરબી દુર્ઘટના વિશે સવાલ પૂછતા જવાબ આપ્યો કે કમિટી બની ગઈ છે. તપાસ ચાલી રહી છે.