યુક્રેન-રશિયાના યુદ્ધનો 40મો દિવસ છે. ચારેય તરફ સર્વત્ર વિનાશનાં દૃશ્ય સર્જાયાં છે. ન તો યુક્રેન હાર માનવા તૈયાર છે અને ન તો રશિયા પીછેહઠ કરવા તૈયાર છે છતાં બંને દેશો વચ્ચે વાતચીત દ્વારા શાંતિ સ્થાપવાના પ્રયાસો થઈ રહ્યા છે.
આવી જ એક વાતચીત 3 માર્ચે કિવમાં યોજાઈ હતી. બેઠક બાદ મધ્યસ્થી કરી રહેલા રશિયાના અબજોપતિ રોમન અબ્રામોવિચની તબિયત અચાનક બગડી ગઈ હતી. તેમની આંખોની સામે અંધકાર છવાઈ રહ્યો હતો, તેમના ચહેરા અને હાથની ચામડી છૂટી પડવા લાગી હતી. આ લક્ષણો દર્શાવી રહ્યાં હતાં કે તેમને ઝેર આપવામાં આવ્યું હતું.
આ સમાચાર મળતાં જ રશિયા સામે સવાલ ઊભા થઈ રહ્યા હતા. રશિયાએ ભલે તરત જ ઝેર આપવાનો ઇનકાર કર્યો હોય, પરંતુ આવા હુમલા કરવામાં તેનો ઇતિહાસ રહ્યો છે. ક્યારેક છત્રી પર રિસિન લગાવીને, ક્યારેક ચોખામાં ડાયોક્સિન ઉમેરીને, ક્યારેક થેલિયમ મિશ્રિત કોફી પીવડાવીને અને ક્યારેક નોવિચોક ઝેર દ્વારા.
પોતાના રસ્તામાં અવરોધ બનનારા લોકોને રશિયા આવાં જ રાસાયણિક ઝેરથી ઠેકાણે પાડે છે. આજની મન્ડે મેગા સ્ટોરીમાં રશિયન ઝેર અને એના હુમલાની સંપૂર્ણ કહાની રજૂ કરી રહ્યા છીએ. ચાલો, કેટલાક ચર્ચામાં રહેલા કિસ્સાઓથી શરૂઆત કરીએ...
ગ્રાફિક્સઃ પુનિત શ્રીવાસ્તવ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.