ભાસ્કર રિસર્ચઓડિયો પોર્ન...પોર્નોગ્રાફીનો નવો ચહેરો:સ્પોટિફાઇ પર સેક્સ સ્ટોરીઝ સંભળાવી રહ્યો છે પોડકાસ્ટ...ઓડિયો પોર્નબેઝ્ડ એપ્સ પણ પ્લે સ્ટોર પર

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોર્નોગ્રાફીને તમે કેવી રીતે ઓળખશો? તમે કહેશો કે કેવો બેવકૂફીભર્યો સવાલ છે... સીધો જવાબ છે- જોતાં જ સમજમાં આવી જશે, પરંતુ જો પોર્નથી ફોટા અને વીડિયો હટાવી દો તો?

જી હા, આ પોર્નનું નવું સ્વરૂપ છે, જે દેખાશે નહીં...સંભાળી શકાય છે, એટલે કે ઓડિયો પોર્ન.

આ પોર્નેગ્રાફીનો એ બદલાતો ચહેરો છે, જે ભારત જ નહીં, આખી દુનિયામાં અત્યારે સરકારો અને કાયદાકીય ફરિયાદ અને કાર્યવાહીની બહાર છે. અમેરિકામાં આ પ્રકારની ઓડિયો સેક્સ સ્ટોરીઝ સંભળાવનારી એપ્સ 2019ની પહેલાંથી છે.

ભારતમાં પણ આ એપ્સ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પર ઉપલબ્ધ છે, પણ પોર્નના આ ચહેરાને મ્યુઝિક અને પોડકાસ્ટ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સને તેજીથી પ્રચારિત કરાયાં છે. હકીકતમાં સ્પોટિફાઇ જેવા આ પ્લેટફોર્મ પર કોઈપણ વ્યક્તિ એક પ્રોફાઇલ તૈયાર કરી પોતાની પોડકાસ્ટ સ્ટ્રીમ કરી શકે છે.

આ પોડકાસ્ટનું કન્ટેન્ટ શું છે અને આને કોણ સાંભળી શકશે, આના પર સ્પોટિફાઇના મોનિટરિંગ કાગળો પર તો છે, પરંતુ વાસ્તવિકતામાં નથી. પોડકાસ્ટની ભીડમાં કેટલાક ઓડિયો પોર્ન પીરસનારા પણ છે.

આઇટી એક્ટ અનુસાર, કોઈપણ પ્રકારનાં અશ્લીલ કન્ટેન્ટ પોર્નની શ્રેણીમાં આવે છે. ભલે એ તસવીરો કે વીડિયોમાં હોય, ટેક્સ્ટમાં હોય કે ઓડિયોમાં હોય, પરંતુ હજી સુધી ઓડિયો કન્ટેન્ટના મામલામાં માત્ર આપત્તિજનક વોઇસ મેસેજ જેવી વસ્તુઓ ફરિયાદના ઘેરાવામાં આવી છે.

જાણો શું છે પોર્નોગ્રાફીનો આ નવો ચહેરો...કેમ આ ઝડપી ફેલાઈ રહ્યો છે અને કેમ હજી સુધી ભારતીય કાનૂન આના પર મૌન છે.

પહેલા જુઓ... ભારતમાં કેવી રીતે ફેલાઈ રહ્યું છે ઓડિયો પાર્નનું બજાર
માત્ર સેક્સ સ્ટોરીઝ સર્ચ કરવા પર મળે છે સેંકડો અશ્લીલ પોડકાસ્ટ

સ્પોટિફાઇના સર્ચ ઓપ્શન પર માત્ર કી-વર્ડ ‘સેક્સ સ્ટોરીઝ’ નાખવાથી સેલ્ફ હેલ્પ અને રિલેશનશિપ સાથે જોડાયેલા પોડકાસ્ટ્સની વચ્ચે ઓડિયો પોર્ન પીરસનારા પોડકાસ્ટ પણ આવી જાય છે.
સ્પોટિફાઇના સર્ચ ઓપ્શન પર માત્ર કી-વર્ડ ‘સેક્સ સ્ટોરીઝ’ નાખવાથી સેલ્ફ હેલ્પ અને રિલેશનશિપ સાથે જોડાયેલા પોડકાસ્ટ્સની વચ્ચે ઓડિયો પોર્ન પીરસનારા પોડકાસ્ટ પણ આવી જાય છે.

ભારતમાં પોડકાસ્ટ સ્ટ્રીમ કરનારા યુઝર્સ પ્લેટફોર્મ્સમાં બેઝના હિસાબે સ્પોટિફાઇ સૌથી મોટા પ્લેટફોર્મ્સમાં આવે છે. આ પ્લેટફોર્મ પર તમે સર્ચ ઓપ્શન પર જઈને તમારી પસંદનું ગીત, કલાકાર કે પોડકાસ્ટ શોધી શકો છો, પરંતુ આ સર્ચ ઓપ્શન પર માત્ર ‘સેક્સ સ્ટોરીઝ’ જેવો કી-વર્ડ નાખીને સર્ચ કરો તો સેંકડો એવા પોડકાસ્ટ મળી જશે, જે ઓડિયો પોર્ન પીરસે છે.

આ કન્ટેન્ટ સેક્સ્યૂઅલ હેલ્થ સાથે જોડાયેલા પોડકાસ્ટ્સથી અલગ છે. આમાં ઇરોટિક ઓડિયા સ્ટોરીઝથી લઇને સેક્સ્યૂઅલ એક્ટના નેરેશન સુધી હજી પીરસવામાં આવે છે. કેટલાક પોડકાસ્ટ એપિસોડમાં તો રેપના નેરેશન સુધી હાજર છે.

અમેરિકામાં પહેલીવાર ડેડિકેટેડ એપ્સ બની... આ હવે ભારતમાં પણ ઉપલબ્ધ

એપલ સ્ટોર પર ક્વીન અને ડિપસી જ નહીં, ઓડિયો પોર્નની કેટલીય એપ ઉપલબ્ધ છે.
એપલ સ્ટોર પર ક્વીન અને ડિપસી જ નહીં, ઓડિયો પોર્નની કેટલીય એપ ઉપલબ્ધ છે.

2019માં ન્યૂયોર્ક ટાઇમ્સે ક્વીન એપની ફાઉન્ડર કૈરોલાઇન સ્પિગેલ અને ડિપસી એપની ફાઉન્ડર જીના ગુટિરોજ પર એક સ્ટોરી કરી હતી. આ બંને એપ્સ ઓડિયો પોર્ન જ પીરસે છે.

ડિપસી સબ્સ્ક્રિપ્શન આધારિત એપ છે, જ્યારે ક્વીન યુઝર્સ પાસેથી કોઈ ચાર્જ નથી લેતી. ખાસ વાત તો એ છે કે હવે આ બંને એપ ભારતમાં ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પર ઉપલબ્ધ છે. માત્ર એટલું જ નહીં, આ પ્રકારના ઓડિયો સેક્સ્યૂઅલ કન્ટેન્ટ પીરસનારી બીજી જ એપ ઉપલબ્ધ છે.

ન્યૂયોર્ક ટાઇમ્સ સાથેની વાતચીતમાં ક્વીન એપની ફાઉન્ડર કૈરોલાઇને બતાવ્યું છે કે તેમનો ટાર્ગેટ યુઝર્સ ગ્રુપ 24થી 35 વર્ષની મહિલાઓ છે, જ્યારે ડિપસીના ફાઉન્ડર જીનાએ માન્યું કે એપના યુઝર્સમાં પુરુષોની સંખ્યા વધુ હોય છે.

લીગલ એક્સપર્ટ કહે છે.. પોર્નનું દરેક સ્વરૂપ ગેરકાયદે, ફરિયાદ ન થઈ એટલે કાર્યવાહી નથી થઈ

લીગલ એક્સપર્ટ અનુસાર, પોર્ન કન્ટેન્ટ ઓડિયોના સ્વરૂપમાં પણ ગેરકાયદે છે. આને લીધે કોઈને અશ્લીલ વોઇસ મેસેજ મોકલવો પણ ગુનાની શ્રેણીમાં આવે છે.
લીગલ એક્સપર્ટ અનુસાર, પોર્ન કન્ટેન્ટ ઓડિયોના સ્વરૂપમાં પણ ગેરકાયદે છે. આને લીધે કોઈને અશ્લીલ વોઇસ મેસેજ મોકલવો પણ ગુનાની શ્રેણીમાં આવે છે.

આઇટી એક્ટના જાણકાર વકીલ પવન દુગ્ગલ કહે છે, ભારતીય કાનૂનમાં પોર્નનું દરેક સ્વરૂપ ગેરકાયદે છે. પછી એ ફોટા કે વીડિયોના રૂપમાં હોય, પબ્લિશ્ડ કે મોબાઇલ મેસેજમાં ટેક્સ્ટ હોય કે કોઇપણ રીતનો ઓડિયો હોય.

હવે સવાલ એ ઉદભવે છે કે ગેરકાયદે હોવા છતાં હજી સુધી પોર્ન પર કોઈ કાર્યવાહી કેમ નથી થઈ? મધ્યપ્રદેશ હાઇકોર્ટના વરિષ્ઠ ક્રિમિનલ લોયર અશોક પાંડે કહે છે, ડિજિટલ માધ્યમમાં આવા કોઇ કન્ટેન્ટ પર કાર્યવાહી ત્યારે થાય, જ્યારે ફરિયાદ કરવામાં આવે.

ઉદાહરણ માટે ભારતમાં પોર્ન વેબસાઇટ્સ પર પૂરી રીતે મનાઈ છે, પરંતુ આવી પ્રતિબંધિત વેબસાઇટ્સના લિસ્ટમાં 924 નામ જ છે. આ 924 વેબસાઇટ્સ એ છે, જેની વિરુદ્ધ આઇટી વિભાગને ફરિયાદ મળી હોય કે કોઈ કોર્ટમાં એને બંધ કરવાની અરજી દાખલ કરી હોય. છેલ્લે, સપ્ટેમ્બર 2022માં 67 પોર્ન વેબસાઇટ્સને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

આ વાત બધા જાણે છે કે પોર્ન સાઇટ્સની સંખ્યા આનાથી કેટલીય વધુ છે. ગૂગલ સર્ચ માત્ર પોર્ન કી-વર્ડ સર્ચ કરવા પર લાખો વેબસાઇટ્સ મળે છે, પરંતુ આમાંથી કાર્યવાહી તેમની પર થઈ શકે છે, જેમની સામે ફરિયાદ થઈ હોય.

વકીલ અશોક પાંડે કહે છે, સ્પોટિફાઇ કે એવાં બીજાં પ્લેટફોર્મ્સ, જે ઓડિયો પોર્નવાળા પોડકાસ્ટ સ્ટ્રીમ કરે છે, તેઓ પણ કાયદો તોડી રહ્યા છે, પરંતુ હજી સુધી કોઈએ એની ફરિયાદ નથી કરી

સૌથી મોટો સવાલ..શું સ્પોટિફાઇ પણ પોર્ન પ્રસારિત કરવાનું દોષી?

આઇટી એક્ટમાં સંશોધન બાદ હવે કોઇપણ સોશિયલ મીડિયા કંપની પોતાના પ્લેટફોર્મ પર આવનારા કન્ટેન્ટથી કિનારો નહીં કરી શકે. પહેલાં આ બધાં પ્લેટફોર્મ પોતાને ઇન્ટરમીડિયરી બતાવતા સાફ કહેતા હતા કે અપલોડ થનારાં કન્ટેન્ટ માટે તેઓ જવાબદાર નથી, પરંતુ હવે ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વ્હોટ્સઅપને પર પ્રસારિત થનારા કન્ટેન્ટ માટે સીધા જવાબદાર ઠેરવી શકાય છે.

આ કારણે આ બધાં પ્લેટફોર્મ દર મહિને સરકારને એક કમ્પ્લાયન્સ રિપોર્ટ આપે છે, જેમાં બતાવવામાં આવે છે કે આપત્તિજનક કન્ટેન્ટની કોઈ પ્રકારની કેટલીય ફરિયાદો તેમને મળી અને તેમણે શું કાર્યવાહી કરી?.

ભારતમાં ગાના, સાવન, વિંક અને સ્પોટિફાઇ જેવી એપ્સને મોટા ભાગે મ્યુઝિક સ્ટ્રીમિંગ એપ્સ માનવામાં આવે છે. જો એમાં સ્પોટિફાઇ સહિત કેટલીક એપ એવી પણ છે, જે પોડકાસ્ટ્સ સ્ટ્રીમ કરે છે.

ઉદાહરણ માટે સ્પોટિફાઇ પર કોઈપણ વ્યક્તિ પોતાની પ્રોફાઇલ બનાવીને પોડકાસ્ટ કરી શકે છે. આ પોડકાસ્ટને એપના યુઝર્સ સાંભળી શકે છે. એવામાં પોડકાસ્ટને સોશિયલ મીડિયાના ટૂલમાં ગણવામાં આવે છે. આ પરિભાષા હેઠળ પોડકાસ્ટ સ્ટ્રીમ કરનારી એપ પણ બાકી સોશિયલ મીડિયા કંપનીઓની જેમ ઇન્ટરમીડિયરીની આડમાં નથી છુપાઇ શકતી.
સ્પોટિફાઇ કન્ટેન્ટ ન સાંભળવા અને ફરિયાદનું ઓપ્શન આપે છે... પરંતુ આનો કોઈ રેકોર્ડ સાર્વજનિક નથી કરતા

સ્પોટિફાઇની વેબસાઇટ પર આપત્તિજનક કન્ટેન્ટની ફરિયાદ નોંધાવવાનો ઓપ્શન છે, પરંતુ આ ફરિયાદો પર કાર્યવાહીના કોઈ આંકડા સ્પોટિફાઇ સાર્વજનિક નથી કરતું.
સ્પોટિફાઇની વેબસાઇટ પર આપત્તિજનક કન્ટેન્ટની ફરિયાદ નોંધાવવાનો ઓપ્શન છે, પરંતુ આ ફરિયાદો પર કાર્યવાહીના કોઈ આંકડા સ્પોટિફાઇ સાર્વજનિક નથી કરતું.

સ્પોટિફાઇ પોતાની પોલિસીમાં કહે છે કે કોઈપણ વ્યક્તિ પ્લેટફોર્મ પર એક્સપ્લિસિટ કન્ટેન્ટ ના અપલોડ કરે, પરંતુ એની સાથે એ પણ સ્પષ્ટ કહે છે કે પ્લેટફોર્મ પર અપલોડ થનારા ઓડિયો માટે તે જવાબદાર નથી. જોકે તેઓ યુઝર્સને આ ઓપ્શન આપે છે કે તેઓ ઇચ્છે તો આ પ્રકારના એક્સપ્લિસિટ કન્ટેન્ટ ન સાંભળે.

આના માટે યુઝર્સને એપનો ફેમિલી પ્લાન લેવો પડશે. ત્યાર બાદ એના સર્ચ ઓપ્શનમાં આ પ્રકારના કન્ટેન્ટ નહીં આવે, પરંતુ આ પ્લાનને સબ્સ્કાઇબર્સ કરનારને પણ સર્ચમાં આ પ્રકારનાં અશ્લીલ કન્ટેન્ટ મળે છે. ‘આઇટમ સોંગ’ જેવા કી-વર્ડ પર સર્ચથી પણ એક્સપ્લિસિટ કન્ટેન્ટ મળે છે.

સ્પોટિફાઇએ યુઝર્સને આ પ્રકારના કન્ટેન્ટની ફરિયાદ કરવાનો ઓપ્શન પણ આપ્યો છે. એ હેઠળ તમે એ પણ બતાવી શકો છો કે આપત્તિજનક કન્ટેન્ટ કઇ કેટેગરીનું છે. એમાં સેક્સ્યૂઅલ ઓફેન્સિવથી લઇને અબ્યૂસિવ સુધીની કેટેગરી બનેલી છે, પરંતુ સ્પોટિફાઇ આના પર કોઈ રિપોર્ટ સાર્વજનિક નથી કરતું કે એને કેટલી ફરિયાદ મળી અને તેમણે શું કાર્યવાહી કરી.

ઓડિયો પોર્ન પર ભારત જ નહીં, દુનિયાભરમાં કાનૂની પ્રક્રિયા સ્પષ્ટ નથી

અમેરિકા અને યુરોપ પછી ભારતમાં પણ ઓડિયો પોર્ન ઝડપથી પ્રચારિત થઈ રહ્યું છે. કેટલાક એક્સપર્ટ આને વિઝ્યુઅલ પોર્નના મુકાબલે વધુ સારું માને છે. મેગેઝિન કોસ્મોપોલિટને ડિસેમ્બર, 2022માં એના એક આર્ટિકલમાં દુનિયાની બેસ્ટ ઓડિયો પોર્ન એપ્સ અને પ્લેટફોર્મનું લિસ્ટ પણ પબ્લિશ કર્યું હતું.
અમેરિકા અને યુરોપ પછી ભારતમાં પણ ઓડિયો પોર્ન ઝડપથી પ્રચારિત થઈ રહ્યું છે. કેટલાક એક્સપર્ટ આને વિઝ્યુઅલ પોર્નના મુકાબલે વધુ સારું માને છે. મેગેઝિન કોસ્મોપોલિટને ડિસેમ્બર, 2022માં એના એક આર્ટિકલમાં દુનિયાની બેસ્ટ ઓડિયો પોર્ન એપ્સ અને પ્લેટફોર્મનું લિસ્ટ પણ પબ્લિશ કર્યું હતું.

સેક્સ્યૂઅલ કન્ટેન્ટવાળી ઓડિયો-ક્લિપ કે પોડકાસ્ટ પોર્નની કેટેગરીમાં આવે છે કે નહીં, એના પર માત્ર ભારતમાં જ નહીં દુનિયાભરમાં અસ્પષ્ટતા છે. ક્વીન એપ પર જે ઓડિયો સ્ટોરી આપવામાં આવે છે એના માટે કન્ટેન્ટ કોન્ટ્રિબ્યુટર્સ એટલે કે રાઇટર્સથી લઈને વોઇસ ઓવર ઓર્ટિસ્ટ સુધી બધાને જોડવામાં આવે છે. આનું સમર્થન કરનાર કહે છે કે આ પોર્ન માત્ર ઇરોટિક સ્ટોરીઝ છે.

ક્વીનની સંસ્થાપક કૈરોલાઇન કહે છે, જો પોર્ન વીડિયો કે ફોટા જોતા કોઈ સાર્વજનિક સ્થાન પર મળે છે તો બધા માટે અસહજ સ્થિતિ હોય છે, પરંતુ ઓડિયો કન્ટેન્ટ કોઈપણ ક્યાંય પણ હેડફોન લગાવીને સાંભળી શકે છે. બાજુમાં બેઠેલી વ્યક્તિને પણ ક્યારેય અસહજ નથી લાગતું. ભારતમાં ક્યારેય પણ ઓડિયો પોર્નને લઈને કોઈ ફરિયાદ દાખલ થઈ નથી. આ શ્રેણીમાં માત્ર સેક્સ્યૂઅલ વોઇસ મેસેજ ફરિયાદમાં દાખલ થયો છે.

વકીલ અશોક પાંડે અને પવન દુગ્ગલ કહે છે કે જો કોઈપણ પ્લેટફોર્મ કોઈપણ સ્વરૂપે પોર્ન કન્ટેન્ટ પીરસે છે તો એ કાયદો તોડી રહ્યો છે. ફરિયાદ થાય તો કાયદેસર કાર્યવાહી થાય છે.

અન્ય સમાચારો પણ છે...