G20 સમિટ બાલીમાં યોજાઈ રહી છે. ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દબદબો વધ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન પોતે તેમને મળવા આવ્યા અને પછી એકસાથે હસ્યા, જે ભારતનું મહત્ત્વ દર્શાવે છે. આટલું જ નહીં, જ્યારે મોદી બોલ્યા ત્યારે વિકાસશીલ લોકોનો ઘમંડ દૂર થયો. તેમણે કહ્યું- વિશ્વનો વિકાસ ભારતની સાથે લઈને કરવો પડશે.
કારણ કે ભારત એવો દેશ છે, જેમાં કલા, વિચાર, વિશાળતા, પરિશ્રમ અને પ્રામાણિકતા છે. કેટલાંક ઉદાહરણો પણ આપ્યા, જેમ કે જ્યારે વિશ્વ કોરોનાથી પીડિત હતું ત્યારે ભારતે તેના નાગરિકોને જે મફત વેક્સિન આપવામાં આવી હતી એ અમેરિકા અને યુરોપિયન યુનિયનની કુલ વસતિના અઢી ગણી હતી. અમારા નાગરિકોને મફત રસી આપવાની સાથે અમે વિશ્વના ઘણા દેશોને પણ મદદ કરી છે. જેમને જરૂર હતી તેમને રસી પહોંચાડવામાં આવી, એ પણ કોઈ શરતો વગર. સંકટના સમયે આવું દાન બીજું કોઈ કરી શકતું નથી. આ ભારતની સદભાવના છે.
એટલું જ નહીં, અમેરિકાની વસતિ જેટલાં જ ભારતમાં બેન્ક ખાતાં ખોલવામાં આવ્યાં છે. ભારતની વસતિની વિશાળતાનો આ પ્રકારનો ઉપયોગ વિશ્વની સામે પ્રથમ વખત થયો છે. ચોક્કસપણે આવાં નિવેદનો ક્યારેક સાંભળવા મળે છે અને જ્યારે એ સાંભળવામાં આવે છે ત્યારે વિશ્વની સામે આપણું માથું ઊંચું થઈ જાય છે.
મોદીએ આ કહીને ભારતની નિષ્પક્ષતાનો પુરુચ્ચાર કરીને કહ્યું હતુુ કે રશિયા-યુક્રેન યુદ્ધ કોઈપણ રીતે બંધ થવું જોઈએ. કોરોના સમયગાળા પછી આ યુદ્ધે વિશ્વભરની સપ્લાય ચેઇનને ખરાબ રીતે અસર કરી છે. વિશ્વ માટે આ સમય યુદ્ધનો નથી, પણ વાતચીતનો છે. રશિયા અને યુક્રેનને પણ વાતચીત કરવી જોઈએ.
ખરેખર એસ. જયશંકર જ્યારથી ભારતના વિદેશમંત્રી બન્યા છે ત્યારથી અમારી વિદેશનીતિમાં ધીરે ધીરે પોઝિટિવ આક્રમકતા આવી છે, જોકે તેઓ વિદેશી બાબતોના નિષ્ણાત હોવાથી વિદેશનીતિ પર સતત સારું કામ કરી રહ્યા છે. આ જ કારણ છે કે આજે ભારત દરેક મોરચે, દરેક પ્લેટફોર્મ પર પ્રશંસા મેળવી રહ્યું છે.
વિશ્વમાં કેટલાક મુદ્દાઓ હોય છે, જેના પર દરેક દેશના અલગ-અલગ અભિપ્રાય હોઈ શકે છે, કારણ કે દરેક દેશની વિદેશનીતિ અલગ અલગ હોય છે અને તેણે એ પ્રમાણે પાલન કરવું પડે છે, પરંતુ ભારતને હવે કોઈ શક્તિશાળી દેશ અવગણના કરી શકે નહિ. વિશાળ વસતિ, વિશાળ બજાર, ગુણવત્તા પણ અમારા દેશનો સૌથી મોટો આધાર છે, જેની આજે દરેક દેશને જરૂર છે, તેથી જ ભારત મોટું છે, તેથી જ ભારતે ઝૂકવા જેવું નથી.
ભારત માથું ઊંચું રાખીને ઊભા રહેવાના તમામ ગુણો ધરાવે છે. અમેરિકા હોય કે બીજું કોઈપણ આપણી સામે હોય, ડર કોને કહેવાય એ અમે નથી જાણતા અને જાણવાની પણ જરૂર નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.