• Gujarati News
  • Dvb original
  • Plan Formulated In August, Big Leaders Get Task Of Planting Chaupal Among Farmers, Zuki Government After Feedback

ભાસ્કર ઇન્સાઇડ સ્ટોરી:સરકારને ફીડબેક મળેલો કે યુપીની ચૂંટણીમાં ખેડૂત આંદોલનની નકારાત્મક અસરો થશે; ત્યારે જ કૃષિ કાયદાને પરત ખેંચવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો હતો

નવી દિલ્હી9 દિવસ પહેલાલેખક: સંધ્યા દ્વિવેદી
  • કૉપી લિંક
  • કૃષિ કાયદા પરત ખેંચવાનો નિર્ણય છેલ્લે સુધી ગુપ્ત રાખવામાં આવ્યો હતો

14 મહિના બાદ કેન્દ્ર સરકાર ખેડૂતો સામે ઝૂકી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી હતી. હવે સવાલ એ છે કે PM મોદીએ કે ભાજપના ટોચના નેતૃત્વનું દિલ આખરે કેમ પીગળી ગયું?

પશ્ચિમ ઉત્તરપ્રદેશના દિગ્ગજ ખેડૂતનેતા અને કેન્દ્રના રાજકારણમાં દરમિયાનગીરી કરનારા ભાજપના નેતાએ તેનો જવાબ હસતાં હસતાં આપ્યો હતો. તેઓ કહે છે, જે વિરોધીઓ કહે છે કે ભાજપ જનતાના મનની વાત નથી સાંભળતી, તેમણે હવે કહેવું પડશે કે PM મોદી પોતાના મનની વાત કહે પણ છે અને જનતાના મનની વાત સાંભળે પણ છે. તો શું વાત આટલી જ છે? ત્યારે તેઓ કહે છે કે જુઓ, રાજનીતિ તે લોકો ક્યારેય નથી કરી શકતા જે પવનની દિશાને સમજી શકતા નથી.

તેમણે નામ ન જણાવવાની શરતે આ નિર્ણય પાછળની વાત જણાવી હતી. તેમણે કહ્યું હતું કે ત્રણ મહિના પહેલાં ઓગસ્ટમાં ખેડૂત આંદોલન બાબતે ચર્ચા શરૂ થઈ હતી. 16થી 25 ઓગસ્ટ સુધીમાં સમગ્ર પ્લાન બનાવવામાં આવ્યો. ભાજપના મોટા નેતાઓને ખેડૂતો સાથે બેઠકો કરવાની જવાબદારી મળી હતી. UPના આંદોલન અસરગ્રસ્ત વિસ્તારોના દિગ્ગજ નેતાઓને બેઠકમાં ભાગ લેવા માટે જણાવવામાં આવ્યું હતું. ભાજપના નેતા સુરેશ રાણા, રાજ્ય કૃષિ મંત્રી સૂર્ય સિંહ શાહી, રાજ્યસભાના સાંસદ વિજય પાલ સિંહ તોમર સહિત અન્ય દિગ્ગજ નેતાઓને એ બેઠકમાં સામેલ થવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે ત્યારથી લઈને અત્યાર સુધી ભાજપ કાર્યકર્તા, ખેડૂતનેતા અને કિસાન મોરચો ગ્રામીણ વિસ્તારોમાં બેઠકો અને ટ્રેક્ટર રેલીનું આયોજન કરી રહ્યા છે. એટલું જ નહીં, તમામને એક રિપોર્ટ પણ તૈયાર કરવા માટે કહેવામા આવ્યું હતું.

સૂત્રોનું માણીએ તો આ રિપોર્ટ ભાજપે ખેડૂત આંદોલનને કારણે UPમાં થનારા નુકસાનની સંભાવનાઓ પર હતો. આ રિપોર્ટ સ્પષ્ટ સંકેતો આપી રહ્યો છે કે યુપીની ચૂંટણી પર ખેડૂત આંદોલનની નકારાત્મક અસરો જોવા મળશે. આ ફીડબેક ઓક્ટોબરમાં જ સરકારને આપવામાં આવ્યો હતો. જોકે ત્યારે કૃષિ કાયદાને પરત લેવાનો નિર્ણય ગુપ્ત રાખવામાં આવ્યો હતો. આ નિર્ણય ટોચના નેતૃત્વનો હતો.

જાહેરાત કરવા માટે અંતે એ જ દિવસ કેમ?
કેન્દ્રીય મંત્રીમંડળના ટોપનાં સૂત્રો મુજબ લખીમપુર ખીરીમાં શીખોની મોટી જનસંખ્યા હતી. ત્યાં જે બન્યું એમાં ક્યાંક ને ક્યાંક પાર્ટીની છબિને નુકસાન પહોંચ્યું છે. ધાર્મિક પર્વ પર આ પ્રકારની જાહેરાતની અસર અનેક ગણી વધી જાય છે. કરતારપુર કોરિડોર ખોલવો અને પછી પ્રકાશ પર્વમાં આ જાહેરાત શીખો અને ખેડૂતોના સમુદાયના મનમાં ભાજપ સરકાર માટેની આવેલી કડવાશને ઓછી કરવાનું કામ કરશે.

શુક્રવારનો દિવસ ખેડૂતો માટે વિશેષ રહ્યો. વડાપ્રધાન મોદીએ દેશને સંબોધન કરતાં ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી હતી.
શુક્રવારનો દિવસ ખેડૂતો માટે વિશેષ રહ્યો. વડાપ્રધાન મોદીએ દેશને સંબોધન કરતાં ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી હતી.

જોકે ટોચના નેતૃત્વએ આ નિર્ણય લેવા માટે કોઈ મોટી બેઠક યોજી ન હતી, તેથી આ દિવસ પસંદ કરવા વિશે માત્ર અટકળો જ લગાવી શકાય છે. પછી યુપીની સાથે પંજાબની ચૂંટણી પણ છે, તો ત્યાં આ નિર્ણયની અસર થવાની જ છે.

ભાજપનું ગણિત, 100થી વધુ બેઠકો પર હતી આંદોલનની અસર
ભારતીય કિસાન મોરચાના સૂત્રો મુજબ, વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપે પશ્ચિમ ઉત્તર પરદેશની કુલ 38 બેઠકો પર જીત મેળવી હતી. વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 88 બેઠકો પર જીત મેળવી હતી. એટલે કે 50 બેઠકોનો ફાયદો થયો. 2019ની લોકસભાની ચુંટણીમાં પણ ભાજપે સારું પ્રદર્શન કર્યું હતું.

આગામી ચૂંટણીમાં પશ્ચિમ UPની 110 બેઠકોમાંથી લગભગ 100 બેઠકો પર ખેડૂત આંદોલનની વધુ અસર દેખાઈ રહી હતી. તેમાં મેરઠ, બાગપત, બીજનોર, મુઝફ્ફરનગર, હાપુડ, બદાયુમ સહારનપુર સામેલ હતું. સાથે જ બુંદેલખંડની 7 બેઠક પર પણ નુકશાન થવાનું જણાઈ રહ્યું હતું.

ફિડબેકમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે આપણે હારીશું નહીં પણ બેઠકો થોડી ઓછી થશે. આ તરફ પશ્ચિમી UPમાં રાલોદ નેતા સંજય ચૌધરી અને સપા ગઠબંધન આ નુકશાનમાં વધારો કરવા માટેના તમામ પ્રયાસો કરી રહ્યા છે. જયંત ચૌધરી સતત પશ્ચિમ યુપીમાં બેઠકો અને સભાઓ કરી રહ્યા છે. તેની સભાઓમાં હજારોની સંખ્યામાં લોકો સામેલ થઈ રહ્યા છે.

સત્તા રહેશે તો ઇમેજ બચશે
પશ્ચિમ યુપીના દટેક બીજા દિગ્ગજ નેતા જે છેલ્લા ત્રણ મહીનામાં ખેડૂતોની સાથે સભાઓ અને ચોપાલમાં સામેલ રહ્યા છે. તેઓ કહે છે, વિરોધીઓ આને મોદી સરકારનો યુ-ટર્ન કહેશે. પરંતુ જો સત્તામાં રહીશું તો જ ઇમેજ પણ રહેશે. ઇમેજ બનાવવા માટે અનેક અવસર આવશે.

સત્તાનો આકાર પણ નાનો થયો તો વિપક્ષ માથું ઊંચું કરી દેશે. મેસેજ સ્પષ્ટ છે કે વિપક્ષની દરેક ચાલ અમે નિષ્ફળ બનાવીશું. તો શું કોંગ્રેસનાં પ્રિયંકા ગાંધીની મુલાકાતોને પણ નિષ્ફળ બનાવવાના પણ પ્રયાસ છે? ત્યારે તેઓ જણાવે છે કે વિપક્ષ કોઈપણ હોય, ભાજપ જનતાના હિત માટે મોટા નિર્ણય પણ લઈ શકે છે અને જરૂર પડવા પર વિપક્ષને દરેક ચાલને નિષ્ફળ બનાવવા માટે રાજકીય દાવપેચ પણ રમી શકે છે.

PMની UP મુલાકાતની સાથે સાથે કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત

PM મોદી સતત UPના પ્રવાસે છે. તેઓ UPના જુદા જુદા જિલ્લાઓની મુલાકાત લઈ રહ્યા છે અને અનેક યોજનાઓનો શિલાન્યાસ કરી રહ્યા છે.
PM મોદી સતત UPના પ્રવાસે છે. તેઓ UPના જુદા જુદા જિલ્લાઓની મુલાકાત લઈ રહ્યા છે અને અનેક યોજનાઓનો શિલાન્યાસ કરી રહ્યા છે.

PM નરેન્દ્ર મોદી 19 નવેમ્બરથી લઈને 21 નવેમ્બર સુધી મહોબા, ઝાંસી અને મધ્યપ્રદેશના ખજુરાહોના ત્રણ દિવસના પ્રવાસે છે. તેમણે મહોબામાં અર્જુન સહાયક પ્રોજેકટ સહિત લગભગ 3250 કરોડ રૂપિયાની યોજનાઓની શરૂઆત કરી છે.

આ પહેલા એક્સપ્રેસ વેનું ઉદ્દઘાટન અને તે [પહેલા સિદ્ધાર્થનગર અને ગોરખપુર સહિત પૂર્વાંચલના જીલાઓમાં 9 મેડિકલ કોલેજોના ઉદ્દઘાટનને UPની આગામી ચૂંટણી મુદ્દે જનતાને મળનારી ભેટ તરીકે જોવામાં આવી રહ્યું છે.દિવાળી પેહલા બનારસની મુલાકાતમાં પણ PM મોદીએ શિવના ડમરુ આકારના મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.

જનતાને ઇ-બસોના ઉપહાર સહિત અનેક વચનો પણ આપ્યા. કુલ મળીને ચૂંટણી ભલે UPમાં હોય, પરંતુ તેણે કેન્દ્ર પર ભાર આપી દીધો છે. ચૂંટણીમાં નુકશાનને ઘટાડવા માટે રાજ્ય અને કેન્દ્ર બંને સાથે મળીને ભારે જહેમત સાથે પ્રયાસો કરી રહ્યા છે.

નિર્ણયથી પંજાબમાં અમરિન્દરનો રસ્તો સરળ રહેશે
ભારતીય કિસાન મોરચાના એક પદાધિકારીએ જણાવ્યુ હતું કે, ખેડૂતોના પક્ષમાં કેન્દ્રના નિર્ણયની અસર પંજાબમાં પણ પડશે. તેનો સીધો જ ફાયદો ભાજપને નહીં, પણ અમરિન્દર સિંહને મળી શકે છે.

અમરિન્દરની ભાજપા સાથેની નિકટતા જગજાહેર છે. જો કે તેઓ લોકોને એવું કહેશે કે તેમણે કેન્દ્રને ખેડૂતોની વાત મનાવવા માટે તૈયાર કર્યું છે. ભાજપ તેમણે શ્રેય લેવા દેશે અને તેમને રાજ્યમાં જીતવાનો મુદ્દો પણ આપશે. અમરિન્દરને થનાર ફાયદો ભાજપને પંજાબમાં પોતાની જમીન શોધવામાં પણ મદદ કરશે.

આમ આદમી પાર્ટીના પૂર્વ દિગ્ગજ નેતા સૂચા સિંહ 'છોટેપુર' પણ કહે છે, 'મોદી સરકારે શીખોને ભેટ આપી છે. કરતારપુર કોરિડોર ખુલ્યો અને હવે કૃષિ કાયદા પાછા ખેંચાયા. હવે પંજાબના લોકો ભાજપ ચૂંટણીમાં સહયોગી પક્ષને સમર્થન આપીને મોદી સરકારનો આભાર માનશે.

સૂચા સિંહ પંજાબમાં અસરકારક નેતા છે અને તેઓ ફરીથી કોઈપણ રાજકીય પક્ષમાં જોડાવાની વાત પણ કરી રહ્યા છે. તેઓ કઇ પાર્ટીમાં જોડાશે તેવા પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે, 'ન તો કોંગ્રેસ અને ન તો આપ પાર્ટી.' તેનો સંકેત સ્પષ્ટ છે. તેણે જાણ કર્યા વગર પોતાની પસંદગી જણાવી છે.

અન્ય સમાચારો પણ છે...