• Gujarati News
  • Dvb original
  • The GST Council Can Consider Bringing Petrol diesel Under GST, How Would You Benefit If That Happened? How Much Damage To The Government? Know Everything

ભાસ્કર એક્સપ્લેનર:GST કાઉન્સિલ કરી શકે છે પેટ્રોલ-ડીઝલને GST અંતર્ગત લાવવા પર વિચાર, એવું થયું તો તમને કેટલો ફાયદો? સરકારને કેટલું નુકસાન? જાણો બધુ

એક મહિનો પહેલાલેખક: આબિદ ખાન
  • કૉપી લિંક

કાલે લખનઉમાં GST કાઉન્સિલની મીટિંગ છે. એવો કયાસ લગાવાય છે કે આ મીટિંગમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને GST અંતર્ગત લાવવાનો વિચાર કરવામાં આવી શકે છે. કોરોના મહામારી પછી GST કાઉન્સિલની આ પ્રથમ ફિઝિકલ બેઠક છે. GST કાઉન્સિલની આ 45મી બેઠકની અધ્યક્ષતા નાણાં મંત્રી નિર્મલા સીતારામન કરશે.
જૂનમાં કેરળ હાઈકોર્ટે કાઉન્સિલને આગ્રહ કર્યો હતો કે તેઓ પેટ્રોલિયમ પ્રોડક્ટને GST અંતર્ગત લાવવા પર વિચારણા કરે. હાઈકોર્ટના આગ્રહ પછી GST મંત્રી સમૂહે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે. જો મંત્રી સમૂહમાં સહમતિ સધાશે તો આ પ્રસ્તાવને GST કાઉન્સિલને સોંપવામાં આવશે. પછી કાઉન્સિલ તેના પર નિર્ણય લેશે.
સમજીએ, અત્યારે પેટ્રોલ-ડીઝલની કિંમતો કેવી રીતે નક્કી થાય છે? GSTના અંતર્ગત આવવાથી કેન્દ્ર, રાજ્ય અને જનતા પર શું અસર થશે? જો પેટ્રોલિયમ પ્રોડક્ટ GST અંતર્ગત આવે છે તો કઈ પ્રકારની વ્યવસ્થા અપનાવવામાં આવી શકે છે? અને આ નિર્ણયને લાગુ કરવામાં અડચણો શું છે...
અત્યારે કેવી રીતે નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલની કિંમતો?
જૂન 2010 સુધી સરકાર પેટ્રોલની કિંમત નિર્ધારિત કરતી હતી અને દર 15 દિવસમાં તેને બદલી શકાતી હતી, પરંતુ 26 જૂન 2010 પછી સરકારે પેટ્રોલની કિંમતોનું નિર્ધારણ ઓઈલ કંપનીઓ ઉપર છોડી દીધું છે.
આ રીતે ઓક્ટોબર 2014 સુધી ડીઝલની કિંમત પણ સરકાર નિર્ધારિત કરતી હતી, પરંતુ 19 ઓક્ટોબર 2014થી સરકારે આ કામ પણ ઓઈલ કંપનીઓને સોંપી દીધું.
એટલે કે પેટ્રોલિયમ પ્રોડક્ટની કિંમત નિર્ધારિત કરવામાં સરકારનું કોઈ નિયંત્રણ નથી. આ કામ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ કરે છે. ઓઈલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમત, એક્સચેન્જ રેટ, ટેક્સ, પેટ્રોલ-ડીઝલના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ અને બાકી અનેક ચીજોને ધ્યાનમાં રાખીને દરરોજ પેટ્રોલ-ડીઝલની કિંમત નિર્ધારિત કરે છે.

મહેસૂલમાં ઘટનો ડર પેટ્રોલ-ડીઝલને GSTમાં નહીં લાવવાનું સૌથી મોટું કારણ
એક મોટું કારણ રાજ્ય સરકારો અને કેન્દ્રમાં ઈચ્છાશક્તિનો અભાવ છે. વાસ્તવમાં, પેટ્રોલ-ડીઝલને GST અંતર્ગત લાવવાથી સરકારોને મહેસૂલનું નુકસાન થશે અને સરકાર પોતાની કમાણીના કોઈપણ સ્ત્રોતમાં કોઈ ફેરફાર કરવા માગતી નથી.
કોઈપણ સામાન કે સેવા પર GST રેટ નક્કી કરતા પહેલા એ જોવામાં આવે છે કે વર્તમાન વ્યવસ્થામાં તેના પર કેન્દ્ર અને રાજ્ય મળીને કેટલો ટેક્સ લગાવી રહ્યા છે. ટેક્નીકલ ભાષામાં તેને Revenue Neutral Rate (RNR) કહે છે. તેની ગણતરી એટલા માટે કરવામાં આવે છે કે જેથી કેન્દ્ર અને રાજ્યોને કોઈ પ્રકારનું નુકસાન ઉઠાવવું ન પડે. પેટ્રોલ-ડીઝલ GST ન લાગુ કરવામાં આ પણ એક મોટી અડચણ છે.