તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • People From Hindu Organizations Are Talking About Revenge By Bowing Their Heads At Rinku's House, The Surrounding Muslim Families Have Fled The House.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિલ્હીનો રિંકુ શર્મા હત્યાકાંડ:હિન્દુ સંગઠનોના લોકો રિંકુના ઘરે માથું ટેકવીને બદલો લેવાની વાત કરી રહ્યા છે, આસપાસના મુસ્લિમ પરિવારો ઘર છોડીને ભાગી ચૂક્યા છે

નવી દિલ્હી15 દિવસ પહેલાલેખક: પૂનમ કૌશલ
  • કૉપી લિંક

દિલ્હીના મંગોલપુરી વિસ્તારમાં રાજા પાર્ક પોલીસ સ્ટેશનની પાસે થોડી થોડી જગ્યાએ પેરામિલિટરી ફોર્સ અને દિલ્હી પોલીસના જવાન તહેનાત છે. યુવાઓ હાથમાં ભગવા ઝંડા સાથે નારેબાજી કરતા એસ-બ્લોક પર બનેલા મંચ તરફ વધી રહ્યા છે. અહીં 25 વર્ષના રિંકુ શર્માની શ્રદ્ધાંજલિ સભા થઈ રહી છે, તેનું મોત 10 ફેબ્રુઆરીએ ચપ્પુથી કરવામાં આવેલા હુમલાથી થયું હતું. મંચ પર રિંકુનો પરિવાર અને હિન્દુવાદી સંગઠનોના પદાધિકારીઓ બેઠા છે. દિલ્હી BJPના નેતા પણ એમાં સામેલ છે.

છેલ્લા થોડા દિવસોથી રિંકુ શર્માની હત્યાનો મામલો સોશિયલ મીડિયા પર છવાયો છે. દિલ્હી પોલીસ કહી ચૂકી છે કે હત્યા પાછળ કોઈ સાંપ્રદાયિક એન્ગલ નથી, જોકે ખાનગી વિવાદ છે. જોકે રિંકુનો પરિવાર અને શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત લોકો આ માનવા તૈયાર નથી. તેમનું કહેવું છે કે રિંકુની હત્યા મુસ્લિમ યુવકોએ જયશ્રી રામના નારા લગાવવા પર કરી છે. આ શ્રદ્ધાંજલિ સભામાં લાંબો રસ્તો વધી રહેલી ભીડને કારણે નાનો થઈ રહ્યો છે. દિલ્હી પોલીસના ડ્રોન કેમેરાની જ્યાં સુધી નજર જઈ રહી છે, લોકો એ જ જોઈ રહ્યા છે. દિલ્હી પોલીસના ડ્રોન કેમેરાની જ્યાં સુધી નજર જઈ રહી છે, ભારે ભીડ દેખાઈ રહી છે. ઉત્તેજક નારેબાજી થઈ રહી છે. રવિવારે થયેલી આ શ્રદ્ધાંજલિ સભામાં આક્રોશ, પ્રતિશોધ, બદલો, સજા, ફાંસી જેવા શબ્દ વાર-વાર સંભળાઈ રહ્યા હતા.

મંચ પર રિંકુનો પરિવાર અને હિન્દુવાદી સંગઠનોના પદાધિકારી બેઠા છે. એમાં દિલ્હી BJP નેતા પણ સામેલ છે.
મંચ પર રિંકુનો પરિવાર અને હિન્દુવાદી સંગઠનોના પદાધિકારી બેઠા છે. એમાં દિલ્હી BJP નેતા પણ સામેલ છે.

માથા પર જય શ્રીરામની ટોપી લગાવેલા, હાથમાં ભગવો ધ્વજ રાખીને કુલદીપ પાલ નોઈડાથી આવ્યા છે. તેઓ પોતાના સ્માર્ટફોનથી સોશિયલ મીડિયા પર લાઈવ વીડિયો પણ પ્રસારિત કરી રહ્યા છે. કુલદીપ એક યુવાનને પૂછે છે, રિંકુની શા માટે હત્યા કરવામાં આવી. યુવા જવાબ આપે છે, અમારા ભાઈએ જય શ્રીરામનો નારો લગાવ્યો તો જેહાદીઓએ મારી નાખ્યો. કુલદીપની સાથે તેમની પત્ની અને બાળકો પણ આવ્યાં છે, જે પોસ્ટર સાથે ઊભાં છે. પોસ્ટર પર લખવામાં આવ્યું છે કે હું પણ જય શ્રીરામના નારા લગાવીશ તો કાલે મને પણ મારી નાખશે શું?

કુલદીપ કહે છે, મને ન્યૂઝથી જાણવા મળ્યું કે જેહાદીઓએ અમારા એક ભાઈની હત્યા માત્ર જય શ્રીરામના નારા લગાવવા પર કરી દીધી છે. હું બજરંગ દળ કે કોઈ સંગઠનના બોલાવવા પર આવ્યો નથી, હું પોતાના હિન્દુ ભાઈ માટેનો અવાજ બુલંદ કરવા આવ્યો છું, જેથી બીજી વખત આવી ઘટના ન બને. આસપાસની ગલીઓમાં પણ લોકો હિન્દુ એકતા અને જાગૃતિની વાત કરી રહ્યા છે. એક સમૂહમાં બેઠેલી મહિલાઓ કહી રહી છે કે જો પહેલેથી બધા એકસાથે હોત તો આવું ન થાત.

પિતાની નોકરી છૂટી ગઈ હતી, પરિવારમાં એકલો કમાનાર રિંકુ

રિંકુના ઘરની ગલીઓમાં પોસ્ટર લાગેલાં છે, જેની પર લખ્યું છે કે શ્રીરામ બોલવા પર હત્યા શા માટે?
રિંકુના ઘરની ગલીઓમાં પોસ્ટર લાગેલાં છે, જેની પર લખ્યું છે કે શ્રીરામ બોલવા પર હત્યા શા માટે?

રિંકુનું ઘર ગલી નંબર ચારમાં છે. અહીં મોટા પ્રમાણમાં પોલીસ છે. રસ્તામાં મેટલ-ડિટેક્ટર લાગ્યું છે અને પોલીસ-તપાસ બાદ જ આગળ જવા દેવાઈ રહ્યા છે. એક રૂમના મકાનમાં રિંકુના પિતા અજય શર્મા બ્લેન્કેટ ઓઢીને સૂઈ રહ્યા છે. તેમને તાજેતરમાં જ પોતાને બ્લડપ્રેશરની બીમારી હોવાનું જાણવા મળ્યું છે. 10 ફેબ્રુઆરીની એ રાતને યાદ કરતા તેઓ કહે છે, મારો પુત્ર એ દિવસે બર્થડેમાં ગયો હતો. અમે ઘરમાં સૂતા હતા. તે ઉતાવળમાં આવ્યો. પાછળ લોકો લાકડી અને ડંડા લઈને આવ્યા. મારા પુત્રએ પણ સિલિન્ડર ઉઠાવું લીધું હતું. તે બહાર દોડ્યો, મેં રોકવાની કોશિશ કરી. હું કોને-કોને રોકું. રિંકુ બહાર ચાલ્યો ગયો તો અમે અંદરથી દરવાજો બંધ કરી દીધો. તેમણે તેને ત્યાં જ ચપ્પુ મારી દીધું. તે ઘરે આવ્યો તો રૂમમાં ચપ્પું પડ્યું હતું. લોહીની ધાર વહી રહી હતી. અમે તાત્કાલિક તેને સંજય ગાંધી હોસ્પિટલ લઈને ગયા. સંજય ગાંધી હોસ્પિટલ અહીંથી માત્ર બસો મીટર દૂર છે. સંપૂર્ણ રીતે ઈજાગ્રસ્ત રિંકુનું અહીં જ મોત થયું.

રિંકુના ઘરની સામે લોહીના ધબ્બા હાલ પણ છે. અહીં રહેનારા મોટા ભાગના લોકોનું કહેવું છે કે રિંકુ હોસ્પિટલ આવતા-જતા પણ જય શ્રીરામના નારા લગાવી રહ્યો હતો. રિંકુના પિતાની દસ મહિના પહેલાં નોકરી છૂટી ગઈ હતી. ખાનગી હોસ્પિટલમાં લેબ-ટેક્નિશિયનની જોબ કરનાર રિંકુ પરિવારનો એકમાત્ર કમાઉ દીકરો હતો. તેમનો પાંચ લોકોનો પરિવાર એક જ રૂમમાં રહે છે.

રિંકુ પર હુમલાનો આરોપ પાંચ ભાઈના મુસલમાન પરિવાર પર છે. તેમાંથી એકનું ઘર રિંકુના ઘરથી વીસ પગલાંના અંતરે જ છે. આ ઘરમાં હવે કોઈ નથી. ઉત્તેજક ભીડે તેનો દરવાજો તોડી નાખ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, હુમલો કરનારાઓમાં એક પોલીસનો બાતમીદાર છે. અહીં મોટા ભાગનાં ઘર હિન્દુઓનાં છે. મુસલમાનોનાં ઘર થોડાં જ છે, જેની પર હવે તાળાં લાગેલાં છે.

બર્થ ડે પાર્ટીમાં ઝધડો થયો હતો, જોકે કઈ વાત પર એનો ખ્યાલ નથી

તસવીર રિંકુના પિતા અજય શર્માની છે. તાજેતરમાં જ તેમને બ્લડપ્રેશરની બીમારી હોવાનું જાણવા મળ્યું છે.
તસવીર રિંકુના પિતા અજય શર્માની છે. તાજેતરમાં જ તેમને બ્લડપ્રેશરની બીમારી હોવાનું જાણવા મળ્યું છે.

દિલ્હી પોલીસ રિંકુના મોતને પરસ્પરનો વિવાદ અને પૈસાની લેવડ-દેવડમાં હત્યા થઈ હોવાનું માની રહી છે. જોકે પીડિત પરિવારનું કહેવું છે કે તેમને હત્યા કરનારાઓ સાથે કોઈ વ્યાપારિક વિવાદ ન હતો. પરિવાર અને આસપાસના લોકો કહે છે કે રિંકુ હિન્દુવાદી સંગઠન સાથે જોડાયેલો હતો. જય શ્રીરામના નારા લગાવતો હતો. ગત વર્ષે ઓગસ્ટમાં રામમંદિર માટે નારાબાજી કરવાને લઈને આરોપી સાથે વિવાદ થયો હતો. જોકે રિંકુના પિતા અજય શર્મા કહે છે કે એ વાત ત્યારે જ પતી ગઈ હતી. તેઓ મનમાં કઈ રાખતા હોય તો એનો ખ્યાલ નથી. કેટલાક લોકો એ પણ કહે છે કે બર્થડે પાર્ટીમાં ઝઘડો થયો હતો, જોકે એ જણાવતું નથી કે કઈ વાત પર ઝધડો થયો હતો. જે લોકો પર હત્યા કરવાનો આરોપ છે તેનો પક્ષ રાખવા માટે કોઈ ઉપલબ્ધ નથી.

દિલ્હી પોલીસ આ ઘટનામાં સાંપ્રદાયિક એન્ગલ આપવાનો ઈનકાર કરી ચૂકી છે. હવે ક્રાઈમ બ્રાન્ચ તેની તપાસ કરી રહી છે. રિંકુની હત્યાનું કારણ શું છે એ તપાસનો વિષય છે, જોકે મંગોલપુરીના આ વિસ્તારના બહુસંખ્યકોને લાગે છે કે રિંકુને હિન્દુ હોવાને કારણે મારવામાં આવ્યો છે. રિંકુ શર્માના ઘરે હિન્દુવાદી સંગઠનો સાથે જોડાયેલા લોકોનું આવવા-જવાનું છે. કેટલાક કાર્યકર્તાઓ તેમના ઘરની બહાર માથું ટેકવે છે તો કેટલાક તસવીર ખેંચાવી રહ્યા છે. હિન્દુવાદી કાર્યકર્તાઓનો એક સમૂહ કહે છે કે જો આ હત્યાનો બદલો નહિ લેવામાં આવે તો આવા હુમલાઓ થતા જ રહેશે,

આ બધાની વચ્ચે અહીં રહેનાર સિલેક્ટેડ મુસલમાન જઈ ચૂક્યા છે. તેમના ઘર જોવાથી લાગે છે કે આ બધા લોકો ઉતાવળમાં ચાલ્યા ગયા છે. બાલ્કનીમાં હાલ પણ બાળકોનાં કપડાં ટિંગાડવામાં આવ્યાં છે. નીચે પેરામિલિટરી ફોર્સના જવાન આ ઘરની સામે ઊભા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

વધુ વાંચો