• Gujarati News
  • Dvb original
  • People Like Me Working In The Old Government Are Hiding; Robbery Is Taking Place In Kabul, Whether It Is Taliban Or Criminals, It Is Not Realized

અફઘાન રાજદૂતનો આંખે જોયેલો અહેવાલ:જૂની સરકારમાં કામ કરનારા મારા જેવા લોકો છુપાયેલા છે; કાબુલમાં લૂંટફાટ થઈ રહી છે, એ તાલિબાનો કરી રહ્યા છે કે અપરાધીઓ; એનો ખ્યાલ નથી

નવી દિલ્હી2 વર્ષ પહેલાલેખક: પૂનમ કૌશલ
  • કૉપી લિંક

કાબુલ પર તાલિબાનનો કન્ટ્રોલ છે. રાષ્ટ્રપતિ અશરફ ગનીએ રાજીનામું આપ્યું છે, જોકે ઈન્ટેરિમ સરકારની રચના હજી થઈ નથી. પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરજઈના નેતૃત્વમાં એક ટ્રાન્જિશન કાઉન્સિલ તાલિબાનોની સાથે મળીને સરકારના ગઠનનો પ્રયત્ન કરી રહી છે.

કાબુલમાં પોલીસ અને સેનાએ કમાન તાલિબાનને સોંપી દીધી છે. વિવિધ જગ્યાએ તાલિબાન ફાઈટર તહેનાત છે. એક દિવસ પછી હવે ફરીથી એરપોર્ટ પર ઉડાનો શરૂ થઈ ગઈ છે. અમેરિકા સહિત અન્ય દેશોના લોકો ખૂબ જ ઉતાવળથી પોતાના લોકોને અહીંથી પરત લઈ જઈ રહ્યા છે.

તાલિબાને એક નિવેદન જાહેર કર્યું છે કે તેણે બધાને માફ કરી દીધા છે અને કોઈને પણ નિશાન બનાવવામાં આવશે. એમ છતાં અફઘાનિસ્તાન સરકારનો હિસ્સો રહેલા લોકો છુપાયેલા છે.

અહમદ શાહ કટવાજઈઃ વરિષ્ઠ રાજદૂત છે અને અમેરિકામાં અફઘાનિસ્તાનના દૂતાવાસમાં કામ કરી ચૂક્યા છે. તેઓ પણ કાબુલમાં છુપાયેલા છે. તેમણે દૈનિક ભાસ્કર સાથે વાત કરી અને પોતે નજરે જોયેલો અહેવાલ રજૂ કર્યો. તો ચાલો, કાબુલમાં હાલ સ્થિતિ શું છે એ તેમના શબ્દોમાં જાણીએ...

હું હાલ કાબુલમાં છું અને એક સુરક્ષિત જગ્યાએ છુપાયો છું, જેથી કોઈ મને નુકસાન ન પહોંચાડી શકે. અમે સુરક્ષાને લઈને ખૂબ જ ચિંતિંત છે, કારણ કે હાલ કોઈને ખ્યાલ નથી કે આગળ શું થઈ શકે છે. હું બહાર કાબુલની ગલીમાં જોવું છું તો મોટી સંખ્યામાં તાલિબાન ફાઈટર્સ જોવા મળે છે, સાથે જ કેટલાક અપરાધીઓ પણ સંક્રિય છે, જે લોકોના ઘરમાંથી ચોરી કરી રહ્યા છે અને તેમનાં વાહનોને જબરદસ્તીથી છીનવી રહ્યા છે.

તાલિબાનનું કહેવું છે કે તે કોઈની સંપત્તિ છીનવી રહ્યા નથી, જોકે અપરાધીઓ જરૂર સક્રિય છે, જે અફરાતફરીના માહોલનો ફાયદો ઉઠાવવા માગે છે. તાલિબાનનો કોઈ ખાસ પહેરવેશ નથી. તેઓ સાદા કપડાં જ પહેરે છે. તાલિબાન સલવાર કમીઝમાં જ હોય છે અને અહીંના સામાન્ય લોકો પણ સલવાર કમીઝ જ પહેરે છે. એવામાં કોણ તાલિબાન છે અને કોણ અપરાધી, એ ફરક કરવો અમારા માટે મુશ્કેલ છે. એને કારણે જ કાબુલના નાગરિકો સુરક્ષાને લઈને ખૂબ જ ચિંતિત છે.

કાબુલના રસ્તા પર હાલ આ પ્રકારનાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે.
કાબુલના રસ્તા પર હાલ આ પ્રકારનાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે.

સાચું કહું તો હું છેલ્લા ત્રણ દિવસથી સૂતો જ નથી. હું ખૂબ જ થાક્યો છું, જોકે સ્થિતિ એવી છે કે ઊંઘ જ આવતી નથી. અફઘાનિસ્તાનમાં હાલ કોઈ રાષ્ટ્રપતિ નથી. કંઈ ખબર જ પડતી નથી કે શું થઈ રહ્યું છે. તમામ સરકારી ઓફિસો, બેન્કો બંધ છે. કેટલીક દુકાનો જ ખુલ્લી છે. જ્યાં હું છું ત્યાં મોટા ભાગના રસ્તાઓ ખાલી જ છે, તાલિબાન જ રસ્તાઓ પર ફરતા દેખાઈ રહ્યા છે. તેમના હાથમાં હથિયાર છે. તે આર્મીના લૂંટેલા સૈનિક વાહન પર સવાર છે. આ માહોલથી અમે ચિંતિત છીએ.

સમગ્ર દિવસ દરમિયાન હું સમાચારો જ વાંચતો રહું છું, સ્થિતિ પર નજર રાખી રહ્યો છું. હું ભવિષ્ય વિશે વિચારી રહ્યો હતો કે હવે શું થશે. મને લાગે છે કે સત્તામાં કંઈ પણ થાય, હું સિસ્ટમ માટે કામ કરતો રહીશ.

હું અફઘાનિસ્તાન માટે કામ કરું છું, હું એક સરકારી કર્મચારી છું, છેલ્લાં 10 વર્ષથી સરકાર માટે કામ કરી રહ્યો છું. આ કારણે મારા માટે એ વસ્તુનું મહત્ત્વ નથી કે રાષ્ટ્રપતિ કોણ છે, મારું કામ પોતાના લોકોની, પોતાના દેશની સેવા કરવાનું છે.

મને લાગે છે કે ઝડપથી સરકાર બનશે, જેમાં લોકોની મરજી સામેલ થશે અને આ અફઘાનિસ્તાનના તમામ લોકોની સરકાર હશે. તાલિબાને અત્યારસુધીમાં એવો દાવો કર્યો છે કે તે શહેરને સુરક્ષિત રાખશે. અત્યારસુધીનો અનુભવ એ કહે છે કે તાલિબાને શહેરને સુરક્ષિત રાખ્યાં છે.

રાષ્ટ્રપતિ અશરફ ગનીના ભાઈની ગાડી પરત કરી
રાષ્ટ્રપતિ અશરફ ગનીના ભાઈ હશમત ગનીએ ટ્વીટ કરીને ફરિયાદ કરી હતી કે કેટલાક હથિયારધારી લોકોએ તેમના ઘરે આવીને તેમની કાર છીનવી લીધી છે. આ ટ્વીટ થયાની થોડીવાર પછી તાલિબાન હશમત ગનીના ઘરે પહોંચ્યા અને તેમને સુરક્ષાનો ભરોસો આપ્યો. તાલિબાને તેમનું વાહન પણ તેમને પરત કરી દીધું છે અને તેમના ઘરની બહાર ગાર્ડ તહેનાત કરી દીધા છે. અમે એવી ઘણી ઘટનાઓ વિશે સાંભળ્યું છે, જેના દ્વારા તાલિબાને ભરોસો પેદા કરવાની કોશિશ કરી છે.

લૂંટફાટ થઈ રહી છે, તાલિબાનના લોકો કરી રહ્યા છે કે બીજા એનો અમને ખ્યાલ નથી
ગ્રામીણ વિકાસ મંત્રાલયના કમ્પ્યુટરને લૂંટવામાં આવ્યું છે અને ત્યાં ઊભેલાં સરકારી વાહનોને પણ હથિયારધારી લોકોએ છીનવી લીધાં છે. આવું જ અકર ખાન વિસ્તારમાં થયું, જ્યાં હથિયારધારી લોકોએ વાહનને છીનવી લીધાં. હાલ એ માહિતી નથી કે લૂંટારુઓ તાલિબાન હતા કે કોઈ ગેંગના લોકો હતા, જોકે કાબુલમાં આવી ઘટનાઓ થઈ રહી છે.

તાલિબાને અત્યારસુધી કોઈ સરકારી કર્મચારી કે એનજીઓના કર્મચારીઓને નિશાન બનાવ્યા નથી. જોકે લોકોમાં ડરનો માહોલ છે. કોઈને એ વાતનો ખ્યાલ નથી કે આગળ શું થશે અને તાલિબાન આગળ શું કરશે. મોટા ભાગનાં બજાર બંધ છે અને લોકો ઘરમાં જ કેદ છે. કાબુલમાં સ્કૂલ પણ બંધ છે. તાલિબાનના લોકો ઉચ્ચ શિક્ષા મંત્રાલય ગયા હતા, જોકે મંત્રાલય પણ બંધ જ હતું.

મોટા ભાગના દેશ પોતાનો દૂતાવાસ ખાલી કરી રહ્યા છે

વિશ્વના તમામ લોકો કાબુલના પોતાના દૂતાવાસના સ્ટાફ અને તેમના પરિવારને ત્યાંથી કાઢી રહ્યા છે.
વિશ્વના તમામ લોકો કાબુલના પોતાના દૂતાવાસના સ્ટાફ અને તેમના પરિવારને ત્યાંથી કાઢી રહ્યા છે.

હું હાલની સ્થિતિમાં પોતાની સુરક્ષાને લઈને ચિંતિત છું. માહોલ ખૂબ જ તણાવપૂર્ણ છે. આ માહોલમાં એ નક્કી કરવું મુશ્કેલી છે કે કોણ-કેટલું સુરક્ષિત છે. દરેક ભવિષ્યને લઈને ચિંતિત છે. અમેરિકા અને બીજા દેશ પોતાના દૂતાવાસ ખાલી કરી રહ્યા છે. વિદેશી કાબુલ છોડીને જઈ રહ્યા છે. અમેરિકા અને બીજા દેશોના દૂતાવાસ બંધ થયા પછી તાલિબાનોના હુમલો શરૂ થવાની શક્યતા છે.

જ્યારે દોહા અને ઈસ્લામાબાદમાં નવી સરકારની રચનાને લઈને વાતચીત ચાલી રહી છે. અમારી આશા આ વાતચીત સાથે સંકળાયેલી છે. નવી સરકારનું સ્વરૂપ કેવું હશે અને એમાં કોણ-કોણ સામેલ થશે તે જ હવે અફઘાનિસ્તાનના લોકોનું ભવિષ્ય નક્કી કરશે.

અન્ય સમાચારો પણ છે...