• Gujarati News
  • Dvb original
  • Passed Std. 12, Ishaq Left Traditional Farming And Started Cultivating Fennel, Earning An Annual Income Of Rs. 25 Lakhs Today.

ખુદ્દાર કહાની:ધોરણ 12 પાસ ઇશાકે પારંપારિક ખેતી છોડીને વરિયાળીની ખેતી શરૂ કરી, આજે વાર્ષિક 25 લાખ રૂપિયાની આવક કરી રહ્યા

સીરોહી, રાજસ્થાન2 વર્ષ પહેલાલેખક: ઇન્દ્રભુષણ મિશ્ર
  • કૉપી લિંક
રાજસ્થાનના સિરોહી જિલ્લામાં ઇશાક અલી વરિયાળીની ખેતી સાથે નવી ક્રાંતિ લાવી રહ્યા છે. તેઓ વરિયાળી રાજાના નામથી જાણીતા છે. - Divya Bhaskar
રાજસ્થાનના સિરોહી જિલ્લામાં ઇશાક અલી વરિયાળીની ખેતી સાથે નવી ક્રાંતિ લાવી રહ્યા છે. તેઓ વરિયાળી રાજાના નામથી જાણીતા છે.

આજે કહાની રાજસ્થાનના 'વરિયાળી રાજા'ના નામથી જાણીતા ઇશાક અલીની. મૂળ રૂપે ગુજરાતનાં મહેસાણાના વાતની ઇશાક ધોરણ 12 સુધીના અભ્યાસ બાદ રાજસ્થાન આવી ગયા હતા. અહીં સીરોહી જિલ્લામાં વાદાવાઓની જમીન પર પિતા સાથે ખેતી કરવા લાગ્યા. પહેલા ઘઉં, કપાસ જેવી પારંપારિક પાકની ખેતી કરતાં હતા. તેમાં બહુ આવક થતી નહતી. 2004માં નવી ટેકનિકથી વરિયાળીની ખેતી શરૂ કરી. આજે 15 એકરમાં 25 ટનથી વધુ વરિયાળીનું ઉત્પાદન કરી રહ્યા છે. તેમને વાર્ષિક લગભગ 25 લાખ રૂપિયાની કમાણી થઈ રહી છે.

49 વર્ષીય ઇશાક કહે છે, 'ઘરની આર્થિક સ્થિતિ સારી નહોતી. તેથી ધોરણ 12 પછી આગળનો અભ્યાસ કરી શક્યા નહીં. ખેતી કરવા માટે ગામ પરત ફર્યા. પહેલા ધંધો કરવાનું મન બનાવી લીધું હતું, પણ પછી વિચાર્યું કે, કેમ નહીં ખેતીને જ બિઝનેસની જેમ કરવામાં આવે.'

ઇશાક કહે છે કે આ વિસ્તારમાં વરિયાળીની ખેતી સારી થાય છે. તેથી નિર્ણય લીધો કે આ જ પાકની નવી રીતે ખેતી કરવામાં આવે. બીજની ગુણવત્તા, વાવણી અને સિંચાઇની રીત બદલી. પાકને નુકશાન પહોંચાડનારી જીવાતોથી બચવા માટે નવી ટેકનોલોજીનો પણ આશરો લીધો. આ બધાનો ફાયદો એ થયો કે વરિયાળીના ઉત્પાદન પ્રતિ એકરમાં વધી ગયું.

વરિયાળીની પરંપરાગત ખેતીમાં ક્યારીઓ વચ્ચેનું અંતર 2-3 ફુટનું હતું, જેને ઇશાકે 7 ફુટનું કરી દીધું હતું. આવું કરવાથી બમણું ઉત્પાદન થયું.
વરિયાળીની પરંપરાગત ખેતીમાં ક્યારીઓ વચ્ચેનું અંતર 2-3 ફુટનું હતું, જેને ઇશાકે 7 ફુટનું કરી દીધું હતું. આવું કરવાથી બમણું ઉત્પાદન થયું.

2007માં ઇશાકે પરંપરાગત ખેતી સંપૂર્ણ રીતે છોડી દીધી, જ્યારે તેણે નવી પદ્ધતિથી ખેતી કરી અને તેની ઉપજમાં 90% નો વધારો કર્યો. જમીન પર વરિયાળી વાવી. ત્યારથી લઈને આજ સુધી તેઓ ફક્ત વરિયાળીની ખેતી કરે છે. દર વર્ષે તેઓ વરિયાળીની ખેતી વધારતા જાય છે. તેમની સાથે 40-50 લોકો દરરોજ કામ કરે છે. ખેતીની સાથે સાથે તેમણે વરિયાળી નર્સરી પણ શરૂ કરી છે. તેઓએ વરિયાળીની નવી જાત તૈયાર કરી છે. જેને 'આબૂ વરિયાળી 440' તરીકે ઓળખવામાં આવે છે.

ઇશાક સમજાવે છે કે વરિયાળીની સુધારેલી વિવિધતાના ઉપયોગથી ઉપજમાં 90% નો વધારો થયો છે. ઇશાકની તૈયાર 'આબૂ વરિયાળી 440' હાલમાં ગુજરાત, રાજસ્થાનના મોટાભાગના ભાગોમાં વાવેતર કરવામાં આવી રહ્યું છે. તેઓ દર વર્ષે 10 ક્વિન્ટલથી વધુ વરિયાળીનાં બીજ વેચે છે. ઇશાકને રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે અનેક એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.

નવા પ્રયોગથી નફો બમણો થયો
વરિયાળીની ખેતીમાં વધુ પાક મેળવવા માટે ઇશાકે પ્રથમ વાવણીની રીત બદલી. તેમણે વરિયાળીના બે છોડ અને બે ક્યારીઓ વચ્ચેનું અંતર વધારી દીધું. અહેલા બે ક્યારીઓ વચ્ચે 2-3 ફુટનું અંતર રાખતા હતા. આ અંતરને ઇશાકે 7 ફૂટ કરી નાખ્યું હતું. આવું કરવાથી બમણું ઉત્પાદન થયુ. સિંચાઈની જરૂરિયાત પણ ઓછી થઈ ગઈ.

ઇશાક કહે છે કે વરિયાળીમાં મોટાભાગની બિમારીઓ ભેજ અને વધારે પાણીને કારણે થાય છે. કારણ કે ક્યારીઓ વચ્ચે અંતર વધવાના કારણે, સૂર્યપ્રકાશ સંપૂર્ણ રીતે પાકને મળી રહે છે અને ભેજ પણ ઓછો થાય છે. જેના કારણે પાકમાં રોગનો ભય ઓછો રહે છે.

ઇશાક જણાવે છે કે છોડ વચ્ચેનું અંતર વધવાથી વધુ નીંદણ ઉત્પન્ન થતું નથી. જે કારણે મજૂર ખર્ચની બચત થાય છે. બીજી ઘણી પદ્ધતિથી ખેતી ખર્ચમાં 4-5 ગણો ઘટાડો થયો હતો.
ઇશાક જણાવે છે કે છોડ વચ્ચેનું અંતર વધવાથી વધુ નીંદણ ઉત્પન્ન થતું નથી. જે કારણે મજૂર ખર્ચની બચત થાય છે. બીજી ઘણી પદ્ધતિથી ખેતી ખર્ચમાં 4-5 ગણો ઘટાડો થયો હતો.

વરિયાળીની ખેતી કેવી રીતે કરવી
જૂન મહિનામાં વરિયાળીનું વાવેતર ઘણા તબક્કામાં થાય છે. વિવિધ તબક્કામાં એટલા માટે જેથી અલગ-અલગ સમય પર નવા છોડ તૈયાર થઈ શકે. જો ચોમાસાને કારણે વાવેતરમોડું થાય તો પણ ખેડૂતને નુકસાન નહીં થાય. એક ક્યારીમાં સરેરાશ 150-200 ગ્રામ બીજ વાવવામાં આવે છે. એક એકર જમીનમાં 6-7 કિલો બીજ લાગે છે. તેના 45 દિવસ પછી એટલે કે જુલાઈના અંત પછી વરિયાળીનાં છોડ બહાર કાઢીને બીજા ખેતરમાં વાવેતર કરવામાં આવે છે. બે છોડ વચ્ચે ઓછામાં ઓછું એક ફૂટનું અંતર રાખવું જોઈએ.

સિંચાઈ માટેની ટપક સિંચાઈએ સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ છે. તે પાણીની બચત પણ કરે છે. વરિયાળીની ખેતીમાં સિંચાઈની જરૂરિયાત પ્રથમ વાવણી સમયે, પછી તેના 8 દિવસ પછી અને પછી 33 દિવસમાં કરવું જરૂરી છે. આ પછી 12 થી 15 દિવસના અંતરે સિંચાઈ કરવી જોઈએ.

ઇશાક 15 એકરમાં વરિયાળીની ખેતી કરે છે. આનો એક પાક લગભગ 90 દિવસમાં તૈયાર થઈ જાય છે.
ઇશાક 15 એકરમાં વરિયાળીની ખેતી કરે છે. આનો એક પાક લગભગ 90 દિવસમાં તૈયાર થઈ જાય છે.

ક્યારે કરવી પાકની કાપણી
વરિયાળીનો (ગુચ્છા)નો પાક સંપૂર્ણ રીતે પાકીને સુકાઈ જાય ત્યારે જ તેની કાપણી કરવી જોઈએ. આ પછી તેને એક કે બે દિવસ તડકામાં સૂકાવવા દેવા જોઈએ. લીલો રંગ રાખવા માટે, તેને 8 થી 10 દિવસ સુધી છાયાંમાં સૂકવવા જોઈએ. ઉપરાંત, તે વાતનું ધ્યાનમાં રાખવું જોઈએ કે પાકમાં ભેજ ન લાગે. આ પછી, મશીનની મદદથી વરિયાળીનું પ્રોસેસિંગ કરવામાં આવે છે. ઇશાક કહે છે કે એક એકર વરિયાળીની ખેતીમાં 30 થી 35 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે.

અન્ય સમાચારો પણ છે...