છોકરીઓ પાર્થનો પરસેવો લૂંછતી હતી:પાર્થનું મોનાલિસા સાથે પણ અફેર હતું, TMCના પૂર્વ નેતાએ કહ્યું- મારી પાસે બંનેની ચેટ છે

7 દિવસ પહેલા

TMCના પૂર્વ નેતા અને પશ્ચિમ બંગાળ કોલજ-યુનિવર્સિટીના પ્રોફેસર એસોસિએશનના જનરલ સેક્રેટરી રહેલા બૈસાખી બેનર્જીએ ભાસ્કર સાથેની વાતચીતમાં પાર્થ ચેટર્જી સાથે સંકળાયેલા ઘણા મામલાના ખુલાસા કર્યા છે. તેમણે કહ્યું કે પાર્થની સાથે ચાર-પાંચ છોકરીઓ રહેતી હતી, જે તેમનો પરસેવો પણ લુંછતી હતી. પાર્થ મમતા બેનર્જીથી પણ ખુશ નહોતા, કારણ કે તે તેના સગા એટલે કે અભિષેક બેનર્જીને આગળ કરતા હતા. વાંચો અને જૂઓ બૈસાખીનો ઈન્ટરવ્યૂ.

જો 50 કરોડ પાર્થના નથી તો જેના છે, તેનું નામ શાં માટે કહી રહ્યાં નથી...
એક સમયે પાર્થ ચેટર્જીની ખૂબ જ નજીકના ગણાતા બૈસાખીનું કહેવું છે કે હું પાર્થ ચેટર્જીને 2016થી ઓળખું છું. તેમની વારંવાર જીંદ કરવા પર જ WBCUPAની જનરલ સેક્રટરી બની હતી. તેમણે મને ક્યારેય એ રીતે જોઈ નથી કે મારે શરમાવવું પડે અથવા તો હું અનકમ્ફોર્ટેબલ હોવાનો અનુભવ કરું.

જોકે તેમની સાથે અલગ-અલગ છોકરીઓના નામ હમેશાં જોડાતા રહ્યાં. તેમની નજીકની અર્પિતા પાસેથી જે 50 કરોડ રૂપિયાની કેશ મળી છે, જો તે પાર્થની નથી તો તેમણે એ કહેવું જોઈએ કે તે કોની છે. ષડયંત્રમાં ફસાવવાની વાત પણ તેમણે ચાર-પાંચ દિવસ પછી કહી. જ્યારે કોઈ ષડયંત્રમાં ફસાય છે તો સૌથી પહેલા આ જ વાત કહે છે.

પાર્થ ચેટર્જી જ્યારે એજ્યુકેશન મિનિસ્ટર હતા, ત્યારે મોટી સંખ્યામાં આવી છોકરીઓને રિક્રૂટ કરવામાં આવી હતી, જે અન્ડર ક્વોલિફાઈડ હતી. કારણ કે હું પોતે મિલી અલ-અમીન કોલેજની પ્રિન્સિપાલ હતી, આ કારણે બધુ જાણવા મળતું હતું. તેમણે મંત્રી હતા ત્યારે પણ કરપ્શન રોકવાની કોઈ પણ કોશિશ શાં માટે ન કરી.

મોનાલિસા પાર્થની ગર્લફ્રેન્ડ હતી, મારી પાસે તેના પુરાવા છે...
બૈસાખીના જણાવ્યા મુજબ, માત્ર અર્પિતા જ પાર્થની નજીક નથી પરંતુ આસનસોલ મોનાલિસા દાસ પણ તેમમી ગર્લફ્રેન્ડ રહી છે. મોનાલિસા જે કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હતી, ત્યાંના વાઈસ ચાન્સેલરની વાઈફે મને મોનાલિસાની ફરિયાદ કરી હતી.

તેમણે કહ્યું હતું કે પાર્થ ચેટર્જીની ગર્લફ્રેન્ડ મોનાલિસાનું મારા હસબન્ડની સાથે અફેર ચાલી રહ્યું છે. મારું ઘર બરબાદ થઈ રહ્યું છે. તમે તેનો ઓળખો છો, કઈંક કરો. મેં કહ્યું તમે કેટલો મોટો આરોપ લગાવી રહ્યાં છો, તમારી પાસે શું પ્રુફ છે કે મોનાલિસા પાર્થની ગર્લફ્રેન્ડ છે.

આ અંગે તેમણે મને પાર્થ અને મોનાલિસાની વચ્ચેની કેટલીક ચેટ મોકલી હતી. તેનાથી સ્પષ્ટ થતુ હતું કે બંને ખૂબ જ નજીક છે. આ ચેટ મારી પાસે હાલ પણ છે. જોકે આ તેમનો વ્યક્તિગત મામલો છે એટલે હું કોઈની સાથે શેર કરીશ નહિ.

મોનાલિસાના બાંગ્લાદેશમાં ઘણા રિલેશન છે. બાંગ્લાદેશના એક મોટા પોએટની પણ તે ખૂબ જ નજીક છે. જે રીતે તેનો ગ્રોથ થયો છે, તેનાથી દરેકને વાંધો હતો. એટલે સુધી કે TMCના લોકલ ધારસભ્યએ પણ મને કહ્યું હતું કે આ લેડી ખૂબ જ ઝડપથી આગળ જઈ રહી છે. જોકે તેની ઉપર પાર્થ ચેટર્જીનો હાથ હતો. આ કારણે કોઈ કઈ કરી શકતું નહોતું.

CMને ફરિયાદ કરી તો તેમણે પાર્થને જ લેટર મોકલી દીધો...
તે મહિલાની ફરિયાદને લઈને હું પાર્થ ચેટર્જીની પાસે ગયો તો તેમણે મારી અવગણના કરતા કહ્યું કે હું TMCમાં નંબર-2 પર છું. મારું કોઈ કશું નહિ કરી શકે. પછીથી આ મહિલાએ આ આખો મામલો લખીને CM મમતા બેનર્જીની પાસે મોકલાવ્યો.

CMએ તે લેટર તત્કાલીન એજ્યુકેશન મિનિસ્ટર એટલે કે પાર્થ ચેટર્જીને મોકલ્યો છે. પાર્થે ફરીયાદ કરનાર મહિલાને બોલાવીને તેની વાત સાંભળી અને તેમને કહ્યું કે તમે ઘરે જાવ, બધુ સારુ થઈ જશે. જોકે બીજા જ દિવસે તેમણે તેના પતિને બોલાવ્યા અને કહ્યું કે તમારી પત્નીને સમજાવો. તે CM સુધી પહોંચી ગઈ છે. જો તે ચૂપ થતી ન હોય તો તેને ગાંડામાં ખપાવી દો.

જ્યારે તે મહિલા મને આ વાત સંભળાવી તો હું સાંભળીને અચરજ પામી. પાર્થ ચેટર્જીના બે ચેહરા છે. એક જે મારી સામે હતો, બીજો જે અન્ય લોકો દ્વારા મને જાણવા મળી રહ્યો હતો. પછીથી તે મહિલાને નોકરીમાંથી હટાવી દેવામાં આવી હતી. તે સરકારની જ એક કોલેજમાં કાઉન્સેલરના પદ પર નોકરી કરી રહી હતી. પછી તેણે લડાઈ પણ ન કરી કારણ કે તે કોના ભરોસે લડત. CMની પાસે જવા છતાં કંઈ જ મદદ મળી શકી નહોતી.

અર્પિતા C ગ્રેડ એક્ટ્રેસ, નામ પણ નથી જાણતા..
બૈસાખીએ કહ્યું હું પાર્થ ચેટર્જીની વિરુદ્ધ ઘણી વખત પ્રોટેસ્ટ કરી ચુકી હતી. આ કારણે મારી ટ્રાન્સફર કરવામાં આવી હતી. ટ્રાન્સફર થતા જ મે રિઝાઈન કર્યું, તે સમયે મારી 22 વર્ષની નોકરી બાકી હતી.

જોકે તે પછી પણ મારા અને તેમના સંબંધો વધુ ખરાબ ન થયા. હું તેમની પત્નીના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ગઈ હતી, ત્યારે અર્પિતાને જોઈ હતી. જોકે એ વાતનો અંદાજ નહોતો કે તે આટલી નજીક છે. અર્પિતા તો C ગ્રેડ એક્ટ્રેસ રહી છે. મેં તો તેનુ નામ પણ સાંભળ્યું નહોતું.

મેં પાર્થની સાથે ઘણી છોકરીઓને જોઈ છે. છોકરીઓ તેમનો પરસેવો પણ લુંછતી હતી. તે મહીનામાં એક કે બે વખત ઓફિસ આવતા હતા. બાકીનો સમય ક્યાં રહેતા હતા તે કોઈને ખ્યાલ નથી. હવે મીડિયાના રિપોર્ટ પરથી જાણવા મળી રહ્યું છે કે તે વિદેશ ફરવા જતા હતા.

અન્ય સમાચારો પણ છે...