તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારત-પાકિસ્તાનના સંબંધોને લઈને ફરી એક વખત સળવળાટ શરૂ થઈ ગયો છે. ખરેખર છેલ્લા કેટલાક દિવસોમાં બંને દેશોના સંબંધ અંગે અનેક ડેવલપમેન્ટ થયા છે. કેટલાક બેક ડોરથી તો કેટલાક ઓપન ચેનલ દ્વારા. હવે કહેવામા આવી રહ્યું છે કે બંને દેશ ફરીથી વાતચીતના ટ્રેક પર પરત ફરી રહ્યા છે. તો આપણે પહેલા તે જાણી લઈએ કે કયા મોટા ડેવલપમેન્ટ છે જે હાલના દિવસોમાં થયા છે.
અઢી વર્ષમાં પ્રથમ વખત પાકિસ્તાની અધિકારીઓની ટીમ મંગળવારે દિલ્હી પહોંચી હતી. ટીમના સભ્યોએ સિંધુ નદી જળ વહેંચણી પર આયોગની બેઠકમાં ભાગ લીધો હતો. આર્ટિકલ 370, પુલવામાં અને બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ બંને દેશો વચ્ચે પ્રથમ વખત આ બેઠક થઈ. આ પહેલા 2018માં બંને દેશો વચ્ચે બેઠક મળી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પાકિસ્તાન દિવસના અવસરે પાકિસ્તાનના PM ઈમરાન ખાનને પત્ર લખ્યો હતો. તેમણે પાકિસ્તાન સાથે સારાં સંબંધ રાખવાની ઈચ્છા તો વ્યક્ત કરી, પરંતુ કેટલીક શરતો સાથે. વડાપ્રધાન મોદીએ કટાક્ષ કરતાં કહ્યું હતું કે તેના દ્વારા વિશ્વાસનું વાતાવરણ અને આતંકવાદનો ખાતમો જરૂરી છે. આ પહેલા પાકિસ્તાન સેનાધ્યક્ષ જનરલ કમર જાવેદ બાઝવા અને PM ઈમરાન ખાન પણ ભારત સાથે સારાં સંબંધની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે.
પાકિસ્તાન અને ભારતના સંબંધો વચ્ચે મોટું ડેવલપમેન્ટ આ વર્ષે ફેબ્રુઆરીમાં થયું, જ્યારે બંને દેશો વચ્ચે સીઝફાયરને રોકવા અંગે DGMO કક્ષાની વાતચીત થઈ. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે 24-25 ફેબ્રુઆરીએ રાતથી જ તે તમામ જૂની સમજૂતીનો ફરીથી અમલ કરવામાં આવશે, જે બંને દેશો વચ્ચે સીઝફાયર એગ્રીમેન્ટ અંગે થયા હતા.
આ વર્ષના અંતમાં ભારત 15મી ઓગસ્ટ બાદ પ્રથમ વખત પાકિસ્તાન સાથે આતંકવાદ વિરોધી સંયુક્ત અભ્યાસમાં ભાગ લઈ શકે છે. આ અંગે સરકાર તરફથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ એવા નિષ્કર્ષ લગાવવામાં આવી રહ્યા છે કે ભારત આ કાર્યક્ર્મથી પીછેહટ કરશે નહીં, કારણ કે SCO રશિયા માટે પ્રતિષ્ઠાનો સમાલ છે અને ભારત મોસ્કોને નારાજ થતું જોવા માંગતુ નથી.
આ તમામ ડેવલપમેન્ટ અંગે અમે કેટલાક એક્સપર્ટ્સ સાથે વાતચીત કરી અને તેમના અભિપ્રાય જાણવાના પ્રયાસ કર્યા...
1. શું ભારત અને પાકિસ્તાન સાચે જ વાતચીતના ટ્રક પર ફરીથી પરત ફરી રહ્યા છે?
નિવૃત્ત લેફ્ટનેંટ જનરલ અને પૂર્વ DGMO વિનોદ ભાટિયા કહે છે કે બંને દેશો વચ્ચે છેલ્લા કેતાલાક દિવસોથી જે ડેવલપમેન્ટ થયા છે, તેને પોઝિટિવિટી-વે માં જોવા જોઈએ. ઉરી હુમલા બાદ આપણે વાતચીત બંધ કરી દીધી હતી કારણ કે આતંકવાદ અને વાતચીત બંને એક સાથે ન થઈ શકે. હવે તે આગાળ આવીને વાતચીતની વાતો કરી રહ્યું છે તો આપણે પીછેહટ કરવાનું કોઈ કારણ જ નથી. આપણે તો હંમેશા માટે શાંતિના વાહક રહ્યા છીએ.
લેફ્ટનેંટ જનરલ ગુરમીત સિંહ કહે છે કે પાકિસ્તાન ની જે હિસ્ટ્રી રહી છે, તેને જોતાં તેના પણ વિશ્વાસ રાખવો મુશ્કેલ છે. તે હંમેશા એન્ટિ ઈન્ડિયા, આતંકવાદ અને કાશ્મીર અંગે કાવતરું રચતું આવ્યું છે, પરંતુ હાલના દિવસોમાં જે કંઈ પણ બદલાવ પાકિસ્તાન તરફથી જોવા મળી રહ્યા છે, તે બંને દેશોના સંબંધો માટે સારાં સંકેત છે.
જો કે પૂર્વ વિદેશ મહાસચિવ કંવલ સિબ્બલ આને બહુ મોટું ડેવલપમેન્ટ માની રહ્યા નથી. તેઓ કહે છે કે આમાં એવું કંઈ પણ નવું કે બહુ આનંદદાયક જેવુ કંઈપણ નથી. કેટલાક લોકો છે જેઓ આ વાતોને વધારીને રજૂ કરી રહ્યા છે. કેટલાક લોકોની પોતાની પોલિટિકલ લેવલ પણ હોય છે જેઓ કહી રહ્યા છે કે જુઓ પાકિસ્તાન શાંતિની વાતચીત કરી રહ્યું છે.
આપ જણાવો કે પાકિસ્તાને ક્યારે કહ્યું કે તે કાશ્મીર બાબતે વાત નહીં કરે? ક્યારેય આવું કહ્યું નથી. તો શું કાશ્મીરને લઈને પાકિસ્તાન સાથે વાતચીત થઈ શકે છે? જરા પણ નહીં. જો તે ખરેખર જ ભારત સાથે સારાં સંબંધ રાખવા માંગે છે તો કાશમિત બાબતે વાટીવી કરવાનું બંધ કરે. મુંબઈ બોમ્બ બ્લાસ્ટના દોષીતોને સાજા આપે, દાઉદ ઇબ્રાહિમ સામે કાર્યવાહી કરે. કુલભૂષણ જાદવને મુક્ત કરે ત્યારે માનવામાં આવે કે તે શાંતિ ઈચ્છે છે.
2. શાંતિની વાત કરવી તે પાકિસ્તાનની મજબૂરી છે?
ગુરમીત સિંહ કહે છે કે પાકિસ્તાન હાલના સમયે ચોતરફથી ઘેરાયેલું છે. તેનું અર્થતંત્ર પણ ધરાસાયી થઈ ગયું છે. અને ઉપરથી આંતર રાષ્ટ્રીય દબાણ પણ વધી રહ્યું છે. એવામાં તેની મજબૂરી છે કે તે ભારત સાથે વાતચીત કરે. વિનોદ ભાટિયાનું પણ માનવું છે કે ભારત હાલમાં એક ગ્લોબલ લીડર તરીકે ઊભરી રહ્યું છે. દુનિયામાં આપણી તાકાત વધી રહી છે. અને પાકિસ્તાન આપણો વિરોધ કરીને કંઈ પણ મેળવી શકશે નહીં. એટલા માટે શાંતિની વાત કરવી તે તેમાં માટે મજબૂરી છે
કંવલ સિબ્બલ કહે છે કે કાશ્મીરમાં આર્ટિકલ 370 નાબૂદ થઈ છે, જે અંગે પાકિસ્તાન પરેશાન છે. તે પોતાના એજન્ડાને આગળ વધારી શકતું નથી. ભાગલાવાદી તાકાત પણ નબળી પડી ગઈ છે. અનેક દેશો સાથે પકસીતાની ડિપ્લોમેસી ખરાબ થઈ છે. ત્યાં સુધી કે સાઉદી અરબ અને UAE પણ તેના ઈસ્લામિક કાર્ડમાં સાથ આપી રહ્યા નથી. બીજી વાત તે પણ છે કે જે રીતે ભારતે ચીનને કરારો જવાબ આપ્યો છે, તેના કારણે પણ પાકિસ્તાન બેબાકળું બન્યું છે. તે સમજી ગયું છે કે તેની ચીન સાથેની દોસ્તી પણ ભારત સામે કંઈ જ કામ આવનારી નથી.
3. શું ભારતે આતંકવાદ વિરોધી સંયુક્ત અભ્યાસમાં ભાગ લેવો જોઈએ?
વિનોદ ભાટિયા અને ગુરમીત સિંહનું માનવું છે કે ભારતે આમાં જરૂરથી ભાગ લેવો જોઈએ. જેથી સમગ્ર દુનિયામાં એક પોઝિટિવ સંદેશ મળશે કે ભારત તે દરેક અભ્યાસમાં સામેલ છે જે આતંકવાદ વિરુદ્ધ છે.
પરંતુ કંવલ સિબ્બલ આ બાબતે સંમત નથી. તેઓ કહે છે કે ભારતે બિલકુલ પાકિસ્તાન સાથે કોઈ પણ સંયુક્ત અભ્યાસમાં ભાગ લેવો જોઈએ નહીં. જો આપણે તેની સાથે આતંકવાદ વિરુસ્શ કોઈ અભ્યાસમાં ભાગ લઈએ છીએ તો દુનિયામાં શું સંદેશ જશે? તો પછી કાલે આપણે કઈ રીતે કહીશું કે પાકિસ્તાન આતંકવાદને મદદ કરે છે?
4. કેટલું કાયમી હશે આ ડેવલપમેન્ટ?
જનરલ ગુરમીત સિંહ કહે છે કે અત્યાર સુધીમાં જે પાકિસ્તાનનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે, તેને જોઈએ તો તે કહેવું મુશ્કેલ થશે કે આ ડેવલપમેન્ટ કાયમી હશે, પરંતુ જ્યાં સુધી પણ રહેશે ત્યાં સુધી બંને દેશોને ફાયદો થશે. તેઓ કહે છે કે ડેવલપમેન્ટ કાયમી હશે કે નહીં તેને જાણવા માટે તે સમજવું પડશે કે અંતે પાકિસ્તાન શાંતિની વાત કેમ કરી રહ્યું છે? ખરેખર પાકિસ્તાન હવે સમજી ગયું છે કે હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. તે કંઈ પણ હરકત કરશે તો ભારત તેનો કરારો જવાબ આપશે. તે સરજિકલ સ્ટ્રાઈક હોય કે બાલાકોટ એર સ્ટ્રાઈક, તે નથી ઇચ્છતું કે ભારત તેની પર વધુ કોઈ સ્ટ્રાઈક કરે.
વિનોદ ભાટિયા કહે છે કે પાકિસ્તાન સાથે લાંબા સમયથી વાતચીત ચાલી રહી છે. એવું નથી કે વાતચીત હમણાં જ શરૂ થઈ છે, પરંતુ સ્થિતિ એટલી જલ્દીથી ઠીક કરી શકાતી નથી. તેમાં સમય તો લાગશે.
5. કઈ સાવધાનીઓ સાથે ભારતે આગળ વધવું જોઈએ?
જનરલ ગુરમીત સિંહ કહે છે કે હાલમાં જે પ્રમાણે ત્રણેય સેનાઓ સાથે મળીને કામ કરી ર્હઈ છે, તેને આહાલ પણ જાળવી રાખવું પડશે. સાથે જ આપણે આપણી રેડ લાઇન હંમેશા ખુલ્લી જ રાખવી જોઈએ. POK અને ચીનને લઈને પોતાનું સ્ટેન્ડ પણ ક્લિયર રાખવું જોઈએ. બીજી મહત્વપૂર્ણ વાત તે છે કે પાકિસ્તાન અને અક્સાઈ ચીન બંને આ વિશ્વાસને પાત્ર નથી, એટલા માટે તે પણ જરૂરી છે કે વાતચીતની સાથે આપણે સંપૂર્ણ રીતે સાવધાન પણ રહીએ.
કંવલ સિબ્બલ કહે છે કે એવું નથી કે પાકિસ્તાને જો શાંતિની વાત કરી દીધી તો આપણે આંખો બંધ કરીને જ તેની પણ વિશ્વાસ કરી લેવો. આપણને તેનો સમગ્ર ઇતિહાસ યાદ છે. તેની દરેક હરકતનો કરારો જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર પણ રહેવું જોઈએ અને કાર્યવાહી કરવા માટે પણ તૈયાર રહેવું.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.