તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Report On Overall Vaccination Drive In Gujarat, Data By Age Group, Male female & First Dose & Second Dose. Women In Navsari, Dahod And Anand Districts Are Ahead Of Men In Vaccination Compared To Other Cities In Gujarat.

મહિલાઓ બની અગ્રેસર:વેક્સિન લેવામાં ગુજરાતનાં અન્ય શહેરોની તુલનામાં નવસારી, દાહોદ અને આણંદ જિલ્લાની મહિલાઓ પુરુષો કરતાં પણ આગળ

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: અર્પિત દરજી
  • કૉપી લિંક
  • જાગરૂકતા લાવવા વહિવટી તંત્રએ આગેવાનો અને સંતો મદદ લીધી
  • રાજ્યમાં રસીકરણ મુુદ્દે લોકોને માહિતગાર કરવામાં આંગણવાડી, આશા વર્કર બહેનોની મહત્વની ભૂમિકા

રાજ્યમાં હાલ કોરોના વેક્સિનેશન ચાલી રહ્યું છે,જે દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ બાબત સામે આવતી હોય છે. ત્યારે રાજ્યમાં કેટલાક સ્થાન પર રસીકરણના મામલે પુરુષો કરતાં પણ મહિલા આગળ હોવાનું સામે આવ્યુ છે. દિવ્ય ભાસ્કરે ગુજરાતમાં ચાલતા વેક્સિનેશનના આંકડાનું વિશ્લેષણ કરતાં જાણવા મળ્યું કે ત્રણ જિલ્લાઓમાં મહિલાઓમાં રસીકણની બાબતે સજાગતા જોવા મળી રહી છે.

3 જિલ્લામાં પુરુષો કરાતા મહિલાઓનું રસીકણ વધુ
કેન્દ્ર સરકારની રસીકરણ રજીસ્ટ્રેશન માટેની અધિકૃત વેબસાઇટ કોવિન મુજબ રાજ્યમાં 12 મે સુધી કુલ 58.87 લાખ પુરુષોનું વેક્સિનેશ થયું, જ્યારે 51.53 લાખ મહિલાઓએ વેક્સિન લીધી છે. નવસારી જિલ્લામાં 1.32 લાખ પુરુષોની સામે 1.43 લાખ મહિલાનું રસીકરણ થયું છે. એટલે કે, પુરુષો કરતાં 10,280 મહિલા વધુ છે. તેવી જ રીતે આણંદમાં 1.98 લાખ પુરુષોની સામે 1.99 લાખ મહિલાઓએ કોરોના વેક્સિન લીધી છે. અહી પુરુષો કરતા 860 મહિલાઓ વધુ છે. સૌથી રસપ્રદ વાત એ છે કે દાહોદમાં પણ રસીકરણને લઇને મહિલાઓમાં જાગૃતતા જોવા મળી રહી છે. દાહોદમાં 1.66 લાખ પુરુષોની સામે 1.67 મહિલાઓએ વેક્સિન લીધી છે, જ્યાં 527 મહિલા વધુ છે.

કુલ મહિલા રસીકરણમાં ટોપ-10 શહેર-જિલ્લા

શહેર-જિલ્લોપુરુષમહિલાટ્રાન્સજેન્ડર
અમદાવાદ શહેર60236048799293
સુરત શહેર49938434376275
વડોદરા શહેર24419621971341
બનાસકાંઠા335882286359123
આણંદ19851119937143
મહેસાણા20043119487322
દોહોદ16676116728856
અમદાવાદ (જિલ્લો)19463716709060
ખેડા17784616060938
રાજકોટ કોર્પોરેશન18307915249432

સ્થાનિક આગેવાનો અને સંતોની મદદથી જાગરૂકતા લાવ્યા: દાહોદ કલેકટર
દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડીએ આ અંગે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, વેક્સિનેશન ડ્રાઈવમાં ગામડાઓના સ્થાનિક લોકોની મદદ લીધી હતી. ગામડાઓના આગેવાનો, સરપંચ, સહિતના હોદ્દેદારો તથા ગ્રામ્ય વિસ્તાર હોવાથી અહીં સ્થાનિક સંતોનું મહત્વ વધુ હોય છે. તેમના મારફતે લોકોને વેક્સિન માટે માહિતગાર કરી જાગરૂકતા લાવવા પ્રયાસ કર્યો હતો. આ સાથે જ આશાવર્કર બહેનો, આંગણવાડી બહેનો, ગામડાની સખીમંડળોના સહયોગથી ખાસ મહિલાઓમાં વેક્સિનેશન વધુ થયું છે. સૌથી મહત્વની વાત એ છે કે, આરોગ્ય વિભાગમાં 50% મહિલા સ્ટાફ છે જેઓ વેક્સિનેશનની કામગીરી સાથે હતા, આ કારણથી અમને મહિલાઓમાં રસીકરણ વધારવામાં સફળતા મળી છે.

દાહોદના રસીકરણ કેન્દ્ર પર ચાલી રેહલુ રસીકરણ
દાહોદના રસીકરણ કેન્દ્ર પર ચાલી રેહલુ રસીકરણ

ગેરસમજ ટાળવા આગેવાનોને પહેલા વેક્સિન આપી: નવસારી કલેકટર
નવસારી કે જ્યાં સૌથી વધારે મહિલા વેકસીનેશન થયું છે, જેના કલેકટર આર્દ્રા અગ્રવાલે દિવ્ય ભાસ્કર સાથે વાત કરી અને કહ્યું કે, માત્ર મહિલાઓની પરંતુ તમામ લોકો વેકસીન લે તે માટે પ્રયાસ કર્યા છે. ઉપરાંત 45 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવાની શરૂઆત થઈ એ દિવસથી જ ગામડાઓમાં સરપંચ, ચૂંટાયેલા સભ્યો અને આગેવાનોને વેક્સિન આપવામાં આવી, જેથી ગામના લોકોને વેક્સિન પ્રત્યે વિશ્વાસ ઉભો થાય અને ગેરસમજ દૂર થાય. ઉપરાંત આંગણવાડી અને આશા વર્કર બહેનોનો પણ સહયોગ લીધો. આ બહેનનો ગામડાઓમાં જઇને લોકોને વેક્સિન અંગે જાગૃત કરતી.

નવસારીમાં કેટલાક રસીકરણ કેન્દ્ર પર કલેકટર મુલાકાત પણ રહ્યાં છે
નવસારીમાં કેટલાક રસીકરણ કેન્દ્ર પર કલેકટર મુલાકાત પણ રહ્યાં છે

11 જિલ્લામાં બંને ડોઝ લેનારાની સંખ્યા 1 લાખથી ઉપર
રાજ્યમાં બીજો ડોઝ લેનારની સંખ્યા 37.24 લાખ નોંધાઇ છે. ગુજરાતમાં કુલ 11 શહેર-જિલ્લા એવા છે, કે જ્યાં દરેકમાં બે ડોઝ લેનાર લોકોની સંખ્યા 1 લાખને પાર પહોંચી હોય. સૌથી વધુ ક્રમ અનુસાર, અમદાવાદ, સુરત, વડોદરા, મહેસાણા,આણંદ, રાજકોટ, બનાસકાંઠા, દાહોદ, નવસારી, ખેડા, વલસાડનો શમાવેશ થાય છે. રસપ્રદ વાત એ છે કે મહેસાણા, આણંદ જિલ્લો રાજકોટ કોર્પોરેશન કરતા આગળ છે. જ્યારે અન્ય જિલ્લા પણ બીજો ડોઝ લેવાની ગતિમાં મહાનગરો કરતાં આગળ વધી રહ્યાં છે.

કોરોના વેક્સિનના બે ડોઝ પૂર્ણ કરેલ ટોપ-10 શહેર-રાજ્ય

શહેર-જિલ્લોએક ડોઝબે ડોઝ
અમદાવાદ શહેર1090448390378
સુરત શહેર843220257066
વડાદરા શહેર463957174903
મહેસાણા395338145074
આણંદ397925130647
રાજકોટ શહેર335605124167
બનાસકાંઠા622364122950
દોહોદ224105120063
કચ્છ303176114581
પંચમહાલ295284114207

મહાનગરોમાં 18થી 30 વર્ષના લોકોમાં સૌથી વધુ વેક્સિનેશન
રાજ્યમાં વેક્સિનના ઘટથી પહેલી મેથી મર્યાદિત શહેર-જિલ્લામાં જ 18 વર્ષથી ઉપરના લોકોનું વેક્સિનેશન શરૂ કરાયુ છે. જેના કારણે હાલ મહાનગરોમાં 18થી 30 વર્ષના લોકોના વેક્સિનેશનનો આંકડો ઉપર છે. ક્રમ અનુસાર, અમદાવાદ,સુરત, વડોદરા અને રાજકોટમાં સૌથી વધુ 18થી 30 વર્ષના લોકોએ વેક્સિન લીધી છે. જ્યારે બાકીના શહેર-જિલ્લામાં આ એજ ગ્રુપના લોકો માટે પછીથી વેક્સિનેશન શરૂ થયુ હતું જેથી 3000થી લઇ 21000 સુધી જ આંકડો પહોંચ્યો છે. મોટી અને ચિંતાજનક વાત એ છે કે 30થી 45 વર્ષના ગ્રુપમાં માત્ર બે શહેરો જ 1 લાખથી ઉપરનો આંક વટાવ્યો છે. એટલે કે સૌથી ઓછુ વેક્સિનેશન 30થી 45 વર્ષના લોકોનું થયું છે.

રસી લેવામાં 54થી 50 વર્ષનું એજ ગ્રુપ મોખરે
રસીકરણના આંકડામાં સૌથી રોચક વાત એ છે કે રસી લેવામાં સૌથી વધુ સક્રિયતા 45થી 50 વર્ષના લોકોમાં જોવા મળી છે. મોટાભાગના શહેરો-જિલ્લામાં આ એજ ગ્રુપનો આંકડો 50 હજાર ઉપર પહોચ્યો છે. અમદાવાદમાં 45થી 50 વર્ષના 4.30 લાખ લોકોએ વેક્સિન લીધી છે. ચાર એજ ગ્રુપમાં આ આંકડો સૌથી વધુ છે. સુરત, બનાસાકાંઠા 3 લાખથી ઉપર, જ્યારે ખેડા, આણંદ, વડોદરા શહેર, જૂનાગઢ શહેરમાં 1. 50 લાખથી ઉપર અને પંચમહાલ, દાહોદમાં 1.40 લાખથી ઉપર નોંધાયો છે. 60 વર્ષથી ઉપરના લોકોમાં પણ વેક્સિનને લઇને સજાગતા જોવા મળી છે. શહેરોની સાથે 9 જિલ્લામાં 60 વર્ષથી વધુ વયના 1 લાખથી ઉપર લોકોએ વેક્સિનન લીધી છે. આ ઉપરાંત રાજ્યમાં 1 હજાર 385 જેટલા અન્ય કેટેગરીના લોકોનો પણ વેક્સિનેશનમાં શમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...