તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Our Country Is Number 5, 5 Lakh Foreigners Come Here Every Year For Treatment; The Market For Medical Tourism Was Projected To Reach 68,400 This Year

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેડિકલ ટૂરિઝમ:આપણો દેશ 5મા નંબર પર છે, દર વર્ષે 5 લાખ વિદેશી લોકો સારવાર માટે અહીં આવે છે; આ વર્ષે મેડિકલ ટૂરિઝમનું માર્કેટ 68,400 કરોડ સુધી પહોંચવાનો અંદાજ હતો

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારના જણાવ્યા પ્રમાણે, 2014ની તુલનામાં 2018માં સારવાર માટે ભારત આવતા વિદેશીઓની સંખ્યામાં 350%નો વધારો થયો હતો
  • 2018માં 1.05 કરોડથી વધારે વિદેશી પર્યટક ભારત આવ્યા હતા, તેમનાથી 1.94 લાખ કરોડની કમાણી થઈ; 6.40 લાખ સારવાર માટે ભારત આવ્યા
  • ફિક્કીના રિપોર્ટ અનુસાર, આપણા દેશમાં અમેરિકા-યુરોપની સરખામણીએ સારવાર 50% સુધી સસ્તી, મોર્ટાલિટી રેટ પણ અમેરિકા કરતા ઓછો

કોરોનાવાઈરસ કારણે ઘણા સેક્ટર્સને ફટકો પડ્યો છે અને તેમાંથી એક મેડિકલ ટૂરિઝમ. દેશમાં કોરોનાવાઈરસનાનો પ્રવેશ થતા પહેલાં, આ વર્ષે દેશમાં મેડિકલ ટૂરિઝમનું માર્કેટ 6 અબજ ડોલર એટલે કે 68 હજાર 400 કરોડ રૂપિયા સુધી પહોંચવાનો અંદાજ હતો. જ્યારે 2015માં આ માર્કેટ 3 અબજ ડોલર (અત્યારના હિસાબથી 22 હજાર 800 કરોડ રૂપિયા)નું હતું. પરંતુ કોરોનાનાં કારણે મેડિકલ ટૂરિઝમને પણ અસર થઈ છે. 

આ આંકડા 2016માં ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી એટલે કે ફિક્કી અને IMS હેલ્થ ઈન્ડિયાના એક રિસર્ચમાં આપવામાં આવ્યા છે. આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, દુનિયામાં મેડિકલ ટૂરિઝમના માર્કેટમાં ભારતનો હિસ્સો 18% હતો, જે 2020 સુધી વધીને 20% પહોંચવાનો અંદાજ હતો. એટલું જ નહીં મેડિકલ ટૂરિઝમના કિસ્સામાં 41 દેશોના લિસ્ટમાં આપણે 5મા સ્થાને છીએ. 

ભારતમાં દર વર્ષે કેટલા લોકો આવે છે સારવાર માટે?
અનુમાન મુજબ, દુનિયાભરમાંથી દર વર્ષે 1 કરોડથી વધારે લોકો સારવાર માટે અથવા અમુક પ્રકારના મેડિકલ સપોર્ટ માટે બીજા દેશમાં જાય છે. આપણા ત્યાં પણ દર વર્ષે વિદેશથી સારવાર માટે ભારત આવતા દર્દીઓની સંખ્યા દર વર્ષે વધી રહી છે. 

પર્યટન મંત્રાલયના આંકડાઓ અનુસાર, 2014માં આપણા દેશમાં 1.39 લાખથી વધારે દર્દી સારવાર માટે આવ્યા હતા. તેમની સંખ્યા 2018માં 6.40 લાખ સુધી પહોંચી ગઈ હતી. એટલે કે 2014ની સરખામણીમાં 2018માં સારવાર માટે વિદેશથી આવતા લોકોની સંખ્યામાં 350%નો વધારો થયો હતો. 

મેડિકલ ટૂરિઝમથી ભારતને કેટલી આવક થાય છે?
આ વર્ષે ફેબ્રુઆરીમાં જ્યારે લોકસભામાં સારવાર માટે ભારત આવતા વિદેશીઓથી થતી આવકની વિગતો માંગી તો સરકારની તરફથી એવો જવાબ આવ્યો કે કેન્દ્ર સરકાર તેનો ડેટા નથી રાખતી. જો કે, 2014ની સરખામણીમાં 2019માં વિદેશી પર્યટકોથી થતી આવકમાં 70%થી વધુ વધારો થયો છે. 

ભલે સરકાર પાસે મેડિકલ ટૂરિઝમથી થનારી કમાણીનો કોઈ ડેટા નથી, પરંતુ સરકારી પોલિસી થિંક ટેંક નીતિ આયોગ મુજબ, દેશને વિદેશી પર્યટકોથી થનારી કમાણીનો સૌથી મોટો ભાગ મેડિકલ ટૂરિઝમથી મળે છે.

સૌથી વધારે ઈરાકથી સારવાર કરાવવા માટે ભારતમાં લોકો આવે છે
પર્યટન મંત્રાલયના વર્ષ 2018 સુધીના આંકડા જ છે. તે મુજબ, વર્ષ 2018માં ઈરાકથી 68,462 ટૂરિસ્ટ ભારત આવ્યા હતા. તેમાંથી 86% લોકો સારવાર કરાવવા માટે આવ્યા હતા. બીજા નંબરે યમન છે, ત્યાંથી 21,674 લોકો આવ્યાં હતા. તેમાંથી 55% લોકો મેડિકલ ટૂરિઝમ માટે આવ્યા હતા.

સારવાર માટે ભારતની પસંદગી કેમ?
1. સસ્તી સારવાર: અમેરિકા, યુરોપ જેવા વિકસિત દેશોની સરખામણીએ ભારતમાં મેડિકલ કેર અને ટ્રિટમેન્ટનો ખર્ચો 50% ઓછો છે. અમેરિકાની સરખામણીએ ભારતમાં સારવાર કરાવવા પર 65%થી 90% બચત થાય છે.
2. હોસ્પિટલ: ભારતમાં જોઈન્ટ કમિશન ઈન્ટરનેશનલથી માન્યતા પ્રાપ્ત 38 હોસ્પિટલ છે.  આ સિવાય નેશનલ એક્રિડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ એન્ડ હેલ્થકેર પ્રોવાઈડર્સથી માન્યતા પ્રાપ્ત 619 હોસ્પિટલ છે.
3. ડોક્ટર અને મેડિકલ સ્ટાફ: ભારતમાં ડોક્ટર્સ, સર્જન અને મેડિકલ સ્ટાફ દક્ષિણ એશિયામાં સૌથી વધારે છે. દેશમાં 12 લાખથી વધારે એલોપેથિક ડોક્ટર, 1.7 લાખ ડેન્ટલ સર્જન અને 20 લાખથી વધારે નર્સ છે.
4. રિકવરી: ભારતમાં વિદેશથી સારવાર માટે આવતા લોકો જલ્દી રિકવર પણ થાય છે. ભારતમાં કોઈ ઓપરેશન અથવા સર્જરી બાદ મોર્ટાલિટી રેટ 1.4% છે જ્યારે અમેરિકામાં આ આંકડો 1.9% છે.

સારવાર માટે વિદેશીઓ સૌથી વધારે મહારાષ્ટ્રમાં આવે છે
દેશમાં સારવાર માટે વિદેશીઓ દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, બેંગલુરુ, હૈદરાબાદ અને કોલકાતા જાય છે. કુલ મેડિકલ ટૂરિસ્ટમાંથી 27% લોકો મહારાષ્ટ્રમાં આવે છે. તેમાંથી 80% મુંબઈને પસંદ કરે છે. ત્યારબાદ 15% સાથે ચેન્નાઈ અને 7% સાથે કેરળનો નંબર આવે છે.
(સોર્સ: indiahealthcaretourism.com, ફિક્કી, પર્યટન મંત્રાલય, લોકસભા)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser