સોમવારે સવારે ઓસ્કર સેરેમનીમાંથી એવા સમાચાર આવ્યા કે આખો દેશ 'નાટુ-નાટુ' કરી રહ્યો છે. આ વખતે ઓસ્કર અવોર્ડ્સમાં ભારતમાંથી 3 નોમિનેશન થયા હતાં અને દીપિકા પાદુકોણને ખાસ પ્રેઝેન્ટર તરીકે બોલાવવામાં આવી હતી.
ફિલ્મ RRRના ગીત 'નાટુ-નાટુ'ને બેસ્ટ ઓરિજનલ સોંગનો અવોર્ડ મળ્યો. 'ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ' બેસ્ટ ડોક્યૂમેન્ટ્રી શોર્ટ ફિલ્મ બની. જોકે, ડોક્યુમેન્ટ્રી ફીચર ફિલ્મ 'ઓલ દૈટ બ્રીથ્સ' રેસમાંથી બહાર થઈ ગઈ છે. આ વખતે ઓસ્કર અવોર્ડ્સમાં એશિયાઈ દેશોના નોમિનેશનની ખૂબ જ ચર્ચા છે.
ભાસ્કર એક્સપ્લેનરમાં જાણીશું કે ઓસ્કરમાંથી મોટાભાગે અછૂત રહેનાર એશિયાઈ દેશોનું આ વખતે બમ્પર નોમિનેશન કેમ થયું? શું આ ઓસ્કર અવોર્ડ્સની ઘટતી વ્યૂઅરશિપ અને રેટિંગ વધારવાની નીતિ છે?
ઇતિહાસમાં પહેલીવાર 4 એશિયન ઓરિજિનના એક્ટર્સ નોમિનેટ
ઓસ્કર 2023માં એશિયન ઓરિજિનના ચાર એક્ટર્સ નોમિનેટ થયા છે. લગભગ 94 વર્ષના ઇતિહાસમાં આવું પહેલીવાર થયું છે. આ પહેલાં 2004માં એશિયન ઓરિજિનના 3 એક્ટર્સ નોમિનેટ થયા હતા.
આ સિવાય પહેલીવાર ઓસ્કરમાં કોઈ એશિયનને બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ મળ્યો. આ ખિતાબ મલેશિયા-ચીન મૂળની મિશેલ યિઓહને ફિલ્મ ‘Everything Everywhere All At Once’ માટે મળ્યો.
ઓસ્કરમાં એક્ટ્રેસ નોમિનેટ થનારી તે બીજી એશિયાઈ મહિલા છે. આ પહેલાં 1936માં ભારતીય મૂળની એક્ટ્રેસ મર્લી ઓબેરોન નોમિનેટ થઈ હતી, પરંતુ અવોર્ડ જીતી શકી નહીં.
ઓસ્કરમાં પહેલીવાર એકસાથે ભારતનાં ત્રણ નોમિનેશન
ઓસ્કર 2023માં પહેલીવાર ભારતમાંથી ત્રણ નોમિનેશન થયાં. એસએસ રાજામૌલીની ફિલ્મ RRRના ગીત 'નાટુ-નાટુ'એ બેસ્ટ ઓરિજનલ સોંગનો અવોર્ડ જીત્યો. કાર્તિકી ગોંજાલ્વિસના ડાયરેક્શનમાં બનેલી 'ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ' બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મ બની. જોકે, ડોક્યુમેન્ટ્રી ફીચર ફિલ્મ 'ઓલ દૈટ બ્રીથ્સ' રેસમાંથી બહાર થઈ ગઈ છે. પહેલાં 94 વર્ષમાં ભારતીય મૂળના લોકોને માત્ર 5 અવોર્ડ્સ મળ્યા હતા.
એશિયાઈ દેશોથી વધતાં નોમિનેશન પાછળ ઓસ્કર સાથે જોડાયેલા વિવાદ અને સેરેમનીના ઘટતા દર્શક...
2015માં ઓસ્કરમાં એક્ટિંગ અવોર્ડનાં બધાં 20 નોમિનેશન વ્હાઇટ લોકોનું કરવામાં આવવાથી ખૂબ જ હંગામો થયો હતો. અમેરિકન એક્ટિવિસ્ટ એપ્રિલ રેને #OscarsSoWhite નામથી સોશિયલ મીડિયા ઉપર કેમ્પેઇન ચલાવ્યું હતું. તે પછી ધ્યાન ગયું કે ઓસ્કર આયોજિત કરનારી એકેડમીમાં મોટાભાગના ગોરા અને પુરુષ સભ્યો છે.
તેના પછીના વર્ષે ફરી નોમિનેશનમાં ડાઇવર્સિટીની ખામી જોવા મળી ત્યારે ઓસ્કર વિરુદ્ધ કેમ્પેઇને વધુ જોર પકડ્યું. ઓસ્કર અવોર્ડ્સમાં એશિયાઈ ફિલ્મો અને એક્ટર્સની અદેખાઈના પણ આરોપ લાગતા રહ્યા. આ દરમિયાન ઓસ્કર સેરેમનીની વ્યૂઅરશિપની ખરાબ પ્રકારે ઘટતી જઈ રહી હતી.
#OscarsSoWhite કેમ્પેઇન પછી એકેડમીએ ડાઇવર્સિફિકેશન ઉપર કામ કર્યું. 2020માં, એકેડેમીએ જાહેરાત કરી હતી કે તેના સભ્યોમાં 45% મહિલાઓ હશે, અને 36% ઓછા પ્રતિનિધિત્વ ધરાવતા એથનિક અને રેસિયલ સમુદાયોમાંથી, જેમને નોમિનેશનમાં મતદાનનો અધિકાર હશે.
આ હેશટેગ અને ફેરફારની અસર પણ જોવા મળી. યુનિવર્સિટી ઓફ સાઉથ કૈરોલિનાના એક થિંક ટેંકે 2008થી 2015 અને 2016થી 2023 વચ્ચે એક અભ્યાસ કર્યો. તેના પ્રમાણે ઓસ્કરમાં માઇનોરિટી અને એથનિક ગ્રુપના નોમિનીઝ 8 ટકાથી વધીને 17 ટકા થઈ ગયા. ઓસ્કરમાં મહિલાઓનું નોમિનેશન 21 ટકાથી વધીને 27 ટકા થઈ ગયું. લગભગ તેનું જ પરિણામ છે કે આ વખતે ઓસ્કરમાં એશિયાઈ નોમિનેશન પણ વધ્યાં છે.
2023માં ઓસ્કરની રેટિંગ અને વ્યૂઅસશિપ વધવાની આશા
એકેડમીએ ભારતીય અને એશિયાઈ લોકોનાં નોમિનેશન વધારીને એક વિશાળ ઓડિયન્સને ઓસ્કર સાથે જોડવાની કોશિશ કરી. દીપિકા પાદુકોણનું પ્રેઝેન્ટેશન અને નાટુ-નાટુના લાઇવ પરફોર્મન્સથી આ સેરેમનીને વધારે હેપનિંગ બનાવવાની પણ કોશિશ થઈ છે. તેની પોઝિટિવ અસર દર્શકોની સંખ્યા અને રેટિંગ ઉપર જોવા મળી શકે છે.
comScoreમાં સિનિયર મીડિયા એનાલિસ્ટ પોલના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે અવતાર, એલ્વિસ અને ટોપ ગનઃ મૈવરિક ત્રણ બ્લોકબાસ્ટર ફિલ્મ નોમિનેટ થઈ હતી. તેમાંથી બે ફિલ્મોએ તો 4100 કરોડ રૂપિયાથી પણ વધારેનો કારોબાર કર્યો છે.
સૌથી વધારે જોવામાં આવતા ઓસ્કર અવોર્ડ્સ તે વર્ષના છે જ્યારે બ્લોકબાસ્ટર ફિલ્મ નોમિનેટ થઈ હતી. જેમ કે- 1993 (ગાંધી), 1998 (ટાઇટેનિક), 2004 (લોર્ડ ઓફ ધ રિંગ્સ)। 2021માં લોકડાઉનના કારણે કોઈ મોટી ફિલ્મ હતી નહીં એટલે આ વર્ષની વ્યૂઅરશિપ અને રેટિંગ ડાઉન હતી.
હવે છેલ્લે ઓસ્કર અવોર્ડ્સ અંગે થોડીવાતો જાણી લઈએ...
ઓસ્કર અવોર્ડ વર્ષ 1927માં શરૂ થયો. અમેરિકાના MGM સ્ટુડિયોના પ્રમુખ લુઈસ બી મેયરે પોતાના ત્રણ મિત્ર એક્ટર કોનરેડ નાગેલ, ડાયરેક્ટર ફ્રેડ નિબલો અને ફિલ્મમેકર ફીડ બિટસોન સાથે મળીને એક એવું ગ્રુપ બનાવવાનો પ્લાન કર્યો, જેનાથી આખી ઇન્ડસ્ટ્રીને ફાયદો મળે. એક એવો અવોર્ડ શરૂ કરવામાં આવે જેનાથી ફિલ્મ મેકર્સને મોટિવેશન મળે. આ આઇડિયાને આગળ વધારવા માટે લોકોને જોડવા જરૂરી હતા.
તેના માટે હોલિવૂડના 36 સૌથી પ્રખ્યાત લોકોને લોસ એન્જલિસના એમ્બેસેડર હોટલમાં બોલાવવામાં આવ્યા. તેમની સામે "ઇન્ટરનેશનલ એકેડમી ઓફ મોશન પિક્ચર ઓફ આર્ટ એન્ડ સાયન્સ" બનાવવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો. બધા લોકો રાજી થઈ ગયા. માર્ચ 1927 સુધી તેના અધિકારીઓ પસંદ કરવામાં આવ્યા. જેમના અધ્યક્ષ હોલિવૂડ એક્ટર અને પ્રોડ્યુસર ડગલસ ફેયરબેક્સ બન્યા. આજે પણ આ જ એકેડમી ઓસ્કર અવોર્ડ્સ આપે છે.
11 મે 1927માં 300 ફેમસ હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું જેમાં 230 લોકોએ 100 ડોલરમાં એકેડમીની ઓફિશિયલ મેમ્બરશિપ લીધી. શરૂઆતમાં અવોર્ડને 5 કેટેગરી- પ્રોડ્યુસર, ડાયરેક્ટર, એક્ટર, ટેક્નિશિયન અને રાઇટરમાં વિભાજિત કરવામાં આવી. આ અવોર્ડનું નામ એકેડમી અવોર્ડ્સ રાખવામાં આવ્યું.
1956 સુધી આ અવોર્ડ માત્ર હોલિવૂડ ફિલ્મ માટે જ હતા. 1957માં એકેડમીએ બેસ્ટ ફોરેન લેગ્વેજની કેટેગરી બનાવી, ત્યાર બાદ ભારત સહિત બધા દેશ પોતાની ફિલ્મનું નોમિનેશન મોકલવા લાગ્યા.
એકેડમી પાસે આ સમયે લગભગ 10 હજાર મેમ્બર છે. આ બધા ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો જ છે. માત્ર ફિલ્મ બનાવનાર લોકોને જ ફિલ્મ અવોર્ડ માટે પસંદ કરવામાં આવે છે.
એકેડમીની મેમ્બરશિપ બે પ્રકારની હોય છે. પહેલી જો કોઈ એક્ટર, ડાયરેક્ટર કે ટેક્નિશિયનને કોઈ ફિલ્મ માટે ઓસ્કર નોમિનેશન મળ્યું હોય તો તેણે એકેડમી જાતે જ મેમ્બરશિપ આપે છે.
જો કોઈ એવા વ્યક્તિને મેમ્બરશિપ જોઈએ જેને ક્યારેય ઓસ્કર નોમિનેશન મળ્યું જ નથી તો એકેડમીના બે મેમ્બર તેમના નામની ભલામણ કરે છે. જો એકેડમી તેને લાયક સમજે તો તેને મેમ્બરશિપ મળી જાય છે. જેમ કે- જો કોઈ ડાયરેક્ટરને મેમ્બરશિપ જોઈએ તો તેણે ઓછામાં ઓછી બે ફિલ્મ ડાયરેક્ટ કરવાનો અનુભવ હોવો જોઈએ, તેની છેલ્લી ફિલ્મ 10 વર્ષની અંદર બનેલી હોય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.