• Gujarati News
  • Dvb original
  • Only PM Modi Has Got SPG Security, What Is His Travel Protocol; Who Is Responsible For Security Breaches?

ભાસ્કર એક્સપ્લેનર:માત્ર PM મોદીને મળી છે SPG સિક્યોરિટી, શું છે તેમનો ટ્રાવેલ પ્રોટોકોલ; સુરક્ષામાં ચૂકના જવાબદાર કોણ?

12 દિવસ પહેલા

પંજાબના ફિરોઝપુર જિલ્લામાં મુદકી પાસે નેશનલ હાઈવે પર કેટલાક વિરોધ કરી રહેલા ખેડૂતોએ PM મોદીનો રસ્તો રોકી દીધો હતો. આ પછી વડાપ્રધાનના કાફલાને ફ્લાઈઓવર પર વરસાદ વચ્ચે 20 મિનિટ માટે રોકી દેવામાં આવ્યો હતો. વડાપ્રધાનની સુરક્ષામાં આ એક મોટી ચૂક હતી. આ માટે કેન્દ્ર સરકાર અને ભાજપે પંજાબની કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

આ પછી પીએમ મોદીની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જેવા કે, PM મોદીની સુરક્ષાની જવાબદારી કોની છે? PMની રોડ કે હવાઈ મુસાફરી દરમિયાન કયા પ્રોટોકોલ હોય છે ? પંજાબમાં સુરક્ષામાં ખામી માટે જવાબદાર કોણ? આવો, PM મોદીની સુરક્ષાની સમગ્ર સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાને સમજીએ…

SPG (સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ) પર પ્રધાનમંત્રીની સુરક્ષાની જવાબદારી
દેશના વડાપ્રધાનની સુરક્ષા માટે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એટલે કે SPGની જવાબદારી હોય છે. વડાપ્રધાનની ચારે બાજૂ સુરક્ષા માટે SPG જવાનો ઉભા હોય છે.

PMની સુરક્ષામાં લાગેલા આ જવાનોને અમેરિકાની સિક્રેટ સર્વિસની ગાઈડલાઈન અનુસાર ટ્રેનિંગ આપવામાં આવે છે. તેમની પાસે MNF-2000 એસોલ્ટ રાઈફલ, ઓટોમેટિક ગન અને 17M રિવોલ્વર જેવા આધુનિક હથિયારો હોય છે.

PM મોદીની સુરક્ષા કરતા SPG જવાનો. તેમની સુરક્ષા માટે 1,000થી વધુ કમાન્ડો વિવિધ કોર્ડન હેઠળ તહેનાત રહે છે.
PM મોદીની સુરક્ષા કરતા SPG જવાનો. તેમની સુરક્ષા માટે 1,000થી વધુ કમાન્ડો વિવિધ કોર્ડન હેઠળ તહેનાત રહે છે.

પ્રધાનમંત્રીની મુલાકાતના શું પ્રોટોકોલ હોય છે?
PMની રાજ્યની મુલાકાત દરમિયાન, 4 એજન્સીઓ સુરક્ષા વ્યવસ્થાઓનું ધ્યાન રાખે છે - SPG, ASL, રાજ્ય પોલીસ અને સ્થાનિક પ્રશાસન. એડવાન્સ સિક્યોરિટી સંપર્ક ટીમ (ASL)ને વડાપ્રધાનની મુલાકાત સંબંધિત દરેક માહિતી સાથે અપડેટ કરવામાં આવે છે. ASL ટીમ કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓના અધિકારીઓના સંપર્કમાં રહે છે. કેન્દ્રીય એજન્સીઓના અધિકારીઓ ASLની મદદથી વડાપ્રધાનની મુલાકાત પર નજર રાખે છે.

PMની મુલાકાત સમયે સ્થળની સુરક્ષાના રૂટથી લઈને સ્થળ સુધીના નિયમો સ્થાનિક પોલીસ નક્કી કરે છે. આખરે, પોલીસના નિર્ણયની દેખરેખ SPG અધિકારીઓ કરે છે. કેન્દ્રીય એજન્સી ASL વડાપ્રધાનના કાર્યક્રમ સ્થળ અને રૂટ પર સુરક્ષા તપાસ કરે છે.

આ સાથે, SPG PMની નજીક આવતા લોકોની તપાસ કરે છે અને વડાપ્રધાનની આસપાસની સુરક્ષાનું ધ્યાન રાખે છે. સ્થાનિક વહીવટીતંત્ર પોલીસ સાથે મળીને કામ કરે છે.

શું PMની સુરક્ષામાં ચૂક માટે માત્ર SPG જવાબદાર?
ના તેવું નથી. PMને સુરક્ષા પૂરી પાડવાની પ્રથમ જવાબદારી SPGની હોઈ શકે છે, પરંતુ રાજ્યની મુલાકાત સમયે સુરક્ષાની જવાબદારી સ્થાનિક પોલીસ અને સિવિલ એડમિનિસ્ટ્રેશનની પણ હોય છે. વડાપ્રધાનનો રૂટ નક્કી કરવાની, તેની તપાસ કરવાની અને તે રૂટ પર સુરક્ષા આપવાની જવાબદારી સ્થાનિક પોલીસ અને પ્રશાસનની હોય છે.

વડાપ્રધાનના કાફલાનું નેતૃત્વ કરવાની જવાબદારી પણ તે રાજ્યના DGPની હોય છે. તેમની ગેરહાજરીમાં વડા પ્રધાનના કાફલા સાથે બીજા-સૌથી વરિષ્ઠ અધિકારી જાય છે.

પ્રધાનમંત્રીની હવાઇયાત્રા દરમિયાન શું પ્રોટોકોલ હોય છે?
જો વડાપ્રધાન કોઈપણ કાર્યક્રમમાં હેલિકોપ્ટર મારફતે જઈ રહ્યા હોય તો ચોક્કસ પરિસ્થિતિ માટે ઓછામાં ઓછો એક વૈકલ્પિક માર્ગ તૈયાર રાખવાનો નિયમ હોય છે.

વરિષ્ઠ પોલીસ અધિકારીઓ PMની મુલાકાત પહેલા આ રૂટ પર સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરે છે. આ રૂટ પર SPG, સ્થાનિક પોલીસ, ઈન્ટેલિજન્સ બ્યુરો અને ASL ટીમના અધિકારીઓ સુરક્ષા તપાસના રિહર્સલ સમયે સામેલ હોય છે.

જામરવાળી કાર પણ કાફલાની સાથે છે. તેઓ કોઈપણ રેડિયો કંટ્રોલ અથવા રિમોટ કંટ્રોલ ઉપકરણને રસ્તાની બંને બાજુએ 100 મીટરના અંતર સુધી જામ કરે છે, તેનાથી દૂરથી સંચાલિત બોમ્બ અથવા આઈઈડીના વિસ્ફોટને અટકાવે છે.

PM મોદીની સુરક્ષા પર એક દિવસમાં કેટલા રુપિયા ખર્ચ થાય છે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા પર દરરોજ એક કરોડ 62 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. આ માહિતી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીએ 2020માં સંસદમાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી. તેમણે લોકસભામાં કહ્યું કે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એટલે કે SPG માત્ર વડાપ્રધાનને જ સુરક્ષા આપે છે.

1981 પહેલા ભારતના વડાપ્રધાનના નિવાસસ્થાનની સુરક્ષાની જવાબદારી દિલ્હી પોલીસના ડેપ્યુટી કમિશનરની હતી. આ પછી સુરક્ષા માટે STFની રચના કરવામાં આવી હતી.

1984માં ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ એક કમિટીની રચના કરવામાં આવી હતી અને 1985માં એક ખાસ સ્પેશિયલ પ્રોટેક્શન યુનિટની રચના કરવામાં આવી હતી. ત્યારથી તેમની પાસે વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી છે.

અન્ય સમાચારો પણ છે...