પાકિસ્તાનમાં એક વર્ષમાં ડુંગળીના ભાવ 500% વધ્યા:ખજાનામાં બચ્યા માત્ર 21 દિવસના ખર્ચના પૈસા; બદતર સ્થિતિની સમગ્ર કહાની

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાનમાં ગત વર્ષે જાન્યુઆરીમાં ડુંગળીની કિંમત 36 રૂપિયા પ્રતિ કિલો હતી, જે આ વર્ષે લગભગ 6 ગણી વધીને 220 રૂપિયા થઈ ગઈ છે. જાન્યુઆરી 2022માં 13%ના દરે વધી રહેલી મોંઘવારી, આ સમયે 25%ના દરે વધી રહી છે. વિદેશી મુદ્રા ભંડાર 8 વર્ષમાં સૌથી ઓછો બચ્યો છે. ડોલરનો મુકાબલે પાકિસ્તાની રૂપિયાની કિંમત નીચલા સ્તરે પહોંચી ગયો છે. પાકિસ્તાન ઉપર દેવાનો બોજ GDPના 78% થઈ ગયો છે.

ભાસ્કર એક્સપ્લેનરમાં જાણો પાકિસ્તાનની બદતર સ્થિતિની સમગ્ર કહાની, 5 આસાન ગ્રાફિક્સમાં...

પાકિસ્તાનમાં ખાનપાન અને અન્ય ચીજોની કિંમત વધવાના 4 મોટા કારણો છે...

  • પાકિસ્તાનમાં છેલ્લા 9 મહિનાથી રાજકીય અસ્થિરતા છે. તેની અસર દેશની ઈકોનોમી પર પડી છે.
  • જૂન 2022થી સપ્ટેમ્બર 2022 દરમિયાન આવેલા પૂરે દેશના મોટા હિસ્સાને બરબાદ કરી દીધો. તેનાથી 1.5 કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા. આનાથી દેશને 12.5 અબજ ડોલરનું નુકસાન થયું.
  • આર્થિક ખોટ વધવાની સાથે પાકિસ્તાની રૂપિયાની કિંમતમાં ભારે ઘટાડો આવ્યો છે. પાકિસ્તાની રૂપિયો ડિસેમ્બર 2020માં એક ડોલરના મુકાબલે 160.1 રૂપિયા હતો, ડિસેમ્બર 2022માં નબળો પડીને 224.8 રૂપિયા થઈ ગયો.
  • દુનિયાભરમાં ઓઈલ અને અન્ય વસ્તુઓની કિંમતો વધી છે. પાકિસ્તાન પોતાની આવશ્યકતાનો મોટાભાગનો સામાન વિદેશથી આયાત કરે છે. આ જ કારણ છે કે અહીં પામ ઓઈલ, દવાઓ અને ખાણીપીણીની ચીજોના ભાવ પણ વધ્યા છે.
અન્ય સમાચારો પણ છે...