તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • One Click On Mobile And Tutor Present In 60 Seconds; Two IITians Study How To Make Their Startup Easier

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટાર્ટ અપ સિરિઝ:મોબાઈલ પર એક ક્લીક અને 60 સેકન્ડમાં ટ્યુટર હાજર; બે IITians પોતાના સ્ટાર્ટઅપથી કઈ રીતે સરળ બનાવે છે અભ્યાસ

17 દિવસ પહેલાલેખક: આદિત્ય દ્વિવેદી
  • કૉપી લિંક
  • સ્ટાર્ટઅપનો દાવો છે કે આ એપ પર કોઈપણ સ્ટુડન્ટ કોઈપણ સમયે કોઈપણ વિષયનો પ્રોબ્લેમ શેર કરી શકે છે

સ્ટાર્ટઅપ સિરિઝમાં અમે એવા સ્ટાર્ટઅપ્સ વિશે જણાવી રહ્યા છીએ કે જેમનો આઈડિયા ઈનોવેટિવ છે અને જે પડકારો પછી પણ સારો ગ્રોથ દર્શાવે છે. આજે વાત ફિલો એપની, જે સ્ટુડન્ટને સેલ્ફ સ્ટડી દરમિયાન થનારી સમસ્યાઓનો ઉકેલ આપવાનો દાવો કરે છે.

શ્રીનગરની રાઈઝ ઈન્સ્ટીટ્યુટમાં ભણાવતી વખતે ઈમ્બેસાત અહમદ પોતાના સ્ટુડન્ટ સાથે વાત કરતા ત્યારે ઘણીવાર બાળકોની એક જ ફરિયાદ રહેતી કે સર, તમે તો આ ટોપિક પર પહોંચી ગયા અમે હજુ ત્રણ-ચાર ટોપિક પાછળ જ અટકેલા છીએ. ઘણીવાર તેમને રાતે 12 વાગ્યે પણ સ્ટુડન્ટ પ્રોબ્લેમ મોકલી દેતા હતા. ટૂંક સમયમાં જ ઈમ્બેસાતને અહેસાસ થઈ ગયો કે ભલે સ્ટુડન્ટ સ્કૂલે જાય છે, કોચિંગમાં જાય છે, તેમ છતાં તેમને ઘરે અભ્યાસ કરતી વખતે એક સાથીની જરૂર પડે છે જે પ્રોબ્લેમમાં અટકે ત્યારે તરત તેમને મદદ કરી શકે. અહીંથી ઈમ્બેસાતને ‘ફિલો’નો આઈડિયા આવ્યો.

આઈડિયાઃ સ્ટુડન્ટ્સના સેલ્ફ સ્ટડીનો સાથી
FILO એક મોબાઈલ એપ છે જે એન્ડ્રોઈડ અને iOSમાં ઉપલબ્ધ છે. સ્ટાર્ટઅપનો દાવો છે કે આ એપ પર કોઈપણ સ્ટુડન્ટ કોઈપણ સમયે કોઈપણ વિષયનો પ્રોબ્લેમ શેર કરી શકે છે. 60 સેકન્ડની અંદર એક ટ્યુટર વીડિયો કોલ પર આવશે અને એ પ્રોબ્લેમને સોલ્વ કરવામાં સ્ટુડન્ટને મદદ કરશે. હાલમાં આ એપ પર સ્ટુડન્ટ માટે 15 મિનિટનો કોલ મફત છે. જો સ્ટુડન્ટને વધુ જરૂર છે તો એક દિવસ, એક મહિનો કે એક વર્ષનું સબસ્ક્રિપ્શન લઈ શકે છે.

FILO પાસે અત્યારે 4 ફુલટાઈમ કર્મચારી, 4 ઈન્ટર્ન અને 3 ફ્રિલાન્સર છે.
FILO પાસે અત્યારે 4 ફુલટાઈમ કર્મચારી, 4 ઈન્ટર્ન અને 3 ફ્રિલાન્સર છે.

સ્ટાર્ટઃ ઈમ્બેસાતને મળ્યો શાદમાનનો સાથ
પટનાના રહેવાસી ઈમ્બેસાતે અભયાનંદ સુપર 30 દ્વારા JEEની તૈયારી કરી હતી. તેમનું સિલેક્શન IIT ખડગપુરમાં થયું. ઈમ્બેસાતને હંમેશા ભણાવવાનો શોખ હતો. તેમણે કોલેજ પછી શ્રીનગરની RISE ઈન્સ્ટીટ્યુટમાં ભણાવવાનું શરૂ કર્યું. અહીં, FILOનો કન્સેપ્ટ તૈયાર કર્યો.

ઈમ્બેસાત કહે છે, ‘તેને લાખો લોકો સુધી પહોંચાડવા માટે એક પ્રોડક્ટ બનાવવાની જરૂર હતી. એ માટે મારા મગજમાં પ્રથમ નામ શાદમાન અનવરનું આવ્યું. શાદમાન મારી સ્કૂલ અને સુપર 30ના સિનિયર રહ્યા છે પછી આઈઆઈટી દિલ્હી ચાલ્યા ગયા. મેં શાદમાન સાથે વાત કરી. તેઓ એ માટે તૈયાર થઈ ગયા. હું એ સમયે કાશ્મીરમાં હતો. એક ફ્લાઈટ લઈને સીધો દિલ્હી આવી ગયો.’

સ્ટ્રગલઃ શૂન્યથી હજારો સ્ટુડન્ટ્સ સુધીની સફર
ઈમ્બેસાતે કહ્યું, ‘સૌથી મુશ્કેલ હોય છે પ્રોડક્ટ બનાવવી. અમે એક અન્ય દોસ્તને પોતાની સાથે જોડાવા તૈયાર કર્યો. તેના પછીની સમસ્યા હતી પ્રોડક્ટને સ્ટુડન્ટ સુધી કેવી રીતે પહોંચાડવી. અમે આઈઆઈટીથી ઈન્ટર્ન હાયર કર્યા. તેમણે સ્ટુડન્ટ કમ્યુનિટી સુધી તેને પહોંચાડી. જે દિવસે FILOની પ્રથમ ટ્રાયલ હતી એ દિવસે 3 કોલ આવ્યા હતા. એ પછી સમસ્યા ટ્યુટર્સને જોડવાની હતી કેમકે ફ્રીમાં કોઈ ક્યાં સુધી ભણાવે. તેના માટે અમે પ્રતિ મિનિટના હિસાબે પેમેન્ટ કરવાનું શરૂ કર્યુ.’

ઈમ્બેસાત કહે છે, ‘લોકડાઉન પછી મને સેલેરી મળતી પણ બંધ થઈ ગઈ હતી. એવામાં મેં ફિલો એપ માટે મારી છેલ્લા બે વર્ષની પૂરેપૂરી બચત લગાવી દીધી. ટ્યુટર્સને પૈસા આપતી વખતે હું પોતાનું બેંક બેલેન્સ પણ જોઈ રહ્યો હતો. કેમકે તેમાં પૈસા ખૂબ થોડા રહ્યા હતા.’

ફંડિંગઃ બેટર કેપિટલથી મળ્યા 1.80 કરોડ રૂપિયા
FILO એપને બેટર કેપિટલ પાસેથી ફેબ્રુઆરી 2021માં લગભગ 1.80 કરોડ રૂપિયાનું ફંડિંગ મળ્યું. તેની કહાની પણ રસપ્રદ છે. ઈમ્બેસાત કહે છે, ‘બેટર કેપિટલના વૈભવ સાથે અમારી મુલાકાત થઈ. અમે તેમને અમારી પ્રોડક્ટ શેર કરી તો તેમણે કહ્યું કે મને બે દિવસનો સમય આપો અને હવે આ પ્રોડક્ટ વિશે કોઈની સાથે વાત ન કરશો. તેના બે દિવસની અંદર તેમણે મને પ્રોડક્ટ, તેના પ્લાન અંગે 500થી વધુ સવાલ પૂછ્યા. સંપૂર્ણપણે સંતુષ્ટ થઈને હા પાડી. તેના પછી અમે કંપની રજિસ્ટર કરાવી અને ફાઈનલી ફેબ્રુઆરીમાં અમને ચેક મળ્યો.’

ટારગેટઃ અત્યારે રોજ 4-5 હજાર કોલ, પ્રોડક્ટની મજબૂતી પર ફોકસ
FILO પાસે અત્યારે 4 ફુલટાઈમ કર્મચારી, 4 ઈન્ટર્ન અને 3 ફ્રિલાન્સર છે. ઓક્ટોબર 2020માં લોન્ચિંગ પછી છેલ્લા પાંચ મહિનામાં FILOની સાથે 70 હજારથી વધુ સ્ટુડન્ટ જોડાયેલા છે. આ એપ પર લગભગ 25 લાખ મિનિટનો ક્લાસ પૂરો થયો છે. રોજ સરેરાશ 4-5 હજાર સ્ટુડન્ટના કોલ આવે છે. આ પ્લેટફોર્મ પર 6000 ટ્યુટર રજિસ્ટર્ડ છે જેમાંથી 1500થી 2000 એક્ટિવ છે.

ઈમ્બેસાત કહે છે ફંડિંગનો ઉપયોગ સૌપ્રથમ ટ્યુટરને પૈસા આપવામાં કરાશે. તેના પછી પ્રોડક્ટ બનાવતી ટીમ માટે પણ પૈસા ખર્ચ થશે. ટ્યુટર માટે સરકારી અને પ્રાઈવેટ સ્કૂલના ટીચર્સને પણ કનેક્ટ કરવાની યોજના છે. આગામી રાઉન્ડનાં ફંડિંદગ માટે પણ કોશિશ શરૂ થઈ ચૂકી છે.

ઈમ્બેસાત કહે છે, ‘ફિલો એક ગ્રીક શબ્દ છે. જેનો અર્થ થાય છે દોસ્ત. ફિલો આપના માટે એક દોસ્ત છે જે તમને એકલા ફિલ નહીં થવા દે. જ્યારે પણ જરૂર હોય ત્યારે બસ મોબાઈલમાં ટેપ કરો અને તમારો દોસ્ત હાજર.’

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો