ગ્રાઉન્ડ રિપોર્ટ592 વર્ષ જૂના ગામમાં રહે છે નેફ્યુ રિયો:એક સમયે દુશ્મનોનાં માથાં વૃક્ષ પર લટકતાં હતાં, હવે 5-સ્ટાર રિસોર્ટ અને હેલિપેડ જેવી સુવિધા

22 દિવસ પહેલાલેખક: આશીષ રાય
  • કૉપી લિંક

નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી એટલે NDPPના નેફ્યુ રિયો આજે 5મી વખત CM બન્યા. રાજનીતિમાં 49 વર્ષ પસાર કરી ચૂકેલા રિયોએ આ વખતે નોર્ધર્ન અંગામી સીટથી ચૂંટણી લડી અને લગભગ 93% વોટ મળ્યા. આ સીટ પર તેઓ 8મી વખત જીત્યા છે. સતત બીજી વખત મુખ્યમંત્રીની શપથ લઈ ચૂકેલા રિયો એટલા પોપ્યુલર છે, એનો જવાબ નાગાલેન્ડના તુઓફેમા ગામમાં છે.

એક સમયે આદિવાસી બર્બરતા જોઈ ચૂકેલું આ ગામ હાલ દેશના સૌથી મોડર્ન વિલેજમાં સામેલ છે. એક સમય હતો, જ્યારે ગામના મુખ્યદ્વારમાં દુશ્મનોનાં માથાં લટકતાં હતાં. હવે આલીશાન રિસોર્ટ, સ્ટેડિયમ અને શાનદાર બંગલા માટે ઓળખાય છે.

592 વર્ષ પહેલાં વસેલા આ ગામમાં 72 વર્ષીય નેફ્યુ રિયોનું ઘર છે. નેફ્યૂ રિયોના પિતા ગુલહૌલી રિયો, જેઓ અંગામી નાગા સમુદાયના છે. આઝાદી પહેલાં આ ગામમાં આવ્યા હતા. ગુલહૌલી, વ્યવસાયે કોન્ટ્રેક્ટર, ગામમાં પાકું ઘર બનાવનારી પ્રથમ વ્યક્તિ હતા. હવે તેમના પુત્ર નેફ્યુને કારણે આ ગામનો ચહેરો બદલાઈ ગયો છે.

લોકોએ પોતાના પૈસાથી ગામમાં પહોંચવા માટે બસ શરૂ કરી હતી
'CMના ગામ' તરીકે ઓળખ મેળવી ચૂકેલા તુઓફેમા સુધી જવા માટે હું દિલ્હીથી 2,225 કિમી દૂર દિમાપુર પહોંચ્યો. અહીંથી 70 કિમીની સફર કરી રાજધાની કોહિમા ગયો અને પ્રાઈવેટ ટેક્સી કરી. જોકે કોહિમાથી બપોરે 1 વાગ્યે એક બસ તુઓફેમા જવા નીકળે છે. આ કોમ્યુનિટી બસ સર્વિસ છે. શહેર સુધી સરળતાથી અવરજવર માટે ગામના લોકોએ 2006માં સ્વખર્ચે શરૂ કરી હતી. ટૂરિઝમ વધ્યા પછી 2013થી રાજ્ય સરકાર એનો ખર્ચ ઉપાડે છે.

મને જંગલો અને પહાડોમાં વચ્ચે બનેલા વળાંકવાળા રસ્તાઓમાંથી તુઓફેમા માર્કેટ પહોંચવામાં બે કલાક લાગ્યા. નાગાલેન્ડના મોટા ભાગના વિસ્તારોમાં રસ્તાઓ ખરાબ છે, પરંતુ કોહિમાથી મુખ્યમંત્રીના ગામ સુધી પહોંચવામાં એવું બિલકુલ નથી લાગતું.

બજારમાં પહોંચ્યા પછી અમે એક માણસને જોયો, જે પોતાની કારમાં કેટલીક વસ્તુઓ રાખતો હતો. તેનો ચહેરો નેફ્યુ રિયો સાથે ઘણો મળતો આવતો હતો, તેથી જ હું તેની પાસે ગયો, વાત કરવાનું શરૂ કર્યું અને ખબર પડી કે તે નેફ્યુ રિયોનો નાનો ભાઈ ઝાલિયો રિયો છે.

નેફ્યુ રિયોના IAS ભાઈએ રિટાયરમેન્ટ પછી પાર્ટી સંભાળી
ઝાલિયો રિટાયર્ડ IAS અધિકારી છે. તે કોહિમાના ડેપ્યુટી કમિશનર રહી ચૂક્યા છે. હાલ રાજનીતિમાં સક્રિય છે. ચૂંટણીમાં NDPPનું સંપૂર્ણ કામ પોતે સંભાળે છે. મેં તેમને ગામ બતાવવા વિનંતી કરી. તેમણે કહ્યું, હાલ વ્યસ્ત છું, ગામ તો નહીં ફરાવી શકું, પરંતુ એક જગ્યા બતાવી શકું છું.

હું તેમની સાથે ગયો. નેફ્યુ રિયોના ગામ સુધી વધુ 5 કિમી ચાલવું પડ્યું. ઝાલિયો મને તેમનાં માતા-પિતાની કબર સુધી લઈ ગયો. ઝાલિયો અને નેફ્યુના પિતા ગુલહૌલી અને તેમની માતા કેવિલહૌ રિયોની કબર ગામમાં પ્રવેશતાં પહેલાં બહારની બાજુએ બાંધવામાં આવી છે.

ગામનો ઈતિહાસ: મુખ્ય દરવાજા પર દુશ્મનોનાં માથાં લટકતાં હતાં
તુઓફેમા ગામમાં મોટા ભાગની વસતિ અંગામી નાગા સમુદાયની છે. અહીં ગામનો દરવાજો હોય કે ગ્રામ્ય પરિષદની કચેરી, ઉપર બે કુહાડી મૂકેલી હોય છે. આ અંગામી સમુદાયની પરંપરાગત નિશાની છે. નાગાલેન્ડમાં 17 જાતિ છે, દરેકની અલગ સંસ્કૃતિ છે. એમાંના મોટા ભાગના લોકોમાં માથું કાપવું સામાન્ય હતું. અંગામી નાગા સમુદાયે પણ આ પરંપરાનું પાલન કર્યું હતું.

આ સમુદાય ઘણીવાર કુળની સત્તા અને જમીન પર નિયંત્રણ માટે પડોશી ગામો સાથે લડતા હતા. દુશ્મનનાં કપાયેલાં માથાં ઘરો, ચોક અથવા ઝાડ પર લટકાવવામાં આવતાં હતાં. આ પરંપરા 1940માં પ્રતિબંધિત કરવામાં આવી હતી.

સૌથી ઊંચા પહાડ પર ગામ વસેલું છે, આયોડિન વગરનું મીઠું વેચવા પર દંડ
નેફ્યુ રિયોનું ગામ વિસ્તારના સૌથી ઊંચા પહાડ પર છે. ચારેય બાજુ ગાઢ જંગલ છે. નાગાલેન્ડના સૌથી સ્વચ્છ ગામમાં એનો સમાવેશ થાય છે. ઓક્ટોબર 2022માં નોન-આયોડાઈઝ સોલ્ટ ફ્રી વિલેજ જાહેર કરવામાં આવ્યું હતું. એનો અર્થ છે કે ગામમાં રહેનારા તમામ લોકો માત્ર આયોડિનવાળું મીઠું જ ખાય છે. આયોડિન વગરનું મીઠું વેચવા પર દંડ ફટકારવામાં આવે છે.

ગામમાં CM રિયોનો આલીશાન બંગલો
ગામની વચ્ચે નેફ્યુ રિયોનું ખાનદાની ઘર છે. પહેલાં તે નાનું હતું, પરંતુ હાલ તે શાનદાર બંગલો છે. એમાં 20થી વધુ રૂમ છે. ઘરને ટ્રેડિશનલ અંગામી સ્ટાઈલમાં બનાવવામાં આવ્યું છે. હું ત્યાં પહોંચ્યો ત્યારે દરવાજા પર તાળું હતું. જ્યારે બાજુમાં રહેતા સોહો રિયોને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, સીએમનો પરિવાર હવે કોહિમામાં રહે છે. આ ઘર સામાન્ય રીતે બંધ હોય છે. ગામમાં મોટો તહેવાર હોય ત્યારે સીએમ અહીં આવે છે. ત્યારે જ આ બંગલો ખોલવામાં આવે છે.

ગામનો વારસો મ્યુઝિયમમાં સચવાયેલો છે
કાઉન્સિલ સેન્ટર જવાના રસ્તે તુઓફેમા મ્યુઝિયમ આવેલું છે. એમાં આભૂષણો, કપડાં, શસ્ત્રો, વાસણો, સ્મૃતિચિહ્નો અને અંગામી સમુદાયના લોકો, સીએમ રિયો અને તેમના પરિવારના સભ્યો, ગામના હેડ જીબી અને સહાયક જીબીના ફોટોગ્રાફ્સ છે. મ્યુઝિયમમાં ફર્નિચર, બોક્સ, લાકડાંનાં વાસણો, અંગ્રેજોના સમયગાળા દરમિયાન બનાવેલા ટ્રંક અને અંગામી પરંપરા દર્શાવતાં શસ્ત્રો પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. એમાં રિયોના પિતા, દાદા અને પરદાદાનો ઇતિહાસ પણ સાચવેલો છે. સીએમ રિયોના આદેશ પર ચૂંટણી પહેલાંથી તેનું સમારકામ કરવામાં આવી રહ્યું છે, તેથી હું તેની અંદર જઈ શક્યો નહીં.

રિયોના સીએમ બન્યા પછી ગામ સંપૂર્ણપણે બદલાઈ ગયું
મેં કેડુઓ કેન્સને પૂછ્યું કે આ ગામ આજુબાજુનાં ગામોથી કેવી રીતે અલગ છે. જવાબમાં કેડુઓ કહે છે કે 'વડીલો કહે છે કે આ ગામ 1431માં વસ્યું હતું. અગાઉ એ એક સામાન્ય ગામ હતું, પરંતુ નેફ્યુ રિયોના મુખ્યમંત્રી બન્યા પછી સંપૂર્ણપણે બદલાઈ ગયું. પર્યટનની દૃષ્ટિએ એને ખૂબ જ સુંદર બનાવવામાં આવ્યું છે. એમાં દરેક સુવિધા છે, જે શહેરમાં ઉપલબ્ધ છે.

'અહીં ઉત્તમ રસ્તાઓ છે, ગામની બહારના ભાગમાં હેલિપેડ પણ બનાવવામાં આવ્યું છે. સીએમ કોહિમાથી સીધા અહીં આવે છે. ઘણા વીવીઆઈપી પણ આવે છે. અહીંની હોસ્પિટલમાં MD અને MS લેવલના ડોક્ટરો છે. ગામમાં બે શાળા છે, એક 10મા સુધીની અને બીજી 12મા સુધીની. બાળકો વધુ અભ્યાસ માટે કોહિમા જાય છે. ઊંચાઈ પર હોવા છતાં ગામમાં પાણીની કોઈ અછત નથી.

ગામના મોટા ભાગના લોકો ખેડૂત અથવા સરકારી નોકરી કરતા હોય છે
ગામડામાં આટલું ફર્યા પછી પણ મને ઓછા લોકો દેખાયા, મેં કેડુઓને આનું કારણ પૂછ્યું, જવાબમાં તેઓ કહે છે- 'અમારા ગામના અડધા લોકો સરકારી નોકરીમાં છે. કેટલીક ખાનગી નોકરી કરે છે અને ઘણા ખેડૂત છે. અહીંથી લોકો રોજબરોજ નોકરી માટે કોહિમા જાય છે. વડીલો ખેતીનું કામ સંભાળે છે. તેઓ સવારે ખેતર જવા નીકળે છે અને સાંજે પરત આવે છે. આ જ કારણ છે કે કામકાજના દિવસોમાં અહીં સન્નાટો હોય છે.

ગામમાં પરંપરાગત કોર્ટ, આમાં તમામ નિર્ણયો લેવામાં આવે છે
ગામમાં અંગામી સમાજની કોર્ટ છે, જેમાં નાના-મોટા તમામ ઝઘડાઓનું સમાધાન થાય છે. નાગા સમુદાય તેમના હેડ ગ્રામ બોરા અને તેમની કાઉન્સિલના નિર્ણયોનું પાલન કરે છે. જોકે સમય સાથે આ વસ્તુઓ બદલાતી રહે છે. જ્યારે કોઈ મામલો આવે છે ત્યારે ગ્રામ્ય પરિષદ અહીં બેસીને સાંભળે છે.

રિયોને પિતા પાસેથી રાજકારણ વારસામાં મળ્યું હતું
ગામની આસપાસ ફરતી વખતે હું તડકામાં બેસેલા ગામના હેડ ગ્રામ બોરા ડેઝીસેન્ગુલી સેઈને મળ્યો. 91 વર્ષીય સેઈ વિલેજ કાઉન્સિલના ચેરમેન પણ છે. તેઓ કહે છે- 'રિયોના પિતા ગુલહૌલી વિલેજ કાઉન્સિલના પહેલા અધ્યક્ષ હતા. અમે બંને સારા મિત્રો હતા. તેમણે ગામમાં ઘણું કામ કરાવ્યું. સીએમ બન્યા બાદ નેફ્યુ રિયોએ પણ આ જ કામને આગળ વધાર્યું છે. તેમને તેમના પિતા પાસેથી રાજકારણનો વારસો મળ્યો છે.

સીએમ રિયો પણ ગ્રામ બોરાના આદેશનું પાલન કરે છે
હેડ ગ્રામ બોરા ડેઝીસેન્ગુલી કહે છે કે 'નેફ્યુ રિયો 4 વખત રાજ્યના મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે છતાં તેઓ વડીલોનું સન્માન નથી ભૂલ્યા. ક્યારેક તેઓ ગામમાં આવે છે, તેમના ઘરે ચોક્કસ આવે છે. અંગામી સમુદાયના નિયમો મુજબ હું ગામનો પ્રધાન છું. દરેક ગામવાસીએને મારા આદેશનું પાલન કરવું પડે છે. સીએમ હોવા છતાં નેફ્યુ રિયો મારી દરેક વાત સાંભળે છે. હું ડેઝીસેન્ગુલી પાસેથી રિયોના બાળપણ વિશે કેટલીક બાબતો જાણવા માગતો હતો, તેમણે કહ્યું- 'હવે મને કંઈ યાદ નથી, બહુ જૂની વાતો છે.'

ગામના મોટા ચર્ચમાં નેફ્યુ રિયોના લગ્ન થયા હતા
ડેઝીસેન્ગુલી સમજાવે છે કે 'નેફ્યુ રિયોના લગ્ન ગામના ચર્ચમાં થયા હતા. એક મોટો ઉત્સવ હતો, બહારથી ઘણા લોકો આવ્યા હતા. દર રવિવારે ચર્ચમાં પ્રાર્થના થાય છે. નેફ્યુ રિયો પણ અહીં ઘણી વખત આવી ચૂક્યા છે.

10 દિવસીય 'સેક્રેની ફેસ્ટિવલ', તહેવાર માટે શિકારની પરંપરા
ડેઝીસેન્ગુલીને મળ્યા પછી હું આગળ વધ્યો. રસ્તામાં એક મોટું સ્ટેડિયમ દેખાયું. એમાં 2000 લોકો બેસી શકે છે. કેડુઓ કેનેસ, જે મને ગામ બતાવી રહ્યા હતા, તેમણે કહ્યું હતું કે દર વર્ષે આ સ્ટેડિયમમાં 10 દિવસનો સેક્રેની તહેવાર ઊજવવામાં આવે છે.

અંગામી યોદ્ધાઓ યુદ્ધમાં જાય એ પહેલાં આ તહેવાર ઊજવવામાં આવતો હતો. તહેવારના બે દિવસ પહેલાં ગ્રામજનો જંગલમાંથી લાકડાં લાવે છે. અગાઉ તહેવાર માટે હરણ, રીંછ કે અન્ય પ્રાણીઓનો શિકાર કરવામાં આવતો હતો.

'ઉત્સવની શરૂઆતની આગલી રાત્રે ગામના કુંવારા છોકરાઓ કૂવો સાફ કરે છે. સવારે તેઓ પોતાના શરીરને તેના પાણીથી ધોઈ નાખે છે. પછી એ પાણીને કપડાં અને શસ્ત્રો પર છાંટવું. તેઓ ઘરની મહિલાઓ માટે એક જ કૂવામાંથી પાણી લાવે છે. કૂવામાંથી પાછા ફરતી વખતે દરેક છોકરો એક કોકડું બલિદાન આપે છે અને પછી તહેવારો શરૂ થાય છે.

ઘરોની બહાર મરઘા કાપીને લટકાવવાની પરંપરા
કેડુઓ કેન્સ જણાવે છે કે 8 વર્ષની ઉંમર પછી કોઈપણ છોકરો સેક્રેની ફેસ્ટિવલમાં સામેલ થઈ શકે છે. માન્યતા છે કે 'મરઘાને હાથથી મારીને જમીન પર ફેંકવામાં આવે છે, જો મરઘાનો જમણો પગ ડાબા પગની ઉપર આવી જાય છે, તો તેને શુભ શગુન' માનવામાં આવે છે. ત્યાર પછી મરઘાનો નીચેનો ભાગ કાપીને તેને ઘરના દરવાજા પર લટકાવવામાં આવે છે.

શિકાર કરેલા મરઘાને મહિલાઓ અને યુવતીઓ ખાઈ નથી શકતી
કેડુઓ કેન્સ કહે છે, 'ખાવાનું ખાતાં પહેલાં ગામના લોકો દારૂ સાથે મરઘાનું કાળજું ચઢાવે છે. પ્રાર્થના કરે છે કે કોઈ દુશ્મન આવે તો મને તાકાત આપજો કે દુશ્મન મને મારે એ પહેલા હું તેમને મારી શકું.'

પથ્થરોથી બનેલું એમ્ફીથિયેટર, આદિવાસીઓની રમતો દર વર્ષે યોજાય છે
તમામ તહેવારો અને વાર્ષિક આદિવાસી રમતો ગામમાં બનેલા એમ્ફીથિયેટરમાં થાય છે. આમાં અકી કીટી (પગના તળિયાનો ઉપયોગ કરીને લાત મારવી), કેને (ફ્રી સ્ટાઇલ કુસ્તી), પછેડા (એક રમત જેમાં ખેલાડીઓએ ચોક્કસ અંતરેથી વાંસની લાકડીઓ ફેંકવાની હોય છે) અને કેટલીક પરંપરાગત નાગા રમતોનો સમાવેશ થાય છે.

પ્રવાસીઓ માટે 5-સ્ટાર રિસોર્ટ
કોહિમા આવતા વિદેશી પ્રવાસીઓ તુઓફેમાની મુલાકાત અવશ્ય લે છે. આ કારણસર ગામમાં ફાઇવ સ્ટાર ટૂરિસ્ટ રિસોર્ટ બનાવવામાં આવ્યું છે. એમાં 12 કોટેજ છે. દરેક કોટેજમાં બાલ્કની, માસ્ટર બેડરૂમ, નોકર રૂમ, વાઇફાઇ ઇન્ટરનેટ, કિંગ સાઇઝ બેડ, સોફા, ડાઇનિંગ એરિયા છે.

CM રિયોની ભત્રીજીનું ગામની બહાર રેસ્ટોરાં
ગામમાં આવતા પ્રવાસીઓ માટે ઠેર-ઠેર રેસ્ટિંગ શેડ અને રેસ્ટોરાં છે. મેઇન માર્કેટમાં એક રેસ્ટોરાં CM નેફ્યુ રિયોની ભત્રીજી અહોનિયો રિયોની પણ છે. એ બિલ્ડિંગમાં તે રેસ્ટોરાં ચલાવે છે એ નેફ્યુ રિયોની છે.

અન્ય સમાચારો પણ છે...