તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી પહેલ:હવે ગુજરાતની કો-ઓપરેટિવ ડેરીઓ દૂધની સાથે મેડિકલ ઓક્સિજનનું પણ ઉત્પાદન કરશે, 12 જેટલી સહકારી મંડળીઓ પ્લાન્ટ નાંખશે

અમદાવાદ14 દિવસ પહેલાલેખક: વિમુક્ત દવે
 • કૉપી લિંક
 • એક મહિનામાં 500 ક્યુબિક મીટર ઓક્સિજન ઉત્પાદનની ધારણા
 • બનાસ ડેરી 30 ક્યુબિક મીટરનો પ્લાન્ટ શરૂ પણ કરી દીધો

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે અને આ પરિસ્થિતિમાં અવાર નવાર ઓક્સિજનની તંગીના સમાચારો પણ સામે આવતા હોય છે. આ બધા વચ્ચે રાહતની વાત એ છે કે રાજ્યની ઘણી કો-ઓપરેટિવ દૂધ મંડળીઓ હવે ઓક્સિજનનું પણ ઉત્પાદન કરશે. આ બધા પ્લાન્ટ સરકારી હોસ્પિટલો અને સહકારી સંસ્થા સાથે જોડાયેલી હોસ્પિટલોમાં બનાવવામાં આવ્યા છે.

રાજ્યના 12 જેટલા દૂધ ઉત્પાદક સંઘો ઓક્સિજન પ્લાન્ટ નાખવા તૈયાર
ગુજરાતના રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટિવ સોસાયટી ડી. પી. દેસાઈએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં કહ્યું કે, રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને ઓક્સિજનની અછત થઈ રહી છે તેવા સમયે અમે 28 એપ્રિલે સહકારી દૂધ ઉત્પાદક મંડળીઓને ઓક્સિજન પ્લાન્ટ નાખવા માટે કહ્યું હતું. અત્યાર સુધીમાં સુરત, પાલનપુર, પાટણ, આણંદ બોટાદની મિલ્ક કો-ઓપરેટિવ સોસાયટી સહિત 12 જેટલા સંઘોએ મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની તૈયારી બતાવી છે.

એક મહિનામાં 500 ક્યુબિક મીટર ઓક્સિજન મળતો થઈ જશે
ડી. પી. દેસાઈએ જણાવ્યું કે, અત્યારે દૂધ મંડળીઓએ 20થી લઈને 50 ક્યુબિક મીટર ઓક્સિજન ઉત્પાદન કરવાની તૈયારી બતાવી છે. અન્ય કો-ઓપરેટિવ સોસાયટીઓ પણ આમાં જોડાશે તે જોતાં આવતા એક મહિનામાં દૂધ ઉત્પાદકો પાસેથી દૈનિક 400-500 ક્યુબિક મીટર ઓક્સિજન મળતો થઈ જશે. આ ઓક્સિજન મોટાભાગે સ્થાનિક ઓથોરિટીને આપવામાં આવશે.

બનાસ ડેરીએ સૌથી પહેલા પ્લાન્ટ બનાવ્યો
ચાલુ સપ્તાહની શરૂઆતમાં બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક યુનિયને (બનાસ ડેરી)એ ગત સપ્તાહે 30 ક્યુબિક મીટરનો પ્લાન્ટ શરૂ કર્યો છે. આ પ્લાન્ટમાંથી મળતો ઓક્સિજન બનાસ ડેરી હસ્તકની હોસ્પિટલમાં સપ્લાય કરવામાં આવે છે જે 30-35 દર્દીઓ માટે પૂરતો છે. હવે ડેરી આ ક્ષમતામાં 50 ક્યુબિક મીટરનો વધારો કરવા જય રહી છે. બનાસ ડેરીએ આ પ્લાન્ટ બનાવવા રૂ. 1 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે. કોરોનાની પરિસ્થિતિ સામાન્ય બને ત્યારબાદ પણ આ પ્લાન્ટ ચાલુ રહેશે.

ડેરી સેક્ટર સહયોગ માટે સરકારના સંપર્કમાં
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF-અમૂલ)ના ચેરમેન શામળ પટેલે જણાવ્યું કે, અમે સ્થાનિક ઓથોરિટી અને સરકારના સંપર્કમાં છીએ અને વર્તમાન સંજોગોમાં કો-ઓપરેટિવ ડેરી સેક્ટર કઈ રીતે સહયોગ આપી શકે તેની ચર્ચા કરી છે. જરૂર મુજબ હોસ્પિટલ્સમાં ઓક્સિજન પ્લાન્ટ બનાવી આપીશું. અત્યારે એક પ્લાન્ટ મોડસની હોસ્પિટલમાં ઇન્સ્ટોલ કર્યો છે અને બીજા 2 પ્લાન્ટ પણ અન્ય સ્થળે બનાવવામાં આવશે.

દરેક દૂધ મંડળીઓ ક્ષમતા મુજબ સહયોગ કરી રહી છે
કચ્છ સરહદ ડેરીના ચેરમેન અને GCMMFના વાઇસ ચેરમેન વાલમજી હુંબલે જણાવ્યું કે, કોરોનાની વર્તમાન સ્થિતિમાં ગુજરાતની તમામ સહકારી દૂધ મંડળીઓ પોતાની ક્ષમતા મુજબ સ્થાનિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સહયોગ આપી રહી છે. કચ્છમાં અમે ઓક્સિજન સિલિન્ડર, PPE કીટ જેવા સાધનો આપ્યા છે. આ ઉપરાંત અમે અમારા સ્ટાફને હાલની પરિસ્થતિમાં કામ કરવા માટે રૂ. 3000 જેવુ વધારાનું ભથ્થું પણ આપી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો