• Gujarati News
  • Dvb original
  • Not A Single Girl Went To School During The Taliban Regime In 2000, With 83% Of Girls Enrolled In School Before Corona; GDP Also Increased 5 Times

ભાસ્કર ડેટા સ્ટોરી:વર્ષ 2000માં તાલિબાન શાસનમાં એકપણ બાળકી સ્કૂલે જતી નહોતી, કોરોના અગાઉ 83% બાળકીઓનું સ્કૂલમાં રજિસ્ટ્રેશન; GDP પણ 5 ગણો વધ્યો

3 મહિનો પહેલાલેખક: જયદેવ સિંહ
  • કૉપી લિંક
  • 1960માં અફઘાનિસ્તાનનો જીડીપી 3.7 હજાર કરોડ રૂપિયા હતો

અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો થઈ ચૂક્યો છે. નવી સરકારની રચનાની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે. બીજીવાર સત્તામાં આવેલા તાલિબાનો પ્રથમવારના મુકાબલે ખુદને ઓછા ક્રૂર દર્શાવવાની કોશિશ કરી રહ્યા છે. આ બધા વચ્ચે લોકોનું પલાયન જારી છે. મહિલાઓને ફરીથી ઘરમાં કેદ થઈ જવાનો ડર છે તો બાળકીઓને સ્કૂલે જવાનું બંધ થવાનો ડર છે. જ્યારે અફઘાનિસ્તાનના વિકાસ માટે છેલ્લાં 20 વર્ષમાં જે પ્રયાસો કરાયા એ પણ હવે સંકટમાં છે.

છેલ્લાં વીસ વર્ષમાં અફઘાનિસ્તાન કેટલું બદલાયું? એના જીડીપીમાં કેટલો વધારો થયો? પ્રાઈમરી સ્કૂલોમાં બાળકોનું એનરોલમેન્ટ કેટલું વધ્યું? સામાન્ય અફઘાનની આવકમાં કેટલો વધારો થયો? દક્ષિણ એશિયાના બાકીના દેશોના મુકાબલે અફઘાનિસ્તાન ક્યાં છે? આવો જાણીએ...

તાલિબાનના સમયમાં જીડીપી કેટલો? વર્લ્ડ બેંકને પણ ખ્યાલ નથી
1960માં અફઘાનિસ્તાનનો જીડીપી 3.7 હજાર કરોડ રૂપિયા હતો. 1980 આવતા-આવતા 26.7 હજાર કરોડ સુધી પહોંચ્યો, પરંતુ એ પછી પ્રથમ સોવિયેત સંઘ અને એના પછી તાલિબાનના શાસનના સમયમાં અફઘાનિસ્તાનના જીડીપીનો રેકોર્ડ વર્લ્ડ બેંક પાસે નથી. 1980 પછી 2002માં પ્રથમવાર અફઘાનિસ્તાનનો જીડીપી જારી થયો. એ સમયે 29.7 હજાર કરોડ રૂપિયા હતો, એટલે કે 22 વર્ષમાં જીડીપીમાં માત્ર 3 હજાર કરોડનો વધારો થયો. છેલ્લાં 18 વર્ષમાં અફઘાનિસ્તાનનો જીડીપી પાંચ ગણો થઈ ચૂક્યો છે. હવે ફરી એકવાર તાલિબાનોનું શાસન આવ્યા પછી અફઘાનિસ્તાનની અર્થવ્યવસ્થાને ભારે નુકસાનની આશંકા છે.

અન્ય સમાચારો પણ છે...