ગ્રાઉન્ડ રિપોર્ટકંઝાવાલા કેસમાં સવાલ, પોલીસ કોને બચાવી રહી છે?:સમયસર પોસ્ટમોર્ટમ-મેડિકલ ટેસ્ટ નહીં; અંજલિ સાથે OYOમાં કોણ હતું, મિત્ર છુપાઈને કેમ રહી?

એક મહિનો પહેલા

દિલ્હીના કંઝાવાલા કેસમાં કાર નીચે જે યુવતી ઢસડાઈ તેનું નામ અંજલિ સિંહ છે. અંજલિનો પ્રાઇમરી પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. એ અનુસાર, રેપ અથવા જાતીય સતામણીના પુરાવા નથી મળ્યા. આ રિપોર્ટ સિવાય પોલીસની કાર્યવાહી અને ઘટના હાલ પણ સવાલના વમળમાં છે.

એક CCTV ફૂટેજ સામે આવ્યો છે, જેમાં અંજલિ અને તેની એક દોસ્ત નિધિ OYO હોટલની બહાર દેખાઈ રહ્યાં છે. બંને યુવતી સ્કૂટીથી નીકળી રહી છે અને 3 યુવક પાસે ઊભા છે, એમાંથી એક અંજલિ સાથે વાત કરી રહ્યો છે.

આ સીસીટીવી ફૂટેજ હોટલની બહારના છે. અંજલિ તેના મિત્ર સાથે હોટલની બહાર આવે છે, જ્યાં તેમનો ઝઘડો થાય છે. ભીડ એકઠી થઈ જતાં બંને સ્કૂટી પરથી નીકળી ગયાં હતાં.
આ સીસીટીવી ફૂટેજ હોટલની બહારના છે. અંજલિ તેના મિત્ર સાથે હોટલની બહાર આવે છે, જ્યાં તેમનો ઝઘડો થાય છે. ભીડ એકઠી થઈ જતાં બંને સ્કૂટી પરથી નીકળી ગયાં હતાં.

આ હોટલ અંજલિના ઘરથી માત્ર 2.5 કિમી દૂર બુધ વિહાર, સેક્ટર-23માં છે. અંજલિની માતાએ દાવો કર્યો છે કે અંજલિ કામનું કહીને ઘરેથી નીકળી હતી અને રાત્રે 4 વાગ્યે આવવાનું કહ્યું હતું. સવારે ફોન કરીને પોલીસે માતાને ઘટના વિશે જણાવ્યું હતું. સવાલ એ છે કે જ્યારે અંજલિ 4 વાગ્યે ઘરે ન પહોંચી તો માતાએ તેને ફોન કેમ ન કર્યો.

બીજી તરફ, તપાસમાં સામે આવ્યું છે કે અંજલિ પોતાની એક દોસ્ત સાથે ન્યૂ યર પાર્ટી કરવા હોટલ ગઈ હતી. હોટલ-મેનેજરે પોલીસને જણાવ્યું કે યુવતીઓની તેમના મિત્ર સાથે લડાઈ થઈ ગઈ હતી. ત્યાર પછી હોટલ સ્ટાફે તેમને જવા કહ્યું હતું.

અંજલિના મિત્રો કોણ હતા, નિધિ ક્યાં ગાયબ થઈ ગઈ
આ વીડિયો સામે આવ્યા પછી સવાલ ઊભા થઈ રહ્યા છે કે પોલીસે તે રાત્રે હોટલમાં હાજર અંજલિના મિત્રોની તપાસ કેમ ન કરી. CCTV ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે અંજલિની સ્કૂટીની પાછળ-પાછળ આ યુવકો પણ બાઈક લઈને નીકળ્યા હતા.

એક સવાલ એ પણ છે કે બીજી યુવતી જેનું નામ નિધિ છે, એક્સિડન્ટ પછી તે ભાગી કેમ ગઈ, તેણે કોઈને કહ્યું પણ નહીં અને સામે પણ ન આવી. આખરે પોલીસ તેને 60 કલાક સુધી કેમ શોધી ન શકી.

હવે નિધિ સામે આવી છે ત્યારે અંજલિ પણ દારૂના નશામાં હોવાની વાત કહી રહી છે. શું આ કેસને નબળો કરવાનું કાવતરું છે? CCTVમાં દેખાઈ રહ્યું છે કે સ્કૂટીથી પરત ફરતી વખતે બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો.

નિધિએ જણાવ્યું હતું કે 'ટક્કર પછી ગાડીની નીચે અંજલિનો પગ ફસાઈ ગયો હતો અને એ ગાડી નીચેથી નીકળી ન શકી. જે લોકો ગાડી ચલાવી રહ્યા હતા તેમણે બે-ત્રણ વખત ગાડી આગળ-પાછળ કરી. અંજલિ બૂમો પાડી રહી હતી, પરંતુ તે લોકોએ સાંભળી નહીં. તે લોકોએ પણ દારૂ પીધેલો હતો. તે લોકો ગાડી આગળ લઈ ગયા. હું ડરી ગઈ અને ઘરે જઈને મમ્મીને બધું કહી દીધું.'

નિધિના આ નિવેદનથી આરોપીઓની મુશ્કેલી વધવાની છે. એના પરથી જાણવા મળે છે કે આરોપીઓએ અંજલિને જોઈ હતી, જ્યારે તેમણે તેને જોઈ ત્યારે તે જીવતી હતી. આ હોવા છતાં તેમણે બચવા માટે તેને ઘણી વખત કચડી, ત્યાર પછી તેને 14 કિલોમીટર સુધી ઢસડી. અંજલિના મૃત્યુનું કારણ પણ આ જ બન્યું.

પોલીસની નબળી કાર્યવાહીથી આરોપીઓને ફાયદો
આ સમગ્ર કેસમાં દિલ્હી પોલીસ પર ઘણા સવાલ ઊભા થાય છે. સૌથી મોટો સવાલ એ છે કે આરોપીઓએ દારૂ પીને એક યુવતીને કચડી નાખી. યુવતીની લાશને 14 કિમી સુધી ઢસડી, પરંતુ પોલીસ પેટ્રોલ ટીમને તે લોકો કેમ દેખાયા નહીં.

દુર્ઘટના 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી દરમિયાન રાતે બની હતી. પોલીસનો દાવો હતો કે તેઓ સૌથી વધુ એલર્ટ છે. પોલીસ દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆર પણ મામૂલી હોવાનું કહેવાય છે, જેમાં 304 (ગેરઈરાદે હત્યા), 304-A (બેદરકારીથી મૃત્યુ), 279 (રેસ-ડ્રાઇવિંગ) અને 120-બી (ગુનાહિત કાવતરું) જેવી કલમો લગાવવામાં આવી છે.

ભાસ્કરે આ કેસમાં દિલ્હી પોલીસની કાર્યવાહી અને વલણ અંગે બે લોકો સાથે વાત કરી. એક છે ઉત્તર પ્રદેશના પૂર્વ DGP વિક્રમ સિંહ, જેઓ પોલીસ કાયદો અને વ્યવસ્થાને સારી રીતે જાણે છે અને સમજે છે.

બીજું, ફોજદારી વકીલ કુમાર વૈભવ પાસેથી સમજ્યું કે જ્યારે આ કેસ કોર્ટ ઓફ લોમાં જશે, ત્યારે પોલીસની શિથિલતાને કારણે કયા પડકારો ઊભા થશે.

મને આ મામલે દિલ્હી પોલીસના વલણમાં 8 મોટી ખામી દેખાય છે:
1. નવા વર્ષની પૂર્વસંધ્યાએ દિલ્હી છાવણીમાં ફેરવાય છે. આ દિવસે પેટ્રોલિંગ, નાકાબંધી પૂરી ચપળતા સાથે કરવી જોઈએ. વિવિધ સ્થળોએ ચેકિંગ પોસ્ટ મૂકીને દારૂ પીનારાઓને નિયંત્રણમાં રાખવામાં આવે છે. યુવતીનો મૃતદેહ 14 કિમી સુધી વાહન નીચે ઢસડાતો રહ્યો, પરંતુ પોલીસને કેમ શંકા ન થઈ. નવા વર્ષની પૂર્વસંધ્યાએ પોલીસ આટલી ઢીલી કેવી રીતે હોઈ શકે?

2. પ્રત્યક્ષદર્શી દીપકે પોલીસને 22 વખત ફોન કર્યો, કોઈ સુનાવણી થઈ નહીં. પોલીસ પેટ્રોલિંગ કરનાર PCR ગાડી સામેથી પસાર થઈ હતી અને અવાજ આપવા છતાં રોકાઈ ન હતી. પોલીસે બીજા પ્રત્યક્ષદર્શીને પણ કહ્યું- જાઓ તમારું કામ કરો.

આ પ્રત્યક્ષદર્શીએ જાતે પોલીસનો સંપર્ક નહોતો કર્યો, પરંતુ જ્યારે આ સમાચાર મીડિયામાં આવ્યા ત્યારે તેણે પોતે પોલીસ પાસે જઈને ઘટના વિશે જણાવ્યું હતું. શું પોલીસે રાતથી સવાર સુધી પ્રત્યક્ષદર્શીઓ શોધવાનો પ્રયાસ કર્યો નહોતો?

3. દિલ્હી પોલીસના પ્રવક્તાએ પોસ્ટમોર્ટમ વિના કહ્યું હતું કે મૃત્યુ અકસ્માતને કારણે થયું છે. આરોપીએ કહ્યું હતું કે કારમાં જોરથી મ્યુઝિક વાગી રહ્યું હતું, પોલીસે તેને સાચું માની લીધું. વાસ્તવમાં જો કારની નીચે પાણીની બોટલ આવી જાય તોપણ ડ્રાઇવરને લાગે કે કંઈક અટપટું છે. પોલીસ પ્રવક્તા આરોપીના બચાવ વકીલ તરીકે હાજર થયા હતા. પોલીસે પીડિતા પક્ષની ફરિયાદના આધારે તપાસ કરવાની છે.

4. પોલીસે આરોપીનો તરત જ આલ્કોહોલિક ટેસ્ટ કરાવવો જોઈતો હતો. આરોપીઓનાં નિવેદનો સાથે ટેસ્ટનાં પરિણામોને મેચ કરીને કેસને સમજવો જોઈતો હતો. જોકે આ ટેસ્ટ 80 કલાક સુધી થઈ શકે છે, પરંતુ આટલા ગંભીર કેસમાં પોલીસે શા માટે ઢીલ કરી? પોલીસે લગભગ 36 કલાક પછી યુવતીનું પોસ્ટમોર્ટમ કર્યું. આટલા ગંભીર કેસમાં પોલીસનું આ પ્રકારનું ઉદાસીન વલણ સમજની બહાર છે.

5. ગુના કે અકસ્માતના સ્થળ પર પોલીસે ફેન્સિંગ ન કર્યું. બીજા દિવસે સામાન્ય લોકો અને મીડિયાકર્મીઓએ ક્રાઇમ સ્પોટને રગદોળી નાખ્યું. આ કારણે ખૂબ જ મહત્ત્વપૂર્ણ પુરાવાનો નાશ થવાની આશંકા છે. પોલીસે તાત્કાલિક ફોરેન્સિક ટીમ સાથે ક્રાઈમ સીન પરથી પુરાવા એકત્રિત કરવા જોઈતા હતા.

6. શરૂઆતમાં પોલીસે માત્ર અને માત્ર અકસ્માતની કલમો લગાવી હતી. આ પછી કલમ 304A, 120B લાગુ કરવામાં આવી હતી. જ્યારે પીડિતાની માતાએ બળાત્કારની આશંકા વ્યક્ત કરી તો પછી પોલીસે આ કેસમાં બળાત્કારની કલમ કેમ ન ઉમેરી. જો પોસ્ટમોર્ટમમાં એ ખોટું હોવાનું બહાર આવ્યું હોત તો પછી તપાસમાં આ કલમ દૂર કરવામાં આવી હોત. પીડિતાની માતાના નિવેદનના આધારે પોલીસે કેસમાં કાર્યવાહી કેમ ન કરી? પોલીસની આ એકતરફી કાર્યવાહીથી સ્પષ્ટ દેખાય છે કે પોલીસ સ્ટેશન કક્ષાએ આરોપીઓને ફાયદો કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

7. પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી FIR એક રનિંગ કોમેન્ટરી જેવી છે. જ્યારે પોલીસને ત્યાં સુધીમાં ખબર પડી ગઈ હતી કે આરોપીઓ કોણ છે. પોલીસે યુવતીના પક્ષથી FIR લખવી જોઈતી હતી. સુપ્રીમ કોર્ટે નિર્ણય કર્યો છે કે FIR કોઈ એન્સાઇક્લોપીડિયા નથી. પોલીસે ઘટના વિશે સાચી માહિતી આપવી જોઈએ, જેથી પાછળથી કેસ યોગ્ય રીતે આગળ વધી શકે.

8. પોલીસને અકસ્માતની જાણ થયાના કેટલાક કલાકો સુધી છોકરીની માતા અને પરિવારના સભ્યોને તેમની પુત્રી સાથે શું થયું એ વિશે જણાવવામાં આવ્યું નહોતું. પીડિત પક્ષને જાણવાનો અધિકાર અને જાણવાની જરૂરિયાત બંને છે. પીડિતાની માતાને ઘટના/ગુના વિશે વહેલામાં વહેલી તકે જાણ કરવાની જવાબદારી પોલીસની છે. તેને મૃતદેહ જોવાનો પણ અધિકાર હતો.

આરોપીઓને ગાડી નીચે બોડી હોવાની જાણ ન થઈ એ અસંભવ છે
14 કિમી સુધી તમારી ગાડી નીચે કોઈ બોડી ઢસડાય છે અને ગાડીમાં બેસેલા લોકોને એની જાણ ન થાય એ પોસિબલ નથી. બીજું, માની પણ લઈએ કે તેમને જાણ ન થઈ, તો પછી તેઓ દારૂના નશામાં એટલા ધૂત હતા કે તેમને ભાન પણ નહોતું.

આ તમામ પુરાવા હોવા છતાં પણ જો પોલીસ કોર્ટમાં 304A હેઠળ કેસ દાખલ કરે તો તેને 304 કેસમાં ફેરવવાની સત્તા કોર્ટ પાસે છે. જો આ કલમ હેઠળ દોષિત પુરવાર થાય તો 14 વર્ષ સુધીની સજા થઈ શકે છે.

પોલીસ સવાલોના ઘેરામાં, નબળી કાર્યવાહીથી કેસ કમજોર થયો
હાલ કહેવું મુશ્કેલ છે કે પોલીસે યોગ્ય કામ કર્યું નથી. સૌથી મોટો સવાલ છે કે PCR પર તેમને વારંવાર ફોન કરવામાં આવ્યા, જો તે ઉપાડી લેત તો અકસ્માતની ઘટના રોકી શકાત.

આરોપી યુવતીને 14 કિમી સુધી ઢસડી રહ્યા હતા, એમાં લગભગ 1 કલાક તો લાગ્યો હશે. આવી સ્થિતિમાં પોલીસે દરમિયાગીરી કરી હોત, તો કદાચ યુવતીને બચાવી લેવાત. હાલ પોલીસે CCTV ફૂટેજ તો મેળવી લીધા છે. મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ કરાવી રહ્યા છે.

જાતીય સતામણીના એન્ગલથી તપાસ જરૂરી
પોસ્ટમોર્ટમમાં સેક્સ્યૂઅલ અસોલ્ટ ન આવવાને કારણે માનવું ખોટું રહેશે કે તે એન્ગલથી તપાસ ન થાય. ખબર નહીં, છોકરીના આ છોકરાઓ સાથે સંબંધો હતા કે કેમ અને કોઈ ઝઘડો આ ક્રૂરતાનું કારણ બન્યું હોય. હવે કેસ ખુલ્લો છે, તેથી તપાસ સૌથી મહત્ત્વપૂર્ણ છે.

મુંબઈના એલિસ્ટર પરેરા કેસમાં પણ 304Aની જગ્યાએ 304 કલમ લગાડવામાં આવી હતી, કારણ કે એ કેસમાં આરોપી નશાની હાલતમાં હતો, તો કોર્ટમાં સવાલ ઊઠ્યો કે આવી સ્થિતિમાં ગાડી કેમ ચલાવી. આ તો ઈરાદાપૂર્વક કરવામાં આવ્યું હતું (2006માં એલિસ્ટર પરેરા નામની વ્યક્તિએ ગાડીથી 7 લોકોને કચડી નાખ્યાં હતા.)

આ કેસમાં જો આરોપીના મેડિકલ ટેસ્ટમાં આલ્કોહોલ મળી આવ્યો હોય અને પોલીસે કલમો બદલવાની અરજી કરી ન હોય તો તેમના પર સવાલ થવો જોઈએ.

અંજલિના મોતના આરોપી...

1. દીપક ખન્ના, 26 વર્ષનો, ગ્રામીણ સેવામાં ડ્રાઈવર, 2. અમિત ખન્ના, 25 વર્ષનો, ઉત્તમ નગરમાં SBI કાર્ડ્સ માટે કામ કરે છે, 3. 27 વર્ષનો ક્રિષ્ના, કનોટ પ્લેસમાં સ્પેનિશ કલ્ચર સેન્ટરમાં કામ કરે છે, 4. મિથુન, 26 વર્ષનો નરેલામાં હેર ડ્રેસર, 5. મનોજ મિત્તલ, ઉંમર 27, પી બ્લોક સુલતાનપુરીમાં રેશન ડીલર, બીજેપી નેતા.

અન્ય સમાચારો પણ છે...