• Gujarati News
  • Dvb original
  • No One Came To Me Despite Being A Doctor, Even The Patient Was So Scared Of The Trans Doctor That He Kept Me Awake.

બ્લેકબોર્ડ:જ્યારે જન્મ થયો તો થાળી વગાડવામાં આવી, મોટી થઈ તો માર પડવા લાગ્યો; સ્કૂલમાં ટીચર કમર દબાવતો, દર્દને કારણે રડતી તો ખોળામાંથી ઉઠાડી દેતો

નવી દિલ્હી18 દિવસ પહેલાલેખક: મૃદુલિકા ઝા

કોલકાતાની ગીચ વસતિમાં સાંજના સમયે રસોડામાં પકાવવામાં આવતી માછલીની ગંધની સાથે સંગીત અને બાળકોના રમવા-કૂદવાનો અવાજ. આ શહેરમાં મારું બાળપણ વીત્યું, પરંતુ રમતાં-કૂદતાં નહીં, આમથી તેમ ફૂટબોલની જેમ ઊછળતાં-ફેંકાતા. છોકરાઓના ગ્રુપમાં જતી તો તેઓ ભગાડી દેતા કે મારા જેવા શરમાળ છોકરાની તેમના વચ્ચે કોઈ જગ્યા નથી. છોકરીઓ પાસે જતી તો તેઓ ઈશારાઓમાં વાત કરતી, કંઈ ગણગણતી અને છોકરાઓની પાસે મોકલી દેતા. હું કોઈપણ જગ્યાએ ફિટ ન હતી.

છાતી પર ઉભાર દેખાવા લાગ્યો. અવાજ બદલાવા લાગ્યો અને ચાલ પણ. ત્યાં સુધી કપડાં પસંદ કરતી વખતે હું પોતે અવઢવમાં પડી જતી કે ચેકવાળો શર્ટ પહેરું કે ફૂલોવાળું ફ્રોક. આ અટકળ, આ ભિન્નતાએ મારું બાળપણ બદલાવીને રાખી દીધું. સ્કૂલમાં ટીચરે એબ્યૂઝ કર્યું, તો ડોકટર બન્યા બાદ દર્દીઓએ સારવાર કરાવવાનો ઈનકાર કરી દીધો. ઘણો સમય લાગ્યો, પોતાને આઝાદ કરવામાં.

ડૉ.સંતોષ ગિરી કહે છે- સાંજની ચાની ચૂસકી મારતા કે પછી શોપિંગ મૉલમાં ન જણાવી શકાય કે તમે ટ્રાન્સજેન્ડર છો. એમાં ઘણી શક્તિની જરૂર છે. આ જણાવતાં જણાવતાં તો મગજની નસ ફાટી જાય છે. તૈયાર રહેવું પડે છે- પોતાના લોકોથી દૂર રહેવા માટે.

જ્યારે જન્મ થયો ત્યારે છોકરો આવ્યો છે, એ વાતને લઈને જેટલી ખુશી મનાવવામાં આવે છે એ ઊજવાઈ. લાડુ વહેંચવામાં આવ્યા. કાંસાની થાળીઓ વાગી. હું ઘરમાં એકમાત્ર છોકરો હતો. મા હોશે હોશે કાળો ટીકો લગાડતી કે મારા પુત્રને કોઈની નજર ન લાગે. અહીં સુધી તો બધું જ બરોબર હતું, પરંતુ પરેશાની શરૂ ત્યારે થઈ, જ્યારે હું મોટી થવા લાગી. મને પેન્ટ-શર્ટ પહેરવા ગમતા ન હતા. મા-બહેન કોઈ કામ માટે થોડો સમય બહાર જાય કે હું તરત જ બહેનોના ફ્રોક કાઢીને પહેરી લેતી હતી.

એ એક મારી દુનિયા હતી. સજીધજીને મોડે સુધી અરીસો નિહાળ્યા કરતી. મને મારો જ ચહેરો પસંદ હતો. શણગાર કરેલો, અદાઓથી ચમકતો, પરંતુ આ થોડા સમય માટે જ હતું. બધાં ઘરે પરત ફરે એ પહેલાં ફટાફટ તમામ નિશાન એવી રીતે ભૂંસી નાખવામાં આવતા, જે રીતે કોઈ અપરાધી ગુનાના નિશાન મિટાવતા હોય. બહેનોનાં કપડાં ફરી કબાટમાં વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જતાં અને હું પેન્ટ-શર્ટ પહેરીને ઘરનો પ્રેમાળ દીકરો બની જતી.

આંખોની સામે જે રીતે પિક્ચર ચાલી રહ્યું હોય, સંતોષ આ રીતે પોતાના નાનપણને યાદ કરે છે. તે કહે છે- સેક્સ્યૂઅલ એબ્યૂઝનો ભોગ બને તો યુવતીઓ રડી શકે છે, ફરિયાદ કરી શકે છે, પરંતુ ટ્રાન્સજેન્ડરની સાથે એબ્યૂઝ એક સામાન્ય વાત હોય છે. તે હંમેશાં ચૂપ જ રહે છે, જે રીતે હું રહી.

ત્યારે હું મિડલ સ્કૂલમાં હતી, જ્યારે એક ટીચરે મારી સાથે વાત કરવાના બહાને મને ક્લાસમાં રોકી રાખી હતી. ક્લાસના અન્ય લોકો રમતના મેદાનમાં હતા અને હું ટીચરની સાથે એકલી. તે મને જ્યાં-ત્યાં અડકવા લાગ્યો. કમર અને પેટ પકડીને દબાવવા લાગ્યો. હું રડવા લાગી તો મને છોડી દીધી. જે પછી આ કાયમનું થઈ ગયું. સપ્તાહમાં બે વખત તેમનો ક્લાસ લેવાતો અને દરેક વખતે હું તેમની ગંદી હરકતને સહન કરતી. જ્યારે દર્દને કારણે રડવા લાગતી તો ખોળામાંથી ઉતારીને ભગાડી દેતો હતો.

વાતચીતમાં સંતોષ તે ટીચરનું આખું નામ પણ જણાવે છે. તે કહે છે, તેના કારણે મને સ્કૂલે જતા ડર લાગતો હતો. અભ્યાસમાં ઘણી જ સારી હતી, પરંતુ ક્લાસમાં જતા ડરતી હતી.

કોઈને ફરિયાદ કેમ ન કરી? મારા સવાલ પર સંતોષ કહે છે- જે બાળક પોતાની ઓળખ મેળવવાની લડાઈ લડી રહ્યો હયો, તે ટીચરની ફરિયાદ કઈ રીતે અને કોણ કરે. લાગતું હતું જાણે અંધારી ગુફામાંથી પસાર થઈ રહી છું, જે ક્યારેય ખતમ જ નથી થવાની. એકલામાં મારા શરીરને જોયા કરતી અને વિચારતી કે ઉપરવાળાથી મને બનાવવામાં કોઈ ભૂલ તો નથી થઈને.

ઘરમાં પણ વાતાવરણ બદલાવવામાં લાગ્યું હતું. છુપાઈ છુપાઈને કપડાં પહેરવાનો ભેદ ઉઘાડો પડવા લાગ્યો હતો અને મને જોરદાર માર મારવામાં આવતો હતો. બહારના લોકો પણ ફરિયાદ કરવા લાગ્યા. કોઈ મઉગા બોલાવતું તો કોઈ જનખા.

પિતાજીએ એક દિવસ બોલાવી અને ધમકાવીને મોટેથી બોલ્યા કે 'સુધરી જા'. મારા પર છોકરો બની રહેવાનું દબાણ હતું. જે રીતે કોઈના પર ડોકટર બનવાનું કે પછી પરિવાર ચલાવવાનું હોય છે. મેં પ્રયાસો પણ કર્યા. તેમનાં જેવાં જ કપડાં પહેરતી, તેમની જેમ ચાલવા અને બોલવાનો પ્રયાસ કરતી- પરંતુ આ બધા વ્યર્થ પ્રયાસો જ હતા. દિલથી તો હું યુવતી જ હતી. તો આ રીતે મર્દાનગી જગાડવાના તમામ પ્રયાસ બેકાર થયા.

એ પછી એક દિવસ પિતાજીએ મને ઘરમાંથી કાઢી મૂકી. કોલકાતાના રસ્તાઓ પર રખડતાં-ભટકતાં સાંજ થવા લાગી. કોઈ મિત્ર તો હતા નહીં કે તેના ઘરે જતી રહું. સંબંધીઓ તો પહેલેથી જ મજાક ઉડાવતા હતા. ભટકતાં ભટકતાં એક તળાવની પાળે પહોંચી અને બેસી ગઈ.

કહેવા પૂરતા તો છોકરાઓનાં કપડાં પહેર્યા હતા, પરંતુ ઢીલોઢફ્ફ શર્ટ અને માંહ્યલો યુવતીનું તો જોરજોરથી ધડકવા લાગ્યું હતું. રાત ઘેરાવા લાગી. આ વચ્ચે કેટલાક યુવકો આવ્યા અને મને ઘેરી લીધી. એકે પગ પર હાથ રાખ્યો. જે પછીનું કંઈ જ યાદ નથી. મારી આંખ હોસ્પિટલમાં જ ખૂલી.

શરીર પર અનેક જખમો હતાં. ચીસ પાડીને હું રડી પડી. તો સામે સ્ટૂલ પર પિતાજી બેઠા હતા અને મને જોઈને તેઓ પણ રડી રહ્યા હતા. આ દિવસથી મને અપનાવવાની શરૂઆત થઈ. તેઓ સમજી ગયા હતા કે યુવકોનાં કપડાંની અંદર તેમનું જે બાળક હતું તે એક યુવતી હતી.

સંતોષની બોલવાની શૈલીમાં પશ્ચિમ બંગાળ-બિહારની લય છે. તેઓ પોતાને 'અમે' કહીને બધી વાતચીત કરી. ઘરમાં બધું યોગ્ય થવા લાગ્યું તો કોલેજ મોઢું ફાડીને ઊભી હતી- સંતોષ યાદ કરે છે. કોલેજમાં એડમિશનનો સમય આવ્યો. હું યુવકોની જેમ દેખાવું-ચાલુ તેની પ્રેક્ટિસ કરીને પહોંચી, પરંતુ એ મારાથી શક્ય ન બન્યું. એડમિશન કાઉન્ટરમાંથી મને હટાવવાનું કહેવામાં આવ્યું. એકદમ જ મારા મોઢા પર જ. હું ચૂપચાપ ખૂણામાં ઊભી રહી અને પાછળવાળાને આગળ વધતા જોઈ રહી હતી. અંતે હું કોલેજ યુનિયનની પાસે પહોંચી. તેમણે મારી ઘણી તરફદારી કરી, એ બાદ મને ફરી કોલેજમાં લેવાની મંજૂરી આપવામાં આવી.

હું ભણવામાં ઘણી જ હોશિયાર હતી, પરંતુ એડમિશન માટે મારે ઘણું કરગરવું પડતુું હતું. જોકે અહીં સ્થિતિ સ્કૂલથી ઘણી સારી હતી. કોઈએ મને સેક્સ્યૂઅલી એબ્યૂઝ ન કર્યું. હું ખૂલીને છોકરીઓવાળા ડાન્સ કરતી અને ખૂબ વાહવાહી તેમજ તાળીઓ પણ મેળવતી, બંગાળમાં આ એક સારી વાત છે કે સંગીત તમને જેન્ડરથી ઉપર લઈ જાય છે. મારા જે શરીરની લચક અને આંખોના ભાવ મને શરમમાં મૂકતા હતા, એ જ કોલેજકાળમાં મારો સાથ આપવા લાગ્યા.

એટલે કે કોલેજ પછી તમારું જીવન ફરી ટ્રેક પર આવી ગયું? સંતોષે કંઈ કહ્યું નહીં! પછી મેં મેડિકલમાં ભણવા માટે કોલેજમાં એડમિશન લઈ લીધું. તે છેલ્લું વર્ષ હતું. ઈન્ટરશિપ ચાલી રહી હતી. પછી હું ડોકટર બની જાત, પરંતુ મરતા દર્દીને પણ ટ્રાન્સજેન્ડર ડોકટરની જરૂર ન હતી.

હોસ્પિટલમાં દર્દીઓની ભીડ થતી, બધાને જ ઉતાવળ હતી કે મારું ચેકઅપ ઝડપથી થઈ જાય, પણ હું એક ખૂણામાં ખાલી ટેબલ-ખુરસી પર બેઠી હતી. ડોકટરનો સફેદ કોટ હોવા છતાં કોઈ દર્દી મારી બાજુ આવતો ન હતો. હું અવાજ પણ કરતી ત્યારે કાં તો ઈગ્નોર કરી દેતા કે પછી કહેતા- અમારે તો ડોકટરને જ દેખાડવું છે. બીજી બાજુ મારા સાથી ડોકટરની પાસે પેશન્ટ્સ ધક્કામુક્કી કરતા હતા. ત્યારે જાણ્યું કે ડોકટરમાં પણ જેન્ડર હોય છે. પછી હું ક્યારેય પ્રેક્ટિસ ન કરી શકી. જેટલી ધીરજ અને જુસ્સો મારામાં છે, એ જોતા એવું લાગે છે કે કદાચ હું સારી ડોકટર હોત, પરંતુ એ પહેલાં મારે યુવતી કે યુવક થવાની જરૂર હતી.

ડોકટર તો ન બની શકી, પરંતુ મારા જેવા લોકો માટે કામ કરવા લાગી, બોલવા લાગી, પરંતુ આ એટલું સહેલું ન હતું. હું આવા લોકો માટે જ કામ કરું છું. કહેવા માટે ઘણી જ મજબૂત થઈ ગઈ હતી, પણ ઘણી વખત કેટલીક સામાન્ય બાબતમાં અટકી જવું છું. કપડાં પસંદ કરવા જવું તો એકપણ એવો સ્ટોર નથી, જ્યાં જેન્ડર ન્યૂટ્રલ કપડાં હોય.

યુવતીઓના સ્ટોરમાં જવું તો બધા ઘૂરી ઘૂરીને જુએ છે. યુવકના સ્ટોરમાં જવું તો સમય જ બગડે છે. ક્યારેય કોઈ એપ્લિકેશન ભરું તો મેલ-ફીમેલ કોલમમાં અટકી જાઉં છું. દરેક જગ્યાએ 'અધર'નો ઓપ્શન નથી હોતો.

અન્ય સમાચારો પણ છે...