• Gujarati News
  • Dvb original
  • Nityananda, Who Believed Himself To Be God, Inhabited The Next Country; Learn How To Get A Place At The UN

નિત્યાનંદની પ્રતિનિધિ કઈ રીતે UN સુધી પહોંચી?:પોતાને ભગવાન માનનાર નિત્યાનંદે વસાવ્યો અલગ દેશ; દેશની પોતાની બેંક, રૂપિયા અને નમસ્કારની રીત પણ અલગ

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

લાંબા વાળ, માથા પર માંગટીકા અને સાધ્વીનો ડ્રેસ પહેરીને અંગ્રેજી બોલતી મહિલાનો વીડિયો ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. આ મહિલા પોતાને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કૈલાસાની પ્રતિનિધિ બતાવે છે. આ દેશ ભારતથી નાસી ગયેલા ભાગેડુ ગુરુ નિત્યાનંદે વસાવ્યો છે.

જાણવું જરૂરી છે કે દુષ્કર્મના આરોપી નિત્યાનંદની એક પ્રતિનિધિ UN જેવા મોટા મંચ સુધી કેવી રીતે પહોંચી. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કૈલાસા તરીકે ઓળખાતા એક ટાપુને એક દેશની ઓળખ અપાવવાની આ સમગ્ર કવાયત શું છે અને કોણ છે નિત્યાનંદની શિષ્યા, જેનો વીડિયો વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યો છે, કહાની શરૂ થાય છે...

વિવાદાસ્પદ ગુરુ સ્વામી નિત્યાનંદથી.

તેમણે પોતાને ભગવાનનો અવતાર બતાવ્યો. તેમણે સૂર્યને 40 મિનિટ સુધી ઊગતાં અટકાવવાનો, તો ક્યારે દીવાલની એક પારથી બીજી પાર સુધી જોવાનું અને ભૂત-પ્રેત સાતે મિત્રતા કરવાનો દાવો કર્યો. આ ઉપરાંત વાંદરા અને અન્ય જાનવરોને સંસ્કૃત અને તમિળ બોલતા શીખવવાનો દાવો કરતા નિત્યાનંદ પર ભારતમાં ઘણા કેસ દાખલ છે. હવે તેમના જ બનેલા દેશ કૈલાસાની મહિલા પ્રતિનિધિ 22 ફેબ્રુઆરીએ યુનાઇટેડ નેશન્સના મંચ પર દેખાવા એ એક ચોંકાવનારી બાબત હતી, ખાસ કરીને સાધ્વી જેમ દેખાતી તેમની શિષ્યા વિજયપ્રિયા નિત્યાનંદ.

વિજયપ્રિયા નિત્યાનંદ

વિજયપ્રિયા નિત્યાનંદ સંયુક્ત રાષ્ટ્રમાં કૈલાસાની સ્થાયી રાજદૂત છે. અમેરિકાના વોશિગ્ટન ડીસી શહેરમાં રહેતી વિજયપ્રિયાને કૈલાસામાં ડિપ્લોમેટનો હોદ્દો મળ્યો છે. વિજયપ્રિયાના અનુસાર, તેમના ગુરુ નિત્યાનંદે તેમના માટે ઘણુંબધું કર્યું છે અને તે તેમને જીવનનો સ્રોત માને છે. યુએનના આ કાર્યક્રમમાં તેમની સાથે આ પાંચ પણ મહિલા પણ દેખાઈ હતી.

જેમના નામ નીચે અનુસાર છે

મુક્તિકા આનંદ, પ્રમુખ, કૈલાસા લોસ એન્જેલસ સોના કામત, ચીફ, કૈલાસા સેન્ટ લૂઇસ નિત્યા આત્મદાયકી, ચીફ, કૈલાસા યુકે નિત્યા વેન્કટે, ચીફ, કૈલાસા ફ્રાન્સ પ્રિયમપરા નિત્યાનંદા, કૈલાસા સ્લોવેની

UNની આ કોન્ફરન્સમાં વિજયપ્રિયાએ ભારત પર કેટલાક આરોપો લગાવ્યા

તેમનું કહેવું છે કે હિન્દુ પરંપરાને પુનર્જીવિત કરનારા તેમના ગુરુનું ભારતમાં શોષણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત તેમણે કૈલાસા, નિત્યાનંદ અને 20 લાખ હિન્દુ પ્રવાસીઓના અત્યાચારને રોકવા માટે સંયુક્ત રાષ્ટ્ર પાસેથી ઉપાયો માગ્યા છે.

UNની બેઠકમાં ભાગેડુ નિત્યાનંદના દેશે ભાગ કેવી રીતે લીધો

વાસ્તવમાં UNની ઓફિશિયલ વેબસાઇટ કૈલાસાને 193 મેમ્બર સ્ટેટ્સમાં સામેલ નથી કરતી, પરંતુ એક કથિત દેશ કે સંગઠનને યુએનનાં કેટલાંક ખાસ સેશનમાં પ્રતિનિધિ મોકલવાનો અધિકાર હોય છે, તેથી UN મેમ્બર હોવું જરૂરી નથી. આ કારણસર જ કૈલાસા UN સુધી પહોચ્યું છે. હકીકતમાં કેલાસાને આજસુધી કોઈપણ દેશે અલગ દેશ તરીકેની માન્યતા નથી આપી, પરંતુ કેમ? જેનો જવાબ નિત્યાનંદના કાવતરાથી સંકળાયેલો છે. તેમના પર બળાત્કાર અને અપહરણના કેસો દાખલ છે. 2010માં એક શિષ્યાએ નિત્યાનંદ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. ત્યાર પછી 2019માં ગુજરાત પોલીસે બાળકોનું અપહરણનો આરોપ લગાવ્યો. આ દરમિયાન નિત્યાનંદ દેશ છોડીને ભાગી ગયા. તેમણે સાઉથ અમેરિકાની પાસે ઇક્વાડોરમાં એક ટાપુ ખરીદ્યો. આને નવા દેશ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કૈલાસાનું નામ આપ્યું. નિત્યાનંદ એને વિશ્વનો પ્રથમ આઝાદ હિંદુ દેશ કહ્યું હતું. તેમના મુજબ, આ દેશ હિંદુઓનો અવાજ ઉઠાવે છે અને એનું પોતાનું બંધારણ પણ છે. દેશની મુખ્ય ભાષા અંગ્રેજી, સંસ્કૃત અને તમિળ છે. રાષ્ટ્રીય ફૂલ કમળ, તો રાષ્ટ્રીય પ્રાણી નંદી છે. નિત્યાનંદે પોતાના દેશની એક બેન્ક પણ લોન્ચ કરી, જેને રિઝર્વ બેન્ક ઓફ કૈલાસા અને કરન્સીને કૈલાસિયન ડોલર કહે છે. તો આ ટાપુ પર સંબોધનમાં નમસ્તેના બદલે નિત્યાનંદમનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત આ દેશમાં એવા જ લોકો આવી શકે છે, જેઓ નિત્યાનંદ અને તેમના વિચારોથી પ્રભાવિત હોય.

તો આ હતી પોતાને ભગવાન માનનારા ભાગેડુ નિત્યાનંદ અને તેમના દેશની કહાની. ઉપરના ફોટા પર ક્લિક કરો અને વીડિયો જુઓ…

અન્ય સમાચારો પણ છે...