નાદિયા બળાત્કાર કેસમાં પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીના નિવેદનની આકરી ટીકા થઈ રહી છે. એક પત્રકારના સવાલ પર તેમણે કહ્યું હતું કે તમને કેવી રીતે ખબર પડી કે તેની પર બળાત્કાર થયો હતો? કે પછી પ્રેમ-અફેરનો મોમલો હતો?
આ અંગે સુપ્રીમ કોર્ટમાં નિર્ભયા કેસ લડનાર વકીલ સીમા કુશવાહનું કહેવું છે કે તેમણે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે તેઓ હાઈપ્રોફાઈલ નેતાઓને આવા નિવેદનો કરતા અટકાવવા માટે સરકારને કડક કાયદો લાવવાનો આદેશ આપો.
ભાસ્કરે વકીલ સીમા કુશવાહ સાથે આ સંબંધિત મુદ્દા પર વિગતવાર વાત કરી હતી.
કુશવાહાએ કહ્યું, “કાયદો, 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીની સંમતિ અથવા અસંમતિનો પ્રશ્ન જ ઊભો થતો નથી. દરેક સંજોગોમાં તે બળાત્કાર છે. આરોપીઓને બળાત્કારની સજા મળશે.
સીએમ જેવા જવાબદાર પદ પર બેઠેલા મમતા બેનર્જીનું આ નિવેદન અસંવેદનશીલતાની તમામ હદ પાર કરે છે. આ નિવેદન તેમના કાયદાકીય જ નહીં પરંતુ સામાન્ય સમજણ પર પણ સવાલો ઉભા કરે છે.
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં 14 વર્ષની સગીરા પર ગેંગરેપ થયો હતો. બાદમાં તેનું મૃત્યુ થયું હતું. રાજકીય રીતે પ્રભાવશાળી હોવાને કારણે આરોપીના પિતા અને સહયોગીઓએ પીડિતાના પરિવાર પર દબાણ કર્યું અને પીડિતાના અંતિમ સંસ્કાર પણ કરાવી નાંખ્યા હતા.
સીએમ મમતા બેનર્જીએ આ મામલે સવાલ પૂછનાર પત્રકારને જવાબ આપ્યો, 'તમને કેવી રીતે ખબર પડી કે તેના પર બળાત્કાર થયો છે? શું તે પ્રેગ્નન્ટ હતી? અથવા કોઈ પ્રેમ અફેરનો મામલો હતો? તેમણે આ વાત એક જાહેર કાર્યક્રમમાં કહી હતી.
નિર્ભયા રેપ કેસ અને હાથરસ રેપ પીડિતાના એડવોકેટ સીમા કુશવાહા કહે છે, “આવા નિવેદનો આવતા રહે છે. સમાજમાં મહિલાઓ પ્રત્યે એવી ધારણા છે કે રાત્રે બહાર જવું, ટૂંકા કપડા પહેરવા, છોકરાઓ સાથે ઉઠવું-બેસવું એ બળાત્કારનું કારણ છે.
પરંતુ જો કોઈ રાજકારણી અથવા અન્ય પ્રભાવશાળી વ્યક્તિ મહિલાઓની નમ્રતા અથવા ગરિમાને ઠેસ પહોંચાડનારું નિવેદન આપે છે, તો તેમને સજા કરવા માટેનો કોઈ કાયદો નથી.”
ઓળખ છતી કરવા સામે કેસ થઈ શકે છે
કુશવાહ કહે છે, “જો બળાત્કાર પીડિતાની ઓળખ જાહેર કરવામાં આવે છે, તો તેના માટે કાયદો છે. તેમની સામે 288A હેઠળ કાર્યવાહી થઈ શકે છે, જેમ દિલ્હીમાં એક બળાત્કાર કેસમાં રાહુલ ગાંધીએ પીડિતાનો ફોટો સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. આવા કિસ્સાઓ કાર્યવાહી હેઠળ આવે છે, પરંતુ ગૌરવનું ઉલ્લંઘન કરનાર સામે આપણી પાસે કાયદાનું કોઈ શસ્ત્ર નથી.”
રાજકીય વગના કારણે હાઈપ્રોફાઈલ કેસ
4 એપ્રિલે નાદિયા જિલ્લાના હાંસખલીમાં બળાત્કારનો મામલો સામે આવ્યો હતો. આરોપી ટીએમસીના પંચાયત સભ્યનો પુત્ર હતો.
આરોપીના પિતા ગ્રામ પંચાયતના સભ્ય છે. ટીએમસીના નેતા હોવાના કારણે તેમના રાજકીય સંબંધો પણ છે. મળતી માહિતી મુજબ, આરોપીએ પીડિતાને જન્મદિવસની ઉજવણીમાં બોલાવી હતી. આરોપ છે કે TMC નેતાના પુત્રએ તેની સાથે ગેંગરેપ કર્યો હતો. ત્યાં પીડિતાની તબિયત બગડી ગઈ હતી. તેને ડૉક્ટર પાસે લઈ જવામાં આવી હતી. પણ રસ્તામાં જ તેનું મોત થયું હતું.
પરિવારજનોનો આક્ષેપ છે કે પીડિતાનું મોત વધુ પડતું લોહી વહી જવાને કારણે થયું છે. તેમનો આરોપ છે કે તેમની પુત્રી પર ટીએમસી નેતાના પુત્ર દ્વારા ગેંગરેપ કરવામાં આવ્યો હતો. તેમનું એવું પણ કહેવું છે કે આરોપીના પિતા અને અન્ય પક્ષના કાર્યકરોએ બળજબરીથી પીડિતાના અંતિમ સંસ્કાર પણ કરાવી નાંખ્યા હતા.
અત્યાર સુધી શું થયું
પોલીસે આરોપીઓ સાથે બે લોકોની ધરપકડ કરી છે. તપાસ ચાલુ છે. બીજી તરફ આ મામલાની તપાસ કરવા માટે નેશનલ કમિશન ફોર ચિલ્ડ્રનની ટીમ જિલ્લામાં પહોંચી ગઈ છે.
નેતાઓના વિવાદિત નિવેદનો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.