• Gujarati News
  • Dvb original
  • New Nursing Colleges And Seats Will Increase, As The Government Has Received 150 Applications, 120 Will Be Approved Shortly Gujarat

મૂંઝવણ પર મલમપટ્ટી:ધો.12ના વિદ્યાર્થીઓ મુંઝાશો નહિ; નર્સિંગ કોલેજ અને સીટ વધશે, સરકારને 150 અરજીઓ મળી, 120ને ટૂંકમાં મંજૂરી મળશે

અમદાવાદ4 મહિનો પહેલાલેખક: અર્પિત દરજી
  • કૉપી લિંક
  • ધોરણ 12 પછી નર્સિંગના કોર્સમાં વિદ્યાર્થીઓનો ઝૂકાવ વઘે તેવી શક્યતા-જાણકારો
  • કોરોના દરમિયાન તાલિમબદ્ધ નર્સિંગ સ્ટાફની અછત જોવા મળી, જેથી હાલ નર્સિંગ ક્ષેત્ર ઉત્તમ વિકલ્પ

ચાલુ વર્ષે ધોરણ 12 બોર્ડની પરીક્ષા લેવાઇ નથી, જેથી વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ધોરણ12 પછી કારકિર્દીની પસંદગી મોટો પ્રશ્ન વાલીઓની સાથે વિદ્યાર્થીઓને પણ સતાવી રહ્યો છે. તેવામાં નર્સિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માગતા વિદ્યાર્થીઓ માટે સારા અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોરોના કાળમાં પાછલા એક વર્ષથી તાલિમબદ્ધ નર્સિંગ સ્ટાફની મોટા પ્રમાણમાં જરૂરિયાત જોવા મળી છે, ત્યારે નવા શૈક્ષણિક વર્ષ માટે 150 જેટલી નર્સિંગ કોલેજ અને બેઠકો વધારવા માટેની અરજીઓ આરોગ્ય વિભાગને મળી છે. સામાન્ય રીતે દર વર્ષે આવી 80-90 અરજી થતી હોય છે.

ઇસ્પેક્શન બાદ ટૂંક સમયમાં મળશે મંજૂરી
રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળેલ માહિતી પ્રમાણે 150 જેટલી અરજીઓ નર્સિંગ કોલેજ કે બેઠક વધારા માટે મળી છે. જેમાંથી 121 જેટલી અરજીની ચકાસણી કરીને રાજ્ય સરકારની પરવાનગી માટે મોકલી આપવામાં આવી છે. બાદ સરકાર અને નર્સિંગ કાઉન્સિલ સ્થળ તપાસ એટલે કે ઇન્સ્પેક્શન કર્યા બાદ આખરી મંજૂરી આપશે, જેનો લાભ વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષથી આ બેઠકોનો લાભ થશે જે સૌથી મહત્વપૂર્ણ બની રહેશે.

સિવીલ હોસ્પિટલ સ્થિત સરકારી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ (ફાઇલ ફોટો)
સિવીલ હોસ્પિટલ સ્થિત સરકારી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ (ફાઇલ ફોટો)

હાલની સ્થિતીમાં નર્સિંગ પહેલી પંસદગી બની રહેશે
સિવિલ કેમ્પસ સ્થિત નર્સિંગ કોલેજના આચાર્ય હરેશ ચૌધરીનું કહેવું છે કે ચાલુ વર્ષે બોર્ડની પરીક્ષા લેવાઇ નથી, જેથી પ્રવેશ કાર્યવાહી વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો પડકાર બની રહેવાની છે. એવરેજ ગણાતા વિદ્યાર્થીઓ માટે નર્સિંગનો અભ્યાસક્રમ હાલના તબક્કે પહેલી પસંદ બની રહેશે. કોવિડના સમયગાળા દરમિયાન સુસજ્જ અને તાલીમબદ્ધ નર્સિંગ સ્ટાફની ખૂબ જ અછત જોવા મળી છે. મોટો પગાર આપવા છતાંય નર્સિંગ સ્ટાફ ઉપલબ્ધ ન હતો. જેથી આ વખતે નર્સિંગના અભ્યાસક્રમ પ્રત્યે વિદ્યાર્થીઓનો ઝુકાવ જોવા મળે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે.

કોરોના દરમિયાન લોકોને જાગૃત કરતા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ (ફાઇલ ફોટો)
કોરોના દરમિયાન લોકોને જાગૃત કરતા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ (ફાઇલ ફોટો)

કોરોના બાદ ભારતમાં નર્સિંગ સ્ટાફની જરૂરિયાત વધી
નર્સિંગ કાઉન્સિલ વાઇસ પ્રેસિડન્ટ આઇ.કે. કડીવાલાનું કહેવુ છે કેે હોસ્પિટલમાં નર્સ સતત દર્દી જોડે હોય છે, જેથી દર્દીના સંભાળની જવાબદારી નર્સ વિશેષ હોય છે. પહેલા વિદેશમાં નર્સિંગ સ્ટાફની માંગ વધુ હતી, પરંતુ હવે કોવિડ આવ્યા બાદથી દેશ અને રાજ્યમાં રોજગારીની ઉજ્જવળ તક ઉભી થઇ છે. હાલના તબક્કે નર્સિંગની નવી કોલેજો શરૂ થાય તે સમયની માંગ છે, પરંતુ નવી કોલેજોને પરવાગની વખતે કોલેજનું ઇનફ્રાસ્ટ્રકચર, સ્ટાફ સહિતની સુવિધાનું ધ્યાન રખાય તે ખૂબ જરૂરી છે. હાલ રાજ્યની નર્સિંગ કોલેજમાં કુલ 20,730 ઉપલબ્ધ છે. જેમાં B.Sc નર્સિંગની 7360, ANMની 4985 જ્યારે GNMની 8385 બેઠકો છે.

કોવિડ ટેસ્ટિગ કામગીરીમાં પણ નર્સિંગ સ્ટાફની મહત્વની કામગીરી રહી (ફાઇલ ફોટો)
કોવિડ ટેસ્ટિગ કામગીરીમાં પણ નર્સિંગ સ્ટાફની મહત્વની કામગીરી રહી (ફાઇલ ફોટો)

દર વર્ષે 2 હજાર નર્સની વિદેશમાં માંગ
નર્સિંગ કાઉન્સિલના રજિસ્ટ્રાર પ્રજ્ઞાબેન ડાભીએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યુ કે હાલના તબક્કે નર્સિંગ ક્ષેત્રે ઉજ્જવણ કાર્કિર્દી છે. ઉપરાંત વિદેશમાં નર્સિંગ સ્ટાફની માંગ હોવાથી, દર વર્ષે 1500થી 2 હજાર નર્સ રોજગારી માટે વિદેશ જાય છે. ખાસ ગલ્ફ દેશો, કેનેડા, ઓસ્ટ્ેલિયા વગેરે દેશોમાં નર્સિંગ સ્ટાફની માંગ વધુ હોય છે.

વેક્સિનેશનની કામગીરીમાં જોડાયેલ નર્સિંગ સ્ટાફ (ફાઇલ ફોટો)
વેક્સિનેશનની કામગીરીમાં જોડાયેલ નર્સિંગ સ્ટાફ (ફાઇલ ફોટો)

નર્સિંગ બાદ કારકિર્દી માટે ઉજ્જવળ તકો
અમદાવાદના લપકામણ સ્થિત અમદાવાદ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયંસની નર્સિંગ કોલેજના આચાર્ય હેતલ પટેલનું કહેવું છે કે રાજ્ય સરકારે પણ નર્સિંગ સ્ટાફની ભરતીની જાહેરાત પણ કરી છે. ધોરણ 12 પછી કારકિર્દી બનાવાવ માટે નર્સિંગનો અભ્યાસ શ્રેષ્ઠ છે. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે 4 વર્ષનો ડિગ્રી કોર્સ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ પણ બે વર્ષનો ANM અને 3 વર્ષનો GNM નર્સિંગનો ડિપ્લોમાં કોર્સ પણ ઉત્તમ સાબિત થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...