તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Over 43000 New Investors Were Registered Daily In Last One Year In Stock Market Despite Having Weak Economy

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડેટા સ્ટોરી:કોરોનાની મંદીમાં પણ શેરબજારમાં રોજના 43,000થી વધુ નવા રોકાણકારોનો ઉમેરો થયો, એક વર્ષમાં ઇન્વેસ્ટર્સની સંખ્યા 32% વધી

અમદાવાદ6 દિવસ પહેલાલેખક: વિમુક્ત દવે
  • કૉપી લિંક
  • IPOમાં સારું વળતર અને સ્ટોક માર્કેટની તેજીએ ઇન્વેસ્ટર્સને આકર્ષ્યા
  • ગુજરાતમાં પણ એક વર્ષમાં ઇન્વેસ્ટર્સની સંખ્યા 21% જેવી વધી
  • ભારતીય કંપનીઓએ BSE પરથી રૂ. 18.56 લાખ કરોડનું ફંડ મેળવ્યું

કોરોનાની મહામારીને કારણે ભારતના અર્થતંત્રને ભારે ફટકો પડ્યો હતો અને લોકમુખે મંદીની વાતો જ ચર્ચાતી હતી. આમ છતાં ભારતીય શેરબજારમાં રોજના 43,372 નવા રોકાણકારોનો ઉમેરો થઈ રહ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના ડેટા મુજબ, 5 એપ્રિલ 2021 સુધીમાં 6.47 કરોડ રોકાણકારો રજિસ્ટર્ડ થયા છે. એક વર્ષ અગાઉ આ સંખ્યા 4.89 કરોડ હતી, એટલે કે એક વર્ષમાં 1.58 કરોડ રોકાણકારો વધ્યા છે.

યુવા રોકાણકારો શેરબજાર તરફ આકર્ષાયા છે
ઇન્વેસ્ટર પોઇન્ટના જયદેવસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે શેરબજારમાં યુવા રોકાણકારોનો રસ ઘણો વધ્યો છે અને એ વાત નવા નોંધાયેલા રોકાણકારોના આંકડામાં દેખાઈ રહી છે. ગુજરાત હોય કે દેશ, 22થી 35 વર્ષના ઈન્વેસ્ટર્સ વધી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં ભારતીય શેરબજારોનું પર્ફોર્મન્સ ઘણું સારું રહ્યું છે. કોરોનાકાળમાં પગાર કપાયા હતા એવા સમયે લોકો સ્ટોક માર્કેટમાં આવેલી તેજીથી આકર્ષાયા હતા.

ગુજરાતમાં રોકાણકારોની સંખ્યા 21% વધી
BSEના ડેટા મુજબ, ગુજરાતમાં એક વર્ષમાં ઈન્વેસ્ટર્સની સંખ્યા 21% વધીને 83.16 લાખ પર પહોંચી છે. એક વર્ષમાં રાજ્યમાં 14.29 લાખ નવા રોકાણકારોનો ઉમેરો થયો છે. એપ્રિલ 2020માં ગુજરાતમાં 68.88 લાખ રોકાણકારો નોંધાયા હતા. આંકડા બતાવે છે કે દેશમાં રોકાણકારોની સંખ્યાના મામલે ગુજરાત બીજા ક્રમે છે. 1.40 કરોડ રોકાણકારો સાથે મહારાષ્ટ્ર પહેલા સ્થાને છે.

કુલ રોકાણકારોના 35% મહારાષ્ટ્ર અને ગુજરાતમાં
અત્યારે BSE પર 6.47 કરોડ રોકાણકારો નોંધાયેલા છે. આમાંથી 35% ઈન્વેસ્ટર્સ એકલા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આવેલા છે. છેલ્લા એક મહિનામાં જ આ બંને રાજ્યોમાં 5.50 લાખ નવા રોકાણકારોનો ઉમેરો થયો છે અને એક વર્ષમાં 48.62 લાખ નવા ઈન્વેસ્ટર્સ આવ્યા છે.

રોકાણકારોના રજિસ્ટ્રેશનમાં આગળ ટોપ-10 રાજ્યો

રાજ્યરોકાણકારો
મહારાષ્ટ્ર1.40 કરોડ
ગુજરાત83.16 લાખ
ઉત્તરપ્રદેશ47.40 લાખ
તામિલનાડુ40 લાખ
કર્ણાટક38.87 લાખ
પશ્ચિમ બંગાળ37.64 લાખ
દિલ્હી35.32 લાખ
આંધ્રપ્રદેશ33.83 લાખ
રાજસ્થાન31.32 લાખ
મધ્યપ્રદેશ22.82 લાખ

​​​​​​સોર્સ: બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)

IPOની સફળતાથી નવા રોકાણકારો બજારમાં આવ્યા
ચૂડાસમાએ જણાવ્યું હતું કે મંદીના સમયે લોકો બચત અને આવક વધારવાના નવા સોર્સ શોધતા હોય છે. નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન જેટલા પબ્લિક ઇસ્યૂ આવ્યા છે એમાં સારું વળતર મળ્યું છે. કોરોનાની મંદી વચ્ચે પણ IPO માર્કેટમાં સારું વળતર મળ્યું અને આથી જ બજારમાં નવા રોકાણકારો પ્રવેશી રહ્યા છે.

કોર્પોરેટ્સે રૂ. 18.56 લાખ કરોડનું ભંડોળ એકઠું કર્યું
બોમ્બે સ્ટોક એક્સચેન્જના જણાવ્યા મુજબ, નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન ભારતીય કોર્પોરેટ્સે બોન્ડ, રાઇટ ઇસ્યૂ, કોમર્શિયલ પેપર અને IPO મારફત રૂ. 18.56 લાખ કરોડનું ભંડોળ એકઠું કર્યું હતું. કોરોનાની કપરી પરિસ્થિતિ વચ્ચે પણ ફંડ રેઇઝિંગની પ્રવૃત્તિમાં આગલા વર્ષના રૂ. 12.14 લાખ કરોડની તુલનામાં 53%નો નોંધપાત્ર ઉછાળો જોવાયો હતો.

મંદી વચ્ચે શેરબજારની તેજીએ લોકોને આકર્ષ્યા
લક્ષ્મીશ્રી ઇન્વેસ્ટમેન્ટ એન્ડ સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર સલીલ કુમાર શાહે જણાવ્યું હતું કે કોરોનાને કારણે એપ્રિલ અને મે મહિનામાં સંપૂર્ણ લોકડાઉન હતું. લોકો પોતાના ઘરે હતા અને અર્થતંત્રની સ્થિતિ ડામાડોળ હતી. એવા સમયે શેરબજારમાં સુધારો શરૂ થયો હતો. લોકો સલામત રોકાણ શોધતા હતા. તેવા ટાઈમે માર્કેટમાં આવેલી તેજીથી ઘણા રોકાણકારો આકર્ષાયા હતા.
એક વર્ષમાં સેન્સેક્સની મૂવમેન્ટ

મહિનોઓપનક્લોઝ
માર્ચ 202038,910.9529,468.49
એપ્રિલ 202029,505.3333,717.62
મે 202032,748.1432,424.10
જૂન 202032,906.0534,915.80
જુલાઇ 202035,009.5937,606.89
ઓગસ્ટ 202037,595.7338,628.29
સપ્ટેમ્બર 202038,754.0038,067.93
ઓકટોબર 202038,410.2039,614.07
નવેમ્બર 202039,880.3844,149.72
ડિસેમ્બર 202044,435.8347,751.33
જાન્યુઆરી 202147,785.2846,285.77
ફેબ્રુઆરી 202146,617.9549,099.99
માર્ચ 202149,747.7149,509.15
એપ્રિલ 202149,868.5349,201.39

​​​​​​સોર્સ: બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)

ડિજિટાઇઝેશન થવાથી નવાં અકાઉન્ટ ખોલવા સરળ બન્યાં
સલીલ કુમાર શાહે જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષ દરમિયાન નિયમોમાં ઘણા ફેરફાર થયા છે. ડિમેટ અને ટ્રેડિંગ અકાઉન્ટ ખોલવાની વાત હોય કે રોકાણ કરવાની વાત હોય, ડિજિટાઇઝેશનને કારણે આ બધી પ્રક્રિયા ઘણી સરળ બની છે. પેપરવર્ક ઘટી ગયું છે. ઓનલાઈન KYC થઈ જાય છે, એટલે સમગ્ર પ્રક્રિયા સરળ બની છે.

નવા જોડાયેલામાંથી મોટાભાગના ડે-ટ્રેડિંગ કરે છે
ઈન્વેસ્ટલાઈન સિક્યૂરિટીઝના એમડી ગૂંજન ચોક્સી જણાવે છે કે, વર્ક ફ્રોમ હોમ શરુ થતાં ટેક-સેવી વર્ગે જોબ સાથે સમાંતર સ્ટોક ટ્રેડિંગ શરૂ કર્યું હતું. એજ્યૂકેટેડ અને ટેકસેવી હોવાના કારણે તે ટેકનિકલ્સનો ઉપયોગ કરીને પોતાની રીતે સ્ટોક ટ્રેડિંગના નિર્ણયો લઈ શકતો હતો. આ કારણે જ છેલ્લા એક વર્ષમાં બજારમાં પ્રવેશેલો વર્ગ ડિસ્કાઉન્ટેડ બ્રોકિંગ મોડેલ સાથે જોડાવા સાથે પ્યોર ટ્રેડર બન્યો છે. નવા જોડાયેલા વર્ગમાંથી મોટો વર્ગ ડે-ટ્રેડિંગ કરી રહ્યો છે. IPO વગેરેને કારણે પણ એક વર્ગ બજારમાં પ્રવેશ્યો છે પરંતુ તેના કરતાં પણ તે સેકન્ડરી માર્કેટમાં ટ્રેડિંગથી આકર્ષાયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો