તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Nehru Vs. Modi: The First Government Was Formed With 14 Ministers, Now There Are 78 Ministers; Nehru Gives Non leader Ministry Of Commerce, 5 Former Bureaucrats In Team Modi

ભાસ્કર ડેટા સ્ટોરી:નહેરૂ વિ. મોદીઃ 14 મંત્રીઓ સાથે બની હતી પ્રથમ સરકાર, હવે 78 છે મંત્રી; નહેરૂએ નૉન નેતાને કોમર્સ મંત્રાલય આપ્યું હતું, ટીમ મોદીમાં 5 પૂર્વ બ્યૂરોક્રેટ

નવી દિલ્હી20 દિવસ પહેલાલેખક: જયદેવ સિંહ
  • કૉપી લિંક

આ સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની કેબિનેટમાં મોટા પાયે ફેરફાર કર્યા છે. 12 મંત્રીઓનાં રાજીનામા આવ્યા તો 36 નવા ચહેરા કેબિનેટમાં સામેલ થયા. 7 મંત્રીઓને પ્રમોશન પણ મળ્યું. અન્ય એક ચર્ચા છે કે મોદી કેબિનેટમાં નેતાઓના સ્થાને પ્રોફેશનલ્સને વધુ મહત્વ અપાયું છે. એમ પણ કહેવાય છે કે મહિલાઓની વધેલી ભાગીદારી પણ એક નવી શરૂઆત છે. કેટલાક લોકો મોદીની જમ્બો કેબિનેટને લઈને પણ કટાક્ષ કરી રહ્યા છે.

નહેરૂથી લઈને મોદી સુધી દેશની સરકારનો આકાર કેવો રહ્યો છે. આખરે ક્યારે કોઈ કેબિેનેટમાં કોઈ નૉન નેતાને સ્થાન મળ્યું હતું? દેશની કેબિનેટની સાઈઝ કેવી રીતે વધી ઘટી છે? મહિલાઓની ભાગીદારીનું શું? આવો જાણીએ...

નહેરૂએ કરી હતી એક્સપર્ટ્સને કેબિનેટમાં સામેલ કરવાની શરૂઆત
મોદીની નવી કેબિનેટમાં સાત પૂર્વ અમલદાર છે. જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાજીવ ચંદ્રશેખર જેવા હાર્વર્ડમાં ભણેલા નેતા પણ છે. દેશમાં એક્સપર્ટ્સને કેબિનેટમાં સામેલ કરવાનું આ ચલણ નવું નથી. જવાહર લાલ નહેરૂની પ્રથમ કેબિનેટમાં પણ સીએચ ભાભાને સામેલ કરવામાં આવ્યા હતા. ભાભા મૂળ પારસી બિઝનેસમેન હતા. મૌલાના આઝાદ ઈચ્છતા હતા કે કેબિનેટમાં પારસી સમુદાયનું પણ પ્રતિનિધિત્વ હોય. તેથી નહેરૂએ તેમને પોતાની કેબિનેટમાં જગ્યા આપી. કેબિનેટમાં સામેલ થયા એ પહેલા ભાભા ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કંપનીના ડાયરેક્ટર હતા.

પ્રથમ કેબિનેટમાં હતા માત્ર 14 મંત્રી, 90ના દાયકામાં શરૂ થયું જમ્બો કેબિનેટનું ચલણ
કેબિનેટ વિસ્તાર પછી કુલ 78 મંત્રી થઈ ગયા છે. આ મોદીની અત્યાર સુધીની સૌથી મોટી કેબિનેટ છે. દેશની પ્રથમ કેબિનેટમાં માત્ર 14 મંત્રી હતા. પ્રથમ લોકસભા ચૂંટણી પછી 1952માં બનેલી કેબિનેટમાં 21 મંત્રી હતા. તેમાં ડેપ્યુટી મિનિસ્ટર પણ સામેલ હતા.

1991 પછી કોઈપણ સરકારમાં ડેપ્યુટી મિનિસ્ટર નથી બનાવાયા. પરંતુ તેના પછી શરૂ થયેલી ગઠબંધન સરકારોનાં સમયમાં જમ્બો કેબિનેટ જરૂર બનવા લાગી. 1999માં જ્યારે અટલ બિહારી વાજપેયી સરકારે 70 મંત્રીઓ સાથે શપથ ગ્રહણ કર્યા હતા. એ કોઈપણ સરકારના શપથ ગ્રહણમાં મંત્રીઓની સૌથી મોટી સંખ્યા છે.

તેના પછી અટલ કેબિનેટમાં મંત્રીઓની સંખ્યા વધીને 80 સુધી પહોંચી હતી. આ રીતે 2009માં મનમોહનસિંહે માત્ર 20 મંત્રીઓની કેબિનેટ બનાવી હતી. પરંતુ, આગળ જઈને આ સંખ્યા 79 સુધી પહોંચી હતી.

74 વર્ષમાં પાંચ ગણી થઈ કેબિનેટની સાઈઝ

વર્ષ મંત્રીઓની સંખ્યા 1947 14 1952 21 15+4+2(કેબિનેટ મંત્રી+કેબિનેટ રેન્કના મંત્રી પણ કેબિનેટનો હિસ્સો નહીં+ડેપ્યુટી મિનિસ્ટર) 1957 38 27+11(ડેપ્યુટી મિનિસ્ટર) 1962 22 22 1964 29 29 (લાલ બહાદુર શાસ્ત્રી) 1966 42 32+10(ડેપ્યુટી મિનિસ્ટર) 1967 30 30 1971 36 28+8(ડેપ્યુટી મિનિસ્ટર) 1977 32 32 1979 32 32 1980 22 22 1984 49 38+11(ડેપ્યુટી મિનિસ્ટર) 1989 24 - 1991 54 48+6(ડેપ્યુટી મિનિસ્ટર) 1996 12 12 (અટલ બિહારી વાજપેયી) 1996 2 21(એચડી દેવગૌડા) 1997 34 34 1998 43 43 1999 70 70 2004 68 68 2009 20 પછી 79 સુધી 2014 46 46 2019 58 58 2021 78 78

પ્રથમ કેબિનેટમાં નહેરૂએ આપી હતી વિરોધીઓને પણ જગ્યા
આઝાદી પછી બની દેશની પ્રથમ કેબિનેટની વાત કરીએ તો તેમાં કુલ 14 મંત્રી હતા. તેમાં સરદાર પટેલ, રાજેન્દ્ર પ્રસાદ જેવા નેતા સામેલ હતા. નહેરૂએ પોતાના વિરોધીઓ ડોક્ટર બી આર આંબેડકર અને શ્યામાપ્રસાદ મુખરજીને પણ કેબિનેટમાં સામેલ કર્યા હતા. પ્રથમ કેબિનેટમાં માત્ર એક મહિલા મંત્રી રાજકુમારી અમૃત કૌર હતા. 1952માં જ્યારે લોકસભા ચૂંટણી થઈ તો તે હિમાચલના મંડીથી સાંસદ બન્યા હતા.

કેવી હતી દેશની પ્રથમ કેબિનેટ

પંડિત જવાહરલાલ નહેરૂ વડાપ્રધાન વિદેશ, કોમનવેલ્થ રિલેશન અને સાયન્ટીફિક રિસર્ચ વિભાગ પણ હતો
સરદાર પટેલ નાયબ વડાપ્રધાન ગૃહ, માહિતી પ્રસારણ સાથે સ્ટેટ્સ વિભાગ પણ પટેલ પાસે હતો
ડો. રાજેન્દ્ર પ્રસાદ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર
મૌલાના અબ્દુલ કલામ આઝાદ શિક્ષણ મંત્રી
જૉન મથાઈ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર
સરદાર બલદેવ સિંહ સંરક્ષણ મંત્રી
જગજીવન રામ લેબર મિનિસ્ટર
ડો. સીએચ ભાભા કોમર્સ મિનિસ્ટર મૂળ પારસી બિઝનેસમેન
રફી અહેમદ કિડવાઈ કમ્યુનિકેશન મિનિસ્ટર
રાજકુમારી અમૃત કૌર આરોગ્ય મંત્રી
ડો. ભીમરાવ આંબેડકર કાયદા મંત્રી
આર કે ષણમુખમ ચેટ્ટી નાણાં મંત્રી
શ્યામાપ્રસાદ મુખરજી ઈન્ડસ્ટ્રી એન્ડ સપ્લાઈ મિનિસ્ટર
એનવી ગાડગિલ વર્ક્સ, માઈન એન્ડ પાવર મિનિસ્ટર

બિન સાંસદ પણ બન્યા મંત્રી, વડાપ્રધાન
મોદીની નવી કેબિનેટમાં સામેલ આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ અત્યારે કોઈપણ ગૃહના સભ્ય નથી. એવું પ્રથમવાર નથી જ્યારે કોઈ બિન સાંસદને મંત્રી બનાવવામાં આવ્યા છે. 2019માં જ્યારે મોદી સરકારના શપથ ગ્રહણ થયું તો એ સમયે એસ. જયશંકર અને રામવિલાસ પાસવાન કોઈ ગૃહના સભ્ય નહોતા.

1966માં ઈન્દિરા ગાંધીએ ડો. ત્રિગુણ સેનને પોતાની કેબિેટમાં સામેલ કરાયા હતા. એ સમયે તેઓ કોઈપણ ગૃહના સભ્ય નહોતા. 1977માં વકીલ શાંતિ ભૂષણ, 1979માં જસ્ટિસ એચ આર ખન્ના, એસ એન કક્કડ, 1985માં અર્જૂનસિંહ, 1988માં બીર બહાદુર સિંહ, 1989માં દિનેશ ગોસ્વામી, એમજીકે મેનન, 1990માં રાજા રમન્ના, 1991માં મનમોહન સિંહ, શરદ પવાર જેવા અનેક નામ આ લિસ્ટમાં સામેલ છે.

એટલે સુધી કે 1991માં જ્યારે પીવી નરસિંહા રાવ વડાપ્રધાન બન્યા તો તેઓ કોઈપણ ગૃહના સભ્યો નહોતા. એવું પહેલીવાર બન્યું હતું. તેના પાંચ વર્ષ પછી 1996માં એચ ડી દેવગૌડા પીએમ બન્યા. તેઓ પણ એ સમયે કોઈપણ ગૃહના સભ્ય નહોતા.

યુપીએ-2 દરમિયાન સૌથી વધુ 15 મહિલાઓ રહેલી કેબિનેટનો હિસ્સો
યુપીએ-2 દરમિયાન સૌથી વધુ 15 મહિલાઓને કેબિનેટમાં સ્થાન મળ્યું. જો કે, આ તમામ એક સાથે મંત્રી નહોતા. શરૂઆતમાં 10 મહિલાઓ કેબિનેટનો હિસ્સો હતી. હાલની કેબિનેટમાં 11 મહિલાઓ સામેલ છે. જો પ્રથમ કેબિનેટની વાત કરીએ તો માત્ર એક મહિલા કેબિનેટમાં સામેલ હતા. અત્યાર સુધી રાજીવ ગાંધી, પીવી નરસિંહા રાવ, અટલ બિહારી વાજપેયી, મનમોહન સિંહ, નરેન્દ્ર મોદી એવા વડાપ્રધાન રહ્યા છે જેમની કેબિનેટમાં 10 કે તેથી વધુ મહિલાઓને કેબિનેટમાં સ્થાન મળ્યું. હાલની મોદી સરકારમાં અત્યાર સુધીમાં 13 મહિલાઓને મંત્રી બનાવાયા છે.

ક્યારે કેટલી મહિલાઓ રહી કેબિનેટનો હિસ્સો

વર્ષ મહિલા મંત્રી

1947-52

1

1952-57

2

1957-62

1

1962-67

6

1967-71

4

1971-77

4

1977-80

4

1980-84

4

1984-89

12

1989-91

2

1991-96

12

1996-98

6

1998-99

4

1999-2004

11

2004-09

10

2009-14

15

2014-19

10

2019-21

13

નરસિંહા રાવની કેબિનેટમાં 26 રાજ્યોની હિસ્સેદારી, મોદીની કેબિનેટમાં 24
દેશની આઝાદી પછી રાજ્ય તો વધ્યા છે. રાજ્યોની ભાગીદારી પણ કેબિનેટમાં વધી છે. નરેન્દ્ર મોદીની હાલની કેબિનેટમાં 24 રાજ્યોને જનપ્રતિનિધિઓને સ્થાન મળ્યું છે. જો અત્યાર સુધીની સૌથી વધુ વિવિધતાવાળી કેબિનેટની વાત કરીએ તો તે નરસિંહા રાવના સમયની હતી. તેમની કેબિનેટમાં 26 રાજ્યોને પ્રતિનિધિત્વ મળ્યું હતું.

જ્યારે, દેશની પ્રથમ કેબિનેટમાં 8 રાજ્યોનાં નેતા સામેલ હતા. તેમાં યુપી, બિહાર અને બોમ્બેના સૌથી વધુ હતા. કુલ 14માં 9 મંત્રીઓ એવા હતા જેઓ આ રાજ્યોમાંથી આવ્યા હતા.

કઈ કેબિનેટમાં કેટલા રાજ્યોને પ્રતિનિધિત્વ મળ્યું

વર્ષ રાજ્યની હિસ્સેદારી

1947

8

1952

15

1957

14

1962

16

1964

16

1966

17

1967

21

1971

20

1977

17

1980

20

1984

22

1989

13

1991

26

1996(દેવગૌડા)

15

1997(ઈન્દ્રકુમાર ગુજરાલ)

15

1998

14

1999

17

2004

17

2009

24

2014

20

2019

21

2021

24