પાટણના રાજવી મૂળારાજ બીજાનાં માતા મહારાણી નાયકી દેવીની શૌર્ય અને બહાદુરીની કથા ઇતિહાસના ચોપડે સુધી જ સિમિત રહી છે. ભારતના સોનેરી ઈતિહાસમાં ઘણી મહિલાઓએ રણભૂમિમાં પોતાની શક્તિનો પરચો બતાવ્યો છે અને ભલભલા ખાંને ધૂળચટાડી છે. રાણી લક્ષ્મીબાઈ અને કિટ્ટુર ચેનમ્મા વધુ જાણીતાં ઉદાહરણો છે. જોકે એવી ઘણી મહિલા છે જેમની વાર્તાઓ ભુલાઈ ગઈ છે. આવાં ભુલાઈ ગયેલાં મહિલા યોદ્ધાઓમાં નાયિકા દેવી છે. ચંદેલ રાજકુમારી (બુંદેલખંડના પરમાર રાજાની પુત્રી), જે ગુજરાતની ચાલુક્ય રાણી બની અને યુદ્ધના મેદાનમાં મોહમ્મદ ઘોરીને પરાસ્ત કર્યો હતો. ત્યારે નાયિકા દેવી પર બનેલી ફિલ્મ 'નાયિકા દેવીઃ ધ વોરિયર ક્વીન' આગામી 6 મેએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં ખુશી શાહે નાયિકા દેવીનો રોલ પ્લે કર્યો છે, ચંકી પાંડેએ મોહમ્મદ ઘોરીનો રોલ પ્લે કરીને ગુજરાતી ફિલ્મમાં પર્દાર્પણ કર્યું છે. આ ફિલ્મની સ્ટારકાસ્ટે દિવ્ય ભાસ્કર (ડિજિટલ) સાથે ખાસ વાતચીત કરી હતી. જેનો આખો ઇન્ટરવ્યૂ અહીં જુઓ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.