રશિયાએ યુક્રેનને ત્રણ તરફથી ઘેરી લીધું છે. રશિયાના આ પગલાં પાછળ તેનો ડર અને નાટો છે. તે માને છે કે, જો યુક્રેનને નાટોમાં સામેલ કરી દીધું, તો યુરોપ અને અમેરિકન દેશોની પહોંચ યુક્રેન થકી તેની સરહદ સુધી થઈ જશે. 1990ના દસકામાં પહેલેથી જ સોવિયત યુનિયન તૂટીને 15 દેશ બની ચૂક્યા છે. એટલે રશિયા અમેરિકાને રોકવા ઈચ્છે છે.
નાટોમાં જ આંતરિક વિખવાદ
નાટોનું કહેવું છે કે, તેના કેટલાક સભ્ય દેશ રશિયા સાથે સરહદ વહેંચે છે અને આ એક સંરક્ષણાત્મક ગઠબંધન છે. અમેરિકા યુક્રેન સંકટ પર એકજૂટ હોવાનો દાવો કરે છે, પરંતુ આંતરિક વિખવાદો પણ છે. બ્રિટન કહે છે કે, અમે યુદ્ધમાં સેના નહીં મોકલીએ. જર્મનીનું વલણ પણ આવું છે.
તુલનાઃ યુક્રેનની તુલનામાં રશિયા 28 ગણું મોટું
રશિયા (2 નંબર)
1997 પછી નાટો સાથે 14 દેશ જોડાયાઃ એસ્ટોનિયા, લાતિવિયા, લિથુઆનિયા, પોલેન્ડ, ચેક રિપબ્લિક, સ્લોવેકિયા, હંગેરી, રોમાનિયા, સ્લોવેનિયા, રોમાનિયા, ક્રોએશિયા, મોન્ટેનેગ્રો, અલ્બેનિયા, ઉત્તર મેસેડોનિયા, બલ્ગેરિયા.
નાટો 73 વર્ષ પહેલા બન્યું હતું
નાટોની સ્થાપના 1949માં થઈ હતી. ત્યારે અમેરિકા, બ્રિટન સહિત 12 સ્થાપક દેશ હતા, હાલ 30 સભ્ય દેશ છે. એસ્ટોનિયા, લાતિવિયા અને નોર્વેની સરહદો રશિયા સાથે વહેંચાયેલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.