• Gujarati News
  • Dvb original
  • Narrow Roads Through The Mountains Are The Biggest Challenge For Pedestrians, With 1.5 Lakh Soldiers On Duty Carrying 35 Kg.

અમરનાથના માર્ગની સંપૂર્ણ કહાની:5 સ્ટાર લંગર હોય છે, સાંકડા રસ્તાઓ સૌથી મોટો પડકાર; 35 કિલો વજન ઊંચકીને 1.5 લાખ સૈનિકો ડ્યૂટી કરે છે

3 મહિનો પહેલા
  • લંગર અને ભંડારામાં મળતી ગરમાગરમ ચા અને નાસ્તો ભક્તોમાં ઉત્સાહ વધારી દે છે

અમરનાથ યાત્રાનો માર્ગ કાંટાળો પથ છે. સાંકડા રસ્તાઓ...ક્યાંક બરફ...ક્યાંક ખીણ... પગપાળા જતા યાત્રિકોને પણ ઘોડાઓને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મોટા ભાગનો રસ્તો એવો છે, જ્યાં થોડી બેદરકારી પણ મૃત્યુનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં હવે વાદળ ફાટવાની દુર્ઘટનાને કારણે ત્યાં રોકાયેલા યાત્રિકોની હાલત કફોડી બની છે.

હાલમાં જ ભાસ્કરના રિપોર્ટર અક્ષય વાજપેયી અને વૈભવ પલનીટકર પ્રથમ ગ્રુપ સાથે યાત્રા કરી ચૂક્યા છે. વાંચો યાત્રા અને માર્ગની સંપૂર્ણ કહાની.

નીચેથી ઉપર જવા માટે 48 કલાક લાગ્યા...

અમે અમરનાથ યાત્રાના પ્રથમ ગ્રુપ સાથે 29મી જૂનની સાંજે પહલગામના નુનવાન બેઝ કેમ્પ પહોંચ્યા હતા. ખીણમાં અંદર પ્રવેશતાંની સાથે જ જમ્મુમાં કાળઝાળ ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી હતી.

કાશ્મીરની ખીણોમાં અમને ભરચક ઝાડના ક્ષેત્ર વચ્ચે મોડી સાંજે ટેન્ટમાં એક સ્થાન મળ્યું. ટેન્ટની સંભાળ લેવા માટે અનંતનાગના રહેવાસી મુસ્તાક સાથે હતો. આ સીઝનના મુસ્તાક ભાઈના અમે પહેલા મહેમાન હતા. તેમના ચહેરા પર પ્રથમ મહેમાન મળવાની ખુશી અને તેમની વાણીમાં અનુભવી શકાય છે. જેમ જેમ રાત વધતી ગઈ તેમ તેમ ઠંડા પવનનો અવાજ પણ વધ્યો. હવે બીજા દિવસે સવારે તેની સાથે શરૂ થનારી રોમાંચક સફરની રાહ જોતા હતા.

એકદમ સીધું ચઢાણ, એક તરફ વહેતી નદી અને બીજી બાજુ ખીણ. પહેલા એવું લાગતું હતું કે આ ચઢાણ શક્ય નહીં બને, પણ ધીમે ધીમે બધા આગળ વધ્યા હતા.
એકદમ સીધું ચઢાણ, એક તરફ વહેતી નદી અને બીજી બાજુ ખીણ. પહેલા એવું લાગતું હતું કે આ ચઢાણ શક્ય નહીં બને, પણ ધીમે ધીમે બધા આગળ વધ્યા હતા.

કહાની બીજા દિવસની સવારની...

સવારના 5 વાગ્યા છે. મોંમાં બર્ફીલું પાણી આવી ગયું, એક સેકન્ડ માટે જાણે કરંટ લાગ્યો હોય એવું લાગ્યું, પણ લંગર અને ભંડારામાં મળતી ગરમાગરમ ચા અને નાસ્તાએ ઉત્સાહ ફરી વધારી દીધો. આ વખતે અમરનાથ યાત્રામાં લગભગ 140 લંગર લગાવવામાં આવ્યાં છે. એમાંથી મોટા ભાગના દિલ્હી, પંજાબ, રાજસ્થાનના છે.

પ્રથમ ગ્રુપના હજારો મુસાફરો સ્નાન કરીને નુનવાન કેમ્પથી ચંદનવાડી તરફ રવાના થયા હતા. નુનવાન કેમ્પથી ચંદનવાડી 16 કિમી દૂર છે અને ટેક્સી દ્વારા અડધા કલાકમાં મુસાફરી પૂર્ણ થાય છે. ચંદનવાડી કેમ્પથી સુરક્ષા તપાસ બાદ જ બાબા બર્ફાનીની યાત્રા શરૂ થાય છે.

પ્રથમ ગ્રુપના મોટા ભાગના મુસાફરોએ પગપાળા ઊંચા પર્વત પર ચઢવાનું શરૂ કર્યું હતું. 15 વર્ષના બાળકથી લઈને 75 વર્ષના વૃદ્ધ સુધી 'બમ ભોલે-બમ ભોલે'ના જયઘોષથી ઉત્સાહભેર આગળ વધવા લાગ્યા હતા. કેટલાક મુસાફરો ઘોડા અને પાલખીમાં બેસીને પણ જઈ રહ્યા હતા, પરંતુ ભીડ માત્ર પગપાળા જનારા લોકોની જ હતી.

પ્રથમ પડાવ પિસ્સુ ટોચ...

શ્રદ્ધાળુઓ માટે પહેલું સ્ટોપ પિસ્સુ ટોચ હતું. એકદમ સીધું ચઢાણ, એક તરફ વહેતી નદી અને બીજી બાજુ ખીણ. એક ક્ષણ માટે લાગ્યું કે કેવી રીતે હજારો લોકો આ ઢોળાવવાળા પહાડ પર ચઢી જશે, પરંતુ પ્રવાસીઓનું ગ્રુપ જોતજોતાંમાં જ આગળ વધવા લાગ્યું.

ઘોડેસવારોને લગભગ 2 કિમી અગાઉથી રોકી દેવામાં આવે છે અને અહીંથી તેમને ગુફા સુધી પગપાળા મુસાફરી કરવી પડે છે.
ઘોડેસવારોને લગભગ 2 કિમી અગાઉથી રોકી દેવામાં આવે છે અને અહીંથી તેમને ગુફા સુધી પગપાળા મુસાફરી કરવી પડે છે.

સાડાત્રણ કિ.મી.નું ઊભું ચઢાણ ચડ્યા પછી ચાર કલાકમાં તેઓ પિસ્સુ ટોચ પર પહોંચી ગયા હતા. આ પોઈન્ટ પર યાત્રિકો થોડો આરામ કરે છે અને પછી લંગરમાં ખાધા-પીધા પછી તેઓ આગલા સ્ટોપ એટલે કે શેષનાગ માટે રવાના થાય છે.

પહાડોના ખૂણે-ખૂણે સુરક્ષાદળોના જવાનો તહેનાત છે. એક તરફ, જવાનો આતંકીઓના ખતરાથી યાત્રિકોને બચાવી રહ્યા છે, તો બીજી તરફ મુશ્કેલ પ્રવાસમાં લોકોને મદદ કરી રહ્યા છે. અમે પણ આરામ કરવા માટે લગભગ એક કલાક પિસ્તુ ટોપ પર રોકાયા હતા.

અમે અહીં ફરજ પર રહેલા ITBP જવાન સાથે ઘણી વાત કરી. જવાનની ઊંચાઈ લગભગ 6 ફૂટ છે, એક હાથમાં 8 કિલો લોડેડ ઈન્સાસ રાઈફલ, માથા પર બુલેટ પ્રૂફ હેલ્મેટ, શરીર પર 20 કિલો વજનનું બુલેટપ્રૂફ જેકેટ હોય છે.

શરીર પર કુલ 35 કિલો લોખંડ ઊંચકીને આ જવાન મુસાફરોની સુરક્ષા માટે 12 કલાક ડ્યૂટી કરી રહ્યા છે. અને આવા દોઢ લાખ જેટલા જવાનો સુરક્ષામાં તહેનાત છે.

બીજો પડાવ શેષનાગ…

પિસ્સુની ટોચ પર આરામ કર્યા પછી અને થોડું લંગર ખાધા પછી, અમે શેષનાગના અમારા આગલા પડાવ પર આગળ વધ્યા. યાત્રિકો લગભગ 5 કલાકના ટ્રેક પછી શેષનાગ પહોંચ્યા હતા. અહીં પહોંચતાં જ એક સુંદર તળાવ દેખાયું, જે ત્રણ બાજુથી બરફથી ઢંકાયેલું હતું. તળાવનું પાણી આકાશ જેવું વાદળી હતું.

આ તળાવથી થોડે આગળ પ્રવાસીઓ માટે બેઝ કેમ્પ બનાવવામાં આવ્યો હતો. કેમ્પમાં રાત વિતાવવા માટે જગ્યા શોધવાનો પડકાર અમારી સામે હતો. જોકે વધુ મહેનત કર્યા વિના, તમામ મુસાફરોને કેમ્પમાં સ્થાન મળ્યું હતું.

આ મનમોહક દૃશ્ય શેષનાગ તળાવનું છે, જે ત્રણ બાજુથી પર્વતોથી ઘેરાયેલું છે. આ તળાવના કિનારે પ્રવાસીઓના રહેવા માટે કેમ્પ બનાવવામાં આવ્યા છે.
આ મનમોહક દૃશ્ય શેષનાગ તળાવનું છે, જે ત્રણ બાજુથી પર્વતોથી ઘેરાયેલું છે. આ તળાવના કિનારે પ્રવાસીઓના રહેવા માટે કેમ્પ બનાવવામાં આવ્યા છે.

શેષનાગ અમરનાથ યાત્રાનો સૌથી સુંદર, પરંતુ સૌથી મુશ્કેલ પડાવ છે. શેષનાગ તળાવ 3590 મીટરની ઊંચાઈ પર છે અને આ તળાવ ત્રણ બાજુથી પર્વતોથી ઘેરાયેલું છે. ઊંચાઈને કારણે અહીં ઓક્સિજનની કમી છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે.

ત્રીજું સ્ટોપ છે પંચતરણી...-

શેષનાગ બેઝ કેમ્પથી અમારે સવારે 6 વાગ્યે પંચતરણી જવા નીકળવાનું હતું. આ માર્ગ 14 કિલોમીટરનો હતો. હાથોમાં ત્રિરંગો અને 'બમ ભોલે'ના નારા સાથે પ્રથમ ગ્રુપ અહીંથી રવાના થયું હતું.

પહેલા 2 કિમીનું ઊભું ચઢાણ અને પછી બરફમાંથી પસાર થતા સાંકડા રસ્તાઓ. ઓક્સિજનની કમી વચ્ચે ઊભેલા પહાડો પરથી પસાર થતા યાત્રિકોનો કાફલો. શેષનાગથી ચાલવા પર, પહેલું સ્ટોપ મહાગુન સ્ટોપ હતું.

લગભગ 4000 મીટરની ઊંચાઈ પર રહેલું આ જગ્યાએ ફાઈવસ્ટાર લંગર લગાવવામાં આવેલું હતું. એમાં ખાવાની અનેક વરાઇટીઓ હતી. ત્યાં ખાધું અને પછી થોડો આરામ કરીને રવાના થયા આગળના પડાવ પંચતરણી તરફ.

પંચતરણી એ પાંચ ગ્લેશિયર્સનો સંગમ છે

પંચતરણી એ પાંચ ગ્લેશિયર પર્વતોથી ઘેરાયેલો હરિયાળું મેદાન છે. આ ગ્લેશિયરમાંથી નીકળતા પાણીથી પંચતરણી નદી બને છે. પહેલગામ રૂટ પર જવાથી અમરનાથ ગુફા સુધી પહોંચતાં પહેલાં પ્રવાસીઓનો આ સૌથી મોટો કેમ્પ છે.

હેલિકોપ્ટર બેઝ પંચતરણીની ખીણમાં જ બનાવવામાં આવ્યું છે. દર મિનિટે ખીણમાં હેલિકોપ્ટર ઊડતાં જોઈ શકાય છે. પગપાળા જતા યાત્રિકો તેમની બીજા દિવસની યાત્રા પૂર્ણ કર્યા પછી, અહીં આરામ કરે છે અને ત્રીજા દિવસે તેઓ ગુફા સુધી 6 કિમીની આગળની મુસાફરી કરે છે.

અહીં બાલતાલ અને પહેલગામ બંને બાજુથી આવતા રસ્તાઓ મળે છે. ઘણીવાર આ જગ્યા ભીડભાડથી ભરેલી હોય છે અને ભક્તોને લાંબો સમય રાહ જોવી પડે છે.
અહીં બાલતાલ અને પહેલગામ બંને બાજુથી આવતા રસ્તાઓ મળે છે. ઘણીવાર આ જગ્યા ભીડભાડથી ભરેલી હોય છે અને ભક્તોને લાંબો સમય રાહ જોવી પડે છે.

પંચતરણીથી ગુફાનો રસ્તો સૌથી મુશ્કેલ રસ્તો છે. સીધા ઢોળાવવાળું ચઢાણ, મોટા-મોટા પથ્થરો વચ્ચે અત્યંત સાંકડા રસ્તાઓ, બંને બાજુ સેંકડો ફૂટ ઊંડી ખીણ અને ભક્તોની ભીડ. રસ્તામાં આગળ વધતાં સંગમ પોઈન્ટ આવે છે.

બાલતાલ તરફથી આવતો રસ્તો આ પોઈન્ટ પર મળે છે અને સાંકડા માર્ગ પર ટ્રાફિક ડબલ થઈ જાય છે. લાંબી કતારોમાં ભક્તોએ રાહ જોવી પડે છે.

2 કિમી પહેલાં ઘોડેસવારોને રોકવામાં આવે છે

લગભલ 2 કિમી પહેલાં જ ઘોડેસવારોને રોકવામાં આવે છે અને અહીંથી તેમણે ગુફા સુધી પગપાળા જ મુસાફરી કરવાના હોય છે, જોકે પાલખી દ્વારા યાત્રાળુઓ ગુફા સુધી જઈ શકે છે. સીડીઓ ચઢીને અમે ગુફામાં પ્રવેશ્યા. અહીં મોબાઈલ અને અન્ય ગેજેટ્સ લઈ જવા પર પ્રતિબંધ છે. ધામનાં પંડિતજીએ કહ્યું કે- 'આગળ જે મોટા કદનો બરફ દેખાઈ રહ્યો છે એ જ બાબા બર્ફાની છે.

તેમની જમણી બાજુ થોડી નાના આકારના ગણેશજી અને ડાબી બાજુ પાર્વતીજી બેસાડેલાં છે.

પંડિતજીએ કહ્યું, આ વખતે વધારે ગરમીને કારણે શિવલિંગનું કદ પહેલાં કરતાં થોડું નાનું છે.

બર્ફાની બાબાનાં દર્શન કરીને અમે બહાર આવ્યા અને ભંડારો ખાધો, થોડીવાર આરામ કર્યો. આ પછી અમારે એ જ દિવસે બીજા રૂટ પરથી બાલતાલ પહોંચવાનું હતું. ઘોડા પર બેસીને આ 14 કિમીનો ટ્રેક પૂરો કરવામાં અમને 3-4થી ચાર કલાકનો સમય લાગ્યો હતો. સિંધુ નદીના કિનારેથી પહાડોમાંથી પસાર થતો રસ્તો અમને ગાંદરબલ જિલ્લાના બાલતાલ બેઝ કેમ્પ સુધી લઈ આવ્યો અને અહીં પહોંચતાં 48 કલાકના સાહસ, પડકારોથી ભરેલી મુશ્કેલ યાત્રા પૂરી થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...