તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Dvb original
 • Narendra Modi Vs Congress Govt PSU Disinvestment: BPCL Privatization Latest News, Everything Know In Smiple Words

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ડેટા સ્ટોરી:જે કહેતા હતા કે- હું દેશ નહિ વેચવા દઉં, તેમની જ સરકારમાં સૌથી વધારે કંપનીઓના શેર વેચાયા

પ્રિયંક દ્વિવેદી4 મહિનો પહેલા
 • કૉપી લિંક

આજથી આશરે 6 વર્ષ, 9 મહિના અને 10 દિવસ પાછળ જઈએ તો તે દિવસે 20 ફેબ્રુઆરી 2014નો દિવસ હતો. નરેન્દ્ર મોદી તે સમયે પ્રધાનમંત્રી નહોતા. માત્ર પ્રધાનમંત્રી પદના ઉમેદવાર હતા. અમદાવાદમાં તેમની એક રેલી હતી. અહીં તેઓએ એક કવિતા વાંચી- ‘સોગંધ મુજે ઈસ મિટ્ટી કી, મેં દેશ નહિ બિકને દુંગા’. આ કવિતા ઘણી લાંબી હતી, જેને પ્રસૂન જોશીએ લખી હતી. આ કવિતાને મોદીએ પ્રધાનમંત્રી બનતા પહેલાં અને બન્યા બાદ ઘણી વાર રીપિટ કરી હતી.

હવે મુદ્દાની વાત કરીએ તો. આજે આ જ નરેન્દ્ર મોદીની સરકાર છે અને તેમની સરકારમાં સૌથી વધારે સરકારી કંપનીઓની ભાગીદારી વેચવામાં આવી. મોદી સરકાર હવે દેશની સૌથી મોટી ફ્યુલ રિટેલર કંપની ભારત પેટ્રોલિયમ (BCPL)માં 53.3% શેર વેચવાની તૈયારીમાં છે. તેને લીધે સરકારને 40 હજાર કરોડ રૂપિયા મળશે તેવું અનુમાન છે.

મોદી સરકારના અત્યાર સુધીના કાર્યકાળમાં સરકારી કંપનીઓની ભાગીદારી અથવા શેર વેચી જેટલી રકમ ભેગી કરી છે, તેટલી 23 વર્ષોમાં નથી થઈ. આ આખી પ્રક્રિયાને ડિસઈન્વેસ્ટમેન્ટ કહેવાય છે.

શું હોય છે ડિસઈન્વેસ્ટમેન્ટ

 • ઈન્વેસ્ટમેન્ટ અથવા રોકાણ શું હોય છે, જ્યાં સુધી કંપની અથવા સંસ્થામાં પૈસા લગાવામાં આવે છે. તેનાથી વિપરિત હોય છે ડિસઈન્વેસ્ટમેન્ટ અર્થાત કોઈ કંપની અથવા સંસ્થાથી પોતાના પૈસા બહાર કાઢવા. જ્યાં સરકાર કોઈ સરકારી કંપની પાસેથી પોતાના કેટલાક શેર વેચી રકમ લે છે, આ પ્રક્રિયાને ડિસઈન્વેસ્ટમેન્ટ કહેવાય છે.
 • મોટા ભાગે ડિસઈન્વેસ્ટમેન્ટ અને ખાનગીકરણને એક જ માનવામાં આવે છે, પરંતુ બંનેમાં ઘણો અંતર હોય છે. ખાનગીકરણમાં સરકાર પોતાના 51%થી વધારે શેર વેચી કોઈ પ્રાઈવેટ કંપનીને વેચે છે, જ્યારે ડિસઈન્વેસ્ટમેન્ટમાં માત્ર કેટલીક જ ભાગીદારી વેચવામાં આવે છે. ડિસઈન્વેસ્ટમેન્ટની પ્રક્રિયામાં સરકારનો કંપની પર માલિકાના હક બની રહે છે, પરંતુ ખાનગીકરણમાં સરકારનો કોઈ હક રહેતો નથી.
 • જોકે, ઘણી વારડિસઈન્વેસ્ટમેન્ટના ફાયદા પણ થાય છે. ઘણી સરકારી કંપનીઓ એવી હોય છે, જેના પર કરોડોનો ખર્ચો કરવા છતાં કોઈ ફાયદો થતો નથી. આ કારણે સરકાર આવી કંપનીઓના શેર વેચી દે છે, જેથી સરકારના પૈસા ન લાગે. સરકારના પૈસા અર્થાત અમારા અને તમારા પૈસા.

સરકારને ડિસઇન્વેસ્ટમેન્ટની જરૂર કેમ છે?
એવું બને છે કે સરકાર દેશ ચલાવે છે અને દેશ ચલાવવા માટે પૈસાની જરૂર હોય છે. આ નાણાં સરકાર ટેક્સ દ્વારા વસૂલે છે. પરંતુ આ રકમથી ડેવલપમેન્ટ વર્ક નથી થઈ શકતું. આ માટે સરકાર પૈસા ભેગા કરવા માટે સરકારી કંપનીમાં પોતાનો ભાગ વેચે છે અને રકમ ભેગી કરે છે. આ વાત એ રીતે પણ સમજી શકાય કે, જ્યારે ઘરમાં ખર્ચ ચલાવવો મુશ્કેલ હોય છે ત્યારે લોકો ઘરની વસ્તુઓ વેચે છે. સરકાર પણ આવું જ કરે છે.

સરકાર BPCLનો શેર કેમ વેચી રહી છે?

 • હવે સવાલ ઊભો થાય છે કે સરકાર BPCLનો ભાગ કેમ વેચી રહી છે. વર્ષ 2020-21 માટે સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા 2.10 લાખ કરોડ રૂપિયા ભેગા કરવાનો ટાર્ગેટ રાખ્યો હતો. પરંતુ કોરોનાને કારણે અત્યાર સુધી સરકાર માત્ર 6,311 કરોડ રૂપિયા જ ભેગા કરી શકી છે. સરકારને BPCL દ્વારા 40 હજાર કરોડ રૂપિયા મળવાની અપેક્ષા છે.
 • આ સિવાય, છેલ્લાં 4 વર્ષથી BPCLનો નફો ઘટતો જઈ રહ્યો છે. વર્ષ 2018-19માં કંપનીને 7,132 કરોડ રૂપિયાનો નફો થયો હતો, જે 2019-20માં ઘટીને 2,683 કરોડ રૂપિયા થયો છે.

મોદી સરકારમાં અત્યાર સુધી કેટલી કંપનીઓના શેર વેચાઈ ચૂક્યા છે? અને સરકાર તેનાથી કેટલું કમાઈ?

 • મે 2014માં મોદી સરકાર કેન્દ્રમાં પહેલીવાર આવી. ત્યારથી મોદી સરકારમાં 121 કંપનીઓનો ભાગ વેચાઈ ચૂક્યો છે. સરકારે આમાંથી 3.36 લાખ કરોડ રૂપિયાથી વધુની આવક કરી છે. આ આંકડો સરકારમાં ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા એકત્ર કરાયેલા ભંડોળનો સૌથી વધુ ભાગ છે.
 • વર્ષ 1991માં જ્યારે દેશ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો ત્યારે સરકારે સરકારી કંપનીઓમાં પોતાનો ભાગ વેચીને નાણાં ભેગાં કરવા માટે ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાનું નક્કી કર્યું હતું. ત્યારથી લઇને અત્યાર સુધી આશરે 30 વર્ષમાં સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા 4.89 લાખ કરોડ રૂપિયા કરતાં વધારે ભેગાં કરી ચૂકી છે. મહત્તમ રકમ મોદી સરકારમાં જ ઊભી કરવામાં આવી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો