તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Nada Village Of Vadodara With A Population Of 1800 Has Become Digital, Thefts Have Stopped With 34 CCTVs, Children's Studies Are Also Monitored

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજની પોઝિટિવ સ્ટોરી:વડોદરાનું 1800ની વસતિ ધરાવતું નડા ગામ બન્યું ડિજિટલ, 34 CCTVથી સજ્જ થતાં ચોરીઓ અટકી ગઈ, બાળકોના અભ્યાસ પર પણ નજર રહે છે

વડોદરા2 મહિનો પહેલાલેખક: જીતુ પંડ્યા
  • નાનકડું નડા ગામ પાણી, રસ્તા અને ગટરની પ્રાથમિક સુવિધાઓથી સજ્જ છે

નળ, રસ્તા અને ગટરની પાયાની સુવિધાઓ હોય એને વિકાસનો માપદંડ માનવામાં આવતો હતો. જોકે સમયની સાથે સાથે હવે સુરક્ષાનો પણ ઉમેરો એમાં થયો છે. શહેરમાં લોકોને પ્રાથમિક સુવિધાઓની સાથે સાથે સુરક્ષા માટેના ઠેર ઠેર કેમેરા લગાવાયેલા જોવા મળે છે, પરંતુ આવું કોઈ નાનકડા ગામડામાં હોય તો... નવાઈ જ લાગે ને.. બિલકુલ શહેરને ટક્કર મારે એવી સુવિધાઓથી સભર વડોદરા જિલ્લાના ડભોઇથી માત્ર 5 કિ.મી. દૂર આવેલું નડા ગામ બન્યું છે. ખરા અર્થમાં નડા ગામ ડિજિટલ બન્યું છે. એક સમયે અસામાજિક તત્ત્વો અને તસ્કરોના ત્રાસનો ભોગ બનેલા ગામમાં હવે પ્રવેશ દ્વાર, ગામની સ્કૂલો અને પંચાયત ઓફિસ સહિતનાં તમામ સ્થળોએ CCTV લગાવાયા છે. ગામમાં થતી ચોરીઓ અટકાવવા અને સ્કૂલોમાં બાળકોના અભ્યાસ પર નજર રાખવા માટે 34 CCTV લગાવાયા છે, જેને કારણે ગામમાં થતી ચોરીઓ અટકી ગઇ છે અને અસામાજિક તત્ત્વો પર પણ નજર રાખી શકાય છે.

બિલકુલ શહેરને ટક્કર મારે એવી સુવિધાઓથી સભર વડોદરા જિલ્લાના ડભોઈથી માત્ર 5 કિ.મી. દૂર આવેલું નડા ગામ બન્યું છે.
બિલકુલ શહેરને ટક્કર મારે એવી સુવિધાઓથી સભર વડોદરા જિલ્લાના ડભોઈથી માત્ર 5 કિ.મી. દૂર આવેલું નડા ગામ બન્યું છે.

સ્કૂલમાં CCTVથી શિક્ષણ પર નજર રખાય છે
ડભોઇ તાલુકા પંચાયતના સભ્ય અને નડા ગામમાં રહેતા ભાવેશ પટેલે જણાવ્યું હતું કે અમારું નડા ગામ 1800 લોકોની વસતિ ધરાવે છે છે. ગામ પાણી, રસ્તા અને ડ્રેનેજની પ્રાથમિક સુવિધાઓથી સજ્જ છે. ઘરે ઘરે નળથી પાણી આવે છે. ગામમાં દૂધ ડેરી પણ છે. એક સમયે ગામમાં ચોરીઓ ખૂબ જ થતી હતી અને અસામાજિક તત્ત્વોનો પણ ત્રાસ રહેતો હતો. જેથી ગ્રામપંચાયતે મળીને સમગ્ર ગામમાં CCTV લગાવવાનું નક્કી કર્યું હતું. ગામના પ્રવેશદ્વારથી લઇને સમગ્ર ગામમાં CCTV લગાવવામાં આવ્યા છે. ગામની સ્કૂલ અને પંચાયત ઓફિસમાં CCTV લગાવ્યા છે, જેને કારણે ગામમાં થતી ચોરીઓ અટકી ગઈ છે અને સ્કૂલમાં બાળકોના શિક્ષણ પર પણ નજર રાખી શકાય છે. હવે અમારું ગામ ખરા અર્થમાં ડિજિટલ બની ગયું છે.

ગામમાં નજર રાખવા માટે 34 CCTV કેમેરા લગાવાયા છે.
ગામમાં નજર રાખવા માટે 34 CCTV કેમેરા લગાવાયા છે.

ગામમાં ક્રાઇમ રેટને કાબૂમાં આવ્યો
અગાઉ ગામમાં ચોરીઓ થતી ત્યારે ચોરને પકડવા મુશ્કેલ હતા, પરંતુ ચોરીના કિસ્સામાં પોલીસને ચોર પકડવામાં સરળતા થઈ ગઈ છે. જોકે હવે હકીકત એ પણ છે કે ચોરીઓ થતી અટકી ગઈ છે, જેથી ગામમાં ક્રાઇમ રેટને કાબૂમાં લેવામાં પણ સફળતા મળી છે. અમારું ગામ આદર્શ ગામ બનવા તરફ જઈ રહ્યું છે. ગામના લોકો દરેક કામમાં અમને સપોર્ટ કરે છે એમ વધુમાં ભાવેશ પટેલે જણાવ્યું હતું.

ગામની સ્કૂલ અને પંચાયત ઓફિસમાં CCTV કેમેરા લગાવાયા છે.
ગામની સ્કૂલ અને પંચાયત ઓફિસમાં CCTV કેમેરા લગાવાયા છે.

સોલર સિસ્ટમ લગાવવાનું આયોજન
નડા ગામના સરપંચ વૈશાલીબેન પટેલે જણાવ્યું હતું કે અમારા ગામની બે સ્કૂલમાં નડા ગામ, બોર બાર વસાહત, થરવાસા વસાહત, થરવાસા ગામ અને નડા વસાહતનાં બાળકો અભ્યાસ માટે આવે છે. સ્કૂલોમાં CCTV કેમેરા લગાવવાથી શાળાના પ્રિન્સિપાલ અને ગ્રામજનો બાળકોના અભ્યાસ પર નજર રાખી શકે છે અને આવનારા દિવસોમાં ગામમાં સોલર સિસ્ટમ લગાવવાનું આયોજન છે, જેથી ગામના લોકોને વીજબિલમાં પણ રાહત મળી રહે.

ચોરીના કિસ્સામાં પોલીસને ચોર પકડવામાં સરળતા થઈ ગઈ છે.
ચોરીના કિસ્સામાં પોલીસને ચોર પકડવામાં સરળતા થઈ ગઈ છે.

કોરોનાને કાબૂમાં રાખવામાં પણ CCTV કેમેરા મદદરૂપ બન્યા
વિશ્વભરમાં કોરોના મહામારીને કારણે લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, પરંતુ નડા ગામમાં કોરોના મહામારી દરમિયાન CCTV કેમેરાથી લોકો પર નજર રાખીને કોરોનાને કાબૂમાં રાખવામાં સફળતા મળી હતી અને કોરોનાવાયરસ વધારે ફેલાયો નહોતો. CCTV કેમેરાને કારણે ગામમાં બહારની અવરજવર પર પણ કન્ટ્રોલ કરી શકાયો હતો.

આ પણ વાંચોઃ લેઇઝ-બાલાજી જેવી વેફરમાં વપરાતા ડીસાના પ્રચલિત બટાકાને ગોંડલના ખેડૂતે ઓર્ગેનિક ખેતીથી પકવ્યાઃ પહેલા વર્ષે જ વીઘે 300 મણનું ઉત્પાદન, દોઢ લાખની કમાણી

વડોદરા જિલ્લાનું ડિજિટલ ગામ બન્યું
નડા ગામમાં 34 CCTV કેમેરા લગાવીને ગ્રામપંચાયતને ગામને ખરા અર્થમાં ડિજિટલ બનાવ્યું છે, એટલુ જ નહીં, નાનકડા એવું નડા ગામ ડિજિટલ ગામ બનતાં આસપાસના ગામના લોકો પણ તેમનામાંથી પ્રેરણા લઇ રહ્યા છે અને પોતાના ગામમાં પણ CCTV કેમેરા લગાવવાનું વિચારી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો