• Home
  • Dvb Original
  • Munir turned from an engineer to a math teacher if he stopped studying because of Corona, started teaching children at Idgah Maidan to maintain social distance.

કાશ્મીરમાં કોચિંગની કહાની / કોરોનાને લીધે ભણવાનું બંધ થયું તો એન્જિનિઅરથી ગણિતના ટીચર બન્યા મુનીર,સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે ઈદગાહ મેદાનમાં બાળકોને ભણાવવાનું શરૂ કર્યું

મુનીર આલમ દરરોજ સવારે 5 વાગ્યે શ્રીનગરના ઈદગાદ મેદાન પહોંચી જાય છે. 5:30 વાગ્યે ઓપન ગ્રાઉન્ડમાં તેમના ક્લાસ શરૂ થાય છે.
મુનીર આલમ દરરોજ સવારે 5 વાગ્યે શ્રીનગરના ઈદગાદ મેદાન પહોંચી જાય છે. 5:30 વાગ્યે ઓપન ગ્રાઉન્ડમાં તેમના ક્લાસ શરૂ થાય છે.
X
મુનીર આલમ દરરોજ સવારે 5 વાગ્યે શ્રીનગરના ઈદગાદ મેદાન પહોંચી જાય છે. 5:30 વાગ્યે ઓપન ગ્રાઉન્ડમાં તેમના ક્લાસ શરૂ થાય છે.મુનીર આલમ દરરોજ સવારે 5 વાગ્યે શ્રીનગરના ઈદગાદ મેદાન પહોંચી જાય છે. 5:30 વાગ્યે ઓપન ગ્રાઉન્ડમાં તેમના ક્લાસ શરૂ થાય છે.

  • મુનીરે પહેલાં 20 બાળકો સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને ઓપન ગ્રાઉન્ડમાં શરૂઆત કરી, હવે 40 બાળકો ભણવા માટે આવે છે
  • મુનીર કહે છે કે, જેમ મેડિકલ, મીડિયા અને ખાન-પાનની ચીજવસ્તુઓ જરૂરી છે તેવી રીતે ભણતરને પણ એસેન્શિયલ સર્વિસમાં સામેલ કરવું જોઈએ

દિવ્ય ભાસ્કર

Jun 29, 2020, 09:49 AM IST

મુનીર આલમ, ઉંમર 40 વર્ષ. દરરોજ સવારે વહેલા ઉઠી જાય છે અને પોતાની કારમાં બોર્ડ, કેટલીક ખુરશીઓ અને માર્કર લઈને સવારે 5ના ટકોરે શ્રીનગરના ઈદગાહ મેદાને પહોંચી જાય છે. ત્યારબાદ તેઓ મેદાનમાં ખુરશીઓ ગોઠવે છે અને તેના પર બોર્ડ રાખી દે છે. ત્યારબાદ ઓપન ગ્રાઉન્ડમાં ગણિતના ક્લાસ શરૂ થાય છે. મુનીરે NIT શ્રીનગરથી એન્જિનિઅરિંગ કરેલું છે તેઓ ગત વર્ષથી ધોરણ11 અને 12ના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે.

કોરોનાને લીધે દેશમાં લોકડાઉન લાગુ થયુ તો તમામ સ્કૂલ કોલેજો અને કોચિંગ ક્લાસ બંધ કરવામાં આવ્યા. ત્યારથી લઈને અત્યાર સુધી પણ આ નિયમો લાગુ છે. જમ્મુ કાશ્મીરમાં 28 જૂન સુધી 6966 કોરોનાના કેસો સામે આવ્યા છે. તેમાંથી 93 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

મુનીર આલમ ગત સપ્તાહથી શ્રીનગરના ઈદગાગમાં બાળકોને ભણાવી રહ્યા છે. તેથી કોરોનાકાળમાં ભણતર પર કોઈ અસર ન પડે. ફોટો- આબિદ ભટ્ટ

મુનીર જણાવે છે કે, છેલ્લા 3 મહિનાથી તેઓ ઘરમાં બેસીને અકળાઈ ચૂક્યા હતા. તેમને વિદ્યાર્થીઓના ભણતર અને ભવિષ્યની ચિંતા થતી હતી. તેઓ કહે છે કે, જમ્મુ કાશ્મીરમાં વર્ષ 2008થી અત્યાર સુધી પત્થરબાજી અને કર્ફ્યુનો સમય હતો, પરંતુ તે સમયે એટલી મુશ્કેલ પરિસ્થિતનો સામનો કરવો પડતો ન હતો જેટલો આજે કરવો પડે છે.

મુનીર કહે છે કે, લોકડાઉન બાદ દેશભરમાં ઓનલાઈન ક્લાસ શરૂ થયા, પરંતુ કાશ્મીરમાં તો 2G ઈન્ટરનેટ ચાલે છે ઘણી વખત તેના પર પણ પાબંદી હોય છે. મે 1 મહિનો ઓનલાઈન ક્લાસ લીધા. મને તેમા સારું ન લાગ્યું અને વિદ્યાર્થીઓને પણ તેમાં ફાયદો ન મળ્યો. ઉપરથી તેઓ ઓનલાઈન ક્લાસમાં કન્ફ્યુઝ થઈ રહ્યા હતા. હું ઘણા દિવસોથી આ વિદ્યાર્થીઓ માટે કઈક કરવાનો પ્લાન બનાવી રહ્યો હતો જેથી તેમનું ભવિષ્ય ખરાબ ન થાય.

મુનીરે NIT શ્રીનગરથી એન્જિનિઅરિંગ કરેલું છે, તેઓ 20 વર્ષથી બાળકોને ગણિત વિષય ભણાવી રહ્યા છે. ફોટો- આબિદ ભટ્ટ

મુનીર જણાવે છે કે, ગત મહિને ઓપન ક્લાસનો વિચાર આવ્યો હતો, પરંતુ તે પહેલા વિદ્યાર્થીઓને કોરોનો માટે જાગૃત કરી તેનાથી જોડાયેલા પ્રોટોકોલ્સ સમજાવવા જરૂરી હતા. તેથી ઘરની બહાર જવા પર કોઈ મુશ્કેલી ન આવે. તેથી ઘરની બહાર પહેલાં ગાર્ડનમાં 4થી 8 બાળકોથી શરૂઆત કરી. તેમને કોરોના વિશે માહિતી આપી અને મોટિવેશન આપ્યું. જ્યારે મને લાગ્યું કે હવે વિદ્યાર્થીઓ શીખી રહ્યા છે ત્યારે મે ઓપન ક્લાસ શરૂ કર્યો.

મુનીરે પહેલાં 20 બાળકો સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી ઓપન ક્લાસ શરૂ કર્યો. ત્યારબાદ બાળકોની સંખ્યા વધતી ગઈ. હવે મુનીર 40 બાળકોને ભણાવી રહ્યા છે. સવારે 5:30 વાગ્યે તેમનો ક્લાસ શરૂ થાય છે. વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન રહે તે રીતે માસ્ક પહેરીને બેસે છે. સવારનો સમય એટલા માટે નક્કી કરવામાં આવ્યો કે બાળકોને તડકાથી કોઈ તકલીફ ન પડે. સવારે ટ્રાફિક પણ ઓછો હોય છે અને ભીડ પણ નથી હોતી.

મુનીરે 20 બાળકો સાથે ઓપન ક્લાસ શરૂ કર્યા, હાલ 40 બાળકો આવે છે. ફોટો- આબિદ ભટ્ટ

તેઓ કહે છે કે જે બાળકોએ ગત વર્ષે ફી ભરી દીધી છે, તેમની પાસેથી કોઈ એક્સ્ટ્રા ફી લેતા નથી. સાથે જ નવા  વિદ્યાર્થીઓ પાસે થી પણ પૈસા માગતા નથી. કારણ કે મને ખબર છે લોકો કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. મે બાળકોના માતાપિતાને કહ્યું છે કે જ્યારે પરિસ્થિતિ સામાન્ય બને ત્યારે ફી આપજો પરંતુ હાલ કોઈને મુશ્કેલી ભોગવવાની જરૂર નથી.

મુનીર કહે છે કે, અમે બાળપણથી જમ્મુ-કાશ્મીની પરિસ્થિતિ જોઈ છે. પથ્થરમારા અને કર્ફ્યુને લીધે વિદ્યાર્થીઓના ભણતરમાં ખલેલ પડતી હતી. જ્યારે હું 12મા ધોરણમાં હતો ત્યારે કારગિલને લીધે મારું એક સેમેસ્ટર વેડફાઈ ગયું હતું. તેથી મેં એન્જિનિઅરિંગ બાદ નોકરી માટે અપ્લાય ન કર્યું અને એજ્યુકેશન કરિયર પસંદ કર્યું. મુનીર તેમના એન્જિનિઅરિંગ પહેલાં જ વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. કેટલાક વર્ષો સુધી તેમણે શ્રીનગરના ઈકબાલ મેમોરિયલ ઈન્સ્ટિટ્યૂટમા પણ ક્લાસ લીધા છે.

મુનીરની આ નવી પહેલની પ્રશંસા થઈ રહી છે, બાળકોના માતા-પિતા તેમને સપોર્ટ કરી રહ્યા છે. ફોટો-આબિદ ભટ્ટ

ઓગસ્ટ 2019થી અત્યાર સુધી 14-15 ક્લાસ થયા છે
મુનીર જણાવે છે, એક શિક્ષક તરીકે મને તકલીફ થાય છે જ્યારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે વર્ગોમાં નથી થઈ શકતા. ગત વર્ષે ઓગસ્ટથી અત્યાર સુધી સમગ્ર શ્રીનગરમાં માત્ર 14-15 જ ક્લાસ થયા છે. આર્ટિકલ 370 નાબૂદ કર્યા બાદ જ્યારે કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો તો એજ્યુકેશન સિસ્ટમ બંધ કરી દેવામાં આવી અને ત્યારબાદ કોરોના આવી ગયો. છેલ્લા 10 મહિનાથી વિદ્યાર્થીઓ યોગ્ય રીતે અભ્યાસ નથી કરી શક્યા. સ્પર્ધાત્મક પરીક્ષાઓ નજીક છે, અને તેઓ ભણશે નહીં તો પરીક્ષામાં શું લખશે, તેઓ પાસ કેવી રીતે થશે.

એજ્યુકેશનને એસેન્શિયલ સર્વિસ બનાવવાની માગ
મુનીર જણાવે છે કે, લોકડાઉન દરમિયાન મેડિકલ સર્વિસિસ, હેલ્થ સર્વિસિસ, મીડિયા અને ખાવા-પીવાની વસ્તુઓ જેવી સર્વિસ ચાલુ જ હતી. પરંતુ એજ્યુકેશન બંધ કરી દેવામાં આવ્યું. તેઓ જણાવે છે કે, તમામ આઉટલેટ્સ ખોલવામાં આવ્યા પરંતુ તેમની ફેક્ટરી જ બંધ હતી. જો વિદ્યાર્થીઓ ભણશે નહીં તો તેઓ આગળ જઈને ડોક્ટર કે પત્રકાર કેવી રીતે બનશે. તેમણે કહ્યું કે,આપણે એજ્યુકેશનને પણ એસેન્શિયલ સર્વિસમાં સામેલ કરવી જોઈએ.

મુનીર દેશભરના શિક્ષકોને અપીલ કરવા માંગે છે કે વિદ્યાર્થીઓના હિતમાં તેઓ પણ પહેલ કરે. ફોટો-આબિદ ભટ્ટ

ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે બાળકો
મુનીર જણાવે છે કે, છેલ્લા ઘણા મહિનાથી વિદ્યાર્થી સ્કૂલ-કોલેજ જતાં નથી, અભ્યાસ બંધ છે. તેમની આઉટડોર એક્ટિવિટીઝ પણ બંધ છે. આવી સ્થિતિમાં ઘરે બેઠા બેઠા તેઓ કંટાળી ગયા છે, ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે. જો આપણે આ સમસ્યાને દૂર કરવાનો પ્રયાસ નહીં કરીએ તો તે કોરોનાથી પણ મોટી સમસ્યા સાબિત થશે.

મુનીર કહે છે કે આપણે શિક્ષણને આવશ્યક સેવામાં પણ સામેલ કરવી જોઈએ. ફોટો- આબિદ ભટ્ટ

મુનીર જણાવે છે કે, મારા કામની પ્રશંસા થઈ રહી છે. લોકલની સાથે સાથે બીજી જગ્યાના લોકો પણ મને એપ્રિશિએટ કરી રહ્યા છે. પરંતુ હું એકલો શું કરી શકું છું, કેટલા બાળકોને ભણાવી શકું છું. એટલા માટે હું એજ્યુકેશનિસ્ટને અપીલ કરવા માગુ છું કે તેઓ વિદ્યાર્થીઓ વિશે અને તેમના ભવિષ્ય વિશે વિચારે અને કેટલાક પગલા લઈને વર્ગો શરૂ કરે જેથી બાળકોને અભ્યાસમાં મુશ્કેલી ન આવે અને તેઓ ડિપ્રેશનનો ભોગ બનતા બચી શકે. -શ્રીનગરના મુનીર આલમે દિવ્ય ભાસ્કરના ઈન્દ્રભૂષણ મિશ્રા સાથે ફોન પર આ માહિતી શેર કરી હતી. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી