• Gujarati News
  • Dvb original
  • MP Mehul Makes Handicrafts From Banana Trunks, Earning Rs 12 Lakh A Year. Is Turnover; Also Employed 50 Women

આજના પોઝિટિવ સમાચાર:MPના મેહુલ કેળાના થડમાંથી હેન્ડીક્રાફ્ટ તૈયાર કરે છે, વર્ષે 12 લાખ રૂ. છે ટર્નઓવર; 50 મહિલાઓને રોજગારી પણ આપી

ભોપાલ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

મધ્યપ્રદેશના બુરહાનપુરમાં કેળાની ખેતી ખૂબ થાય છે. દર બે-ત્રણ કિમીના અંતરે તમને કેળાના બાગ જોવા મળી જશે. મોટાભાગના ખેડૂતો ફળ કાઢ્યા પછી કેળાના થડ અને ડાળીઓને તેમજ પાનને ખેતરમાં બાળી નાખે છે અથવા તો લેન્ડફિલમાં લઈ જઈને ફેંકી દે છે. ખેતરોની સાથે સાથે પર્યાવરણને પણ તેનાથી નુકસાન પહોંચે છે. આ પરેશાની દૂર કરવા માટે જિલ્લાના મેહુલ શ્રોફે 2018માં એક સ્ટાર્ટઅપ શરૂ કર્યુ. તેઓ બનાના વેસ્ટમાંથી એક ડઝનથી વધુ પ્રોડક્ટ તૈયાર કરી રહ્યા છે. અને દર વર્ષે 12 લાખ રૂપિયાનું ટર્નઓવર જનરેટ કરી રહ્યા છે.

મેહુલ કહે છે કે મેં ઘણા સમય પહેલાથી જ નક્કી કરી લીધું હતું કે બિઝનેસ જ કરવો છે. આથી ગ્રેજ્યુએશન પછી MBAમાં પ્રવેશ મેળવ્યો. નાનામોટા સ્ટાર્ટઅપ્સ અને તેના ફાઉન્ડર્સની સ્ટોરીઝ વાંચતો રહેતો હતો. મોકો મળે તો તેમની સાથે મુલાકાત પણ કરતો હતો. ત્યારે મને થયું કે એગ્રીકલ્ચર સેક્ટર સૌથી ઉભરતું બિઝનેસ સેક્ટર છે. તેમાં ગ્રોથની સાથે સાથે સ્કોપ પણ ખૂબ છે. જો સારી રીતે તેમાં કામ કરવામાં આવે તો માર્કેટનો કોઈ અભાવ નથી.

અભ્યાસ દરમિયાન જ શરૂ કર્યુ હતું રિસર્ચ

મેહુલે બનાના વેસ્ટમાંથી ઈકો ફ્રેન્ડલી પ્રોડક્ટ બનાવવાની શરૂઆત 2018માં કરી હતી. અત્યાર સુધીમાં તેઓ 12 ટન કેળાના રેશા તૈયાર કરી ચૂક્યા છે.
મેહુલે બનાના વેસ્ટમાંથી ઈકો ફ્રેન્ડલી પ્રોડક્ટ બનાવવાની શરૂઆત 2018માં કરી હતી. અત્યાર સુધીમાં તેઓ 12 ટન કેળાના રેશા તૈયાર કરી ચૂક્યા છે.

મેહુલ કહે છે કે MBA દરમિયાન જ મને એગ્રો વેસ્ટ મેનેજમેન્ટ વિશે જાણવા મળ્યું. મને લાગ્યું કે આ મારા કામની ચીજ છે, કેમકે અમારા વિસ્તારમાં બનાના વેસ્ટનો કોઈ તૂટો નથી. આથી મેં નક્કી કર્યુ કે તેના વેસ્ટ મેનેજમેન્ટને લઈને કોઈ કામ કરીશ.

2016માં એમબીએ કર્યા પછી મેહુલે બનાના વેસ્ટ વિશે રિસર્ચ અને જાણકારી મેળવવાનું શરૂ કર્યુ. સાઉથ ઈન્ડિયામાં આ પ્રકારના વેસ્ટ મેનેજમેન્ટ પર કામ કરી રહેલા લોકો સાથે મુલાકાત કરી. ઈન્ટરનેટ પર જાણકારી મેળવી. તેના પછી બુરહાનપુરમાં નવસારી કૃષિ યુનિવર્સિટી તરફથી આયોજિત એક વર્કશોપમાં ભાગ લીધો. જ્યાં બનાના ફાઈબર વેસ્ટમાંથી હેન્ડિક્રાફ્ટ પ્રોડક્ટ બનાવવાની ટ્રેનિંગ લીધી.

તેના પછી મેહુલે ખુદના સ્ટાર્ટઅપની શરૂઆત કરી. તેમણે બુરહાનપુરમાં જ તેનું પ્રોસેસિંગ યુનિટ લગાવ્યું. આ માટે જરૂરી મશીનો તેઓ ચીનથી લઈને આવ્યા હતા. તેના પછી કેટલાક સ્થાનિક લોકોની મદદથી તેમણે પોતાનું કામ શરૂ કરી દીધું.

કઈ રીતે તૈયાર થાય છે પ્રોડક્ટ?

મેહુલે 50 મહિલાઓને રોજગારી આપી, જેઓ કેળાના થડ કાપવાથી લઈને પ્રોડક્ટ તૈયાર કરવાનું કામ કરે છે.
મેહુલે 50 મહિલાઓને રોજગારી આપી, જેઓ કેળાના થડ કાપવાથી લઈને પ્રોડક્ટ તૈયાર કરવાનું કામ કરે છે.

મેહુલે બુરહાનપુરમાં બનાના ફાઈબર વેસ્ટનું પ્રોસેસિંગ યુનિટ લગાવ્યું છે. જ્યાં 60 લોકો કામ કરે છે. તેમાંથી 50 મહિલાઓ છે. જે બનાના ફાઈબરમાંથી જાતજાતની પ્રોડક્ટ તૈયાર કરે છે. તેનાથી તેમની પણ કમાણી થાય છે. તેઓ કહે છે કે સૌપ્રથમ ખેતરમાંથી કેળાની ડાળ કે થડને કાપીને અમે ટ્રેક્ટરમાં ભરીએ છીએ. તેના પછી તેને અમારી ફેકટરીએ લઈ જઈએ છીએ. અહીં મશીનની મદદથી તેને બે ભાગમાં કાપી નાખીએ છીએ. તેના પછી અહીં કામ કરતી મહિલાઓ તેને અલગ અલગ શીટ્સમાં કાપે છે.

તેના પછી તેનું અનેક લેવલ પર પ્રોસેસિંગ કરવામાં આવે છે. જેનાથી શોર્ટ ફાઈબર અને લોંગ ફાઈબર તૈયાર થાય છે. તેના પછી તેને તડકામાં સૂકવવામાં આવે છે. બાદમાં તેમાંથી પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે. અત્યારે મેહુલ બનાના વેસ્ટમાંથી હેન્ડીક્રાફ્ટ, રેશા, સેનિટરી નેપકિન, ગ્રો બેગ સહિત ડઝનબંધ પ્રોડક્ટ તૈયાર કરે છે. તેઓ પોતાની પ્રોડક્ટ સીધી જ મોટી મોટી ટેક્સટાઈલ કંપનીઓને મોકલે છે. તેમણે ચીન અને વિયેતનામમાં પણ પોતાની પ્રોડક્ટ્સ મોકલી છે. ટૂંક સમયમાં તેઓ ખુદની એપ લોન્ચ કરવાના છે જેથી પોતાની પ્રોડક્ટ સીધી જ ગ્રાહકો સુધી પહોંચાડી શકાય.

બનાના ફાઈબર વેસ્ટની ઈકોનોમી
ભારતમાં મોટા પાયે કેળાનું ઉત્પાદન થાય છે. એક રિપોર્ટ અનુસાર, દર વર્ષે 14 મિલિયન ટન કેળાનું ઉત્પાદન દેશમાં થાય છે. તમિલનાડુ, મહારાષ્ટ્ર , કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ, ગુજરાત, એમપી અને બિહારમાં સૌથી વધુ ઉત્પાદન થાય છે. જો ફાઈબર વેસ્ટની વાત કરીએ તો દર વર્ષે 15 લાખ ટન ડ્રાય બનાના ફાઈબર ભારતમાં થાય છે. બારતમાં હવે આ વેસ્ટનો કમર્શિયલ ઉપયોગ થઈ રહ્યો છે. અનેક જગ્યાએ બનાના ફાઈબર ટેક્સટાઈલ પણ બનાવાય છે.

એક રિપોર્ટ અનુસાર દર વર્ષે 14 મિલિયન ટન કેળાનું ઉત્પાદન દેશમાં થાય છે. દર વર્ષે 1.5 મિલિયન ટન ડ્રાય બનાના ફાઈબર ભારતમાં થાય છે.
એક રિપોર્ટ અનુસાર દર વર્ષે 14 મિલિયન ટન કેળાનું ઉત્પાદન દેશમાં થાય છે. દર વર્ષે 1.5 મિલિયન ટન ડ્રાય બનાના ફાઈબર ભારતમાં થાય છે.

મેહુલના અનુસાર કોઈ નાના પાયે શરૂઆત કરવા માગે તો બેથી ત્રણ લાખ રૂપિયા ખર્ચ કરીને તેનું સેટઅપ લગાવી શકે છે. અત્યારે આ ડેવલપિંગ સેક્ટર છે અને લોકો ઓછા છે. આથી કરિયરના હિસાબે સ્કોપ ખૂબ છે. સૌથી સારી વાત એ છે કે બનાના વેસ્ટ મેળવવામાં વધુ પૈસા ખર્ચ થતા નથી. ખેડૂતો માટે આ નકામી ચીજ હોય છે. તેઓ ફ્રીમાં જ આપી દે છે. સાથે જ તેને લઈને સરકાર પણ સપોર્ટ કરી રહી છે. ખુદ મેહુલને રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના (રફ્તાર) અંતર્ગત, શ્રી કર્ણ નરેન્દ્ર કૃષિ યુનિવર્સિટી, જયપુરથી ઈન્ક્યુબેશન અને 20 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળી છે.

તેઓ કહે છે કે આ સેક્ટરમાં સૌથી ચેલેન્જિંગ કામ છે તેના માટે માર્કેટ તૈયાર કરવું. કેમકે હજુ આ પ્રકારની પ્રોડક્ટની કિંમત વધુ હોય છે. આથી સામાન્ય લોકોની સાથે કંપનીઓ પણ ઓછો રસ દાખવે છે. જો મોટા પાયે તેનું પ્રોસેસિંગનું કામ થાય તો તેનાથી બનેલી પ્રોડક્ટની કિંમત ઘટશે.

ક્યાંથી લઈ શકાય તાલીમ?
બનાના વેસ્ટમાંથી ફાઈબર કાઢવાની અને તેમાંથી પ્રોડક્ટ તૈયાર કરવાની ટ્રેનિંગ દેશમાં અનેક જગ્યાએ આપવામાં આવે છે. તિરુચિરાપલ્લીમાં ‘નેશનલ રિસર્ચ સેન્ટર ફોર બનાના’માં તેની ટ્રેનિંગ લઈ શકાય છે. તેમાં કોર્સના હિસાબે ફી આપવાની હોય છે. તેના ઉપરાંત નવસારી કૃષિ યુનિવર્સિટી, ગુજરાત, સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યુટ ઓફ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, કોઈમ્બતૂરથી તેની ટ્રેનિંગ લઈ શકાય છે. અનેક રાજ્યોમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં પણ તેના વિશે જાણકારી આપવામાં આવે છે. અનેક ખેડૂતો વ્યક્તિગત રીતે પણ લોકોને તાલીમ આપવાનું કામ કરે છે.

ખેતરમાંથી કેળાના થડને કાપીને લાવ્યા પછી મશીન દ્વારા તેમનું પ્રોસેસિંગ કરવામાં આવે છે. તેના પછી પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવે છે.
ખેતરમાંથી કેળાના થડને કાપીને લાવ્યા પછી મશીન દ્વારા તેમનું પ્રોસેસિંગ કરવામાં આવે છે. તેના પછી પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવે છે.

બનાના ફાઈબરમાંથી બનતી પ્રોડક્ટ્સ

  • માછલી પકડવાની જાળ
  • દોરડા
  • શેતરંજી
  • સેનિટરી પેડ્સ
  • કરન્સી પેપર
  • હેન્ડીક્રાફ્ટ્સ
  • કપડાં, ચાદર, સાડી