તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝેરીલી બનતી હવા:આ વર્ષે પંજાબમાં સૌથી વધુ પરાલી સળગી, શું તેની પાછળ કૃષિ બિલને લઈને ખેડૂતોનો ગુસ્સો છે

નવી દિલ્હી11 દિવસ પહેલાલેખક: પૂનમ કૌશલ
  • કૉપી લિંક
CPCBએ પણ 11 નવેમ્બરે જાહેર કરેલા આદેશમાં હરિયાણા અને પંજાબ સરકારને પરાલી સળગાવવાને લઈને રોકવાનું કહ્યું હતું (ફાઈલ ફોટો)
  • 22 સપ્ટેમ્બરથી 17 નવેમ્બર વચ્ચે પંજાબમાં પરાલી સળગાવવાના 74,326 કેસ નોંધાયા, 2016 પછીથી આ સૌથી વધુ
  • એગ્રીકલ્ચર એક્સપર્ટ દેવેન્દ્ર શર્મા જણાવે છે કે પંજાબમાં દર વર્ષે 200 લાખ ટન પરાલી નીકળે છે, મેનેજ કરવું સહેલું નથી

હાલના દિવસોમાં દિલ્હીમાં ઘરની બહાર નીકળતા જ થોડી વારમાં તમારી આંખ બળવા લાગે છે તેમજ માથું ભારે થવા લાગે છે. કેટલાંક લોકોને તો શ્વાસ લેવામાં તકલીફ પણ પડે છે. આ વર્ષે દિલ્હીમાં 10 ઓક્ટોબર સુધી હવા યોગ્ય હતી, પરંતુ તે પછી હવાની ક્વોલિટી ખરાબ થતી ગી અને દિવાળીની આગલા દિવસે સૌથી ખરાબ સ્તરે પહોંચી ગઈ. દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બર આવતા-આવતા દિલ્હીની હવા શ્વાસ રુંધાય જાય તેટલી હદે ખરાબ થઈ જાય છે. જેના પરિણામે બીમાર લોકોને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડે છે. તેનું એક મોટું કારણ છે પડોશી રાજ્ય હરિયાણ, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં પરાલી સળગાવવાની ઘટના.

એક સમયે ખેડૂત ખેતરમાંથી પાકની લણ્યા બાદ ઘઉં વાવવાની ઉતાવળમાં હોય છે અને ખેતર સાફ કરવા માટે ધાન્યની પરાલીને આગ લગાવી દે છે. થોડા દિવસ પહેલાં જ સાંજે પડેલા વરસાદના છાંટણા અને હવા બદલાવવાને પગલે દિલ્હીનું વાતાવરણ થોડું ઘણું સાફ કરી દીધું છે. AQI મોડરેટ સ્તર પર પહોંચી ગયો છે. મંગળવારે પ્રદૂષણના કેસમાં દિલ્હી માટે એક સારો દિવસ હતો. એર ક્વોલિટી ઈન્ડેક્સ 130 સુધી પહોંચી, જ્યારે દિવસભરમાં સરેરાશ 170 રહ્યું.

દિલ્હીની હવામાં થયેલા આ બદલાવ માટે સરકારની કોઈ નીતિ નહીં, પરંતુ હવામાન જવાબદાર છે. વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ, આગામી એક-બે દિવસમાં દિલ્હીની હવા ફરીથી ખરાબ થવા લાગશે. સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોર કાસ્ટિંગ એન્ડ રિસર્ચ (સફર) વિભાગ દેશના મહાનગરોમાં હવાની ગુણવત્તા પર નજર રાખે છે. સફરના જણાવ્યા મુજબ, આવનારા દિવસોમાં હવા વધુ ખરાબ થશે.

આગ પર ધ્યાન રાખનારી સંસ્થાઓ ડેટા ભેગા કરવા માટે સેટેલાઈટ તસ્વીરોનો ઉપયોગ કરે છે. સફરના ડેટા મુજબ, 6 નવેમ્બરે પરાલ સળગાવવાની 4200થી વધુ મામલાઓ નોંધાયા છે, પરંતુ 17 નવેમ્બરે આ આંકડા 10થી પણ ઓછા હતા. હવામાન વિભાગના વૈજ્ઞાનિક વીકે સોનીએ કહ્યું કે શક્યતા છે કે વાદળાઓને પગલે સેટેલાઈટ વિઝન સ્પષ્ટ ન મળ્યા હોય.

ખરીફ સીઝનમાં પંજાબમાં 2018માં આગના લગભગ 50 હજાર અને 2019માં લગભગ 52 હજાર ઘટનાઓ રેકોર્ડ થઈ હતી.
ખરીફ સીઝનમાં પંજાબમાં 2018માં આગના લગભગ 50 હજાર અને 2019માં લગભગ 52 હજાર ઘટનાઓ રેકોર્ડ થઈ હતી.

સફરના ડેટા મુજબ, ગત શુક્રવારે 14% પીએમ 2.5 પરાલી સળગાવવાને કારણે હતું, જ્યારે શનિવારે આ આંકડો વધીને 32% નોંધાયો. મંગળવારે દિલ્હીની હવામાં પરાલી સળગાવવાના કારણે પીએમ 2.5 પ્રદૂષણ માત્ર 3% હતું એટલે ઘણું જ નહીંવત. હવામાં ભળી ગયેલા પીએમ 2.5 કણ ઘણાં જ સૂક્ષ્મ હોય છે અને તે ફેફસાંઓને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.

પ્રદૂષણ રોકવા માટે કેટલાંક પગલાંઓ ભરવામાં આવ્યા
દિલ્હી-NCRમાં પ્રદૂષણ પર નજર રાખવા માટે બનાવવામાં આવેલા વાયુ ગુણવત્તા આયોગે 9 નવેમ્બરે જાહેર કરેલા આદેશમાં તાત્કાલિક 10 પગલાંઓ ભરવાનું કહ્યું હતું. જેમાં પર્સનલ વ્હીકલના ઉપયોગને ઘણી હદે ઘટાડવો, જરૂરી ન હોય તો મુસાફરી ન કરવી, વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન આપવું, ધૂળને કંટ્રોલ કરવા માટે લગાડવામાં આવેલા પ્રતિબંધોનું કડકપણે પાલન કરાવવું, બાયોમાસ અને સોલિડ વેસ્ટને સળગાવવા પર કડક પ્રતિબંધ લગાડવા સહિતના મુદ્દાઓ સામેલ છે.

ધૂળ પ્રભાવિત ક્ષેત્રોમાં પાણીનો છંટકાવ કરવો, વધુ પડતા પ્રદૂષણવાળા વિસ્તારોમાં એન્ટી સ્મોગ ગનનો ઉપયોગ કરવો, આતિશબાજી અને પરાલી સળગાવવાને લઈને નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલના પ્રતિબંધનો કડકપણે પાલન કરાવવા જેવા દિશા-નિર્દેશ પણ આયોગે આપ્યા હતા.

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)એ પણ 11 નવેમ્બર જાહેર કરેલા આદેશમાં હરિયાણા અને પંજાબ સરકારને પરાલી અને દિલ્હીમાં કચરો સળગાવવા પર પ્રતિબંધ મૂકવાનું કહ્યું હતું. CPCB પોતાના સમીર મોબાઈલ એપની મદદથી AQIની જાણકારી આપે છે. આ એપ પર લોકો પોલ્યુશન સાથે જોડાયેલાં નિર્દેશો અને નિયમોના ઉલ્લંઘનની ફરિયાદ પણ કરી શકે છે. જો કે અમે આ એપને દિલ્હીના અનેક વિસ્તારોમાં ચેક કરી, તો એક પણ ફરિયાદ નોંધાયેલી ન હતી.

વાહનોનું પ્રદૂષણ
નોયડામાં જે વિસ્તારમાં હું રહું છું, ત્યાં સુધી આવતા-આવતા રસ્તામાં પોલીસના ઓછામાં ઓછા પાંચ બેરીકેડ મળે છે, જ્યાં માસ્કનું ચેકિંગ કરવામાં આવે છે. બેરિકેડ હોવાને કારણે અનેક જગ્યાએ વાહન રોકવાની સ્થિતિ ઊભી થાય છે અને ટ્રાફિક જામ જોવા મળે છે. આ દરમિયાન વાહનોમાંથી ધુમાડો નીકળતો રહે છે.

બેરીકેડ પર રોકાયેલી એક કારના માલિક કહે છે, 'કારણ વગર થઈ રહેલા આ પ્રદૂષણ તરફનું કોઈનું ધ્યાન નથી જતું. પ્રશાસનનું ફોકસ દંડ વસૂલવા પર જ છે, સમસ્યાના સમાધાન પર નહીં.' સફર સાથે જોડાયેલા વૈજ્ઞાનિકો કહે છે કે, 'પરાલી સળગાવવાની ઘટના NCRમાં થનારા પ્રદૂષણનું એક કારણ તો છે, પરંતુ માત્ર આ એક જ કારણ નથી. વાહનોમાંથી નીકળતો ધુમાડો પણ હવામાં ઝેરીલા ભળવા માટે જવાબદાર છે.'

આ વર્ષે પંજાબમાં સળગી સૌથી વધુ પરાલી

સફરના ડેટા મુજબ, 6 નવેમ્બરે પરાલી સળગાવવાના 4200થી વધુ કેસ દાખલ કરાયા છે
સફરના ડેટા મુજબ, 6 નવેમ્બરે પરાલી સળગાવવાના 4200થી વધુ કેસ દાખલ કરાયા છે

પંજાબ રિમોટ સેન્સિંગ સેન્ટર મુજબ, આ વર્ષે 22 સપ્ટેમ્બરથી 17 નવેમ્બર વચ્ચે માત્ર પંજાબમાં પરાલી સળગાવવાના 74,326 મામલાઓ નોંધાયા છે. 2016 પછીથી આ સૌથી વધુ મામલાઓ છે. ખરીફ પાકની સીઝનમાં 2016માં પંજાબમાં આગની 80,879 ઘટનાઓ રેકોર્ડ કરાઈ હતી. 2017માં આંકડા 43,660, 2018માં 49,905 અને 2019માં 51,946 હતી.

કૃષિ વિશેષજ્ઞ દેવેન્દ્ર શર્મા પરાલી સળગાવવાના કેસમાં થયેલા વધારા પાછળ ખેડૂતોના ગુસ્સાને જુએ છે. શર્મા કહે છે કે, 'પંજાબના ખેડૂતોમાં સરકારની નીતિઓને લઈને ગુસ્સો છે. જે પણ પરાલી વધુમાં વધુ સળગાવવાનું એક કારણ હોય શકે છે.' તો, ભારતીય કિસાન યુનિયનના નેતા હરિંદર સિંહ લખોવાલ કહે છે કે કૃષિ ખરડાને લઈને ખેડૂતોમાં ભડકેલો ગુસ્સો વધુ પરાલી સળગાવવાનું સૌથી મોટું કારણ છે.

દેવેન્દ્ર શર્મા કહે છે કે, 'પ્રદૂષણના કારણે માત્ર પરાલી જ નહીં, પરંતુ બીજા અન્ય કારણો પણ છે. ખેડૂત જાણે છે કે પરાલી સળગાવવાથી સૌથી વધુ નુકસાન ખેડૂત પરિવારનું જ થાય છે. ખેડૂત જાણે છે, પરંતુ પરાલી સળગાવવી તેમની મજબૂરી છે, કેમકે તેઓને જલદીથી જલદી ઘઉંનું વાવેતર કરવા માટે ખેતર સાફ કરવું જરૂરી હોય છે. પંજાબ સરકારે પરાલી ન સળગે તે માટે ખેડૂતોને મશીનો આપ્યા છે. અત્યાર સુધીમાં 74 હજાર મશીનની વહેંચણી થઈ છે, પરંતુ આ સમાધાન નથી.'

શર્મા કહે છે, 'ખેડૂત આર્થિક મદદની માગ કરે છે. ગત વર્ષે સુપ્રીમ કોર્ટે ખેડૂતોને 100 રૂપિયા ક્વિન્ટલના હિસાબે ઈન્સેન્ટિવ આપવાનો આદેશ આપ્યો હતો. પરંતુ સરકારોએ તેને પણ લાગુ ન કર્યું.' પંજાબમાં દર વર્ષે 200 લાખ ટન પરાલી નીકળે છે. કોઈ પણ સરકાર કે ખાનગી કંપનીઓ માટે તેને મેનેજ કરવાનું ઘણું જ મુશ્કેલ હોય છે.

દેવેન્દ્ર શર્મા કહે છે, 'સરકારને હ્યુમન કેપિટલમાં ઈન્વેસ્ટ કરવું પડશે, પરંતુ સરકારનું જોર મશીનોમાં ઈન્વેસ્ટ કરવા પર છે. જો સરકાર જુલાઈ-ઓગસ્ટમાં ખેડૂતોને સો રૂપિયા ક્વિન્ટલનું ઈન્સેન્ટિવ આપવાનો વાયદો કરે છે, તો ખેડૂત સપ્ટેમ્બર સુધી કંઈને કંઈક સગવડ કરી લેશે. નીતિઓ બનાવનારાઓએ સમજવું પડશે કે ભૂલ તેમની પણ છે. જ્યાં સુધી પ્રભાવી નીતિઓ નહીં બને, ત્યાં સુધી આ સમસ્યા વધતી જ રહેશે.'

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો