તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Most Of The Children Leave Here After 10th Standard; Till Date No Girl Has Gone Out For Job, Only One Man Is In Government Job

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશની પહેલી મહિલા, જેને ફાંસી થવાની છે:શબનમના ગામના મોટા ભાગનાં બાળકો 10મા પછી ભણવાનું છોડી દે છે, સરકારી નોકરીમાં માત્ર એક જ પુરુષ

બાવનખેડી5 દિવસ પહેલાલેખક: પૂનમ કૌશલ
  • કૉપી લિંક

રાજધાની દિલ્હીથી લગભગ 120 કિમી દૂર વસેલું બાવનખેડી ગામમાં લોકો લાકડાંનો વેપાર કરે છે. અહીં આબાના બાગ પાસે પીળા રંગનું બે માળનું મકાન છે, જેનો રંગ હવે ફિકો પડી રહ્યો છે. બાવનખેડી પાસે જ એક બીજા ગામના રહેવાસી આસિમ કહે છે કે જ્યારે પણ અમરોહા-હસનપુર રોડ પર આ ગામથી પસાર થાવ છું તો ઘર જોઈને કંપી જાઉં છું, જાણે કોઈ જૂની ફિલ્મનો ભૂત બંગલો હોય.

આસિમે જણાવ્યું, બાવનખેડી એક પછાત ગામ છે. આસપાસના ગામના લોકોને છોડી દેવામાં આવે તો કદાચ જ કોઈએ આ ગામનું નામ સાંભળ્યું હોય. આ ગામની શબનમ હવે આઝાદ ભારતમાં ફાંસીના ફંદા પર ચઢનાર પહેલી મહિલા હોઈ શકે છે. આ જ કારણે બાવનખેડી અચાનક લાઈમલાઈટમાં આવી ગયું છે.

બાવનખેડી ગામ પછાત છે. અહીં લગભગ સાડાત્રણ હજાર લોકો રહે છે. મોટા ભાગના પઠાણ છે, બાકી અન્ય જાતિઓના લોકો છે.
બાવનખેડી ગામ પછાત છે. અહીં લગભગ સાડાત્રણ હજાર લોકો રહે છે. મોટા ભાગના પઠાણ છે, બાકી અન્ય જાતિઓના લોકો છે.

14-15 એપ્રિલ 2008ની રાતે શબનમે તેના આશિક સલીમ સાથે મળીને તેના ઘરમાં જ આખા પરિવારની હત્યા કરી નાખી હતી. તેણે દરેક સંબંધની હત્યા કરી નાખી હતી. તેના પિતા, માતા, ભાઈ, ભાભી, ભત્રીજા અને સંબંધી બહેન, તમામને પહેલા નશો આપ્યો અને પછી તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપી નાખ્યું. શબનમના કાકાનો પરિવાર હવે આ ઘરમાં રહે છે. શું તેમને બીક લાગે છે? કાકી ફાતિમા કહે છે, મને બીક નથી લાગતી, હું તો ઉપરના એ રૂમમાં પણ સૂઈ જાઉં છું.

અહીં આવીને અજુગતો અહેસાસ થાય છે. એક છત પર ઊભા થઈને સામે બાગ તરફ જોતાં સુંદર નજારો જોવા મળે છે. લહેરાતો પાક, આંબાનાં ઝાડ, લીલું લીલું ઘાસ. મગજમાં સવાલ થાય છે કે શું કોઈ આટલા શાંત માહોલમાં આવી હરકત કરી શકે છે? પણ પાછળ ફરતા જ દીવાલ પર જામેલા લોહીના દાગ જવાબ આપે છે કે હત્યા કરાયેલા સાત લોકો આ ચાર દીવાલમાં દફન છે.

શબનમને પ્રેમી સલીમ સાથે મળીને તેના જ પરિવારના તમામ સાત લોકોની હત્યા કરી દીધી હતી. ઘરથી માંડી બાગમાં એ સાતેયની કબરો છે.
શબનમને પ્રેમી સલીમ સાથે મળીને તેના જ પરિવારના તમામ સાત લોકોની હત્યા કરી દીધી હતી. ઘરથી માંડી બાગમાં એ સાતેયની કબરો છે.

બાવનખેડીમાં રહેતા ઈસ્લામ ખાન જણાવે છે, અહીં લગભગ સાડાત્રણ હજાર લોકો રહે છે. મોટા ભાગના પઠાણ છે, બાકી અન્ય જાતિઓના લોકો રહે છે. ઈસ્લામના જણાવ્યા પ્રમાણે, બાવનખેડીની આસપાસ 52 ગામ ચૌહાણનાં છે જેમની વચ્ચે આ એકમાત્ર મુસ્લિમ બહુમતીવાળું ગામ છે. તેઓ કહે છે કે કદાચ આ જ કારણ હશે કે ગામનું નામ બાવનખેડી પડ્યું હોય. તે કહે છે, કદાચ આ જ કારણ હશે કે આ ગામનું નામ બાવનખેડી પડ્યું હશે. તેઓ કહે છે, પહેલાં અહીં મોટા ભાગના લોકો મજૂરી કે પછી ના મોટા કામ કરીને જીવન ચલાવતા હતા. હવે મોટા ભાગના લોકો લાકડાંના વેપાર સાથે જોડાયેલા છે. જેમ તેમ કરીને લોકોનું જીવન ચાલી રહ્યું છે.

આખા ગામમાં માત્ર એક સરકારી કર્મચારી
બાવનખેડી ગામમાં મોટા ભાગનાં બાળકો દસમાં સુધી ભણી પછી અભ્યાસ છોડી દે છે. અમુક લોકો જ અહીં ગ્રેજ્યુએટ છે. આખા ગામમાં એક સરકારી કર્મચારી છે જે પોલીસ વિભાગમાં કાર્યરત છે. છોકરીઓ માટે સ્થિતિ વધુ ખરાબ છે. અહીં હજી સુધી કોઈપણ છોકરી નોકરી કરવા અથવા ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે ગામની બહાર નથી ગઈ. ઈસ્લામના જણાવ્યા પ્રમાણે, આ પ્રમાણે જોવામાં આવે તો બાવનખેડી ઘણું પછાત ગામ છે. હાલ અહીંના લોકો તેમની છોકરીઓના શિક્ષણ અંગે પણ ગંભીર નથી.

ગામમાં છોકરીઓના શિક્ષણની સ્થિતિ ઘણી ખરાબ છે. કોઈ છોકરી નોકરી માટે ઘરની બહાર નથી નીકળતી. મહિલાઓ કેમેરા જોઈને મોઢું ફેરવી લે છે.
ગામમાં છોકરીઓના શિક્ષણની સ્થિતિ ઘણી ખરાબ છે. કોઈ છોકરી નોકરી માટે ઘરની બહાર નથી નીકળતી. મહિલાઓ કેમેરા જોઈને મોઢું ફેરવી લે છે.

બાવનખેડી ગામનાં બાળકો અને યુવાન કંઈ પૂછવા પર પાછળ ખસી જાય છે. અહીંની સ્ત્રીઓ ઘરમાં કેદ રહે છે. જે છોકરીઓ બહાર આવી હતી તેઓ નકાબમાં ઢંકાયેલી હતી. છોકરીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પણ તે જતી રહેતી હતી. શબનમે ડબલ MA કર્યું હતું. ગામના ઘણા લોકો હસતાં હસતાં કહે છે કે વધુ ભણેલીગણેલી હતી, એટલે જ તો આવો કાંડ કરી દીધો.

શબનમ અને સલીમનો સંબંધ
શબનમ અને સલીમના પ્રેમ પ્રસંગ વિશે પૂછતાં ઘણા ઓછા લોકો બોલે છે. ગામના લોકો સાથે અલગ અલગ વાત કરતાં એટલી ખબર પડી છે કે શબનમ સલીમને પ્રેમ કરતી હતી અને કોઈપણ ભોગે સલીમ સાથે લગ્ન કરવા માગતી હતી, પણ તેનાં પરિવારજનોને આ વાત નહોતી ગમતી. બન્નેની જાતિ પણ અલગ હતી અને આર્થિક સ્થિતિ પણ. શબનમ સૈફી હતી અને સલીમ પઠાણ હતો. શબનમ શિક્ષામિત્ર હતી અને ટૂંક સમયમાં સ્થાયી શિક્ષિકા બની જાત, જ્યારે સલીમ એક આરા મશીન પર કામ કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો