તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Shirdi Received 83% Less Donations But No Reduction In Service, Healing More Than 7 Thousand Patients

કોરોનાના દર્દીઓ માટે ખુલ્યા મંદિરના દરવાજા:શિરડીને 83% દાન ઓછુ મળ્યું પરંતુ સેવામાં ઘટાડો નહિ, 7 હજારથી વધુ દર્દીઓને સાજા કર્યા

શિરડી11 દિવસ પહેલાલેખક: અક્ષય બાજપેયી/નવનાથ દિધે
  • કૉપી લિંક
  • ભક્તો માટે મંદિર બંધ છે પરંતુ દર્દીઓ માટે દર્દીઓ બાબાના દરવાજ ખુલ્લા છે

કોરોના મહામારીમાં દેશમાં ઘણા ધાર્મિક સ્થળોએ પોતાના દરવાજા દર્દીઓ માટે ખોલી દીધા છે. કેટલીક જગ્યાએ મંદીરને હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવી છે તો ક્યાંક અલગથી કોવિડ કેર સેન્ટર તૈયાર કરવામાં આવી. અમે આવા જ ધાર્મિક સ્થળોની કહાની લાવી રહ્યાં છે. આજે પ્રથમ રિપોર્ટ શિરડીથી.

ભલે શિરડી ટ્રસ્ટને ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 83 ટકા ઓછુ દાન મળ્યુ હોય પરંતુ સેવામાં કોઈ કમી આવી નથી. સાઈ ટ્રસ્ટ દ્વારા ચલાવાઈ રહેલી કોવિડ હોસ્પિટલથી અત્યાર સુધીમાં 7 હજારથી વધુ કોરોના દર્દીઓને સાજા કરવામાં આવ્યા છે. અહીં દર્દીઓની સાથે તેમના પરિવારના સભ્યો માટે પણ રોકાવવાની અને ખાવાની વ્યવસ્થા ફ્રીમાં છે.

ભક્ત નહિ દર્દીઓની લાઈન, રહેવાનુ-ખાવાનું બધુ ફ્રી
શિરડી સાઈ ધામમાં 2018માં 1.65 કરોડ ભક્તોએ દર્શન કર્યા હતા. 2019માં 1.57 કરોડ ભક્તોએ દર્શન કર્યા, જોકે 2020માં કોરોના પ્રકોપના કારણે મંદિર બંધ કરવું પડ્યું. પ્રથમ લહેર પછી જ્યારે મંદિર ખુલ્યુ તો 16 નવેમ્બરથી 21 ડિસેમ્બરની વચ્ચે 5.74 લાખ ભક્તોએ દર્શન કર્યા. 2021માં 1 જાન્યુઆરીથી 5 એપ્રિલની વચ્ચે ભક્તોનો આંકડો લગભગ 62 હજાર રહ્યો. કોરોના મહામારીને જોતા ટ્રસ્ટે એપ્રિલ-2020માં કોવિડ હોસ્પિટલ બનાવી અને અહીં ફ્રીમાં દર્દીઓ માટે સારવાર શરૂ કરાઈ.

એપ્રિલ 2020થી અત્યાર સુધીમાં બાબાના ધામમાંથી 7 હજારથી વધુ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. ટ્રસ્ટની જે ટીમો પહેલા ભક્તોની સેવામાં તહેનાત હતી, હવે તે દર્દીઓની સેવામાં છે. હોસ્પિટલમાં જ લગભગ ત્રણ હજાર કર્મચારીઓ સેવા આપી રહ્યાં છે.

કોવિડ દર્દીઓ માટે સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સિવાય જનરલ હોસ્પિટલમાં પણ સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રી સાઈબાબા સંસ્થાન ટ્રસ્ટના સીઈઓ કાન્હુરાજ હરિશ્રંદ્ર બાગતે જણાવ્યું કે અમે કોરોનાના દર્દીઓની ફ્રીમાં સેવા કરી રહ્યાં છે. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કદાચ થોડો ચાર્જ કોઈ સુવિધાનો લેવામાં આવે છે તો તેને પણ રાજ્ય કે કેન્દ્ર સરકારની સ્કીમ્સ દ્વારા કમ્પેનશેટ કરવામાં આવે છે. તેનાથી દર્દી પર કોઈ પણ પ્રકારનો ભાર આવતો નથી.

તેઓ કહે છે કે શિરડીથી પાંચ ટ્રેનમાં લોકો રવાના થયા, અમે બધાને ફુડ પેકેટ આપ્યા. હજારો લોકોના ખાવાની વ્યવસ્થાની સાથે બસોથી તેમના ઘરે પહોંચતા કર્યા. ક્વોરેન્ટાઈન સેન્ટર, આઈસોલેશન સેન્ટર અને ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર અમે ગત વર્ષથી જ સંચાલિત કરી રહ્યાં છે. જ્યાં સુધી કોરોના સંક્રમિત આવી રહ્યાં, ત્યાં સુધી આ સુવિધા ચાલુ રહેશે.

640 બેડની હોસ્પિટલ, 140 ઓક્સિજન બેડ
શિરડી ટ્રસ્ટે 640 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર કરી છે. તેમાં 140 ઓક્સિજન બેડ છે અને 20 વેન્ટિલેટર બેડ છે. જોકે કોવિડ માટે કુલ ત્રણ જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રણે જગ્યાની વાત કરવામાં આવે તો અહીં લગભગ દોઢ હજાર બેડની સુવિધા છે.

દિવ્ય મરાઠીએ સમાચાર પ્રકાશિત કર્યા હતા કે અહીં ઓક્સિજનની અછતના કારણે સંકટ સર્જાયુ છે. તે પછી નીતા અંબાણી અને ચેન્નાઈના કેવ્હી રમનીએ ટ્રસ્ટને 3 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. તેનાથી ઓક્સિજન પ્લાન્ટની સાજે જ આધુનિક આરટીપીસીઆર લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે.

દિવ્ય મરાઠીના આ સમાચારો પ્રકાશિત થયા પછી શિરડીમાં ઓક્સિજન પ્લાન્ટ લાગ્યો.
દિવ્ય મરાઠીના આ સમાચારો પ્રકાશિત થયા પછી શિરડીમાં ઓક્સિજન પ્લાન્ટ લાગ્યો.

ઓક્સિજન પ્લાન્ટની ક્ષમતા 1200 એલપીએમ પ્રતિ મિનિટ છે. અહીં સારવાર કરાવી રહેલા દર્દીઓની સાથે જ તેમના સંબંધીઓ માટે પણ ફ્રીમાં રહેવા અને ખાવાની વ્યવસ્થા છે.

કોરોનામાં 295 કરોડ ઓછા મળ્યાં
સાઈ બાબા ટ્રસ્ટને કોરોનાકાળમાં 295 કરોડ રૂપિયા ઓછા મળ્યા. ટ્રસ્ટને વર્ષ 2018-19માં 428 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. આ સિવાય 24.795 કિલો સોનુ, 428.555 કિલો ચાંદી મળી હતી.

આ રીતે દર્દીઓના સંબંધીઓનું સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખીને ભોજન કરાવવામાં આવે છે.
આ રીતે દર્દીઓના સંબંધીઓનું સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખીને ભોજન કરાવવામાં આવે છે.

આ રીતે વર્ષ 2019-20માં 357 કરોડ રૂપિયાનું દાન આવ્યું. 17.90 કિલો સોનુ અને 357.492 કિલો ચાંદી મળી. જ્યારે કોરોના કાળમાં 1 એપ્રિલ 2020થી 25 મે 2021 સુધીમાં ટ્રસ્ટને 62 કરોડનું દાન ઓનલાઈન પ્રાપ્ત થયું.

વર્ષરૂપિયાસોનુચાંદી
2018-19428 કરોડ24 .795 કિલો428.555 કિલો
2019-20357 કરોડ17.90 કિલો357.492 કિલો

એટલે કે ગત વર્ષની સરખામણીએ 295 કરોડ રૂપિયા ઓછુ દાન આવ્યું. ટકાવારીમાં જોવામાં આવે તો લગભગ 83 ટકાનો ઘટાડો નોંધાયો છે. લગભગ 14 કિલો સોનુ અને 295 કિલો ચાંદી પણ ઓછી મળી. ટ્રસ્ટની સંપતિની વાત કરીએ તો 31 માર્ચ 2020 સુધી સાઈ સંસ્થાનની કુલ સંપતિ 3013 કરોડ રૂપિયા હતી.