તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • More Than 45% Of Shiva Devotees In The Country Worship Hanumanji More Than Lord Rama, A Quarter Of Muslims Believe In Reincarnation

ભાસ્કર ઇનડેપ્થ:દેશમાં ભગવાન રામથી વધુ હનુમાનજીને પૂજનારા, સૌથી વધુ 45% શિવભક્ત, એક ચતુર્થાંસ મુસ્લિમોને પુનર્જન્મમાં ભરોસો

24 દિવસ પહેલા

કહેવાય છે ને કે નામ નામ કા બોલબાલા હે! ભગવાનના નામે બધાને પોતાનુ કામ કાઢવું છે. હવે તમને થતુ હશે કે તમે કહેવા શું માંગી રહ્યા છો, તો એક કામ કરો આ વિડીયો જ જોઇ લો તમે જાતે જ સમજી જશો.

ભારત વિવિધતાવાળો દેશ છે. રાજનીતી અને કુટનિતિ વાળો દેશ છે. ગોડ-ઇશ્વર-અલ્લાહવાળો દેશ. આ દેશમાં લોકોને ધાર્મિક વસ્તુઓમાં ખૂબ જ રસ છે. હવે લોકોને જ આટલો રસ છે તો સર્વે કરવા વાળાને પણ હશે. સર્વે એક અને વાતો ઘણી..નાની નાની વાતોમાં ઉપરવાળાને યાદ કરવા વાળા આ દેશમાં

અમેરિકાના પ્યુ રિસર્ચ સેન્ટરે ધર્મથી જોડાયેલો એક સર્વે કર્યો જેમાં ઘણી ઇન્ટ્રેસ્ટિંગ વાતો સામે આવી છે. જુઓ આ એક ધાર્મિક મુદ્દો છે એટલે પહેલા જ કહી દઉ કે જે પણ બતાવવામાં આવશે એ બધુ જ સર્વે અનુસાર બતાવીશું. એટલે વ્યુઅર્સ પોતાની ચતુર બુદ્ધિથી કામ લે અને પોતાનો ઇગો વચ્ચે ના લાવે.

હિંદુ ધર્મમાં 33 કરોડ દેવી-દેવતાઓ છે. પરંતુ દરેકનું મહત્વ અલગ-અલગ છે. જો કે 45% હિંદુ દેવોના દેવ મહાદેવને સૌથી વધારે પૂજે છે. પોપ્યુલારીટીના આ લીસ્ટમાં વિષ્ણુ ભોલેનાથથી ઘણા પાછળ રહી ગયા છે. તેમના પહેલા અવતાર રામની વાત કરીયે તો તે 17% પર છે. આ તરફ ગોપીઓના ચહીતા ક્રૃષ્ણ આ બંનેથી આગળ નીકળી 21% પર છે. જો કે રામજીથી વધારે પોપ્યુલારીટી તેમના સૌથી માટા ભક્તની છે. જેમનું નામ સાંભળીને ભૂત-પિશાચ નીકટ નથી આવતા, એટલે કે હનુમાનજી , 45% શિવ, 10% વિષ્ણુ, 17% રામ, 21% કૃષ્ણ, 35% હનુમાન

લગ્ન અંગે ભારતીયો શું વિચારે છે?
લગ્ન એટલે એવો લાડવો જે ખાધો હોય એ પણ પછતાય અને ના ખાધો હોય તે પણ, ભારતમાં દર વર્ષે ઘણા લગ્નો થતા હોય છે. પણ ભારતીયોને બીજા ધર્મમાં લગ્ન કરવાથી તકલીફ છે અને પરિણામ જુઓ. 80% મુસ્લિમ, 67% હિંદુ, 66% જૈન, 59% શીખ, 46% બૌદ્ધ, 37% ઇસાઇ મહિલાઓને બીજા ધર્મમાં લગ્ન કરતા રોકે છે. માત્ર મહિલાઓના જ હાલ બેહાલ નથી. 76%મુસ્લિમ, 65% હિંદુ, 59% જૈન, 58% શીખ, 44%બૌધ્ધ, 35%ઇસાઇ પુરુષોને બીજા ધર્મમાં લગ્ન કરતા રોકે છે.

ધાર્મિક આઝાદીનો અર્થ શું છે?
ત્રણ અક્ષરનો શબ્દ આઝાદી. આ શબ્દનો સાચો અર્થ લોકો જાણે કે ના જાણે પણ એને મહેસુસ દરેક કરે છે. 91% હિંદુ, 93% બૌધ્ધ, 89% મુસ્લિમ, 89% ઇસાઇ, 85% જૈન અને 82% શીખ પોતાનો ધર્મ માનવાની આઝાદી મહેસુસ કરે છે.

પાડોશીને લઇને લોકો શું વિચારે છે?
મુશ્કેલીના સમયમાં સૌથી પહેલા પાડોશી જ કામ આવે છે, પણ આ મામલામાં ભારતીય કોઇ બીજા ધર્મનો પાડોશી ઇચ્છતા નથી. 61%જૈન, 45% હિંદુ, 41% શીખ, 36% મુસ્લિમ, 29% ઇસાઇ અને 24% બૌધ્ધ નથી ઇચ્છતા કે તેમના પાડોશી બીજા ધર્મના હોય.

ભગવાનમાં કેટલા લોકોને શ્રદ્ધા?
સાચુ પણ છે લોકોને ભગવાન પર ભરોસો નથી તમને પાડોશી પાસેથી આશા રાખો છો. હવે ભગવાન પર ભરોસાની વાત નીકળી છે તો આ પણ જોઇ લો. 82% જૈન, 82% શીખ, 80% હિંદુ, 79% મુસ્લિમ, 78% ઇસાઇ અને 43% બૌધ્ધ ભગવાન પર ભરોસો કરે છે. સીધી વાત છે જેટલા લોકો સામેલ નથી આ ટકાવારીમાં એ લોકો ભગવાન પર ભરોસો કરતા નથી.

ભોજનથી ધર્મનું કનેક્શન
ભગવાનની સાથે સાથે ભોજનને લઈને પણ મતભેદ છે. 72% હિંદુઓનું માનવું છે કે બીફ ખાવા વાળા હિંદુ નથી, તો 77%મુસ્લિમાનોનું માનવુ છે કે પોર્ક ખાવાવાળા મુસ્લિમ નથી. ભોજનથી લઇને પાડોશી બનાવવા સુધી એક વાત તો ક્લીઅર છે કે યે દેશ મેરા રંગરેઝ હે બાબુ.

આ સરવે પ્યુ રિસર્ચ સેન્ટરનો છે. 30 હજાર ભારતીયો પર કરાયોલા ફેસ ટુ ફેસ સર્વેએ કેટલાકની આંખો ખાલી તો ક્યાંક ધર્મ જાતિના નામ પર માનસિકતાની પૉલ. પણ એક વાત તો સાચી છે કે આ દેશની એક્તા,અખંડિતતા અને સંપ્રભુતાને કોઇ સરળતાથી હચમચાવી નહી શકે..આજ કારણ છે કે 135 કરોડની વસતીવાળો ભારત આજે પણ દુનિયાનો સૌથી મોટો સેક્યુલર દેશ છે.

અન્ય સમાચારો પણ છે...