• Gujarati News
  • Dvb original
  • More Than 15 Lakh Subscribers Added By Making Videos Of Langur, Monkey, Cow, Earning 60 To 70 Thousand Rupees Every Month

પ્રેરણાદાયક કહાની:મુંબઈમાં ફિલ્મ લાઈન છોડીને ગામમાં પાછા આવ્યા, વાંદરા-ગાયના વીડિયો બનાવીને યૂટ્યુબ પર 15 લાખ સબસ્ક્રાઈબર ભેગા કર્યા, હવે દર મહિને 70 હજાર રૂપિયાની કમાણી કરે છે

નવી દિલ્હીએક વર્ષ પહેલાલેખક: અક્ષય બાજપેયી
  • કૉપી લિંક
બદ્રીના યૂટ્યુબ પર 15 લાખથી વધુ સબસ્ક્રાઈબર થઈ ગયા છે, તેમને ઘણા એવોર્ડ પણ મળ્યા છે. - Divya Bhaskar
બદ્રીના યૂટ્યુબ પર 15 લાખથી વધુ સબસ્ક્રાઈબર થઈ ગયા છે, તેમને ઘણા એવોર્ડ પણ મળ્યા છે.
  • જિઓ ફોનથી વીડિયો બનાવતા હતા, આનાથી જ એડિટ કરતા હતા, છ મહિનામાં જ વધવા લાગ્યા હતા સબસ્ક્રાઈબર
  • ઓરિસ્સાના નાનકડા ગામમાં રહે છે બદ્રીનારાયણ ભદ્ર, પોતાના નામે ચેનલ બનાવી, હવે પશુ માટે અભયારણ્ય શરૂ કરવા માંગે છે

બદ્રીનારાયણ ભદ્ર, જ્યારે આ નામ તમે ગૂગલ પર સર્ચ કરશો તો પહેલા જ નંબરે તેની યૂટ્યુબ ચેનલનું એડ્રેસ આવી જશે. પાંચ વર્ષમાં બદ્રીનારાયણની યૂટ્યુબ ચેનલ પર 15 લાખ 60 હજારથી પણ વધુ સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને તે દર મહિને યૂટ્યુબ દ્વારા 60 થી 70 હજાર રૂપિયાની કમાણી કરે છે. બદ્રી ઓરિસ્સાના જૈજપુર જિલ્લાના નાનકડાં ગામ જહલમાં રહે છે. શું છે યૂટ્યુબ પર તેમની સફળતાની કહાની, જાણો તેમની જ પાસેથી.

જિઓએ 4જી લોન્ચ કર્યો, ત્યારે વીડિયો બનાવવાની શરૂઆત કરી
હું ફિલ્મ લાઈનનો માણસ છું. 2000થી 2004 સુધી મેં દિલ્હી, કોલકાતા, અને મુંબઈમાં થિયેટરમાં કામ કર્યું. પછી 2004થી 2016 સુધી મુંબઈમાં ફિલ્મ ડાયરેક્શનની ટીમમાં કામ કર્યું. 2016માં મારા ગામે પાછો આવ્યો, જ્યારે ફિલ્મો માટે કામ કરતો હતો ત્યારે યૂટ્યુબ પર જ અમારા લોકોના ગીત અને ટ્રેલર રિલીઝ થતા હતા એટલા માટે મને યૂટ્યુબનો આઈડિયા હતો. પરંતુ યૂટ્યુબથી કમાણી કેવી રીતે કરવામાં આવે છે, તે 2016 સુધી ખબર પડી શકી ન હતી. એ ખબર હતી કે કમાણી કરી શકાય છે.

બદ્રીનારાયાણના ગામમાં લંગૂર ઘણા છે, તેમણે પહેલો વીડિયો લંગૂરોનો જ બનાવ્યો હતો
બદ્રીનારાયાણના ગામમાં લંગૂર ઘણા છે, તેમણે પહેલો વીડિયો લંગૂરોનો જ બનાવ્યો હતો

2016માં જ્યારે જિઓએ 4જી લોન્ચ કર્યો તો ગામમાં મેં સૌથી પહેલા ખરીદ્યો હતો. એ વખતે મને યૂટ્યુબમાંથી કમાણીનો કોઈ વધુ આઈડિયા નહોતો. અમારા ગામમાં લગૂંર ઘણા હોય છે. દર ત્રણ દિવસથી ચાર દિવસમાં લંગૂરોનું ઝુંડ અમારા ઘરમાં હોય છે. લગૂંર આખા ગામમાં ફરે છે. મારી પત્ની મોનાલિસા લંગૂરોને ઘણા વર્ષોથી મગફળી ખવડાવતી હતી.

પત્નીનો જે વીડિયો બનાવ્યો હતો, તે અપલોડ કરી દીધો. પછી મેં દર એક-બે દિવસમાં પત્નીનો વીડિયો અપલોડ કરી દેતો હતો. આખો વીડિયો જિયો ફોનથી જ બનાવતો હતો. પછી જે એડિટીંગના ફ્રી સોફ્ટવેર છે, જેવા કે ફિલ્મોરા, એનાથી મોબાઈલ પર જ એડિંટીંગ કરી લેતો હતો અને વીડિયો અપલોડ કરી દેતો હતો.

2017 આવતા સુધી હું 30માંથી 40 વીડિયો અપલોડ કરી ચુક્યો હતો. એક વીડિયો શૂટ કરવા અને અપલોડ કરવામાં બેથી ત્રણ કલાકનો સમય લાગતો હતો. પછી આપમેળે જ યૂટ્યુબ પર વ્યૂ વધવા લાગતા હતા. આના પ્રમોશન માટે મેં અલગથી કંઈ નથી કર્યું. બસ મારી કન્ટેન્ટ અલગ હતી. જ્યારે વ્યૂ આવવા લાગ્યા તો મે ચેનલને મોનેટાઈઝ કરી દીધી.

આ પછી જાહેરાત આવવા લાગી અને આપમેળે વ્યૂ વધવા લાગ્યા. મને આજે પણ યાદ છે કે 2017માં પહેલું પેમેન્ટ 110 ડોલર(લગભગ 8 હજાર રૂપિયા)નું આવ્યું હતું. જ્યારે પહેલી વખત પૈસા આવ્યા તો મોટિવેશન મળ્યું. પછી મેં વિચારી લીધું હતું કે, આનાથી કમાણી કરવાની છે. પછી હું પત્નીના લંગૂરોને મગફળી ખવડાવતો વીડિયો શૂટ કરવા લાગ્યો હતો.

ક્યારેક અમે લંગૂરોને ખવડાતા હતા, ક્યારેક વાંદરાઓને, તો ક્યારેક ગાયને ખવડાવતા હતા. મારા ઘરમાં પત્ની સિવાય બે બાળકો છે અને ભાઈના બાળકો છે. અમે બધા મળીને વીડિયો બનાવવા લાગ્યા અને હું તેને એડિટ કરીને યૂટ્યુબ પર અપલોડ કરતો ગયો.

બદ્રી મારી પત્ની મોનાલિસાને કેમેરા સામે ઊભી રાખી અને પોતે મોબાઈલથી શૂટ કરવા લાગ્યા છે.
બદ્રી મારી પત્ની મોનાલિસાને કેમેરા સામે ઊભી રાખી અને પોતે મોબાઈલથી શૂટ કરવા લાગ્યા છે.

અત્યાર સુધી મારી ચેનલ પર 11000થી વધુ વીડિયો અપલોડ કરી ચુક્યો છું અને સબસ્ક્રાઈબર 15 લાખ 60 હજારથી વધુ થઈ ચુક્યા છે. દર મહિને 60 થી 70 હજાર રૂપિયાની કમાણી થાય છે. ચાર વર્ષમાં 15 લાખથી વધુની કમાણી યૂટ્યુબથી થઈ ચુકી છે. જો કે, આમાંથી 20 થી 25 હજાર રૂપિયા અમે જાનવરોને ખવડાવા પર જ ખર્ચ કરીએ છીએ. લોકડાઉનમાં તો 30 હજાર રૂપિયા મહિના સુધી જીવ જંતુઓના ખાવા પર ખર્ચ કરવામાં આવ્યા છે.

ભવિષ્યમાં મારો અભયારણ્ય બનાવવાનો જ પ્લાન છે. જેમાં જીવ-જંતુઓને રાખું, તેમણે ખવડાવું- પીવડાવું. ગૌશાળા પણ ખોલવાની તૈયારી છે. જાન્યુઆરી 2020થી તો હું 17 થી 18 કલાક યૂટ્યુબ માટે ફાળવી રહ્યો છું. દિવસમાં ફિલ્ડ પર રહું છું. નવી નવી વસ્તુઓને શૂટ કરું છું. પછી ત્યાં તેને એડિટ કરીને યૂટ્યુબ પર અપલોડ કરું છું. આખું કામ હાલ પણ સ્માર્ટફોનથી જ ચાલી રહ્યું છે. જો કે હવે જિયોની જગ્યા સેમસંગનો સારો કેમેરા વાળો ફોન ખરીદી લીધો છે.

યૂટ્યુબ પર વીડિયો ચેનલ શરૂ કરવા અને કમાણી કરવાની ઈચ્છા રાખનારા માટે મારી સલાહ આ જ છે કે પોતાની કન્ટેન્ટ યૂનિક રાખો. એવી કન્ટેટ જેમાં ઘણા સરપ્રાઈઝ વસ્તુ હોય. કંઈક નવું હોય. લોકોને જોઈને મજા આવવી જોઈએ. જો એવી કન્ટેન્ટ હશે તો લોકો જાતે જ તમારા વીડિયો શેર કરશે અને વ્યૂ વધવા માંડશે.

મારી આસપાસ જે પણ ચીજ વસ્તુ બની રહી છે, જો કંઈક અજુકતું લાગે તો તેનો વીડિયો બનાવી લો અને ફ્રી સોફ્ટવેરની મદદથી ફોનથી જ એડિટ કરીને યૂટ્યુબ પર અપલોડ કરતા જાવ. હું ભલે ફિલ્મ લાઈનનો હોવ પણ આ કામમાં કોઈ ડાયરેક્શનની જરૂર નથી. માત્ર કન્ટેન્ટ નવું હોવું જોઈએ.

આ બદ્રી નારાયણનો પરિવાર છે. તે કહે છે કે ચેનલના હિટ હોવાનું એક કારણ એ પણ છે કે પરિવારના દરેક સભ્યએ આમા ભૂમિકા ભજવી છે.
આ બદ્રી નારાયણનો પરિવાર છે. તે કહે છે કે ચેનલના હિટ હોવાનું એક કારણ એ પણ છે કે પરિવારના દરેક સભ્યએ આમા ભૂમિકા ભજવી છે.

શું છે યૂટ્યુબ પર ચેનલ બનાવવાની પ્રોસેસ?
એક યૂટ્યુબ ચેનલની શરૂઆત કરવા માટે સૌથી પહેલા તમારી પાસે એક એક્ટિવ ગૂગલ એકાઉન્ટ હોવું જરૂરી છે. જો ગૂગલ એકાઉન્ટ ન હોય તો તમે સૌથી પહેલા ગૂગલ એકાઉન્ટ બનાવી લો. યૂટ્યુબ પર ગૂગલ એકાઉન્ટથી સાઈન ઈન કરો પછી યૂટ્યુબ ચેનલ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી શકો છો.

સ્ટેપ-1
યૂટ્યુબ પર જઈને રાઈટ સાઈડ પર યૂટ્યુબ એકાઉન્ટના થમ્બનેલ ઈમેજ પર ક્લિક કરો. ત્યારપછી ‘ક્રિએટ અ ચેનલ’ વિકલ્પને સિલેક્ટ કરો

સ્ટેપ-2
હવે યૂટ્યુબ ચેનલનું નામ નાંખો, ચેનલના નામ માટે યોગ્ય નામ એ જ હશે કે તમે એક એવું નામ સિલેક્ટ કરો કે જેનાથી તમારી ચેનલ શેના માટે છે તેનો હેતું સ્પષ્ટ થઈ શકે.

સ્ટેપ-3
નામ સિલેક્ટ કર્યા પછી તમારે કેટેગરી સિલેક્ટ કરવી પડશે એટલે કે તમે કયા પ્રકારનું કન્ટેન્ટ પોસ્ટ કરશો. ત્યારપછી ચેક બોક્સ પર ઓકેનો વિકલ્પ ક્લિક કરવાનો રહેશે(ક્લિક કર્યા પહેલા ધ્યાનથી નિયમ તથા શરતો વાંચી લો)

સ્ટેપ-4
તમારી યૂટ્યુબ ચેનલ બની ગઈ છે. હવે તમે એક નવા પેજ પર રીડાયરેક્ટ થઈ જશો, જ્યાં આપમેળે બ્રાન્ડ સાથે જોડાયેલી તસવીર, બ્રેકગ્રાઉન્ડ આર્ટ, ચેનલ આઈકોન અપલોડ કરી શકો છો. આ ઉપરાંત તમે તમારી ચેનલ વિશે રસપ્રદ કન્ટેન્ટ નાંખી શકો છો.
અહીંયા તમે એ બધુ શેર કરી શકો છો, જેનાથી એ ખબર પડી શકે કે તમારી યૂટ્યુબ ચેનલ શેના વિશે છે અને તમે કયા પ્રકારની કન્ટેન્ટને પોસ્ટ કરવા માંગો છો. આ ઉપરાંત બિઝનેસ ઈન્ક્વાયરી માટે તમે ઈમેલ આઈડી પણ શેર કરી શકો છો. ત્યારપછી તમે તમારી ચેનલમાં વીડિયો અપલોડના વિકલ્પને સિલેક્ટ કરીને કોઈ પણ વીડિયો અપલોડ કરી શકો છો.

અન્ય સમાચારો પણ છે...