તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Modi's Gujarat Cultivation Of Dragonfruit, A Chinese Fruit: Dabhoi Farmer Earns Rs 6 Lakh A Year From 6 Vigha Crop

પ્રગતિશીલ ખેડૂત:ચાઇનીઝ ફળ ગણાતા ડ્રેગન ફ્રૂટની મોદીના ગુજરાતમાં ખેતીઃ ડભોઈના ખેડૂત 6 વીઘાના પાકમાં વર્ષે મેળવે છે 6 લાખનો નફો

વડોદરા15 દિવસ પહેલાલેખક: જીતુ પંડ્યા
  • મોટા હબીપુરા ગામના ખેડૂત હરમાનભાઈની ખેતી જોઇને અન્ય 2 ખેડૂતે પણ ડ્રેગન ફ્રૂટની ખેતી શરૂ કરી
  • PM મોદીએ મન કી બાત કાર્યક્રમમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરતા હરમાનભાઇની પ્રશંસા કરી હતી
  • ડ્રેગન ફ્રૂટનો ઉપયોગ કેન્સર, ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લૂ જેવા રોગો સામે ઔષધમાં થાય છે

વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના મોટા હબીપુરાના ખેડૂત પારંપરિક ખેતીથી અલગ થાઇલેન્ડના ડ્રેગન ફ્રૂટ નામના ફળની ઓર્ગેનિક ખેતી કરીને વાર્ષિક 6 લાખ રૂપિયાની ચોખ્ખી કમાણી કરે છે. તેમની આ ખેતી જોઇને તાલુકાના અન્ય બે ખેડૂતે પણ ડ્રેગન ફ્રૂટની ખેતીની શરૂઆત કરી છે. પ્રગતિશીલ ખેડૂત હરમાનભાઇ પટેલે જણાવ્યું હતું કે હું મહારાષ્ટ્રમાં એપલ બોરની ખેતીની જાણકારી મેળવવા માટે ગયો હતો અને ત્યાંથી મને ડ્રેગન ફ્રૂટની ખેતીની માહિતી મળી. હું છેલ્લાં ચાર વર્ષથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને રૂટિન ખેતી કરતાં સારી કમાણી કરી રહ્યો છું.

PM મોદીએ પણ ડ્રેગન ફ્રૂટની ખેતી કરતા હરમાનભાઈની પ્રશંસા કરી હતી
ધો-8 સુધીનો અભ્યાસ કરેલા ખેડૂત હરમાનભાઇ પટેલ પાસે 55 વીઘા જમીન છે, જેમાંથી હાલ 6 વીઘા જમીનમાં તેઓ ડ્રેગન ફ્રૂટની ખેતી કરી રહ્યા છે. હરમાનભાઇ પટેલની આ સફળતાથી અન્ય ખેડૂતોને પણ પ્રેરણા મળી છે અને તેઓ ડ્રેગન ફ્રૂટની ખેતી તરફ વળ્યા છે. ઓછો ખર્ચ, ઓછી મહેનત અને સારી ઊપજ સાથે સારી કમાણી આપતી આ ડ્રેગન ફળની ખેતીને જોવા તાલુકાના ખેતીપ્રેમી ખેડૂતો જોવા માટે આવે છે. હરમાનભાઇની ડ્રેગન ફ્રૂટની ખેતીની નોંધ સરકારે પણ લીધી છે. એ તો ઠીક દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મન કી બાત કાર્યક્રમમાં ડ્રેગન ફ્રૂટની ઓર્ગેનિક ખેતી માટે કચ્છના ખેડૂતો સાથે મોટા હબીપુરાના ખેડૂત હરમાનભાઇ પટેલની પણ પ્રશંસા કરી હતી.

ખેડૂત હરમાનભાઇ પટેલનો મોદીએ મન કી બાતમાં ઉલ્લેખ કર્યો હતો.
ખેડૂત હરમાનભાઇ પટેલનો મોદીએ મન કી બાતમાં ઉલ્લેખ કર્યો હતો.

ગૂગલ સર્ચમાં એપલ બોરની ખેતી જોઇને મહારાષ્ટ્ર ગયા બાદ ડ્રેગન ફ્રૂટ જોયા
ડભોઇ તાલુકાના મોટા હબીપુરા ગામના ખેડૂત હરમાનભાઇ પટેલે જણાવ્યું હતું કે વર્ષ-2016માં હું આધુનિક ખેતી કરવા માટે ગૂગલ સર્ચ કરી રહ્યો હતો, જેમાં મહારાષ્ટ્રના નંદુરબારમાં થતી એપલ બોરની ખેતી ધ્યાનમાં આવી હતી. ઘરેથી નીકળ્યો ત્યારે એપલ બોરની ખેતી જ કરવાના ઇરાદા સાથે ગયો હતો, પરંતુ ત્યાં મેં ખેતરમાં લાલ ચટાક ફળ જોતાં ચોંકી ઉઠ્યો હતો, જે ડ્રેગન ફ્રૂટ હતાં. ત્યાં મેં એપલ બોરના બદલે ડ્રેગન ફળની ખેતી કરવાનું નક્કી કરી લીધું અને મહારાષ્ટ્રના નંદુરબારથી 60 રૂપિયાના ભાવે 400 છોડની ખરીદી કરી હતી અને ટપક સિંચાઇ પદ્ધતિ દ્વારા થતી ખેતીની શરૂઆત કરતાં પ્રથમ પાકની આવક સારી થતાં પરિપક્વ છોડ થયા બાદ આવક વધુ સારી થશેનો વિશ્વાસ બેસતાં કુલ 2800 છોડની રોપણી કરી હતી. ખેડૂતે વધુમાં જણાવ્યું કે હું કચ્છના નલિયા ખાતે જઈ ત્યાં ફાર્મહાઉસમાં થયેલાં ડ્રેગન ફ્રૂટની ખેતી જોઇ અવાક બની ગયો હતો.

મહારાષ્ટ્રના નંદુરબારથી 60 રૂપિયાના ભાવે 400 છોડની ખરીદી કરી હતી.
મહારાષ્ટ્રના નંદુરબારથી 60 રૂપિયાના ભાવે 400 છોડની ખરીદી કરી હતી.

કેન્સર, ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લૂ જેવા રોગો સામે ઔષધમાં ડ્રેગન ફ્રૂટનો ઉપયોગ થાય છે
ડ્રેગન ફ્રૂટનું ફળ તૈયાર થાય ત્યારે તેનું વજન 250 ગ્રામથી 300 ગ્રામ સુધીનું હોવા સાથે તેનો દેખાવ પરથી લાલ અંદરથી લાલ, સફેદ કે પીળા રંગનું દેખાય છે, કારણ કે તેનું બિયારણ ત્રણ રંગમાં આવતું હોય છે. ડ્રેગન ફ્રૂટ ફળની ખાસ વિશેષતા એ છે કે તેમાં કેલેરી પુષ્કળ પ્રમાણમાં હોવાથી લોકો રોગપ્રતિકારક શક્તિ વધારવા અને કેન્સર, ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લૂ જેવા રોગો સામે ઔષધમાં પણ ઉપયોગ કરે છે. આ ઉપરાંત કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવા માટે, હિમોગ્લોબિન વધારવા માટે, હાર્ટના રોગ માટે, સારા વાળ માટે, ચહેરા માટે, વેઈટ લોસ માટે એનો ઉપયોગ થાય છે.

ડ્રેગન ફ્રૂટનું ફળ તૈયાર થાય ત્યારે તેનું વજન 250 ગ્રામથી 300 ગ્રામ સુધીનું હોય છે.
ડ્રેગન ફ્રૂટનું ફળ તૈયાર થાય ત્યારે તેનું વજન 250 ગ્રામથી 300 ગ્રામ સુધીનું હોય છે.

ડ્રેગન ફ્રૂટ 300થી 400 રૂપિયે કિલોના ભાવે વેચાય છે
આમ, આ લાંબા ગાળાની ખેતી દર વર્ષે એક જ વાર ફળ આપે છે અને એ પણ ઓગસ્ટ અથવા ત્યાર બાદ અને તેના છોડ પ્રથમ વર્ષથી જ ફળ આપવાનું શરૂ કરી દે છે. ત્રીજા વર્ષથી તેના ઉત્પાદનમાં સારો વધારો થાય છે. ડ્રેગન ફ્રૂટ એક નંગ 80 રૂપિયાના ભાવે વેચાય છે અને 300થી 400 રૂપિયે કિલોના ભાવે વેચાય છે. ઓછી મહેનત, ઓછું રોકાણ અને સારી ઊપજને કારણે હાલ હું ડ્રેગન ફળની ખેતી કરીને વર્ષે રૂપિયા 6 લાખની કમાણી કરી રહ્યો છું. મારી જેમ અન્ય ખેડૂતો પણ આધુનિક ખેતી તરફ વળે તેવું ઇચ્છું છું.

તેનો દેખાવ પરથી લાલ અંદરથી લાલ, સફેદ કે પીળા રંગનું દેખાય છે
તેનો દેખાવ પરથી લાલ અંદરથી લાલ, સફેદ કે પીળા રંગનું દેખાય છે

ડ્રેગન ફ્રૂટની ખેતી કેવી રીતે થાય છે
ડ્રેગન ફ્રૂટ વાવવા માટે બીજ સારી પ્રજાતિનાં હોવાં જોઈએ. ગ્રાફ્ટેડ પ્લાન્ટ હોય તો વધારે સારું રહેશે, કારણ કે એને તૈયાર થવામાં ઓછો સમય લાગે છે. જેને માર્ચથી જુલાઈ વચ્ચે ગમે ત્યારે વાવી શકાય છે. પ્લાન્ટિંગ પછી નિયમિત રીતે કલ્ટિવેશન અને ટ્રીટમેન્ટની જરૂર હોય છે. લગભગ એક વર્ષમાં પ્લાન્ટ તૈયાર થઈ જાય છે. મેચ્યોર થયા પછી આ જુલાઈથી ઓક્ટોબર સુધી ફળ આપે છે, જેના માટે તાપમાન 10 ડિગ્રીથી ઓછું અને 40 ડિગ્રીથી વધુ ન હોવું જોઈએ. તેના વચ્ચે કોઇ પણ તાપમાન પર તેને વાવી શકાય છે. જેના માટે કોઇ પણ વિશેષ પ્રજાતિની જમીનની જરૂર નથી પડતી.

મેચ્યોર થયા પછી આ જુલાઈથી ઓક્ટોબર સુધી ફળ આપે છે
મેચ્યોર થયા પછી આ જુલાઈથી ઓક્ટોબર સુધી ફળ આપે છે

ઉનાળામાં છોડને ચાર દિવસે પાણીની જરૂર
ખેડૂતો માટે વધારે ઊપજ અને ફાયદો આપતા આ ડ્રેગન ફ્રૂટની ખેતીને માત્ર પાણીની જરૂર રહે છે. ઉનાળામાં ચાર અને શિયાળામાં 8 દિવસે તેને પાણીની જરૂર રહે છે. તેની ખેતી ગાય-ભેંસ વગેરે ચરી જઇ નુકસાન કરે તેવી કોઇ ભીંતી રહેતી નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો