• Gujarati News
 • Dvb original
 • Modi's Commandos Are Armed With The World's Deadliest Weapons; In An Instant, The Assailant Shot And Killed The PM

SPG દરેક હુમલાને નિષ્ફળ બનાવે છે:વિશ્વના સૌથી ઘાતક શસ્ત્રોથી સજ્જ છે મોદીના કમાન્ડો; પળવારમાં જ હુમલાખોર ઠાર અને PM સુરક્ષિત

નવી દિલ્હી13 દિવસ પહેલા
 • PM મોદીની સુરક્ષા પર દરરોજ લગભગ 1.62 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો બુધવારે પંજાબના ફિરોઝપુર જિલ્લામાં એક ફ્લાય ઓવર પર 20 મિનિટ સુધી રોકાયો હતો. એનાથી થોડે દૂર જ ખેડૂતો હાઈવે જામ કરીને વિરોધપ્રદર્શન કરી રહ્યા હતા. વરસાદને કારણે આગળ જવાનો રસ્તો ન મળતાં વડાપ્રધાનને બઠિંડા એરપોર્ટ પરત ફરવું પડ્યું હતું. આ દરમિયાન સુરક્ષા એજન્સીઓના શ્વાસ થંભી રહ્યા હતા કે ક્યાંક PMની સાથે કોઈ દુર્ઘટના ન થાય.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય સહિત તમામ નિષ્ણાતો આને વડાપ્રધાનની સુરક્ષામાં મોટી ખામી માની રહ્યા છે. સામાન્ય લોકોના મનમાં પણ સવાલો થઈ રહ્યા છે કે આવી સ્થિતિમાં વિરોધ કરી રહેલા ખેડૂતો વડાપ્રધાનની નજીક આવ્યા હોત કે પછી આ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને જો કોઈ દુશ્મને વડાપ્રધાન સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હોત તો શું થયું હોત?

ચિંતા કરશો નહીં SPG છે. આ એ જ કમાન્ડો છે જેઓ સૂટ-બૂટમાં કાળાં ચશ્માં પહેરીને વડાપ્રધાનને ઘેરી રહ્યા હોય છે. જરૂર પડવા પર આ કમાન્ડો તેમના અત્યાધુનિક હથિયારો સાથે દુશ્મનને એક ક્ષણમાં જ ઠાર કર્યો હોત અને વડાપ્રધાનને ત્યાંથી સલામત બહાર કાઢી લીધા હોત.

તો આવો, વડાપ્રધાન અને તેમના પરિવારની સુરક્ષા માટે તૈયાર આ અત્યંત ખતરનાક કમાન્ડો ફોર્સનાં હથિયારો અને સાધનો વિશે વધુ જાણીએ...

ઈન્દિરા ગાંધીની હત્યા બાદ SPGની રચના કરવામાં આવી હતી

 • ઈન્દિરા ગાંધીની હત્યા 1984માં થઈ હતી, જ્યારે તેઓ વડાંપ્રધાન હતાં. ે બાદ 1985માં SPGની રચના કરવામાં આવી હતી.
 • 1988માં સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એક્ટ, 1988 પસાર કરીને તેની રચના સત્તાવાર રીતે કરવામાં આવી હતી.
 • સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ, એટલે કે CAPF અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના જવાન SPGમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી શકે છે.
 • કેન્દ્રીય સશસ્ત્ર દળોનો કોઈપણ જવાન પોતાની કારકિર્દીમાં માત્ર એક જ વાર 5 વર્ષ માટે SPGમાં જોડાઈ શકે છે.
 • SPGનાં જવાન અને અધિકારીઓ પર કોઈપણ મીડિયા હાઉસનો સંપર્ક કરવા અથવા SPGમાં તેમના કાર્યકાળ બાબતે કોઈપણ પુસ્તક લખવા પર પ્રતિબંધ હોય છે.
 • હાલમાં SPGમાં 3000થી વધુ જવાન અને અધિકારીઓ છે.
 • SPGને એક IPS અધિકારી કમાન્ડ કરે છે, જે દેશના કેબિનેટ સચિવાલયને રિપોર્ટ કરે છે.

SPG ની 4 શાખા છે...

1. ઓપરેશન્સ એટલે કે ગ્રાઉન્ડ પર જઈને વડાપ્રધાનનું રક્ષણ કરતા જવાનો કે અધિકારીઓ. એમાં પણ આગળ ટેક્નિકલ વિંગ, કોમ્યુનિકેશન વિંગ અને ટ્રાન્સપોર્ટેશન વિંગ જેવા ભાગો હોય છે.

2. તાલીમ: આ શાખા પાસે SPG જવાનોને તાલીમ આપવાની જવાબદારી છે. SPG જવાનોના નજીકથી લડવાની, શસ્ત્રો ચલાવવાની, VIPનું રક્ષણ કરવું, શસ્ત્રો વિના જ લડવું, પ્રાથમિક સારવાર આપવી, વિવિધ પ્રકારનાં વાહનોને ચલાવવાની તાલીમ આપવામાં આવે છે.

3. ઈન્ટેલિજન્સ એન્ડ ટૂરઃ આ SPGની ઈન્ટેલિજન્સ વિંગ છે. તેનું કામ જોખમનું મૂલ્યાંકન કરવાનું, શંકાસ્પદ લોકોની તપાસ કરવાનું તેમજ નવા ભરતી થયેલા જવાનોનું બેકગ્રાઉન્ડ તપાસવા જેવા કાર્યો હોય છે.

4. એડમિનિસ્ટ્રેશન: આ શાખાને વહીવટી કાર્ય, જેમ કે નાણાં, ડ્યૂટી, શસ્ત્રોની ખરીદી વગેરે કામ સોંપવામાં આવે છે.

SPGનું બજેટ લગભગ 600 કરોડનું છે

 • 2020-21ના બજેટમાં SPG માટે 592.55 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.
 • આ રકમ ગયા નાણાકીય વર્ષ, એટલે કે 2019-20 કરતાં 10% વધુ હતી.
 • એ સ્પષ્ટ છે કે પીએમ મોદીની સુરક્ષા પર દરરોજ લગભગ 1.62 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે.
અન્ય સમાચારો પણ છે...