વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વડોદરા નજીક પાવાગઢમાં આવેલા મહાકાળી મંદિરમાં 500 વર્ષ પછી ધજા ફરકાવી છે. મૂળ મંદિર 11મી સદીમાં બન્યું હતું. 15મી સદીમાં આ શિખરને ગુજરાતના સુલતાન રહેલા મહમદ બેગડાએ નષ્ટ કર્યું હતું. મંદિરની ઉપર પીર સદનશાહની દરગાહ બનાવવામાં આવી હતી. મહમદ બેગડાને ઝેરીલો સુલતાન પણ કહેવામાં આવતો હતો.
એવામાં આજે એક્સપ્લેનરમાં તમને જણાવીશું કે કોણ હતો ગુજરાતનો સુલતાન મહમદ બેગડો? તેને ઝેરીલો સુલતાન શા માટે કહેવામાં આવતો હતો અને તેણે કયા-કયા મંદિરોને નષ્ટ કર્યા હતા?
આ સવાલોના જવાબ જાણતાં પહેલાં એક પોલમાં ભાગ લઈએ...
મહમદ બેગડા યુદ્ધ જીત્યા પછી રાજાઓને ઈસ્લામ કબૂલ કરાવતો હતો
મહમદ બેગડો ગુજરાતનો છઠ્ઠો સુલતાન હતો. તેનું આખું નામ અબુલ ફત નાસિર-ઉદ-દીન મહમદ શાહ પ્રથમ હતું. તે 13 વર્ષની ઉંમરે ગાદી પર બેઠો હતો અને 52 વર્ષ(1459-1511 ઈ.) સુધી રાજ કર્યું હતું. કટ્ટર ઈસ્લામી શાસક બેગડો ઝેર ખવડાવવા અને રાક્ષસી ભોજન માટે કુખ્યાત હતો.
બેગડો ગુજરાતના સૌથી શક્તિશાળી શાસકોમાંથી એક હતો. તેણે ખૂબ જ ઓછા સમયમાં જૂનાગઢ અને પાવાગઢ જેવા વિસ્તારોમાં કબજો કર્યો હતો. એમ કહેવામાં આવે છે કે જીત પ્રાપ્ત કર્યા પછી તે રાજા પાસે ઈસ્લામ કબૂલ કરાવતો અને ઈનકાર કરવા પર તેની હત્યા કરતો હતો.
રિનોવેશન પછી પાવગઢનું મહાકાળી મંદિર પરિસર 30 હજાર વર્ગફૂટમાં ફેલાયેલું છે
1472માં બેગડાએ દ્વારકા મંદિરને તોડવાનો આદેશ આપ્યો હતો
બેગડા પર પોતાના શાસન દરમિયાન પાવગઢના પર્વત પર આવેલું મહાકાળી મંદિર અને દ્વારકા મંદિરને તોડવાનો આરોપ છે. 1472માં બેગડાએ જ દ્વારકા મંદિરને તોડવાનો આદેશ આપ્યો હતો, જેથી લોકોની આસ્થા હિન્દુ ભગવાનમાંથી ઓછી થઈ જાય. જોકે 15મી સદીમાં તેને બીજી વખત બનાવવામાં આવ્યું હતું.
મહમદ બેગડા તરીકેની ઉપાધિ તેને ગિરનાર જૂનાગઢ અને ચાંપાનેરના કિલ્લાને જીત્યા પછી મળી હતી. તેના શાસન દરમિયાન ઘણા અરબી-ગ્રંથોનું ફારસીમાં અનુવાદ કરવામાં આવ્યું હતું. તેનો દરબારી કવિ ઉદયરાજ હતો, જે સંસ્કૃતનો કવિ હતો.
બેગડાનું આખું શરીર ઝેરીલું થઈ ગયું હતું
પોર્ટુગલના યાત્રી બાબોસા મહમદ બેગડાના શાસન દરમિયાન ગુજરાતમાં આવ્યા હતા. બબોસા તેમની બુક ધ બુક ઓફ ડ્યુરેટ બાબોસા વોલ્યુમ 1માં લખ્યું છે કે બેગડાને બાળપણથી જ ઝેર આપીને ઉછેરવામાં આવ્યો હતો, કારણ કે તેના પિતા એમ ઈચ્છતા હતા કે તેને કોઈ ઝેર આપીને મારી ન શકે.
બાળપણમાં બેગડાને જમવાની સાથે ઓછી માત્રમાં ઝેર પણ આપવામાં આવતું હતું, જેથી તેને નુકસાન ન થાય. પછીથી બેગડાનું સંપૂર્ણ શરીર ઝેરીલું થઈ ગયું હતું. આ દરમિયાન તેના શરીર પર માખી બેસે તોપણ મરી જતી હતી, એટલે સુધી કે તેની સાથે સેક્સ કરનાર છોકરીઓ અને મહિલાઓનુ પણ મૃત્યુ થઈ જતું હતું.
ઈટાલિયન યાત્રી લુડોવિકો ડી વર્થેમાની બુક ઈટિનેરારિયો ડી લુડોઈકો ડી વર્થેમાં બોલોગ્નીજમાં ઝેર ખાવાની વાતનો ઉલ્લેખ છે. વર્થેમાં તે લખે છે કે બેગડાએ કોઈ વ્યક્તિને મારી નાખવો હોય તો તે તેના કપડા કઢાવીને તેની પર પાનની પિચકારી મારતો હતો. પછીથી અડધો કલાક પછી તે વ્યક્તિનું મૃત્યુ થતું હતું.
મૂછોને સાફાની જેમ માથા પર બાંધતો હતો
બેગડાની મૂછો પણ ઘણી ચર્ચામાં રહી હતી. તેને લઈને પોર્ટુગલના ટૂરિસ્ટ કહેતા હતા કે તે એટલી લાંબી અને રેશમી હતી કે તે તેને સાફાની જેમ તેના માથા પર બાંધતો હતો. કમર સુધીની દાઢીને બાદશાહ ખૂબ જ સારી માનતો હતો. તેના મંત્રીમંડળમાં ઘણા લોકો એવા હતા, જેની દાઢી-મૂછ ઘણી લાંબી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.