તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Modi Govt Slashes Budget For SC ST Girls To Drop Out Of School 99.1%, 20 Out Of 100 Students Drop Out Of School

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ઓરિજિનલ:SC-ST બાળકીઓને સ્કૂલ છોડતા અટકાવવા માટે ચલાવાયેલી યોજનાનું બજેટ મોદી સરકારે 99.1% ઘટાડ્યું, 100માંથી 20 સ્ટુડન્ટ છોડી દે છે સ્કૂલ

18 દિવસ પહેલાલેખક: જનાર્દન પાંડેય
  • કૉપી લિંક

મોદી સરકારે ‘માધ્યમિક શિક્ષણની રાષ્ટ્રીય પ્રોત્સાહન યોજના (NSIGSE)’ના બજેટને 99.1% ઘટાડી દીધું છે. આ યોજના અંતર્ગત 8મું પાસ કરનારી અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ની વિદ્યાર્થિનીઓને સ્કોલરશીપ અપાતી હતી, જેથી તેઓ અભ્યાસ ન છોડે. સરકારી આંકડા પ્રમાણે, દર વર્ષે 8મા ધોરણમાં ભણતી ત્રણ લાખથી વધઉ વિદ્યાર્થિનીઓને ધો. 9નો અભ્યાસ છોડવો પડે છે. સરકારે 2017-18માં જ્યારે આ યોજનાનું બજેટ વધાર્યુ હતું, ત્યારે અભ્યાસ છોડનારી વિદ્યાર્થિનીઓમાં એક તૃતિયાંશ જેટલો ભારે ઘટાડો આવ્યો હતો. વર્ષ 2020માં જ્યારે કોરોના મહામારીના સમયે SC-ST બાળકીઓનો અભ્યાસ જોખમમાં છે, ત્યારે સરકારે તેનું બજેટ ઘટાડી દીધું છે.

કુલ વિદ્યાર્થિનીઓમાં 13.6% જ SC-ST, વસતી છે 28%થી વધુ
RTE ફોરમ અનુસાર, દેશમાં 11થી 14 વર્ષની 16 લાખ બાળકીઓ સ્કૂલે જતી નથી. તેમાં SC-STની માધ્યમિક શિક્ષણ માટે જનારી વિદ્યાર્થિનીઓની હાલત સૌથી વધુ ખરાબ છે. અત્યારના સમયે ધો. 6થી ધો. 10 સુધી દેશમાં કુલ વિદ્યાર્થિનીઓમાં SC-STની ભાગીદારી માત્ર 13.6% છે. જેમાં 18.6% SC અને 8.6% ST છે. એટલે કે આજે પણ 50%થી વધુ SC-ST બાળકીઓ ધો. 9 સુધી પહોંચી શકતી નથી. આવી બાળકીઓની સંખ્યા ઓછી થાય, એ ઉદ્દેશથી 2008માં આ પ્રોત્સાહન યોજના શરૂ કરાઈ હતી.

પ્રથમ બજેટ હતું 20 લાખ, વધારીને કરવું પડ્યું 24.20 કરોડ
2008માં સરકારે પ્રોત્સાહન યોજના માટે 20 લાખ રૂપિયાનું બજેટ રાખ્યું હતું, પરંતુ આ વર્ષે જ્યારે ધો. 9માં એડમિશન થયું તો સરકારના અનુમાનથી અનેક ગણા વધુ SC-ST વિદ્યાર્થિનીઓએ સ્કૂલમાં નામ લખાવ્યા. સરકારે બજેટ વધારીને 24.20 કરોડ રૂપિયા કરવું પડ્યું. નીચે જૂઓ 2008થી અત્યાર સુધીમાં આ યોજનાને કેટલું બજેટ મળ્યું-

સરકારે 2019-20માં યોજનાનું બજેટ 100 કરોડ રૂપિયા રાખ્યું, પરંતુ ખર્ચ 8.57 કરોડ રૂપિયા કરી શકી. આગામી વર્ષે 2020-21માં 110 કરોડનું બજેટ ઘોષિત તો કર્યુ, પરંતુ ખર્ચ એક કરોડ જ થયો. આ યોજના માટે 2021-22નું અંદાજિત બજેટ એક કરોડ છે. આ વર્ષે કેટલી SC-ST વિદ્યાર્થિનીઓ ધો.9માં જશે, તેનો ચોક્કસ આંકડો ઉપલબ્ધ નથી, પરંતુ 2019 સુધીમાં દર વર્ષે લગભગ 27 લાખ SC-ST વિદ્યાર્થિનીઓ ધો. 9માં પ્રવેશ લઈ રહી હતી. જો યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થિનીને ત્રણ હજારની સ્કોલરશીપ આપવામાં આવે તો પણ 800 કરોડ રૂપિયાથી વધુનું બજેટ જોઈએ.

આ યોજનાથી કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ભણતી વિદ્યાર્થિનીઓને પણ લાભ થાય છે. 31 માર્ચ 2020 સુધીમાં દેશમાં 635 કસ્તૂરબા વિદ્યાલય હતા, જેમાં 65 હજાર 249 વિદ્યાર્થિનીઓ હતી. તેમાં SC-ST વિદ્યાર્થિનીઓ ઉપરાંત અન્ય વર્ગની વિદ્યાર્થિનીઓ ઓછી ભણે છે.

RTE ફોરમમાં ડોક્યુમેન્ટેશન કોર્ડિનેટર મિત્ર રંજન કહે છે, ‘માધ્યમિક શિક્ષણના સ્તરે બાળકીઓનાં ડ્રોપઆઉટ થવાનો આંકડો સૌથી વધુ હોય છે. જો આ સ્તરે અભ્યાસ છૂટે તો તેમનું ફરીથી સ્કૂલનું શિક્ષણ સંપન્ન કરી શકવું ખૂબ મુશ્કેલ બની જાય છે. આ જ કારણ હતું કે અનુસૂચિત જાતિ/જનજાતિની વિદ્યાર્થિનીઓ માટે મેટ્રિક પૂર્વે સ્કોલરશીપ યોજનાની જરૂરિયાત હતી.’

2017-18માં જ્યારે સરકારે બજેટ વધાર્યુ ત્યારે 32% ઓછી વિદ્યાર્થિનીઓએ સ્કૂલ છોડી
2016ના એક આંકડા અનુસાર, દેશમાં 11થી 17 વર્ષ સુધી કુલ SC-ST બાળકીઓની વસતી 2 કરોડ 90 લાખ હતી. તેમાં ધો. 6થી લઈને ધો. 10 સુધી કુલ 1 કરોડ 43 લાખ ભણી રહી હતી. એટલે કે 50%થી વધુ બાળકીઓ માધ્યમિક શિક્ષણ માટે સ્કૂલોમાં નહોતી. 2017-18માં જ્યારે સરકારે યોજનાનું બજેટ 711% વધાર્યુ હતું, ત્યારે ધો. 9 જ નહીં તેની અસર ધો. 6થી લઈને ધો. 10 સુધી નજરે પડી હતી.

યોજના માટે ધો.9માં નામ લખાવનારી SC-ST વિદ્યાર્થિનીઓ યોગ્યતાપ્રાપ્ત થઈ જાય છે પરંતુ તેનો લાભ ધો. 10 પાસ કર્યા પછી મળે છે. તેથી ધો. 10માં પણ આ યોજનાની અસર પડે છે.

આ ખાસ વર્ષમાં ધો. 7માં પણ 52% સુધી ઓછી વિદ્યાર્થિનીઓએ સ્કૂલ છોડી હતી. ધો. 8માં પણ અગાઉથી વધુ વિદ્યાર્થિનીઓ પહોંચી.

આ યોજનાથી આ જ સરકારને સકારાત્મક પરિણામો મળી રહ્યા હતા તો પછી આ વર્ષે બજેટ ઘટાડવાનું શું કારણ રહ્યું? આ સવાલ સ્કૂલ શિક્ષણના સેક્રેટરી અનિતા કરવાલને પૂછ્યો તો તેમણે ઓફિસ ખૂલે ત્યારે જવાબ આપવાની વાત કરી. માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય (HRD)ના ઓનલાઈન ઉપલબ્ધ નંબર પર ફોન કર્યો તો તેમણે ‘આજે રજા છે’ કહીને ફોન કાપી નાખ્યો. યોજનાને દરેક જિલ્લામાં DEO લાગુ કરે છે. ભોપાલના DEO નિતિન સક્સેનાએ કહ્યું કે યોજના ચાલુ છે, પરંતુ હજુ વધુ જાણકારી આપી શકાશે નહીં.

15 ફેબ્રુઆરી, 2018ના રોજ દૈનિક ભાસ્કરમાં પ્રકાશિત સમાચારો પ્રમાણે, HRD મંત્રાલયના આદેશથી રાજસ્થાનના તત્કાલિન માધ્યમિક શિક્ષણ ડિરેક્ટર નથમલ ડિડેલે તમામ DEOને આ યોજનાની અગ્રિમ કાર્યવાહી બંધ કરવાના નિર્દેશ આપ્યા હતા. તત્કાલિન DEO (માધ્યમિક) નરેશ ડાંગીએ કહ્યું હતું, ‘વીતેલા વર્ષોમાં યોજનામાં યોગ્ય બાળકીઓને લાભ મળ્યો નથી, તેમને મેચ્યુરિટી ચૂકવણી કરાવવા માટે ડિરેક્ટોરેટ માહિતી મોકલી રહ્યા છે.’

સંસદીય સમિતિ પણ ચિંતા વ્યક્ત કરી ચૂકી છે
સ્કૂલ શિક્ષણ માટે જિલ્લા માહિતી પ્રણાલી (UDISE)ve 2017-18નાં આંકડાના પ્રમાણે, 21.8% SC અને 22.3% ST સ્ટુડન્ટ્સ માધ્યમિક શિક્ષણ દરમિયાન પોતાનો અભ્યાસ છોડી દેતા હતા.
ગત વર્ષે સંસદીય સમિતિએ આના પર ચિંતા વ્યક્ત કરી હતી અને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને SC/ST સમુદાયના સ્ટુડન્ટ્સ અને વિદ્યાર્થિનીઓના અભ્યાસ છોડવાના કારણોના સામાજિક-સાંસ્કૃતિક-આર્થિક કારણોનો અભ્યાસ કરવાનું પણ કહેવાયું હતું. તેમણે માધ્યમિક સ્તરે વધતા ડ્રોપઆઉટ પર ભાર આપતા તેને રોકવાની રણનીતિઓ અને વધતા ડ્રોપઆઉટના કારણોને ખતમ કરવા કહ્યું હતું.

એકલવ્ય સ્કૂલ અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ વધારવા પર સરકારે ભાર મૂક્યો
કેન્દ્રીય બજેટ 2020-21માં SC-ST સ્ટુડન્ટ્સ માટે 750 એકલવ્ય આવાસીય સ્કૂલ ખોલવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. એક સ્કૂલ ખોલવાનું બજેટ 20 કરોડથી વધારીને 38 કરોડ રૂપિયા કરી દેવાયું છે. જો સ્કૂલ પહાડી વિસ્તારમાં ખૂલે છે, તો બજેટ 48 કરોડ હશે. અત્યાર સુધી 566 એકલવ્ય સ્કૂલ ખોલવાની અનુમતિ મળી ચૂકી છે. તેમાંથી 285 જ ચાલી રહેલી સ્કૂલોમાં 73391 સ્ટુડન્ટ્સ ભણી રહ્યા છે.

આ સાથે SC સ્ટુડન્ટ્સને અપાતી પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ સ્કીમ પર 2025-26 સુધી 35219 કરોડ રૂપિયા ખર્ચ કરવાનું લક્ષ્ય રખાયું છે. સરકારના કહેવા પ્રમાણે, આ બજેટમાં વધારો કરાયો છે. જ્યારે મિત્ર રંજન કહે છે, ‘સરકાર રિવાઈઝ્ડ બજેટથી વધારાની વાત કરી રહી છે. ગત ફાળવણીથી તેમાં ઘટાડો આવ્યો છે. આ ઉપરાંત જ્યારે માધ્યમિક સ્તરે જ બાળકીઓનો અભ્યાસ છૂટી જાય છે તો ઉચ્ચતર સ્તર પર સ્કોલરશીપનું બજેટ વધારવાથી કોઈ ફરક પડશે નહીં.’

જ્યારે SC-ST વિદ્યાર્થિનીઓને અપાતી આ સ્કોલરશીપમાં અનેક વર્ષો સુધી વધારા પછી ઝડપથી ઘટાડો આવ્યો છે. સંસદીય સમિતિએ આના અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે આ સ્કોલરશિપ હાંસિયામાં જીવતા સમુદાયના સ્ટુડન્ટ્સ માટે ખૂબ જ જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે હાલમાં SC/ST સમુદાયથી આવનારા દર પાંચમાંથી એક સ્ટુડન્ટને માધ્યમિક શિક્ષણ દરમિયાન અભ્યાસ છોડવો પડે છે.

મિત્ર રંજન કહે છે, ‘નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જેન્ડર ઈન્ક્લુઝન ફંડ બનાવવાની વાત પણ કહેવામાં આવી, પરંતુ બજેટ કંઈક જુદું જ જણાવી રહ્યું છે. શિક્ષણ બજેટમાં 6 હજાર કરોડ રૂપિયાનો કાપ મૂકાયો છે. બેટી બચાવો, બેટી ભણાવો જેવા ફ્લેગશિપ પ્રોગ્રામ સુધી અન્ય કોઈ યોજનાની સાથે મેળવી દેવાયા છે. આનાથી બાળકીઓના અભ્યાસ પર ખૂબ ખરાબ અસર થવાની છે.’

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો